દાહોદ શહેરના ગોદીરોડ વિસ્તારના આશરે 25 હજાર લોકોને ફરી એક વખત પાણીની સમસ્યાનો સામનો કરવો પડશે. ગોદીરોડ વિસ્તારને પાણી પૂરું પાડતી કડાણા યોજનામાં આવશ્યક સમારકામ અને અપગ્રેડેશન કામગીરી હાથ ધરાનાર હોવાથી 7 ઓગસ્ટથી 12 ઓગસ્ટ સુધી એટલે કે સળંગ 5 દિવસ માટે પાણીનો કાપ હોવાનું નગર પા
ડીટવાસ પો.સ્ટે.વિસ્તારમાં આવેલ વૃંદાવન આશ્રમ શાળા, કરવાઇ કંપા ખાતે પોલીસ મહાનિરીક્ષક પંચમહાલ-ગોધરા રેન્જ તેમજ મહીસાગર એસપી સફીન હસન દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. જેમા શાળાના પ્રમુખ ઉપેન્દ્રભાઇ પટેલ, શિક્ષકગણ તેમજ શાળામાં અભ્યાસ કરતા ધો.1 થી 12ના વિધાર્થીઓ હાજર રહ્યાં હત
આણંદ કૃષિ યુનિ. જૈવિક નિયંત્રણ પ્રયોગશાળા, આણંદ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દાહોદના સંયુક્ત ઉપક્રમે ટ્રાયબલ સબ પ્લાન યોજના અંતર્ગત શિયાળુ પાકોમાં સંકલિત રોગ-જીવાત વ્યવસ્થાપન વિષય પર એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લાના મુણધા, પીપલી
દાહોદ જિલ્લાના ટ્રાયબલ મ્યુઝિયમમાં ભારત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગના સંયુક્ત સચિવ કે.કે. નિરાલાના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના પર ચિંતન શિબિરનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં કલેક્ટર, ડીડીઓ અને પ્રાયોજના વહીવટદાર ઉપસ્થિત રહ્યા હતા. દાહોદ જિલ
કાલોલ તાલુકાના ભાધરોલી ગામના વતની સોલંકી દીવ્યરાજસિંહ ગણપતસિંહ આર્મી ટ્રેનિંગ પુરી કરીને પોતાના વતન પરત ફરેલા જવાનનું કાલોલ બસ સ્ટેન્ડ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યાં ગામના લોકોએ જવાનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું, જેમાં તેમના પરિવાર, મિત્રો અને ગામના આદરણી
લીમખેડા પોલીસે આઇસર ટ્રકમાંથી કરિયાણાના સામાન ભરેલા થેલાની આડમાં લઈ જવાતો ગેરકાયદે દારૂ ઝડપી પાડ્યો છે. લીમખેડા તાલુકાના પાલ્લી ગામે દાહોદ-ગોધરા હાઈવે પર ધાનપુર ચોકડી પાસે મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે એક આઇસર ટ્રકને રોકી તેની તલાશી લીધી હતી. ટ્રકમાં સોયાબીન, મમરા અ
સાગબારાના ગોન આંબલા ગામે ગાંજાનું વેચાણ થતું હોવાની બાતમી નર્મદા એસઓજીને મળી હતી. પોલીસની ટીમે ગામમાં દરોડો પાડયો હતો. જેમાં શ્રાવણ રૂપસિંગ તડવીના ઘરની તલાશી લેવામાં આવી હતી. જેમાં ગાંજાના ફૂલ 103 ગ્રામ સહિતની સામગ્રી મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી શ્રાવણ તડવીની ધરપકડ કરી હત
ભરૂચ જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા આજે ડૉ. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતેજિલ્લા કક્ષાનો આયુષ મેળો યોજાયો હતો. મેળામાં નાગરિકો માટે આરોગ્ય સંબંધી વિવિધ ચિકિત્સા પદ્ધતિઓ અને પ્રાકૃતિક ઉપચારના આંશિક અનુભવ માટે કુલ 12 જેટલા થીમ આધારિત સ્ટોલ મૂકવામાં આવ્યા હતા. જેમાં આયુર
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે માંડવા ગામેથી ઝડપી પાડેલદારૂના કેસમાં ફરાર 2 આરોપીની કરી ધરપકડ હતી. પોલીસે દારૂનો જથ્થો ભરી આપનાર ઝગડીયા તાલુકાના નાના સાંજાના બે ઈસમ ને ઝડપી પાડ્યા હતા. 21 મી સપ્ટેમ્બરના રોજ ભરૂચ એલસીબી ઇનોવા કાર મળી કુલ રૂ. 3.75 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. માંડવા
ડિસેમ્બર મહિનાના પ્રારંભ થી મોક્ષદા એકાદશી એટલે કે ગીતા પ્રાગટ્ય દિવસ નિમિત્તે નર્મદા જિલ્લાના ત્રણ તાલુકાની શાળાઓ રોશની માધ્યમિક શાળા, ગરૂડેશ્વર, કે એમ શાહ શાળા, તિલકવાડા અને આદર્શ નિવાસી શાળા, નાંદોદમાં ભગવદગીતા વિતરણ કાર્યક્રમ યોજાયો. ઇસ્કોન મંદિર જહાંગીરપુરા સુરત થ
ભરૂચ નગર સેવા સદન હસ્તકનું સરદાર શોપિંગ સેન્ટર અત્યંત જર્જરિત હાલતમાં થઈ જતા વેપારીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અગાઉ અનેક વખત છતના પોપડા પડવા સહિતની ઘટનાઓ બની ચૂકી છે. હાલમાં લોખંડી પુરુષ એવા સરદાર પટેલની 150મી જયંતીની સમગ્ર દેશમાં ઉજવણી ચાલી રહીં છે.તો બીજી બાજ
