SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

25    C
... ...View News by News Source

વીજકાપ:દાહોદના ગોદીરોડ વિસ્તારમાં પાંચ દિવસનો પાણી કાપ, 25 હજાર લોકોને અસર થશે

દાહોદ શહેરના ગોદીરોડ વિસ્તારના આશરે 25 હજાર લોકોને ફરી એક વખત પાણીની સમસ્યાનો સામનો કરવો પડશે. ગોદીરોડ વિસ્તારને પાણી પૂરું પાડતી કડાણા યોજનામાં આવશ્યક સમારકામ અને અપગ્રેડેશન કામગીરી હાથ ધરાનાર હોવાથી 7 ઓગસ્ટથી 12 ઓગસ્ટ સુધી એટલે કે સળંગ 5 દિવસ માટે પાણીનો કાપ હોવાનું નગર પાલિકા દ્વારા જણાવવામાં આવ્યુ છે. પ્રાપ્ત માહિતી મુજબ દાહોદ શહેરના ગોદીરોડ વિસ્તારને પાણી પુરુ પાડતી કડાણા યોજનાના મુખ્ય પમ્પિંગ સ્ટેશનો ભાણાસીમળ, આફવા અને કુંડા ખાતે મોટુ કામ હાથ ધરાનાર છે. આ કાર્ય દરમિયાન કુલ 12 નવી પમ્પિંગ મશીનરી નાખવામાં આવશે. આ ઉપરાંત પાણી વિતરણની વ્યવસ્થા સુધારવા માટે નવા એરવાલ્વ નાખવા અને નવી મોટરો માટેનું ઇલેક્ટ્રીક વર્ક પણ પૂર્ણ કરવામાં આવશે. આ સાથે દાહોદ શહેરમાં 11 લાખ લીટરની નવી ટાંકી અને સંપનો પ્રારંભ કરવાનો હોઇ તેની પણ અંતિમ ચરણની કામગીરી કરવામાં આવનાર છે. તેના કારણે ગોદીરોડ વિસ્તારમાં પાંચ દિવસ પાણીનો કાપ રાખવામાં આવ્યો છે. ગોદીરોડ વિસ્તારને કડાણા યોજનામાંથી પાણી આપવામાં આવે છે જ્યારે બાકીના દાહોદ શહેરને પાટાડુંગરી યોજનામાંથી પાણી મળે છે. કડાણા યોજનામાં વિવિધ તકનીકી ક્ષતિઓને કારણે ગોદીરોડ વિસ્તારની પ્રજાને વર્ષમાં ત્રણથી ચાર વખત દિવસો સુધી પાણી માટે તકલીફ વેઠવી પડે છે. આ નવી અને વિસ્તૃત કામગીરી પાછળનો મુખ્ય હેતુ પાણીની આ સમસ્યાને પૂર્ણ રીતે અને કાયમી ધોરણે દૂર કરવાનો છે. શહેરમાં પણ પાણી સપ્લાયમાં એક દિવસ લંબાવવામાં આવશે દાહોદની પાણીની જરૂરિયાત આશરે 20 એમ.એલ.ડી.ની છે. જેમાં આશરે 6 થી 7 એમ.એલ.ડી. પાણી પાટાડુંગરી પુરું પાડે છે. આ સિવાય આશરે 11 થી 12 એમએલડીની કડાણા જળાશય દ્વારા પૂર્તિ થાય છે. દાહોદ શહેરમાં આમેય ત્રણ દિવસે એક વખત પાણી આપવામાં આવે છે. ગોદીરોડ સિવાયના શહેરની પાણીની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે કડાણાનું 4 એમએલડી પાણી લેવામાં આવે છે. ત્યારે હવે કડાણા યોજનામાં કામગીરી શરૂ થવાની છે ત્યારે શહેરમાં અપાતા પાણીના સપ્લાયમાં પણ એક દિવસ લંબાશે. એટલે કે શહેરની પ્રજાને ત્રણની જગ્યાએ ચાર દિવસે પાણી મળશે. એમજીવીસીએલ દ્વારા 66 કેવીની એક્સપ્રેસ લાઇન શરૂ કરી દેવામાં આવી કડાણાથી પામી લાવવામાં અનિયમિત વીજ સપ્લાયનો મોટો રોલ હતો.ત્યારે દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર, દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી અને કુબેરભાઇ ડિંડોરના પ્રયત્નોથી એમજીવીસીએલ દ્વારા 66 કેવીનું એક અલગથી સબસ્ટેશન ઉભુ કર્યુ છે. ખાસ કડાણાની લાઇન માટે 66 કેવીની એક્સપ્રેસ લાઇન શરૂ થઇ ગઇ છે. ગોદીરોડ વિસ્તારની સમસ્યાનો કાયમી નિકાલ આવે તે માટે મશીનરીની કામગીરી શરૂ કરાનાર છે. આ સમયગાળા દરમિયાન પ્રજાએ પૂરતો પાણીનો સંગ્રહ કરી લેવો અને સમારકામની કામગીરીમાં સહકાર આપવા વિનંતી છે. જેથી નિર્ધારિત સમયમાં કાર્ય પૂર્ણ કરી પાણી પુરવઠો પૂર્વવત કરી શકાય.- નીરજ દેસાઇ, પ્રમુખ, દાહોદ નગર પાલિકા

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 8:12 am

પરિસંવાદનું આયોજન:ડીટવાસની આશ્રમ શાળામાં રેન્જ IGનો બાળકો સાથે પરિસંવાદ યોજાયો

ડીટવાસ પો.સ્ટે.વિસ્તારમાં આવેલ વૃંદાવન આશ્રમ શાળા, કરવાઇ કંપા ખાતે પોલીસ મહાનિરીક્ષક પંચમહાલ-ગોધરા રેન્જ તેમજ મહીસાગર એસપી સફીન હસન દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. જેમા શાળાના પ્રમુખ ઉપેન્દ્રભાઇ પટેલ, શિક્ષકગણ તેમજ શાળામાં અભ્યાસ કરતા ધો.1 થી 12ના વિધાર્થીઓ હાજર રહ્યાં હતાં. આઇ.જી.પી. દ્વારા આશ્રમ શાળાના વિદ્યાર્થીઓ સાથે પોતાના જીવનમાં બાળપણથી લઇ નોકરી મેળવવા સુધી કરેલ સંઘર્ષ વિશે માર્ગદર્શન આપ્યુ હતું. આશ્રમ શાળામાં પોલીસ વિભાગને લગતા કોઇ પ્રશ્નો હોય તો તેનો સત્વરે નિરાકરણ લાવવા બાંહેધરી આપવામાં આવી હતી. જીવનમાં સફળ થવા સારૂ કઇ રીતે અભ્યાસ કરી આગળ વધવુ તે બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ. આશ્રમ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના માતા પિતાની આર્થિક તથા સામાજિક પરિસ્થિતીથી વાકેફ થઇ તેઓ જીવનમાં આગળ જઇ શું બનવા માગે છે ? તે બાબતે વિશેષ ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ. તેમજ શાળાના શિક્ષકો સાથે પરિસંવાદ યોજવામાં આવ્યો હતો.વિધાર્થીઓ અને પોલીસ વચ્ચે સંવાદનો સેતુ રચાય તે હેતુથી કોમ્યુનીટી પોલીસીંગનુ ઉત્તમ ઉદાહરણ રેન્જ આઇ.જી.પી. તથા એસ.પી. મહીસાગરનાઓ ધ્વારા પુરૂ પાડવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 8:10 am

ખેડૂતને તાલીમ અપાઈ:દાહોદ આણંદ કૃષિ યુનિ.ના કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં 1 દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમ

આણંદ કૃષિ યુનિ. જૈવિક નિયંત્રણ પ્રયોગશાળા, આણંદ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દાહોદના સંયુક્ત ઉપક્રમે ટ્રાયબલ સબ પ્લાન યોજના અંતર્ગત શિયાળુ પાકોમાં સંકલિત રોગ-જીવાત વ્યવસ્થાપન વિષય પર એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લાના મુણધા, પીપલીયા, નગરાલા, નાંદવા, ગલાલીયાવાડ અને લીંમડીયા ગામોના કુલ 25 જેટલા જૈવિક ખેતીપ્રેમી ખેડૂતોએ આ તાલીમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન ડૉ.એન.બી. પટેલ, મુખ્ય સંશોધન વૈજ્ઞાનિક દ્વારા ટીએસપી યોજના તથા જૈવિક કીટનાશકોના ઉપયોગ દ્વારા જીવાતોનું સંકલિત વ્યવસ્થાપન વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડૉ.જી.કે. ભાભોર, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, કેટલીકે, દાહોદ દ્વારા ખેડૂતોને વિવિધ પાકોમાં પ્રાકૃતિક કૃષિનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. ડૉ.જૈના વી. પટેલ, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક દ્વારા શિયાળુ પાકોમાં રોગોના સંકલિત વ્યવસ્થાપન અંગે માહિતી આપી હતી. ડૉ.એન.આર. ચૌહાણ દ્વારા સંકલિત જીવાત વ્યવસ્થાપન અને ડૉ.યુ.સી. ગામીત દ્વારા શિયાળુ શાકભાજી પાકોનું મહત્વ સમજાવ્યું હતું. કીટનાશક છંટકાવ માટેના સ્પ્રેયર, મેટારીઝીયમ એનીસોપ્લી, બેસીલસ થુરીન્જીયન્સીસ, સ્યૂડોમોનાસ ફ્લૂરોસન્સ જેવા જૈવિક કીટનાશકો તેમજ જૈવિક નિયંત્રણ સંબંધિત પુસ્તિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 8:09 am