ભરૂચ જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચીન શાહ, જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય રેખાબેન, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી વતી દિવ્યેશભાઈ, તાલીમ ભવનના વિજ્ઞાન સલાહકાર ડોક્ટર રોબિન અને નિવૃત્ત સલાહકાર પી
વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા ધરાવતાં નર્મદા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવાની જવાબદારી ઝાંબાઝ પોલીસ અધિકારી વિશાખા ડબરાલ સંભાળી રહયાં છે. દેવોની ભૂમિ ઉત્તરાખંડમાં જન્મેલા અને દિલ્હીની યુનિવર્સિટીમાં અભ્યાસ કરી આઇપીએસ બનેલા વિશાખા ડબરાલ 2018ની બેચના અ
નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવાનો ભાઇ દારૂના જથ્થા સાથે ઝડપાયા બાદ રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ અને આપના નેતાઓ એકબીજા પર આક્ષેપો કરી રહયાં છે. ગરમાયેલા રાજકીય માહોલ વચ્ચે નિરંજન વસાવા પર બૂટલેગરે હૂમલાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આપવા
ભરૂચ જિલ્લામાં ઠંડી અને ગરમી બન્ને ઋતુ એક સાથે અનુભવાય રહી છે. જેમાં બે દિવસથી વહેલી સવારે ઠંડી તો દિવસ દરમિયાન ગરમી અનુભવાઇ હતી. જોકે આજે લઘુત્તમ તાપમાન ફરી વધીને 17 ડિગ્રી થયું છે. જેથી ફરી ગરમીનું પ્રમાણ વધ્યું છે. જોકે વહેલી સવારે ઝાકળ પડી રહી છે. આમ દિવસ દરમિયાન જિલ્લાનું
ભરૂચ શહેરના શકિતનાથથી મદીનાપાર્ક સુધીના વિસ્તારમાં રહેતાં 50 હજારથી વધારે લોકોને હવે પુરતા દબાણથી પીવાનું પાણી મળી રહેશે. જે.બી. મોદી પાર્ક અને ડુંગરી વિસ્તારમાં 4 કરોડના ખર્ચથી નિર્માણ પામેલી બે ટાંકીઓ તથા પંપિંગ સ્ટેશનનું શનિવારના રોજ લોકાર્પણ કરવામાં આવશે. નવી બે ટાંકી
લખપત તાલુકામાં આવેલા હમનખુડીમાં દરિયાલાલ મંદિરનો ત્રણ દિવસ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. જેમાં શોભા યાત્રા તેમજ દાતાઓના સન્માન કરાયા હતા. સંતવાણીમાં કલાકાર સાહિત્યકાર સાંઈરામ દેવ અને નિલેશ ગઢવીએ મોજ કરાવી હતી તેમજ છેલ્લા દિવસે શ્રીફળ હોમ તેમજ નૂતન મંદિરમા
કચ્છના છેવાડાના સરહદી મુધાન નજીકના સીમાડામાં વન વિભાગની જમીનમાં ખાનગી કંપની દ્વારા ગેરકાયદે રસ્તાઓ બનાવીને ભારે વાહનોનું પરિવહન કરવામાં આવતું હોવાની રજૂઆત સાથે આ માર્ગ બંધ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. વન વિભાગ સમક્ષ કરવામાં આવેલી રજૂઆત મુજબ લખપત તાલુકાના મુધાન ગામ નજ
ભચાઉ તાલુકા વાંઢીયા ગામના ખેતરોમાંથી 765 kv હાઇ વોલ્ટસની અદાણી કંપનીની વીજ લાઈન પસાર થઇ રહી છે જેના પુરા વળતર માટે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. છેલ્લા 24 દિવસથી કિસાનો કામ બંધ કરાવા જાય છે જેને પોલીસ ઉઠાવી જાય છે. છેલ્લા ત્રણ દિવસમાં વધુ 51 ખેડૂતોની અટકાયત કરવા માં આવી હતી. 24 દિવસમાં
રાપર તાલુકાના પલાંસવા નજીક આવેલા અમરાપર ગામ પાસેની ગાગોદર કેનાલમાં વારંવાર પડતા ગાબડાં (ભંગાણ)ને કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ નબળી કામગીરી અંગે પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ વેલજીભાઈ સોલંકીએ આક્રોશ વ્યક્ત કર્યો છે અને રાપરના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા
અબડાસા તાલુકાના વિંઝાણ ગામના રહેણાંક મકાનમાં ચાલતા કતલખાના પર એલસીબીએ દરોડો પાડી કતલ માટે રાખેલ જીવિત ગાય અને ગૌવંશ સહીત ચાર જીવને બચાવી લીધા છે. આરોપીના મકાનમાં રાખેલ ગૌવંશના માંસ સહીત હથીયારો કબ્જે કરી કોઠારા પોલીસ મથકે જાણવા જોગ દાખલ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ
શહેરના ચીટરો સસ્તા સોનાના નામે લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવી ચૂક્યા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. તેવામાં ફેસબુક પર લોભામણી જાહેરાત કરી ઠગાઈનો પ્રયાસ કરનાર ઈસમ એલસીબીને હાથ લાગ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ, એલસીબીની ટીમ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી.
શહેરમાં આવેલી જીટીયુ હસ્તકની પોલિટેક્નિક કોલેજમાં હાલ પરીક્ષા ચાલી રહી છે.જેમાં ગુરુવારે સેમેસ્ટર 3 ના પ્રથમ પેપરમાં વિદ્યાર્થીઓને એકના બદલે બીજા પ્રશ્ન સાથેનું પેપર અપાયું હતુ. ઇલેક્ટ્રિકલના પેપરમાં મિકેનીકલના પ્રશ્નો આવી જતા પરીક્ષા આપવા બેઠેલા વિદ્યાર્થીઓમાં ઉચાટ
સરહદી મહત્વ ધરાવતા કચ્છ જિલ્લાની મુલાકાત દરમિયાન ઇન્ડિયન એરફોર્સના સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર માર્શલ નગેશ કપૂરે ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે કચ્છના કલેક્ટરને ઓપરેશન સિંદૂર દરમિયાન અસાધારણ સહયોગ અને રાષ્ટ્ર પ્રત્યેની ફરજ નિષ્ઠાને બિરદાવતા સન્માન સાથે ‘સ્પેશિયલ કોમોન્ડ
શુક્રવારે સાંજે 7:40 વાગે ભુજના ભાવેશ્વર નગર વિસ્તારમાં આવેલા ઇલેક્ટ્રોનિક ઉપકરણોના ગોદામમાં અચાનક આગ લાગી હતી. નવા ટીવી, ફ્રીજ, એસી સહિતના ઇલેક્ટ્રોનિક ઉપકરણો સળગી ગયા હતા. ભુજ સુધરાઈના અગ્નિશમન દળના ફાયર ફાઈટર સમયસર પહોંચીને આગ ઓલવવાની કોશિશ કરી હતી, પણ તીવ્રતા ખૂબ હોવાથી
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આગમનને પગલે અન્ય ક્ષેત્રોની જેમ ચાર્ટર્ડ એકાઉન્ટન્સીના ક્ષેત્રે પણ ક્રાંતિકારી ફેરફારો આવી રહ્યાં છે. આ પરિવર્તનોથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ પરિચિત થાય અને એ મુદ્દે ચર્ચા કરી શકે તે માટે બે દિવસીય એઆઇ ઇનોવેશન સમિટ, ગુજરાતનો પ્રારંભ થયો હતો. આ સમ
ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટસ ખાતે નસરિન મહંમદી સ્કોલરશિપ અંતર્ગત એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એક્ઝિબિશનમાં પેન્ટિંગ વિભાગના 75 જેટલા વિદ્યાર્થીઓના 500થી વધુ પેન્ટિંગ્સ ડિસ્પ્લેમાં મૂકાયા હતા. જેમાં રંગીન દોરાના તાના-બાના વડે કાપડ પર પેન્ટિંગ્સ અને હોસ્ટેલ જીવનને એ
શહેરની યોગ નિકેતન સંસ્થાની દ્વારા યોગનિકેતન સંગીત અકાદમી દ્વારા સુગમ સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંગીત સંધ્યામાં 44 સંગીતકારો-ગાયકોએ ભાગ લીધો હતો. સુગમ સંગીત સંધ્યામાં જેમાં વાંસળી, તબલા અને કી બોર્ડ દ્વારા સંગીત પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં
પાઇલટ્સ અને ક્રૂ-મેમ્બર્સની અછતને કારણે દેશની સૌથી મોટી એરલાઇનની કટોકટીનો આજે ચોથો દિવસ છે, ત્યારે ગઈકાલે (5 ડિસેમ્બરે) ઇન્ડિગો એરલાઈન્સના CEO પીટર એલ્બર્સે સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી મુસાફરોની માફી માગતા જણાવ્યું હતું કે, 15 ડિસે. સુધીમાં જેનું બુકિંગ છે તેણે હાલાકી ભોગવવી પ
ભારતીય વાયુસેનાની હેલિકોપ્ટર ટીમ સારંગ દ્વારા આગામી 7મી ડિસેમ્બર, રવિવાર અને સોમવારે બે દિવસ અંકલેશ્વર એરસ્ટ્રીપ ખાતે હેલિકોપ્ટરથી એરોબેટિક શો યોજાશે. આ ટીમના ટીમ લીડર, સિનિયર ટેક્નિકલ એન્જિનિયર અને કમેન્ટેટરની ટીમ વડોદરાના દરજીપુરા એરફોર્સ સ્ટેશન આવી હતી. તેમણે સારંગ
કારેલીબાગ ઈન્દિરાનગર બ્રિજ પાસે મહિલાએ મહોલ્લાની યુવતીને ધમકી આપી હતી કે, ગાંજો તો અહીં જ વેચીશ, પોલીસને ભરણ આપું છું. તારાથી થાય તે કરી લે. કારેલીબાગ ઈન્દિરાનગર બ્રિજ પાસે રહેતી સામ્યા મોહંમદસોયેબ શેખ ગુરુવારે સવારે 11 વાગે બહેન સાથે ઘરે બેઠી હતી. આ વખતે તેમના મહોલ્લામાં રહ
વડોદરાના નવલખી મેદાનમાં 2019માં થયેલા ગેંગરેપ કેસમાં સંડોવાયેલા અને આજીવન જેલની સજા ભોગવતો આરોપી બે વર્ષ પહેલાં પેરોલ પર છૂટ્યા બાદ આજદિન સુધી હાજર થયો નહોતો. જેને આણંદ પેરોલ ફર્લો સ્કવોડની ટીમે શુક્રવારે આણંદમાંથી ઝડપી પાડ્યો હતો. આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહ
એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં છેલ્લા 5 વર્ષથી નોટીસ બોર્ડ હટાવી દેવાતા વિદ્યાર્થીઓ પરેશાન થઇ ગયા છે. નોટીસ બોર્ડ ના હોવાથી પરીક્ષાના રોલ નંબરનું લીસ્ટ જ્યાં જગ્યા હોય ત્યાં લગાવી દેવાય છે. પરીક્ષામાં કયા કલાસમાં વિદ્યાર્થીનો નંબર છે તે શોધવામાં મુશ્કેલી પડી રહી છ