ચિંતન શિબિરનું આયોજન:દાહોદમાં પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના પર સંયુક્ત સચિવના અધ્યક્ષસ્થાને ચિંતન શિબિર

દાહોદ જિલ્લાના ટ્રાયબલ મ્યુઝિયમમાં ભારત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગના સંયુક્ત સચિવ કે.કે. નિરાલાના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના પર ચિંતન શિબિરનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં કલેક્ટર, ડીડીઓ અને પ્રાયોજના વહીવટદાર ઉપસ્થિત રહ્યા હતા. દાહોદ જિલ્લા ખેતીવાડી અધિકારી અને લાયઝન અધિકારી દ્વારા ઉપસ્થિતોનું શાબ્દિક સ્વાગત કરાયું હતું. કલેક્ટરે સંયુક્ત સચિવને પુસ્તક આપીને પણ સન્માનિત કર્યું હતું. શિબિરની શરૂઆતમાં સંયુક્ત સચિવે દાહોદ જિલ્લાના તમામ કક્ષાના અધિકારીઓ પાસેથી વિભાગીય કામગીરીની વિગતવાર જાણકારી મેળવી, જરૂરી માર્ગદર્શન આપ્યું અને સ્ટેટસ લેવલ સુધારવા માટે સતત પ્રયત્નશીલ રહેવાની સૂચના આપી હતી. તેમણે પ્રગતિશીલ ખેડૂતો સાથે સંવાદ કર્યો અને તેમના અનુભવો તેમજ સંબંધિત વિભાગો સાથેના પ્રતિભાવ જાણી, તેમ તેમ અન્ય અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. ખેતીવાડી અધિકારી પથિક દવે દ્વારા દાહોદ કૃષિ પ્રવૃત્તિઓ, પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના, અન્ય કૃષિ યોજનાઓ અને આંકડાકીય માહિતી પ્રેઝન્ટેશન દ્વારા રજૂ કરી હતી. કલેક્ટર અને ડીડીઓએ સિંચાઈ અને પીવાના પાણીના વિવિધ પ્રોજેક્ટ વિશે વિગતવાર જાણકારી આપી હતી. સંયુક્ત સચિવ કે.કે. નિરાલાએ કહ્યું, “પ્રોબ્લેમ હોય તો તેનો સોલ્યુશન હોય જ, જરૂરી છે માત્ર પ્રયત્નો, મહેનત અને જવાબદારી.” કાર્યક્રમમાં ડીઆરડીએ નિયામક, આણંદ કૃષિ યુનિ. અને કેવીકેના અધિકારીઓ, તાલિમી અધિકારી, સંબંધિત અધિકારીઓ તેમજ પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 8:08 am

જવાનનું ભવ્ય સ્વાગત કરાયું:ભાધરોલી બુઝર્ગનો યુવક આર્મીની ટ્રેનિંગ લઇ આવતા સ્વાગત કરાયું

કાલોલ તાલુકાના ભાધરોલી ગામના વતની સોલંકી દીવ્યરાજસિંહ ગણપતસિંહ આર્મી ટ્રેનિંગ પુરી કરીને પોતાના વતન પરત ફરેલા જવાનનું કાલોલ બસ સ્ટેન્ડ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યાં ગામના લોકોએ જવાનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું, જેમાં તેમના પરિવાર, મિત્રો અને ગામના આદરણીય નાગરિકો સામેલ થયા હતા. કાલોલ ખાતેથી સ્વાગત બાદ કાલોલ બસ સ્ટેન્ડથી ભાધરોલી બુઝર્ગ ગામે ડીજેના તાલે દેશ ભક્તિ સંગીતના ગીતો સાથે શોભા યાત્રા નીકળી હતી. ત્યારે આ શોભાયાત્રામાં ભાધરોલી ગામ સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી ખુબજ મોટી સંખ્યામાં મહિલાઓ બાળકો અને યુવાનો ઉપસ્થિત રહી કાલોલથી ભાધરોલી બુઝર્ગ ગામે જવા માટે શોભાયાત્રા નીકળીને ગામમાં આવી પહોંચ્યા હતા.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 8:08 am

દારૂ ઝડપાયો:લીમખેડા પોલીસે ટ્રકમાંથી રૂા. 14.22 લાખનો દારૂ ઝડપ્યો

લીમખેડા પોલીસે આઇસર ટ્રકમાંથી કરિયાણાના સામાન ભરેલા થેલાની આડમાં લઈ જવાતો ગેરકાયદે દારૂ ઝડપી પાડ્યો છે. લીમખેડા તાલુકાના પાલ્લી ગામે દાહોદ-ગોધરા હાઈવે પર ધાનપુર ચોકડી પાસે મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે એક આઇસર ટ્રકને રોકી તેની તલાશી લીધી હતી. ટ્રકમાં સોયાબીન, મમરા અને બિસ્કિટના થેલાની આડમાં ગુજરાતમાં પ્રતિબંધિત ભારતીય બનાવટનો પર પ્રાંતિય ઇંગ્લિશ દારૂ અને બિયરની કુલ 170 પેટીઓમાંથી 5,250 બોટલો મળી આવી હતી. મુદામાલની બજાર કિંમત રૂ. 14,22,000 જેટલી થાય છે. ટ્રક નંબર DD-01-AG-9114 માંથી દારૂની હેરાફેરી કરતા પ્રાપ્ત થયેલા આરોપી, મધ્યપ્રદેશના દેવાસ તાલુકા વિસ્તારના રહેવાસી ફૈજાન અસલમને ઘટના સ્થળેથી જ ઝડપી પાડવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 8:07 am

ગાંજાનું વેચાણ કરનાર ઝડપાયો:સાગબારા ગોન આંબલા ગામે ગાંજાનું વેચાણ કરતો ઝબ્બે

સાગબારાના ગોન આંબલા ગામે ગાંજાનું વેચાણ થતું હોવાની બાતમી નર્મદા એસઓજીને મળી હતી. પોલીસની ટીમે ગામમાં દરોડો પાડયો હતો. જેમાં શ્રાવણ રૂપસિંગ તડવીના ઘરની તલાશી લેવામાં આવી હતી. જેમાં ગાંજાના ફૂલ 103 ગ્રામ સહિતની સામગ્રી મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી શ્રાવણ તડવીની ધરપકડ કરી હતી જયારે રતન ભોઇ ભાગી ગયો હતો. ફરાર થઇ ગયેલો આરોપી મહારાષ્ટ્રના નંદુરબારનો રહેવાસી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે શ્રાવણ તડવી મહારાષ્ટ્ર થી ગાંજો રતન ભોઈ પાસે મંગાવી તેનું વેચાણ કરતાં હતાં. નર્મદા જિલ્લો સરહદી જિલ્લો હોવાથી નશાકારક વસ્તુઓની હેરાફેરી માટે સલામત ગણવામાં આવે છે પણ પોલીસ પણ સતર્ક હોવાથી બુટલેગરો અને ડ્રગ પેડલરોને ફાવટ આવતી નથી.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 8:05 am

આયુષમેળાનું આયોજન:ભરૂચ જિલ્લામાં ચિકિત્સા અને પ્રાકૃતિક ઉપચારની જાણકારી આપવામાં આવી

ભરૂચ જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા આજે ડૉ. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતેજિલ્લા કક્ષાનો આયુષ મેળો યોજાયો હતો. મેળામાં નાગરિકો માટે આરોગ્ય સંબંધી વિવિધ ચિકિત્સા પદ્ધતિઓ અને પ્રાકૃતિક ઉપચારના આંશિક અનુભવ માટે કુલ 12 જેટલા થીમ આધારિત સ્ટોલ મૂકવામાં આવ્યા હતા. જેમાં આયુર્વેદ ઓપીડી: નાગરિકોની તબીબી તપાસ તથા આયુર્વેદિક દવાઓનું વિતરણ, હોમિયોપથી ઓપીડી, બાળરોગ અને સ્ત્રીરોગ ચિકિત્સા, જરા રોગ, અગ્નિકર્મ - મર્મચિકિત્સા - નશ્યકર્મ જેવી પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓનું પ્રદર્શન, સુગર ચેક-અપ કેમ્પ,રસોડાની ઔષધિ અને પૌષ્ટિક આહાર વિશે માર્ગદર્શન અને યોગ નિદર્શન તથા દૈનિક જીવનમાં યોગના મહત્ત્વ અંગે માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના મહેમાનો હાજર રહયાં હતાં. આ મેળામાં જિલ્લાઆયુર્વેદ અધિકારી ડો. આમ્રપાલી પટેલ અને વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબોએ ઉપસ્થિત રહી નાગરિકોને માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 8:04 am