એમ.એસ.યુનિવર્સિટીમાં સીકયોરીટી સંદતર નિષ્ફળ ગઇ છે. આર્ટસ ફેકલ્ટીની કેન્ટીન નજીક અસમાજીક તત્વોનો જમાવડો થતી હોવાની ફરીયાદ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી છે. આર્ટસ ફેકલ્ટીની કેન્ટીનની બહાર અસમાજીક તત્વો પ્રવેશને બેસી રહેતા હોવાનું બહાર આવ્યું છે. યુનિવર્સિટીના વિદ્યાર
શહેરના સયાજી હોસ્પિટલ ખાતે કરુણા વોર્ડ સાથે જોડાયેલ વિવિધ સામાજિક સંસ્થાઓના સન્માન માટે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. કરુણા વોર્ડ દ્વારા નિ:સહાય, અજ્ઞાત અને એકલાં દર્દીઓની સતત સેવા અને સંભાળના કાર્યોમાં સહયોગી બની રહેલી આ સંસ્થાઓને હોસ્પિટલ દ્વારા સન્માન કાર્યક્રમ યોજાય
ભાયલી સ્થિત આર્ષ વિદ્યા મંદિર સંકુલમાં ઓમકારેશ્વર મહાદેવ મંદિરના ત્રણ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું શુક્રવારે ભવ્ય સમાપન થયું હતું.પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ત્રીજા દિવસના કાર્યક્રમોમાં વિવિધ પરંપરાગત ક્રિયાઓનો સમાવેશ થયો હતો. શાસ્ત્રોક્ત વિધિ મુજબ શિવલિંગની સ્
દુબઇ-સિંગાપુરને ઝાંખા પાડે એવા આઇકોનિક ટાવર્સ. હાઇટેક રોડ નેટવર્ક અને વર્લ્ડક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આ છે દેશનું પહેલું ઓપરેશનલ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી. એક હજાર એકરમાં આકાર લઇ રહેલાં મોદીના આ ડ્રીમ પ્રોજેક્ટમાં 67 ટકા પ્રોજેક્ટ કોમર્શિયલ જ્યારે 6 હજાર રેસિડેન્સિયલ ફ્લેટ
વડોદરાની 10 વિધાનસભામાં સયાજીગંજ અને અકોટામાં નવા બનેલા વિસ્તારો અને સ્થળાંતરથી 30 ટકા એટલે કે 1.79 લાખ જેટલાં ફોર્મ મેપિંગ વગર છે, જ્યારે 19 ટકા ફોર્મ અનકલેક્ટ છે. જેથી ચૂંટણી પંચ 7 ડિસેમ્બરે વિશેષ કેમ્પ યોજશે. ચૂંટણી પંચે ગણતરી ફોર્મ જમા કરાવવાની સમય મર્યાદામાં 11 ડિસેમ્બર સુધી વ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી શુક્રવારે ઠંડા પવનો ફૂંકાયા હતા, જેને પગલે શહેરમાં ડિસેમ્બરનું સૌથી ઓછું 14.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે શનિ-રવિવારે પણ ઠંડીની તીવ્રતા જોવા મળશે. 15 દિવસમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વારંવાર આવવાથી શહેરમાં ઠંડીનો પારો 12 ડિગ્રી સુધી પહોંચી શ
ગોરવામાં પરિણીતાને તેના સાસરિયા લગ્ન બાદથી મ્હેણાં મારીને ત્રાસ આપતાં હતાં. તેઓ ઉપવાસ હોવા છતાં પરિણીતાને નોનવેજ ખાવા દબાણ કરતાં હતાં અને મકાન લેવા 5 લાખ લાવવા જણાવતાં હતાં. આ મામલે ગોરવા પોલીસે ગુનો નોંધ્યો હતો. ગોરવામાં રહેતી 27 વર્ષીય પરિણીતાએ પોલીસ ફરિયાદ કરી હતી. જેમાં
ઇન્ડિગો એર લાઇન્સ દ્વારા તમામ ફ્લાઇટ રદ કરાતાં વડોદરા એરપોર્ટ પર આવતી 9 ફ્લાઈટ પણ રદ થઈ હતી. મુંબઈ, દિલ્હી, પૂના, ગોવા, હૈદરાબાદ, બેંગલોરની ફ્લાઇટ રદ થતાં વડોદરા આવનારા અને વડોદરાથી જનારા 2700 મુસાફરો અટવાયા હતા. એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યા મુજબ એર ઇન્ડિયાએ દિલ્હી માટે શુક્ર અને શ
ચૂંટાયેલી પાંખ-વહીવટી તંત્ર વચ્ચેનો ખટરાગ ખૂલતાં વિવાદ થયો છે. ક્લાસ-1 અધિકારીઓની માસ સીએલમાં 300થી વધુ કર્મી જોડાતાં વિવિધ વિભાગના દરવાજા પર તાળાં જોવા મળ્યાં હતાં. વહીવટી તંત્રની આડોડાઈથી અજાણ હોવાનો ડોળ કરતા પદાધિકારીઓની બેઠક બાદ અધિકારીઓને હાજર થવા હુકમ કરાયો હતો. જોકે
શું તમારો દીકરો, દીકરી કે પરિવારનું કોઈ સભ્ય અમેરિકામાં રહે છે? જો હા, તો આ સમાચાર તમારા માટે ચેતવણીરૂપ છે... અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત પછી ઘણા ભારતીયોમાં 'ડિપોર્ટેશન' એટલે કે દેશનિકાલ થવાનો ડર પેસી ગયો છે. હવે સાયબર ઠગોએ આ ડરને જ પોતાનું હથિયાર બનાવ્યું છે. અત્યાર સુધી પ
“ભારત ટેક્સી છે એ આપણી ટેક્સી છે, આપણી એપ છે અને આપણી રીતે ચલાવવાની છે” – આ સૂત્ર સાથે વિશ્વનું સૌથી મોટું ડ્રાઇવર-માલિકી નેટવર્ક ‘ભારત ટેક્સી’ હવે રાજકોટમાં પગપેસારો કરી ચૂક્યું છે. દિલ્હી બાદ ગુજરાતમાં પ્રથમ વખત રાજકોટમાં 26 નવેમ્બરે સોફ્ટ લોન્ચ થયું અને પહેલા જ દિવસે 200થી
4530 મેટ્રીક ટન… આ માત્ર આંકડો નથી. અમદાવાદીઓ દરરોજ પોતાના ઘરમાંથી આટલો કચરો ફેંકે છે. સરળ રીતે સમજવા માટે તુલના કરીએ તો ટ્રેનના 100 ડબ્બાનું જેટલું વજન થાય એટલો કચરો અમદાવાદના લોકો રોજ ઠાલવી રહ્યા છે. જેમ કહેવત છે કે ટીપે-ટીપે સરોવર ભરાય તેમ એક-એક ડોલ કચરો થઈને અમદાવાદના પીરાણામ
‘પાંચેક વર્ષની નાનકડી દીકરી ફ્લેટ નીચે એકલી ઊભી ઊભી નોકરીએ ગયેલાં મમ્મી-પપ્પાની રાહ જોતી હતી. મમ્મી-પપ્પા આવે એ પહેલાં એક રાક્ષસની નજર એના પર પડી ગઈ. દીકરીને એકલી જોઈ એને તેડી અને ભાગ્યો. દીકરીએ બૂમાબૂમ કરવાનું શરૂ કર્યું, પણ જેવી પહેલી બૂમ પડી ત્યાં રાક્ષસે એના પાવડા જેવડા હ
ધરમપુર રેંજના વિવિધ રાઉન્ડમાં ફરજ બજાવતા ત્રણ રાઉન્ડ ફોરેસ્ટર અને વલસાડ રેંજનાં એક ફોરેસ્ટરની અન્ય જગ્યાએ બદલી કરવામાં આવી હોવાની માહિતી મળી છે. ત્રણ વર્ષથી ફરજ બજાવતા હોવાના કારણે ચારે રાઉન્ડ ફોરેસ્ટરની બદલી કરાઇ હોવાનું અનુમાન છે. ધરમપુર રેંજનાં માકડબન રાઉન્ડનાં રાઉ
ચીખલીના હોન્ડ કાવેરી નદીના પુલ પર શુક્રવારની સવારના સમયે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સુરતથી વલસાડ તરફ જઇ રહેલી કાર (નં. જીજે-05-જેઆર-1435) હોન્ડ કાવેરી નદીના પુલ પર આવતા માતેલા સાંઢની જેમ પૂરપાટ ઝડપે આવી રહેલ ટ્રકે કારને પાછળથી ટક્કર મારતા પુલ પર જ કાર ત્રણ વખત ફરી જતા
વાંસદા-વઘઇ રોડ પર વીસગુલિયાબારીથી બાઇક (નં. જીજે-21-એઆર-4443) પર અમિત ઈશ્વરભાઈ ચવધરી, નીતિક્ષાબેન અને રામભાઈ બાબુભાઈ સુળે સાથે નાની વઘઇ કિલાદ ગામે દેવકામ હોવાથી જઇ રહ્યાં હતા. એ દરમિયાન વઘઇ તરફથી છોટા હાથી ટેમ્પો (નં. જીજે-05-બીટી-1519)નો ચાલક રમઝામ સત્તારભાઈ શેખ (રહે.વઘઇ, દરગાહ ફળિયા)એ
નવસારી શહેર અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને વિકાસના કામોને વેગ આપવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા એરૂ ચાર રસ્તાથી સિસોદ્રા સુધીના માર્ગને પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે, આ વિકાસના ભોગે પર્યાવરણને મોટું નુકસાન થયું છે, કારણ કે આ પ્ર
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ‘સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત વ્યારા ખાતે બે દિવસીય યોગ શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શહેરના સયાજી ગ્રાઉન્ડ ખાતે આ શિબિરનો પ્રારંભ આજે શનિવારે સાંજે 4:15 કલાકે થશે જ્યારે બીજા દિવસે રવિવારે સવારે 6:15 કલાકે યોગ
દમણના દલવાડા ખાતે આવેલ એક બિલ્ડિંગના બાલકનીમાંથી પિતા અને પુત્રી નીચે પટકાયા હતા. જેમાં બંનેને હોસ્પિટલમાં લઇ જતા ફરજ પર હાજર તબીબે પિતાને મૃત જાહેર કર્યો હતો. જ્યારે પુત્રીને માથા અને પગમાં ગંભીર ઇજા થતા સારવાર શરૂ કરાઇ હતી. સંઘપ્રદેશ દમણના દલવાડા મુખ્ય માર્ગ પર આવેલ જગદ
તાપી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન કાર્યક્રમ હેઠળ લેપ્રસી કેસ ડિટેક્ટશન કેમ્પેઇન (LCDC) શરૂ કરવામાં આવ્યું છે. આ ઝુંબેશ 08 ડિસેમ્બરથી 14 દિવસ ચાલશે. આશા બહેનો અને ફિલ્ડ વોલન્ટિયર્સ ઘર–ઘર જઈ તપાસ કરી લોકોને રોગ અંગે જાગૃત કરશે. જિલ્લા કક્ષાની મીટિંગમ
વાંસદા તાલુકાના અંકલાછ ગામના વણઝારવાડી ફળિયામાં ચેકડેમ કમ કોઝવેનું ભૂમિપૂજન કરાતા આ વિસ્તારના લોકોની કાયમી સિંચાઈના પાણીમાં પડતી હાલાકી દૂર થશે. વાંસદા તાલુકાના અંકલાછ ગામમાં વણજારવાડી ફળિયામાં ચેકડેમ, કોઝવેનું ભૂમિપૂજન કરતા નવસારી જિલ્લા ભાજપ સહસંયોજક મોહનભાઈ ચૌધર
ભારત સરકારના જલ શક્તિ મંત્રાલય, નમામી ગંગે, વાઈલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા તથા અન્ય સહભાગી સંસ્થાઓના માર્ગદર્શન હેઠળ ‘રાષ્ટ્રીય જલ ખાતા અભિયાન’ અંતર્ગત સમગ્ર દેશમાં જળ સંરક્ષણ અને જળ સંપત્તિ માટે વિશાળ જન આંદોલનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાનનું મુખ્ય ધ્યેય ‘અમાર
નવસારીના ગ્રીડ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતા વૃદ્ધે બિમારીથી કંટાળી ગણદેવીની અંબિકા નદીમાં પડતું મૂક્યું હતું. વૃદ્ધનો મૃતદેહ મળતા પોલીસે ઓળખ કરી હતી. ગણદેવીના પીપલધરા ગામે નદીકાંઠા ફળિયા અંબિકા નદીના કિનારા પાસેના ઊંડા પાણીમાંથી 2 ડિસેમ્બરના રોજ બપોરે 2.30 વાગ્યા પ