દારૂ ઝડપાયો:માંડવા પાસે ઝડપાયેલા દારૂ કેસમાં બે ફરારની ધરપકડ

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે માંડવા ગામેથી ઝડપી પાડેલદારૂના કેસમાં ફરાર 2 આરોપીની કરી ધરપકડ હતી. પોલીસે દારૂનો જથ્થો ભરી આપનાર ઝગડીયા તાલુકાના નાના સાંજાના બે ઈસમ ને ઝડપી પાડ્યા હતા. 21 મી સપ્ટેમ્બરના રોજ ભરૂચ એલસીબી ઇનોવા કાર મળી કુલ રૂ. 3.75 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. માંડવા ગામે દારૂની ખેપ મારવા આવેલ ઈસમને ગત તારીખ 21 મી સપ્ટેમ્બરના રોજ ભરૂચ એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી દારૂની બોટલ, મોબાઈલ તેમજ ઇનોવા કાર મળી કુલ રૂ. 3.75 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. પોલીસે કારમાં બેસેલ રીંકુ રામુ વસાવા નામના ઈસમની અટકાયત કરી હતી જ્યારે અન્ય 2 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે આ મામલામાં દારૂનો જથ્થો ભરી આપનાર ઝગડીયા તાલુકાના નાના સાંજા ગામના અલ્પેશ વસાવા અને ઠાકોર વસાવાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી ઓ છેલ્લા 3 માસથી ફરાર હતા જેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. બને આરોપીની ધરપકડ કરી અંકલેશ્વર તાલુકા પોલીસ ના હવાલે કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 8:03 am

1,000 આદિવાસી બાળકોને ભાગવત ગીતાનું વિતરણ:700 શ્લોકોના શબ્દાર્થ-ભાવાર્થ સમજાવવાનો પ્રયાસ‎

ડિસેમ્બર મહિનાના પ્રારંભ થી મોક્ષદા એકાદશી એટલે કે ગીતા પ્રાગટ્ય દિવસ નિમિત્તે નર્મદા જિલ્લાના ત્રણ તાલુકાની શાળાઓ રોશની માધ્યમિક શાળા, ગરૂડેશ્વર, કે એમ શાહ શાળા, તિલકવાડા અને આદર્શ નિવાસી શાળા, નાંદોદમાં ભગવદગીતા વિતરણ કાર્યક્રમ યોજાયો. ઇસ્કોન મંદિર જહાંગીરપુરા સુરત થી પધારેલા કેશવ શ્યામ સુંદર દાસ કે જે પૂર્ણકાલીન રીતે ભગવત ગીતાના પ્રચારમાં જોડાયેલા છે. પંચાયત માર્ગ અને મકાન વિભાગ રાજપીપળાના નાયબ કાર્યપાલક ઇજનેર ચિરાગ સોની અને અન્ય દાતાઓના સહયોગથી ત્રણ શાળાઓના આશરે 1000 આદિવાસી વિધાર્થીઓને ભગવદ ગીતાની તેના મૂળ રૂપે આવૃત્તિ વિના મૂલ્યે વિતરણ કરવામાં આવી. ઇસ્કોન એટલે આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભવનામૃત સંઘના સંસ્થાપક આચાર્ય જેને પ્રેમથી લોકો શ્રીલ પ્રભુપાદના નામે ઓળખે દ્વારા એ પ્રસ્તુત છે. આ આવૃત્તિ વિશ્વની લગભગ 100 ભાષાઓમાં પ્રકાશિત થઈ છે. જેમાં 18 અધ્યાય 700 શ્લોકોના શબ્દાર્થ, અનુવાદ અને ભાવાર્થ સમજાય એવી સરળ ભાષામાં આપવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 8:02 am

સરદાર શોપિંગ બન્યું ખખડધજ:150 જેટલી દુકાન ધરાવતાં ભરૂચ નગર સેવા સદન હસ્તકના સરદાર શોપિંગની અવદશા

ભરૂચ નગર સેવા સદન હસ્તકનું સરદાર શોપિંગ સેન્ટર અત્યંત જર્જરિત હાલતમાં થઈ જતા વેપારીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અગાઉ અનેક વખત છતના પોપડા પડવા સહિતની ઘટનાઓ બની ચૂકી છે. હાલમાં લોખંડી પુરુષ એવા સરદાર પટેલની 150મી જયંતીની સમગ્ર દેશમાં ઉજવણી ચાલી રહીં છે.તો બીજી બાજુ સરદારના નામ સાથે જોડાયેલ ભરૂચ નગર સેવા સદનનું સરદાર શોપિંગ સેન્ટર તંત્રની બેદરકારીના કારણે બિસ્માર થઈ ગયું છે. આ શોપિંગ સેન્ટરમાં દર થોડા દિવસે સ્લેબના પોપડા પડી રહ્યા છે. શોપિંગ સેન્ટરના દાદરો પણ ખખડધજ થઈ ગયા છે.શોપિંગ સેન્ટરમાં 150થી વધુ દુકાનો છે જેમાં ધંધા રોજગાર સાથે ટ્યુશન ક્લાસિસ અને ખાનગી ઓફિસો પણ ચાલે છે. રોજના હજારો લોકોની અવરજવર થાય છે.સરદાર શોપિંગ સેન્ટરના પ્રમુખ સુરેશ પટેલે જણાવ્યું હતું કે સરદાર જયંતીની ઉજવણી થઈ રહી છે તે સારી વાત છે પણ સરદારના નામ સાથે જોડાયેલ આ શોપિંગ સેન્ટરની અવદશા જોઈ દુઃખ થાય છે. જ્યાં ત્યાં ગંદકી, જોખમી રીતે લટકા વીજ વાયરો અને દાદરો તેમજ સ્લેબ જર્જરિત થઈ ગયા છે.આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 8:02 am

બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન:શુક્લતીર્થ કુમાર શાળામાં જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું

ભરૂચ જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચીન શાહ, જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય રેખાબેન, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી વતી દિવ્યેશભાઈ, તાલીમ ભવનના વિજ્ઞાન સલાહકાર ડોક્ટર રોબિન અને નિવૃત્ત સલાહકાર પીબી પટેલએ હાજરી આપી હતી. આ સાથે તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી બીઆરસી સી.આર.સી સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહી માર્ગદર્શક શિક્ષકો બાળ વૈજ્ઞાનિકો અને પ્રોત્સાહન પૂરું પાડી શિક્ષણ માટેની ઉત્તમ વાતો કરી ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના આત્મ નિર્ભર અને વિકસિત ભારતની પરિકલ્પનાને સફળ બનાવવા શિક્ષણ ખૂબ જ જરૂરી છે. ત્યારે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં તાલીમ ભવનની સાથે રહી શુક્લતીર્થ કુમાર અને કન્યા શાળા પરિવારે કાર્યક્રમને સફળ બનાવવા માટે અભિનંદન પાઠવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 7:56 am

નર્મદાના એસપી વિશાખા ડબરાલ સાથે વાતચીત:આદિવાસી યુવાઓને પોલીસ બનવું છે તો અમે મદદ કરીશું, સારો ખેલાડી છે તો અમે આગળ લાવીશું, ગર્ભિત શકિતઓ બહાર લાવવી અમારૂ લક્ષ્ય

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા ધરાવતાં નર્મદા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવાની જવાબદારી ઝાંબાઝ પોલીસ અધિકારી વિશાખા ડબરાલ સંભાળી રહયાં છે. દેવોની ભૂમિ ઉત્તરાખંડમાં જન્મેલા અને દિલ્હીની યુનિવર્સિટીમાં અભ્યાસ કરી આઇપીએસ બનેલા વિશાખા ડબરાલ 2018ની બેચના અધિકારી છે. નર્મદા જિલ્લામાં એસપી બનતાં પહેલાં તેઓ અમદાવાદ શહેરના ઝોન–3 માં ડીસીપી તરીકે કાર્યકરત હતાં. સવાલ. આપની અત્યાર સુધીની જીવન યાત્રા અને કારકિર્દીનો મહત્વનો વળાંક શેને મોનો છે ?જવાબ. મારા પિતાજી પોલીસ વિભાગમાં હતાં. મે મારા ઘરમાં નાનપણથી જ પોલીસનો માહોલ જોયો હતો. મારા જીવનનો સારી રીતે ઉપયોગ કરી શકુ અને લોકોની સેવા કરી શકુ એ માટે પહેલાંથી જ પોલીસ વિભાગમાં જવાનો મારો નિર્ણય હતો. ન્યાયને જીવનનો આધાર બનાવીને કામ કરવા માટે મે પોલીસ અધિકારી બનવાનો નિર્ણય લીધો છે. સવાલ. આપની સંઘર્ષભરી જીવનયાત્રા કેવી રહી છે ?જવાબ.એક મધ્યમ વર્ગીય પરિવારમાં જન્મ્યો છું અને મારેમારા માતા અને પિતાનો ખૂબ સહયોગ રહયો છે. ખાસ કરીને મારા પિતાએ પોલીસ વિભાગમાં નિસ્વાર્થ ભાવથી સેવાઓ આપી છે. તેમણે હંમેશા પોતાની ફરજને પ્રાધાન્ય આપ્યું છે અને તેઓ હંમેશા પોતાનું વિચારવાના બદલે સમાજનું ભલું થાય તેવું વિચારતા જેમાંથી મને ખૂબ પ્રેરણા મળી છે. જેથી હું પોલીસ અધિકારી બની છું કે લોકોની સેવા કરી શકું. સવાલ. સફળતા માટેનો યશ કોને આપવા માગો છો ?જવાબ.મારા માતા–પિતા, પરિવાર અને મિત્રોના સહયોગથી આજે સફળતા મળી છે. ખાસ કરીને કિરણ બેદીમાંથી મને પ્રેરણા મળી છે. સવાલ. એવી કોઈ નિષ્ફ્ળતા કે જેમાંથી તમે શીખ મેળવી હોય ?જવાબ.સપોલીસ અધિકારી બનવા માટે આપેલી પરીક્ષા પહેલાં પ્રયત્ને પાસ કરી શકી ન હતી. આ પછી સખત મહેનત કરી બીજા પ્રયાસમાં પરીક્ષામાં ઉર્તિણ થઇ ગઇ હતી. સવાલ. આપણું શું બનવાનું સ્વપ્ન હતું ? જવાબ.જીવનમાં કઇ નવું, અલગ અને રચનાત્મક કરવાની ભાવના છે. લોકોની સેવા જ મુખ્ય ધ્યેય હોવાથી પોલીસ બની છું. સવાલ. આપના નેતૃત્વની કાર્યશૈલીને કોઇ એક વાક્યમાં કહેવા માગો તો તે શું હોઇ શકે? જવાબ.સ્વતંત્ર.. સ્વતંત્ર રીતે અને પોતાની રીતે કામ કરવાવાળા અધિકારી . સવાલ. સૌથી રોચક વાત અને મોટો પડકાર શું છે?જવાબ.કેવડિયા જેવી નાની જગ્યાને આટલી સરસ રીતે વિકસિત કરી છે તે મારા માટે સૌથી રોચક બાબત છે. તમે સારી વાતને વિકસિત કરી લોકોને કેવી રીતે ફાયદો અપાવી શકો તે સૌથી મોટો પડકાર હોય છે. સવાલ. એવું ક્યુ કામ કરવા માગો છો કે જે માટે લોકો આપને યાદ કરે? જવાબ.આદિવાસી સમાજ અને પોલીસ વચ્ચે સંકલનનો અભાવ છે તે દૂર કરવા માગીશ. ખાસ કરીને આદિવાસી સમાજના યુવક અને યુવતીઓ પોલીસ વિભાગમાં ભરતી થઇને કોન્સટેબલથી લઇ આઇપીએસ સુધી પહોંચે તે માટે તમામ માર્ગદર્શન પોલીસ વિભાગ તરફથી આપવાનું આયોજન છે. આદિવાસી સમાજના યુવાઓની ગર્ભિત શકિતિઓને બહાર લાવી એક યોગ્ય માધ્યમ પુરુ પાડીશું. મઉત્તરાખંડના દહેરાદુનમાં બાળપણ વિત્યું, દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 7:55 am

સ્વજનના અવસાન, સગાઇ સારવાર નિમિત્તે નીકળેલા લોકો અટવાયા

ઇંડિગો એરલાઇન્સની ખોરવાઇ ગયેલી વિમાનસેવાના કારણે મુંબઇ - હૈદરાબાદ એરપોર્ટ પર અટવાયેલા એક પેસેન્જરે વ્યથિત સ્વરે કહ્યું હતું કે મારા પિતાના અવસાનના સમાચાર મળતા નાગપુરથી પુણે જવા નીકળ્યો અને હવે હૈદરાબાદમાં અટવાયો છું. બીજા એક પ્રવાસી દીકરાની સગાઇ માટે પુણે જતા હતા એ પણ અટવાઇ ગયા હતા. બીજી બાજું કેટલાક પ્રવાસી પોતાના સ્વજનની સારવાર માટે પુણે લઇ જઇ રહ્યા હતા તેમણે તો અન્ય મુસાફરો કરતાં વધુ કપરી સ્થિતિનો સામનો કરવો પડયો હતો.

ગુજરાત સમાચાર 6 Dec 2025 7:55 am

પ્રભારી સચિવે વિવિધ યોજનાકીય કામગીરીની સમીક્ષા કરી‎:આંગણવાડીમાં બાળકોને પોષણયુકત આહાર પૂરો પાડો : શાહમીના હુસૈન

ભરૂચ જિલ્લાના પ્રભારી સચિવશાહમીના હૂસૈનની અધ્યક્ષતામાં જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક મળી હતી. જેમાં તેમણે આંગણવાડી કેન્દ્રોમાં આવતા બાળકોને પુરતા પ્રમાણમાં પોષણયુક્ત આહાર મળી રહે તેના પર ભાર મુકયો હતો. ભરૂચ જિલ્લાના પ્રભારી સચિવ સુશ્રી શાહમીના હૂસૈનની અધ્યક્ષતામાં જિલ્લામાં ચાલીરહેલા વિવિધ માર્ગોના વિકાસ કાર્યો, બાળકો અને મહિલાઓને લગતા પોષણ પ્રોજેક્ટ, આંગણવાડી કેન્દ્રોઅને પ્રાથમિક શાળાઓના ઓરડાઓની સ્થિતિ અંગે વિગતવાર સમીક્ષા અર્થે કલેક્ટર કચેરીના વીડિયોકોન્ફરન્સ હોલ ખાતે બેઠક યોજાઈ હતી.તેમણે જિલ્લાના સંબંધિત અમલીકરણ વિભાગો દ્વારા હાથ ધરાયેલી કામગીરીનો ચિતાર મેળવ્યો હતો. ત્યારબાદ તેઓએ ખાસ કરીને ગ્રામ્ય અને શહેરી વિસ્તારના માર્ગો ટકાઉઅને ક્વોલિટી વાળા સુવ્યવસ્થિત થાય, ગ્રામ્ય વિસ્તારના માર્ગો જ્યાં ભારદારી વાહનોની અવરજવર પ્રતિબંધિત છે છતાં ભારે વાહનો પસાર થવાથી સ્થાનિક માર્ગોને થતું નુકશાન અટકાવવા યોગ્ય કાર્યવાહી થાય, નગર પાલિકા વિસ્તારમાં માર્ગોની સાફ સફાઈ નિયમિત થાય, કચરાનો યોગ્ય રીતે નિકાલ થાય,આંગણવાડી કેન્દ્રોમાં આવતા બાળકોને પુરતા પ્રમાણમાં પોષણયુક્ત આહાર મળી રહે, સરકારી ઈમારતો લોક ઉપયોગી બની રહે તે રીતે જાળવણી થાય અને દરેક કાર્ય વાસ્તવિક રૂપમાં થાય જોવા ઉપર ખાસ ભાર મૂક્યો હતો.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 7:51 am

વેધર રિપોર્ટ:ભરૂચમાં તાપમાનનો પારો ગગડીને 17 ડિગ્રીએ પહોંચ્યો

ભરૂચ જિલ્લામાં ઠંડી અને ગરમી બન્ને ઋતુ એક સાથે અનુભવાય રહી છે. જેમાં બે દિવસથી વહેલી સવારે ઠંડી તો દિવસ દરમિયાન ગરમી અનુભવાઇ હતી. જોકે આજે લઘુત્તમ તાપમાન ફરી વધીને 17 ડિગ્રી થયું છે. જેથી ફરી ગરમીનું પ્રમાણ વધ્યું છે. જોકે વહેલી સવારે ઝાકળ પડી રહી છે. આમ દિવસ દરમિયાન જિલ્લાનું મહત્તમ તાપમાન વધીને 31 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું હતું. ભેજનું પ્રમાણ ઘટીને 26 થી 54 ટકા અને પવનની ગતિ માં વધારો થઈને 13 કિમી પ્રતિ કલાકની રહી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચાર દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાન 19 થી 20 અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી સુધી રહેવાની શક્યતા સેવાઇ રહી છે. હાલ પવનની ગતિ માં વધારો થતાં ખેડૂતોએ પવનની ગતિ ધીમી થયા બાદ દવાનો છંટકાવ કરી શકશે. જે ખેડૂતોનો કપાસ પાક તૈયાર થઈ ગયો હોય તેમને વીણી કરવા માટે સલાહ આપી છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 7:50 am

10 લાખ લિટર પાણીનો સંગ્રહ કરતી ટાંકીનું નિર્માણ:ભરૂચમાં શકિતનાથથી મદીનાપાર્ક સુધી 50‎હજાર લોકોને પુરતા દબાણથી પાણી મળશે‎