નવસારી વિભાગનો કોળી સમાજ ગુજરાત રાજ્ય અને અખિલ હિંદ કક્ષાએ ખુબ જ વિકસિત અને સંગઠિત સમાજ છે. આ સમાજ પાસે સારા સંગીતકારો પણ છે. વિવિધ વાંજિત્રોના વાદક અને ગાયકો પ્રથમવાર પારિવારીક ભાવે મળ્યા હતા. જેમાં આ સંગીતકારો હાલ ક્યાં છે અને ક્યાં જવા માગે છે તેની ભાવિ રણનીતિ વિકસાવી જુ
નવસારી જિલ્લામાં સર ની કામગીરી 99 ટકાથી વધુ થઈ ગઈ છે.જેમાં જલાલપોર વિધાનસભા વિસ્તારની તો 100 ટકા થઈ ગઈ છે. એક મહિનાથી શરૂ થયેલ ખાસ સઘન મતદાર યાદી સુધારણા ઝુંબેશ અંતર્ગત નવસારી જિલ્લાની ચાર વિધાનસભામાં પણ કામગીરી ચાલી રહી છે, જે અંતર્ગત જિલ્લામાં 99 ટકાથી વધુ કામગીરી પૂર્ણ થયાનુ
નવસારી શહેરમાં હાલ મહાનગરપાલિકા દ્વારા તળાવોના બ્યુટીફિકેશનની કામગીરી જોરશોરમાં ચાલી રહી છે. ત્યારે શહેરના મુખ્ય અને ઐતિહાસિક એવા દુધિયા તળાવ પ્રત્યે મનપાના ઓરમાયા વર્તનને કારણે શહેરીજનોમાં નારાજગી જોવા મળી રહી છે. નવસારી મનપા દ્વારા હાલમાં જ સરબતિયા તળાવના બ્યુટીફિ
નવસારીમાં મનપાને વધુ વેરા બાકી હોય તેવી ત્રણ મિલકતો સીલ કરી છે તો અનેકને નોટિસ આપી છે. હાલ સુધીમાં વર્તમાન વર્ષના માંગણાં સામે 48 ટકા વસૂલાત થઈ છે. નાણાંકીય વર્ષ 2025/26 ના 8 મહિના પૂરા થયા અને 4 મહિના બાકી છે ત્યારે મનપાએ કડક વેરા વસૂલાતની હવે શરૂઆત કરી છે. મળતી માહિતી મુજબ પ્રથમ તબક
ધરમપુરના પૌરાણિક શ્રી સતી માતા દેવસ્થાન ટ્રસ્ટની આજુબાજુની જગ્યામાં અગાઉ વર્ષ 71ના થયેલા ગણોત હુકમને પ્રાંત અધિકારી ધરમપુરની કોર્ટમાં અપીલ કેસ ચાલ્યા બાદ રદ કરવાનો હુકમ કરાયો હોવાની માહિતી સી.કે.પી. સમાજ ધરમપુર પ્રમુખે આપી હતી. ધરમપુર સી.કે.પી.સમાજ પ્રમુખ જયેશ ચંદ્રકાન્ત
કલગામ સોરઠ વાડ મુખ્ય રસ્તા થી છાબડી ફળિયા થઈ દરિયાને જોડતા માર્ગ પર ચોમાસામાં થતાં ધોવાણથી ગ્રામજનો મુશ્કેલી ભોગવી રહ્યા હોય કાયમી નિરાકરણ માટે રૂ.14.50 લાખના ખર્ચે કોઝવે બનાવવાના કામનું શુક્રવારે ધારાસભ્ય દ્વારા ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. ઉમરગામ તાલુકાના સમુદ્ર કિન
નાનાપોંઢા ધરમપુર રસ્તાનું કામ અધૂરું છોડી દેવાતા વાહન ચાલકો મા રોષ ફેલાયો છે. નેશનલ હાઈવે નંબર 56 નાનાપોંઢા થી ધરમપુર તરફ જતો રસ્તો પારનદીથી નાની વહીયાળ ફાટક સુધીના રસ્તાનું કામ કોઈ કારણસર અધૂરુ છોડી દેવામાં આવ્યું હોય જેના કારણે રસ્તા પરથી ઉડતી ધૂળની ડમરી તેમજ ખાડાઓને કા
ભાસ્કર ન્યૂઝ | વલસાડ સંસદના શિયાળુ સત્ર દરમિયાન વલસાડ-ડાંગ લોકસભા બેઠકના સાંસદ ધવલ પટેલે શૂન્યકાળ દરમિયાન દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારમાં કામ કરતા લાખો શ્રમિકોના સ્વાસ્થ્ય સુવિધાનો મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ મ
નમસ્તે,ગઈકાલના મોટા સમાચાર ભારત અને રશિયા વચ્ચે 19 મોટા કરારો પર હસ્તાક્ષર હતા. બીજા મોટા સમાચાર એ હતા કે 1,700થી વધુ ઇન્ડિગો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી. મુસાફરોને પરેશાન જોઈને સરકાર બેકફૂટ પર આવી. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં બાબરી મસ્જ
વલસાડ જિલ્લાના વાપી અને ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે કુલ 17 હોટલ રેસ્ટોરન્ટોમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે આકસ્મિક તપાસ હાથ ધરી પનીર અને ચીઝના કુલ 17 નમૂના હસ્તગત કર્યા છે.આ નમૂનાઓ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા છે. વલસાડ જિલ્લા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના ડેઝિગ્નેટ
ઇન્ડિયન રોબિનહુડના નામથી જાણીતાં મહાન ક્રાંતિકારી તંત્યા મામાં ભીલના શહીદ દિવસ નિમિત્તે વલસાડ તાલુકાના તીઘરા ગામના પહાડ ફળિયામાં તંત્યા મામાં ભીલ ચોકનું નામકરણ ડો.નિરવ ભુલાભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યું . જેમાં વિવિધ સામાજિક આગેવાનો વિજય કટારકર,મયુર પટેલ,શૈલેષ પટેલ,ત