ભરૂચ શહેરના શકિતનાથથી મદીનાપાર્ક સુધીના વિસ્તારમાં રહેતાં 50 હજારથી વધારે લોકોને હવે પુરતા દબાણથી પીવાનું પાણી મળી રહેશે. જે.બી. મોદી પાર્ક અને ડુંગરી વિસ્તારમાં 4 કરોડના ખર્ચથી નિર્માણ પામેલી બે ટાંકીઓ તથા પંપિંગ સ્ટેશનનું શનિવારના રોજ લોકાર્પણ કરવામાં આવશે. નવી બે ટાંકીના લોકાપર્ણ સાથે શહેરમાં પાણીની ટાંકીઓની કુલ સંખ્યા 11 થઇ જશે. શહેરની બે લાખથી વધારે વસતીને પીવાનું પાણી અમલેશ્વર બ્રાંચ કેનાલમાંથી પુરૂ પાડવામાં આવે છે. દરરોજ 45 કરોડ લિટર પાણીનું વિતરણ હાલ શહેરમાં કરવામાં આવે છે. વિતરણ વ્યવસ્થાને સુુગમ બનાવવા માટે જે.બી.મોદી પાર્ક પાસે 10 લાખ લીટર પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતાવાળી 15 મીટર ઉંચી જયારે ડુંગરી વિસ્તારમાં 10 લાખ લિટર પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતાવાળી 20 મીટર ઉંચી ટાંકી બનાવવામાં આવી છે. ટાંકીની સાથે રાઇઝિંગ મેઇન પાઇપલાઇન અને પંપિંગ સ્ટેશન સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આ બંને ટાંકીઓના નિર્માણ પાછળ 4 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. બંને ટાંકીઓ કાર્યાન્વિત થતાં 50 હજારથી વધારે લોકોને પુરતા દબાણથી પીવાનું પાણી મળી રહેશે. હવે શહેરમાં પાણીની ટાંકીઓની કુલ સંખ્યા 11 થઇ જશે. 15 દિવસ સુધી ટ્રાયલ‎રન લેવામાં આવશે‎જે.બી.મોદી પાર્ક અને ડુંગરી પાણીની ટાંકીને શનિવારના રોજથી કાર્યાન્વિત કરાશે પણ પહેલાં 15 દિવસ ટ્રાયલ રન લેવામાં આવશે. જેમાં બંને ટાંકીઓને પાણીથી ભરીને અલગ અલગ વિસ્તારના વાલ્વ ખોલીને પાણીની વિતરણ વ્યવસ્થા જોવામાં આવશે. આ ઉપરાંત શહેરની અન્ય 9 ટાંકી પરથી આપવામાં આવતાં પાણીના સમયના આધારે નવી બનેલી બંને ટાંકીઓ પરથી કેટલા વાગ્યે પાણી આપવામાં આવશે તેની જાહેરાત કરવામાં આવશે. ભાસ્કર નોલેજ‎સીધા પંપિંગના બદલે હવે ટાંકીમાં પાણીનો સંગ્રહશહેરમાં ડુંગરી વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી 2021માં ધરાશાયી થઇ ગઇ હતી જયારે જે.બી.મોદી પાર્ક ખાતે નવી ટાંકી બનાવવામાં આવી છે. અત્યાર સુધી શકિતનાથથી મદીનાપાર્ક સુધીના વિસ્તારમાં સીધા પંપિંગથી પાણી આપવામાં આવતું હતું. જેના કારણે આ વિસ્તારના 50 હજાર કરતાં વધારે લોકોને પુરતા દબાણથી પાણી મળતું ન હતું. હવે અયોધ્યાનગર ફિલટરેશન પ્લાન્ટથી પાઇપલાઇન મારફતે બંને ટાંકીઓ સુધી પાણી લાવીને તેને ભરવામાં આવશે. ટાંકીમાં ભરાયેલાં પાણીનું વિતરણ કરવાથી આ વિસ્તારોમાં પુરતા દબાણથી પાણી મળી રહેશે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 7:49 am

વિરાર ઈમારત દુર્ઘટના પ્રકરણઃ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર ગિલસન ઘોંસલવિસની ધરપકડ

મુંબઈ - વિરારમાં રમાબાઈ એપાર્ટમેન્ટ દુર્ઘટના પ્રકરણમાં ગુરુવારે મધ્યરાત્રિએ વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર ગિલસન ઘોંસલવિસની ક્રાઇમ બ્રાન્ચ-૩ ની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ઘોંસલવિસ પર ઈમારત અનધિકૃત હોવા છતાં કાર્યવાહી ન કરવાનો અને જોખમકારક હોવા છતાં તેને ખાલી ન કરવાનો આરોપ છે. ૨૬ ઓગસ્ટના રોજ, વિરાર- ઈસ્ટમાં ચાર માળની રમાબાઈ એપાર્ટમેન્ટ ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી. આ અકસ્માતમાં ૧૭ લોકો મૃત્યુ પામ્યા હતા અને ૯ લોકો જખમી થયા હતા. આ ઈમારતમાં અનધિકૃત અને જોખમકારક હતી. આ કેસમાં, વિરાર પોલીસે બિલ્ડર અને જમીનમાલિક વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો હતો અને બિલ્ડર નીતલ સાનેની ધરપકડ કરી હતી.

ગુજરાત સમાચાર 6 Dec 2025 7:45 am

એનસીપીના ભૂતપૂર્વ ધારાસભ્ય કદમ સામે કોર્ટે આરોપો ઘડયા

રૃ.313 કરોડના મની લોન્ડરિંગ કેસ આરોપીઓએ નિર્દોષ હોવાની રજૂઆત કરતાં ટ્રાયલ શરૃ થવાનો માર્ગ મોકળો મુંબઈ - મુંબઈની એક ખાસ અદાલતે મહારાષ્ટ્રમાં રાજ્ય સંચાલિત કોર્પોરેશનમાંથી રૃ. ૩૦૦ કરોડથી વધુના કથિત ગેરરીતિ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં એનસીપીના ભૂતપૂર્વ ધારાસભ્ય રમેશ કદમ અને અન્ય નવ લોકો સામે આરોપો ઘડયા છે. તેઓ તત્કાલિન અધ્યક્ષ હતા.

ગુજરાત સમાચાર 6 Dec 2025 7:30 am

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન:હમનખુડીમાં દરિયાલાલ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

લખપત તાલુકામાં આવેલા હમનખુડીમાં દરિયાલાલ મંદિરનો ત્રણ દિવસ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. જેમાં શોભા યાત્રા તેમજ દાતાઓના સન્માન કરાયા હતા. સંતવાણીમાં કલાકાર સાહિત્યકાર સાંઈરામ દેવ અને નિલેશ ગઢવીએ મોજ કરાવી હતી તેમજ છેલ્લા દિવસે શ્રીફળ હોમ તેમજ નૂતન મંદિરમાં દરિયાલાલ દેવ મંદિરનો મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. આ પ્રંસગે પૂર્વ રાજ્ય મંત્રી વાસણભાઈ આહિર તેમજ સંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સોનલલાલ મહારાજ, આઈ ચંદુમા અંબેધામ ગોધરા, શાંતીદાસજ મહારાજ, દિનેશગીરી બાપુ કોટેશ્વર જાગીર, દિનેશગીરી હમનખુડી મહંત તેમજ મહોત્સવના મુખ્ય યજમાન સ્વં.રમાબેન મુલજી કેશવજી કતીરા પરીવાર તેમજ કમળાબેન જ્યંતીલાલ ચંદે પરીવાર રહ્યા હતા તેમજ સ્વં.પારપ્યા મુલજી ગણાત્રા તેમજ સ્વં.રામજીભાઈ અરજણભાઈ સોમૈયા પરીવાર રહ્યા હતા. જયંતી ચંદે, દિપક રેલોન, પ્રવીણ કેશરીયા, કમલેશ કેશરીયા, રમેશ કમાણી, નવીન રૂપારેલ, વૈભવ કમાણી, હરેશ કેશરીયા, ભરત તન્ના, પ્રકાશ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 7:26 am

માર્ગ પર ખાનગી વાહનોનું પરિવહન બંધ કરાવવાની માગ:મુધાનની સીમમાં વન વિભાગની જમીનમાં ગેરકાયદે રસ્તો બનાવાયો

કચ્છના છેવાડાના સરહદી મુધાન નજીકના સીમાડામાં વન વિભાગની જમીનમાં ખાનગી કંપની દ્વારા ગેરકાયદે રસ્તાઓ બનાવીને ભારે વાહનોનું પરિવહન કરવામાં આવતું હોવાની રજૂઆત સાથે આ માર્ગ બંધ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. વન વિભાગ સમક્ષ કરવામાં આવેલી રજૂઆત મુજબ લખપત તાલુકાના મુધાન ગામ નજીક ખાનગી કંપની દ્વારા વન વિભાગની જમીનમાંથી ગેરકાયદે રસ્તાઓ બનાવીને મીઠુ તેમજ અન્ય સામગ્રી ભરેલા ભારે વાહનોનું પરિવહન કરવામાં આવે છે. અગાઉ આ કંપની દ્વારા મુધાન પંચાયતની જમીન તેમજ ગૌચર ઉપરાંત ખાનગી જમીનોમાંથી પોતાના વાહનોનું પરિવહન કરવામાં આવતું હતું જે ગ્રામજનો દ્વારા અટકાવવામાં આવ્યા બાદ હવે વન વિભાગની જમીનમાંથી રસ્તા બનાવવામાં આવ્યા હોવાથી વૃક્ષોનું નિકંદન કાઢવાની સાથે વન્ય જીવોને પણ અડચણ ઉભી થઈ રહી છે. જો અનધિકૃત પરિવહન ચાલુ રહેશે તો ગાંધી ચીંધ્યા માર્ગે જવું પડશે તેવી ચીમકી મુધાનના સરપંચ સૂરજસિંહ જાડેજા તેમજ આગેવાનો દ્વારા ઉચ્ચારાઇ હતી. આ અંગે દયાપર વન વિભાગના આરએફઓ પ્રિયંકાંત આસરાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે મુધાન સરપંચની રજૂઆત બાદસ્થળ તપાસ કરતા કંપનીના જવાબદારો દ્વારા અહીંથી વાહનો પસાર કરવા માટે ઉચ્ચકક્ષાએથી મંજૂરી મેળવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે તેમના દ્વારા મંજૂરીના કોઈ પુરાવા રજૂ ન કરવામાં આવતા કાલે આ વિસ્તારમાંથી વાહનો પસાર કરવાની મનાઈ ફરમાવાઇ છે. જો કોઈ મંજૂરી મેળવી હોય તો જરૂરી આધાર પુરાવા સાથે રજૂ કરવા કંપનીને સૂચના આપી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 7:25 am

ખેડૂતોની અટકાયત કરાઈ:વાંઢીયામાં કામ બંધ કરાવાતાં વધુ 18 ખેડૂતોની અટકાયત

ભચાઉ તાલુકા વાંઢીયા ગામના ખેતરોમાંથી 765 kv હાઇ વોલ્ટસની અદાણી કંપનીની વીજ લાઈન પસાર થઇ રહી છે જેના પુરા વળતર માટે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. છેલ્લા 24 દિવસથી કિસાનો કામ બંધ કરાવા જાય છે જેને પોલીસ ઉઠાવી જાય છે. છેલ્લા ત્રણ દિવસમાં વધુ 51 ખેડૂતોની અટકાયત કરવા માં આવી હતી. 24 દિવસમાં 727 ધરતીપુત્રોની અટકાયત થઇ છે. ભારતીય કિસાન સંધ ભચાઉ તાલુકા પ્રમુખ દેવજી આહીરે કહ્યું હતું કે, જ્યાં સુધી કંપની ખેડૂતોને પૂરૂં વળતર નહિ આપે ત્યાં સુધી લડાઈ ચાલુ રહેશે. અમે ખેડૂત છીએ, થાકવાના નથી, અમારો હક લઈને રહેશુ. દરમિયાન ગુરુવારે અદાણીના જવાબદાર અધિકારીઓ સાથે કિસાન સંઘની મિટિંગ થવાની હતી પણ ધોરડોમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતા થઇ શકી ન હતી. કંપની સાથે ખેડૂતોની લડાઈ ચાલુ રહેવાની સાથે આંદોલનને 105 દિવસ પુરા થયા હતા.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 7:24 am

કતલખાના ખાતે LCBના દરોડા:અબડાસાના વિંઝાણના રહેણાંક મકાનમાં ચાલતું કતલખાનું ઝડપાયું

અબડાસા તાલુકાના વિંઝાણ ગામના રહેણાંક મકાનમાં ચાલતા કતલખાના પર એલસીબીએ દરોડો પાડી કતલ માટે રાખેલ જીવિત ગાય અને ગૌવંશ સહીત ચાર જીવને બચાવી લીધા છે. આરોપીના મકાનમાં રાખેલ ગૌવંશના માંસ સહીત હથીયારો કબ્જે કરી કોઠારા પોલીસ મથકે જાણવા જોગ દાખલ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ એચ.આર.જેઠીની સુચનાથી ટીમ કોઠારા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી.એ દરમિયાન બાતમી મળી હતી કે,અબડાસા તાલુકાના વિંઝાણ ગામમાં રહેતા અલીઅકબર ઉર્ફે ઇકબાલ જાકબ હિંગોરાએ પોતાના મકાનમાં ગૌ વંશનું માંસ વેચાણ માટે રાખેલું છે.તેમજ મકાનની પાછળ બનાવેલા પતરાના સેડમાં ગાય અને આખલા કતલ કરવા માટે રાખેલા છે. બાતમીના આધારે સ્થાનિકે દરોડો પાડતા આરોપીના મકાનમાં રાખેલ ડીપ ફ્રીઝમાંથી 19 કિલો ગૌ વંશનું માંસ મળી આવ્યું હતું જે વેચાણ માટે રાખેલ હતું.આ ઉપરાંત સ્થળ પરથી કતલ કરવા માટે ઉપયોગમાં લેવાયેલા ૩ કોયતા અને ૩ છરી પણ મળી આવ્યા હતા. પોલીસે આરોપીના મકાનની પાછળ તપાસ કરતા પતરાના સેડમાં કતલ કરવા માટે રાખેલ એક જીવિત ગાય,2 આખલા અને 1 બળદ મળી આવ્યા હતા.જેને કતલ થતા પહેલા બચાવી લઇ પાંજરાપોળ ખાતે મોકલાવી દેવામાં આવ્યા છે.હાલ સમગ્ર મામલે કોઠારા પોલીસ મથકે જાણવા જોગ દાખલ કરી માંસના જથ્થાને એફએસએલ તપાસ માટે મોકલવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 7:19 am

ઠગ ઝડપાયો:ફેસબુકમાં સસ્તા સોનાની લાલચ આપી ઠગાઈનો પ્રયાસ કરનાર ઝડપાયો

શહેરના ચીટરો સસ્તા સોનાના નામે લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવી ચૂક્યા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. તેવામાં ફેસબુક પર લોભામણી જાહેરાત કરી ઠગાઈનો પ્રયાસ કરનાર ઈસમ એલસીબીને હાથ લાગ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ, એલસીબીની ટીમ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. એ દરમિયાન બાતમી મળી હતી કે કોડકી રોડ પર બરફના કારખાના સામે એક ઈસમ હાજર છે અને તે હાલે પોતાના મોબાઈલ ફોનમાં સોશિયલ મીડિયામાં ખોટી આઈડી બનાવી બજાર ભાવ કરતા સસ્તામાં સોનુ આપવાની જાહેરાત પોસ્ટ કરી લોકો સાથે ઠગાઈ કરવાની કોશિશમાં છે. બાતમીના આધારે પોલીસે સ્થાનિકે તપાસ કરતા રહીમનનગરનો આરોપી સાહિલ કાસમ ફકીર હાજર મળી આવ્યો હતો. જેની પાસે રહેલા મોબાઇલમાં તપાસ કરતા રાજવર્ધન પટેલ નામની ફેસબુક આઈડી ચાલુ જોવા મળી હતી. જેમાં બજાર ભાવ કરતા ઓછા ભાવે સોનુ આપવાની જાહેરાત કરેલી હતી. પોલીસે આરોપીની પૂછપરછ કરતા પોતે સોશિયલ મીડિયામાં લોભામણી જાહેરાત કરી લોકોને વિશ્વાસમાં લીધા બાદ ઠગાઈ કરી રૂપિયા પડાવતો હોવાની હકીકત જણાવી હતી. એલસીબીએ આરોપીને હસ્તગત કરી એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 7:17 am

પાલિકામાં લેખિત રજૂઆત કરવામાં આવી:નવી ટાઉન વેન્ડિંગ કમિટીના ગઠન પહેલા ફેરિયાઓના સરવે અને પ્રમાણપત્રો આપો