9 એપ્રિલ 2025ના રોજ ગાંધીનગર ખાતે સ્વચ્છ ભારત મિશન (અર્બન ડાયરેકટર પદ ઉપર ફરજ બજાવતા ભવ્ય વર્માની રાજ્ય સરકારે વલસાડ કલકેટર પદે નિયુક્તિ કરી હતી. વલસાડમાં નિયુક્ત થયા પછીના માત્ર સાડા છ માસ થયા છે અને ભવ્ય વર્મા જિલ્લાના નાગરિકોની આશા અપેક્ષાઓને ચરિતાર્થ કરવા પ્રયત્નશીલ રહ્
વલસાડ બેચર રોડ પર જર્જરિત જાહેર કરાયેલી લક્ષ્મી ચેમ્બર નામની બિલ્ડિંગના કબજેદારોને નગરપાલિકાએ છેલ્લા 6 માસમાં 3થી વધુ નોટિસો છતાં કબજેધારકો દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. આ બિલ્ડિંગ જોખમી થઇ રહી છે જેથી કોઇ અકસ્માતની ઘટના સર્જાય નહિ તે માટે તાત્કાલિક સીલ કરવા કરી મ
વલસાડમાં રેલવે સ્ટેશન રોડ પર વર્ષોથી એક માર્ગના કારણે દૈનિક 15 હજારથી વધુ મુસાફરોને સ્ટેશને પહોંચવા અને ટ્રેનોમાંથી બહાર નિકળી ઘરે પરત થતી વેળા ભારે હાલાકી હવે દૂર થશે. રેલવે તંત્રના સુનિશ્ચિત આયોજન સાથે સ્ટેશન પાસેના માર્ગને લાગૂ જૂની ગોદીનો દરવાજો કાયમી બંધ કરી દેવાયો છ
મોરબી મ્યુનિ.કમિશ્નર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને તેમજ ધારાસભ્ય દુર્લભજી દેથરીયાની હાજરીમાં ડિસેમ્બરની મનપા વિસ્તારની સંકલન બેઠક મળી હતી. આ બેઠકમાં શહેરના વિવિધ વિસ્તારમાં થનારા વિકાસ કાર્યો, જન ભાગીદારી હેઠળ થનાર વિવિધ કામો અંગે ચર્ચા કરવામાં આવી હતી. સંકલન સમિતિની બ
મોરબીનો નવલખી રોડ લાંબા સમયથી એટલી હદે ખરાબ હાલતમાં છે કે આ રોડ અકસ્માતનું એપી સેન્ટર બની ગયો છે. રોજબરોજ અનેક નાના મોટા અકસ્માતોનો આ રોડ સાક્ષી બન્યો છે જેમાં વધુ એક ઘટનાનો ઉમેરો થયો છે. માં નવલખી રોડની બિસ્માર હાલતને કારણે અહીંથી પસાર થતો એક ટ્રક અચાનક પલ્ટી મારી ગયો હતો. ત
મોરબીમાં અત્યાર સુધી અનેક નોટિસ અને મિલકત જપ્તીની કાર્યવાહીની ચેતવણી છતાં કરવેરો ભરવામાં ભારે ઉદાસીન વલણ દાખવતા આસામીઓ હવે ખુદ કરવેરો ભરવા આગળ આવ્યા છે અને ખાસ તો હવે આજના ડિજિટલાજેશનના યુગમાં ઓનલાઈન કરવેરો ભરવા આસામીઓને રસ વધ્યો હોય એમ 5492 લોકોએ ઓનલાઈન પ્રોપર્ટી ટેક્સ ભ
જાણીતી ફિલ્મ દંગલનો યુવતીઓમાં જોમ જુસ્સો વધારતો એક પ્રખ્યાત ડાયલોગ છે કે, હમારી છોરી છોરો સે કમ હૈ કા નો વાસ્તવિક અમલ કરતી પ્રેરણાદાયી બાબત મોરબીમાં સામે આવી છે. જો કે મોરબી ઔદ્યોગિક હબ તરીકે જ જાણીતું હતું. પણ હવે રમત ગમત તેમજ શિક્ષણ અને બાકી રહી ગયું હતું. પોલીસના પ્રથમ ચરણ
મોરબી નગરપાલિકામાંથી મહાપાલિકા બન્યા પછી હજુ પણ સિરામિક સિટી મોરબીને અનેક સમસ્યાઓ કનડી રહી છે અને તેમાં ટ્રાફિક અને ગંદકીનો પ્રશ્ન મુખ્ય છે. શહેરની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે રસ્તા તો કોઇ કાળે પહોળા થઇ શકે તેમ નથી, દબાણો વધ્યા છે ત્યારે શહેરની આ સમસ્યાનો ઉકેલ લાવવા મનપાન
રાજ્યમાં 18 હજારથી વધુ ગામ આવેલાં છે. આ ગામોના વહીવટ માટે ગ્રામપંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ત્રીસ્તરીય વ્યવસ્થા છે જેના વહીવટીવડા જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ) હોય છે. ડીડીઓ પંચાયતની જિલ્લા કચેરીએ હોય છે અને બેઠક માટે જિલ્લા કલેક્ટર કચેરીએ કે પછી ગાંધીનગર જતા હો
કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામના પ્રૌઢ ટ્રેક્ટરની ટ્રોલીમા બેસી જતા હોય દરમિયાન એક કાર ચાલકે પાછળથી ટ્રોલી સાથે ટક્કર મારતા ટ્રોલી પલ્ટી ખાઇ ગઈ હતી જેમાં તેઓનું ગંભીર ઇજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. આ બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ફરિયાદના આ
જામનગર જિલ્લાના ટેભડા-ગોદાવરી રોડનું રૂ. ૩.૨૫ કરોડના ખર્ચે સપાટી સુધારણા કામ શરૂ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છેકે વરસાદના કારણે આ માર્ગની સપાટી અતિ ખરાબ હાલતમાં હતી, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. માર્ગ અને મકાન વિભાગ દ્વારા જામનગર જિલ્લાના
રાજ્યના શહેરી વિકાસ વિભાગે નવરચિત 9મહાનગરપાલિકામાં ચાલી રહેલી કામગીરી અંગે સપ્ટેમ્બર- ઓક્ટોબર મહિનાનો સર્વગ્રાહી રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં વિવિધ 25 પિલ્લરની કામગીરીની સમીક્ષા કરી રેન્કિંગ અપાયું છે. જેમાંમહેસાણા મનપા 43.32 ટકા સાથે ચોથા ક્રમે છે. શહેરમાં 30થી વધુ પ