નવી ટાઉન વેન્ડિંગ કમિટીનું ગઠન થાય એ પહેલા કાયદાની જોગવાઈ મુજબની પ્રક્રિયા રૂપે ફેરિયાઓનો સરવે અને વેન્ડિંગ સર્ટિફિકેટ પૂરાં પાડવા ગત સમિતિના સભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી છે. ભુજની ટાઉન વેન્ડિંગ કમિટીનો કાર્યકાળ ગત 2024ના નવેમ્બરના પૂર્ણ થઇ ગયો છે. ગુજરાત સ્ટ્રીટ વેન્ડર્સ રૂલ્સ 2016ના સેકશન 7(2)માં જણાવ્યા મુજબ વર્તમાન સમિતિનો કાર્યકાળ પૂર્ણ થાય એ પહેલાં જ કલેક્ટર દ્વારા નવી સમિતિ ગઠન કરવાની પ્રક્રિયા કરી લેવાની હોય છે. પરંતુ જૂની ટાઉન વેન્ડિંગ કમિટીનો કાર્યકાળ 1 વર્ષ પહેલાં જ પૂર્ણ થઇ ગયો છે અને હજી સુધી નવી સમિતિ માટેની પ્રક્રિયા હાથ ધરાઈ નથી. ‘સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ, 2014ના ચેપ્ટર 3ના સેકશન 3(1)માં જણાવ્યા પ્રમાણે કમ સે કમ 5 વર્ષમાં 1 વખત નવા ઉમેરાયેલા ફેરિયાઓનો સરવે કરી તેમને શેરી ફેરિયા તરીકેના ઓળખ કાર્ડ અને વેન્ડિંગ સર્ટિફિકેટ આપવાના હોય છે. તેથી નિયમાનુસાર ભુજના જે ફેરિયાઓનો સરવે કરવાનો રહી ગયો છે તેવાનો સરવે તાત્કાલિક કરાય. તેમજ સરવે થયેલા દરેક ફેરિયાઓને તાત્કાલિક ધોરણે ઓળખપત્ર અને વેન્ડિંગ સર્ટિફિકેટ આપવાની પ્રક્રિયા હાથ ધરાય એ અનિવાર્ય છે.’ પત્રમાં જણાવાયું કે; ટીવીસીની નવી સમિતિ માટે યોગ્ય ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી શકે તેમજ દરેક શેરી ફેરિયાઓ પોતાનો મત આપીને ચૂંટણીમાં સહભાગી બની શકે એ માટે ટીવીસીની નવી સમિતિના ગઠનની પ્રક્રિયા પહેલાં કાયદાની જોગવાઈ પ્રમાણે પ્રક્રિયા કરવાની રહે છે. કાયદાકીય જોગવાઈઓનું અમલીકરણ કરવા માટે સૌપ્રથમ જૂના અને નવા ફેરિયાઓના લીસ્ટને SIR જેવી પ્રક્રિયા દ્વારા અપડેટ કરવામાં આવે, જેમનો સરવે થઇ ગયો છે એવા ફેરીયાઓને વેન્ડિંગ પ્રમાણપત્ર આપવામાં આવે, નવા અને બાકી રહી ગયેલા ફેરિયાઓની નોંધણી બાબત જાહેરાત પ્રસિદ્ધ કરી નગરપાલિકાની કચેરી ખાતે અરજી પ્રક્રિયા પૂર્ણ કરવા ફેરીયાઓને માહિતગાર કરવામાં આવે એવી ખાસ રજૂઆત કરવામાં આવી છે. કાયદાકીય પ્રક્રિયા પૂરી કર્યવા વિના જોગવાઈનો ભંગ થશેગત ટીવીસીનાં સભ્ય અને શેરી ફેરીયા રાજેશ દાવડાએ લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે, નવી ટાઉન વેન્ડિંગ કમિટીના ગઠનની પ્રક્રિયા હાથ ધરાય એ પહેલાં ઉપરોક્ત પ્રક્રિયાઓ કાયદાકીય જોગવાઈઓ પ્રમાણે પૂર્ણ કરવામાં આવે એ અનિવાર્ય છે. આગામી 2 મહિનામાં દરેક ફેરિયાઓનો સરવે પૂર્ણ થાય અને ત્યાર બાદ સર્વાનુમતે ચૂંટણીનું આયોજન કરીને નવી ટાઉન વેન્ડિંગ કમિટી સત્વરે ગઠિત થાય એ હવે અનિવાર્ય છે. જો આ પ્રક્રિયા કર્યા વિના ટીવીસીના ગઠનની પ્રક્રિયા થશે તો એ કાયદાકીય જોગવાઈઓનું ઉલ્લંઘન થયું ગણાશે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 7:14 am

વિદ્યાર્થીઓ મૂંઝાયા:ડિપ્લોમા એન્જી.ની પરીક્ષામાં એકના બદલે બીજા પ્રશ્ન પૂછાયા !

શહેરમાં આવેલી જીટીયુ હસ્તકની પોલિટેક્નિક કોલેજમાં હાલ પરીક્ષા ચાલી રહી છે.જેમાં ગુરુવારે સેમેસ્ટર 3 ના પ્રથમ પેપરમાં વિદ્યાર્થીઓને એકના બદલે બીજા પ્રશ્ન સાથેનું પેપર અપાયું હતુ. ઇલેક્ટ્રિકલના પેપરમાં મિકેનીકલના પ્રશ્નો આવી જતા પરીક્ષા આપવા બેઠેલા વિદ્યાર્થીઓમાં ઉચાટ ફેલાયો હતો.જોકે મામલો ધ્યાને આવતા કોલેજ દ્વારા તાત્કાલીક વિદ્યાર્થીઓને યોગ્ય પ્રશ્નપત્ર પહોંચતા કરવામાં આવ્યા હતા. આ બાબતે જાણકાર વર્તુળોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, ગુરુવારથી ડિપ્લોમા એન્જીનીયરીંગમાં ત્રીજા સેમેસ્ટરના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ છે જેમાં પ્રથમ દિવસે ઈલેક્ટ્રિકલમાં ડીસી અને ટ્રાન્સફોર્મરનું પેપર હતું જેમાં પ્રથમ પેજ પર વિષયના પ્રશ્નો હતા જોકે પેજ પલટાવતા બીજા અને ત્રીજા પેજ પર મિકેનીકલ વિષયના પ્રશ્નો હતા પેપરના પેજ પર કોડ નંબર પણ અલગ જોવા મળ્યા હતા. જેથી વિદ્યાર્થીઓ મુંઝાયા અને હાજર સ્ટાફનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. જેથી ક્ષતી સુધારી વિદ્યાર્થીઓને વિષય અનુરૂપ પેપર આપવામાં આવ્યું હતું. આ બાબતે કૉલેજના પ્રિન્સિપાલનો સંપર્ક સાધતા તેમણે ઘટના બની હોવાની વાતને સમર્થન આપતા જણાવ્યું કે, પ્રિન્ટિંગ મિસ્ટેક હોવાનું સામે આવ્યું છે અને વિદ્યાર્થીઓને તાત્કાલિક વિષયને અનુરૂપ પ્રશ્નપત્ર આપી દેવાયા હતા.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 7:14 am

સિટી એન્કર:કલેક્ટરને ઓપરેશન સિંદૂરમાં સહયોગ બદલ ‘કોમોન્ડેશન ડિસ્ક’ એનાયત

સરહદી મહત્વ ધરાવતા કચ્છ જિલ્લાની મુલાકાત દરમિયાન ઇન્ડિયન એરફોર્સના સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર માર્શલ નગેશ કપૂરે ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે કચ્છના કલેક્ટરને ઓપરેશન સિંદૂર દરમિયાન અસાધારણ સહયોગ અને રાષ્ટ્ર પ્રત્યેની ફરજ નિષ્ઠાને બિરદાવતા સન્માન સાથે ‘સ્પેશિયલ કોમોન્ડેશન ડિસ્ક’ એનાયત કરાઈ હતી. ઓપરેશન સિંદૂર દરમિયાન કચ્છમાં બ્લેકઆઉટ અમલ, લોજિસ્ટિક સપોર્ટ, નાગરિક સુવિધાઓનું સંકલન, ઇમરજન્સી સહાય અને વાયુસેનાને જરૂરી સહયોગ પહોંચાડવામાં કલેક્ટર આનંદ પટેલની આગેવાનીમાં કચ્છ ટીમે ઝડપી અને અસરકારક કામગીરી કરી હતી. આ સંકલન નલિયા અને ભુજ એરફોર્સ સ્ટેશન સાથે કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, ઓપરેશન સિંદૂર દરમિયાન ટીમ કચ્છના યોગદાનને અગાઉ ઇન્ડિયન આર્મી અને બીએસએફ દ્વારા પણ બિરદાવવામાં આવ્યું છે. તેમની મુલાકાત દરમિયાન તેમણે જગુઆર ફાઇટર વિમાનમા ઉડાન ભરી હતી. બાદમાં એરમેન અને અધિકારીઓ સાથે મુલાકાત કરી અને દેશ સામે ઉભા થતા નવા યુગના ખતરાઓ અંગે ચર્ચા કરી હતી. જેમાં સાયબર સુરક્ષા અને તેને લગતી તૈયારીના મહત્વ પર ભાર મૂક્યો હતો સાથે જ તેમણે એરફોર્સ સ્ટેશન પર ચાલી રહેલા તમામ માળખાગત પ્રોજેક્ટ્સની પણ સમીક્ષા કરી હતી. ભુજ સ્ટેશન રણ અને સરહદી વિસ્તારને કારણે રણનીતિક રીતે ખૂબ મહત્વ ધરાવે છે. જેની દૃષ્ટિએ તેમની આ મુલાકાત અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં એર માર્શલ કપૂરે નલિયા એરફોર્સ સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી, જેના ભાગરૂપે તેઓ સરહદી એરસ્ટેશનોની તૈયારીઓનું સમીક્ષા કરી રહ્યા છે. ભાસ્કર ઈનસાઈજગુઆર : ભારતીય વાયુસેનાનું સ્ટ્રાઇક વર્કહોર્સજગુઆર IB જેને શમશેર (ન્યાયની તલવાર) કહે છે તે ભારતીય વાયુસેનામાં ઉપયોગમાં લેવાતું બે-સીટ ટ્રેનર વર્ઝન છે, જે પાઇલટ્સને સ્ટ્રાઈક મિશન, લો-લેવલ ફ્લાઇંગ અને કોમ્બેટ ઓપરેશન્સ માટે તૈયાર કરવા માટે ખાસ બનાવવામાં આવ્યું છે. આ વિમાને ફ્રન્ટ સીટમાં ટ્રેઇની પાઇલટ અને પાછળના કોકપિટમાં ઈન્સ્ટ્રક્ટર સાથે ઉડાન ભરવામાં આવતી હોય છે, જેથી વાસ્તવિક મિશન જેવી પરિસ્થિતિમાં તાલીમ આપી શકાય.ભારત આ વિમાનનો મુખ્ય ઉપયોગ પશ્ચિમ સરહદ (ખાસ કરીને કચ્છ, રાજસ્થાન અને પંજાબ ક્ષેત્ર)માં કરે છે કારણ કે અહીં રણ અને ખુલ્લા ક્ષેત્રીય લડાઈ માટે તે અત્યંત અસરકારક છે. જગુઆરને IAFમાં 1970ના દાયકામાં સામેલ કરાયો હતો. બાદમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા અન્ય લાઇસન્સ-નિર્મિત કરવામાં આવ્યા હતા.IAF જગુઆર હવે જલ્દી નિવૃત્તિ તરફ આગળ વધી રહ્યું છે. IAF તેનો રિપ્લેસમેન્ટ તેજસ એમકે-2, રફાળને એમકા પ્રોજેક્ટથી કરશે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 7:13 am