જામનગર માર્કેટ યાર્ડમાં 878 ખેડૂતો આવતા કુલ 26042 આવક જણસ ની આવક થઈ હતી. જેમાં સૌથી ઊંચો ભાવ જીરું 4035નો બોલાયો હતો. સૌથી ઓછો ભાવ સુકી ડુંગળીનો 215 બોલાયો હતો. જ્યારે સૌથી વધુ આવક કપાસની 11 5 65 મણ થઈ હતી જ્યારે સૌથી ઓછી આવક વટાણા અને તુવેરની 3 મણ નોંધાઈ હતી. જામનગર માર્કેટ યાર્ડમાં શુક્રવાર
જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં 1 ડીગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન 16 ડીગ્રી નોંધાયું હતું. પવનની ગતિમાં થયેલા વધારા અને તાપમાનમાં ઘટાડો થતા જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. જમ્મુ-કાશ્મીર, હિમાચલપ્રદેશ તથા ઉત્તરાખંડમાં હિમવર્ષા થતા ત્યાંના મોટા
સુરેન્દ્રનગર જિલ્લામાં વીજચોરીનું દૂષણ દિવસે દિવસે વધી રહ્યુ છે.જેના ડામવા માટે તંત્ર દ્વારા વીજચેકિંગ સાથે દરોડાઓપાડવામાં આવી રહ્યા છે. તેમ છતાજિલ્લામાં રહેણાંક વિસ્તારોસહિતના સ્થળોએ લોકો દ્વારાવીજચોરી કરવામાં આવી રહી છે.ત્યારે રાજકોટના ચીફ ઈજનેરએ.એસ.ચ
લીંબડી કેળવણી મંડળ સંચાલિત કોલેજમાં ઈનોવેશન ક્લબ અંતર્ગત રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ નિમિત્તે માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના ઈ.પ્રિન્સિપાલ પ્રો.કે.એમ.ઠક્કરે છાત્રોને પ્રસંગોચિત ઉદબોધન કરી પ્રોત્સાહિત કર્યા હતા. ધવલભાઈ આદેશરાએ વિદ્યાર્થી
ખારાપાટ વિસ્તારના ઘાસપુર ગામના ડૉ. ગિરીશ શાહ કે જેઓ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, પંચમહાલ ખાતે ઈતિહાસ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. તેઓને ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંશોધન કેન્દ્ર, ગાંધીનગર દ્વારા અતુલ્ય વારસો આઇડેન્ટી એવોર્ડ-2025 કે જેમાં ઇતિહાસ અને સંશોધન
રાજ્ય શિક્ષણ વિભાગે તાજેતરમાં બોર્ડની પરીક્ષાની તારીખો નક્કી કરી હતી.ત્યારે પરીક્ષાની તારીખ અને રજાની તારીખ મામલે આચાર્ય ઉચ્ચતર માધ્યમીક માધ્યમીક શૈક્ષિક મહાસંઘે શિક્ષણ મંત્રીને રજૂઆત કરી હતી. જેમાં આ અંગે સુરેન્દ્રનગ આચાર્ય સંઘના ભરતસિંહ ચાવડાએ જણાવ્યુ કે ગુજરાત મા
પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ અંતર્ગત ભાવનગર ટર્મિનસ સ્ટેશન યાર્ડમાં પિટ લાઇન નંબર–2ના મરામત કાર્ય માટે તા. 08 ડિસેમ્બર2025થી 45 દિવસ સુધી બ્લોક લેવામાં આવવાને કારણે કેટલીક ટ્રેનોના સંચાલનમાં તાત્કાલિક ફેરફાર કરાયા છે. આ સમયગાળા દરમિયાન કેટલીક ટ્રેનો રદ, શૉર્ટ ટર્મિનેશન/ઓરિજિન
ગાંધીનગર-કોબા હાઇવે ઉપર કોબા સર્કલ પાસે સાંજના સમયે ભારે ટ્રાફિક જોવા મળ્યો હતો. લગ્નની સિઝન અને ઓફિસ છુટવાના કારણે રોડ ઉપર વાહનો કતારમાં જોવા મળતા હતા. જેમાં અડધો કલાક સુધી વાહન ચાલકોને લાઇનમાં ઉભા રહેવુ પડ્યુ હતુ. ગાંધીનગર શહેરમાં દાયકા પહેલા ટ્રાફિક શબ્દ સાંભળવા મળતો ન
પ્રાંતિજની સરકારી વસાહતમાં બુધવારે રાત્રે ઘરમાં પૈસા ક્યાંક મૂકાઈ ગયા હોવાથી શોધખોળ દરમિયાન પત્નીને ઠપકો કરી રહેલ શખ્સને ઘરની સામેની લાઈનમાં રહેતા શખ્સે તુ કેમ બૂમો પાડે છે કહી અપશબ્દો બોલી તેના ઘેર જઈ તલવાર લઈ આવી વીંજવા માંડતા હાથે અને કપાળમાં તલવાર વાગી જતાં પ્રાંતિજ
ગાંધીનગર શહેરમાં વરસાદી પાણી ભરાઇ ન જાય તે માટે સ્ટોર્મ વોટર લાઇન નાંખવામાં આવેલી છે. આ લાઇન મારફતે વરસાદનું પાણી ડ્રેનેજલાઇનમાં અથવા તો સાબરમતી નદીમાં છોડવામાં આવે છે. પરંતુ હવે આ પાણી વ્યર્થ વહી જવાને બદલે શહેરના તળાવોમાં ઠાલવવાની યોજના મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આ
પોશીનાના કોટડા ગઢી ગામની હુરોત ફળોમાં કુટુંબી ભાઈઓએ ગત સોમવારે અને બુધવારે રાત્રે બે વખત સંયુક્ત ખાતાની જમીન બાબતે અમને પૂછ્યા વગર કેમ વેચી કહી કુહાડી લાકડીઓથી એક યુવક અને યુવતીને ઇજાઓ પહોંચાડ્યા બાદ ખેરોજ પોલીસ સ્ટેશનમાં છ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. કોટડા ગઢીની હ

25 C