ભાસ્કર લાઈવ:ઇલેક્ટ્રોનિક ઉપકરણના ગોદામમાં આગ લાગી : બે કલાકે માંડ કાબુમાં આવી

શુક્રવારે સાંજે 7:40 વાગે ભુજના ભાવેશ્વર નગર વિસ્તારમાં આવેલા ઇલેક્ટ્રોનિક ઉપકરણોના ગોદામમાં અચાનક આગ લાગી હતી. નવા ટીવી, ફ્રીજ, એસી સહિતના ઇલેક્ટ્રોનિક ઉપકરણો સળગી ગયા હતા. ભુજ સુધરાઈના અગ્નિશમન દળના ફાયર ફાઈટર સમયસર પહોંચીને આગ ઓલવવાની કોશિશ કરી હતી, પણ તીવ્રતા ખૂબ હોવાથી છેવટે જેસીબી દ્વારા ગોદામના શટર તોડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ ઇલેક્ટ્રોનિક્સ ના આ ગોદામમાં આગ લાગી હતી. જેમાં લાખો રૂપિયાના ઇલેક્ટ્રોનિક ઉપકરણો હતા. બાજુમાં જ અન્ય એક ગોદામ કે જેમાં ગાદલા તથા ફોર્મ સીટથી ભરેલો હતો. તે સદભાગ્યે આગથી બચી ગયો હતો. અંદાજે બે કલાક સુધી સતત પાણીના પ્રેશર દ્વારા આગ પર કાબુ લેવામાં આવ્યો હતો. આસપાસના રહેવાસીઓના ટોળા ઉમટી પડ્યા હતા તો પોલીસે પણ સ્થળ પર વ્યવસ્થા સંભાળી હતી. આસપાસ મકાનો અને એપાર્ટમેન્ટ આવેલા હોવાથી એક તબક્કે ત્યાં રહેતા લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 7:11 am

સેમિનાર:એઆઇ CAનો 50% સમય બચાવે, પણ ડેટા હેલુસિનેશન ખતરો

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આગમનને પગલે અન્ય ક્ષેત્રોની જેમ ચાર્ટર્ડ એકાઉન્ટન્સીના ક્ષેત્રે પણ ક્રાંતિકારી ફેરફારો આવી રહ્યાં છે. આ પરિવર્તનોથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ પરિચિત થાય અને એ મુદ્દે ચર્ચા કરી શકે તે માટે બે દિવસીય એઆઇ ઇનોવેશન સમિટ, ગુજરાતનો પ્રારંભ થયો હતો. આ સમિટમાં રિજ્યોનલ કાઉન્સિલ મેમ્બર સીએ વિશાલ દોશીએ જણાવ્યું હતું કે, એઆઇ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સનો 50 ટકા જેટલો સમય બચાવે છે પણ તે કેસ મુજબ જુદો જુદો હોઇ શકે છે. જોકે બીજી તરફ ખોટા કેસ લો (કાયદા)ઓ પણ એઆઇ આપી રહ્યાં છે. એટલે કે ડેટા હેલુસિનેશનલ સૌથી મોટો ખતરો છે. સૌથી વધુ ઉપયોગી બાબત તો એઆઇ ડેટા આપી શકે તેમ છે. એક્સેલ ટૂલ કે પ્રોમ્પ્ટ આપતાં તે શક્ય બને છે. કોમ્પ્લાયન્સમાં એક્યુરસી અને સ્પીડ વધી છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ માટે હવે એવા સોફ્ટવેર ઉપલબ્ધ બન્યાં છે જે નોટિસને ટ્રેક રીને પોર્ટલમાંથી જ ડેટા લઇ લે છે એટલું જ નહીં ડેટા પણ સોફ્ટવેર બનાવી દે છે. પણ ક્લાયન્ટ સર્વિસ કોમ્પ્લાયન્સ ઝડપી અને સારું થઇ રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, એઆઇ માનવી(સીએ)ને રિપ્લેસ કરી શકશે નહીં, કારણ કે એઆઇ દ્વારા પરિણામ મળ્યા બાદ પણ તે સાચું છે કે ખોટું તેની ખરાઇ તો કરવી જ પડે તેમ હોય છે. એઆઇ પરિણામ આપે છે પણ નિર્ણાયક(ફાઇનલ રિઝલ્ટ) પરિણામો નહીં. આ સમિટમાં ગુજરાત ભરના 51 શહેરોમાંથી 800સીએએ હાજરી આપી હતી.. આ ટોપિક્સ પર ચર્ચાઓ 1 ઇન્ટેલિજન્સ ડિસિઝન સિસ્ટમ્સ ફોર સ્ટ્રેટેજિક ફાઇનાન્સ મેનેજમેન્ટ 2 ઇન્ટેલિજન્ટ પ્રોફેશન- નેવિગેટિંગ ધ ફ્યુચર વીથ એઆઇ 3 એઆઇ હલુસિનેશન - વ્હાય એન્ડ હાઉ વિષય 4 સ્માર્ટ પ્રેક્ટિસ ઇન્ટિગ્રેટ એઆઇ સ્કીલ્સ એન્ડ કલાઉડ ઓટોમેશન 5 એઆઇ નેવિગેટિંગ એથિક્સ, બાયસ એન્ડ કોમ્પ્લાયન્સ ઇન ફાઇનાન્સિય પ્રેક્ટિસ. લાઇસન્સ્ડ વર્ઝન વાપરવાનો આગ્રહઆ કોન્ફરન્સમાં સીએને લાઇસન્સ્ડ વર્ઝન વાપરવાનો આગ્રહ કરાયો હતો. આઇસીએઆઇ વડોદરાના ચેરમેન સીએ ધ્રુવિક પરીખે જણાવ્યું કે, કોન્ફરન્સની સાથે એઆઇના ઉપયોગો વિશેની એક હેકાથોનની ગ્રાન્ડ ફિનાલે પણ યોજાઇ રહી છે. આગામી સમયમાં સીએ માટે એઆઇ અનિવાર્ય થવાનું છે. એઆઇના પ્રોમ્પ્ટ કેવી રીતે લખવું તેના વિશે પણ સેશન યોજાયું હતું. સીએ ઇન્ટર્નશિપ કરનારાઓની માંગ વધશેઅત્યારે પણ સીએ ઇન્ટર્નશિપ કરનારાઓની માગમાં વધારો થઇ રહ્યો છે. કારણ કે બિઝનેસ વધી રહ્યો છે, જેમાં સીએની માગ પણ વધી છે.. હવે હજી પણ સીએ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ વધારો થશે. સીએ માટે 3 દિવસનો સર્ટિફિકેટ કોર્સ 32 હજાર સીએએ કર્યો છે તેમ રિજ્યોનલ કાઉન્સિલ મેમ્બર સીએ રિકિન પટેલે જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 7:05 am

આર્ટ એક્ઝિબિશન:રંગીન દોરાઓના તાના-બાના વડે કાપડ પર પેન્ટિંગ્સને જીવંત કર્યાં

ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટસ ખાતે નસરિન મહંમદી સ્કોલરશિપ અંતર્ગત એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એક્ઝિબિશનમાં પેન્ટિંગ વિભાગના 75 જેટલા વિદ્યાર્થીઓના 500થી વધુ પેન્ટિંગ્સ ડિસ્પ્લેમાં મૂકાયા હતા. જેમાં રંગીન દોરાના તાના-બાના વડે કાપડ પર પેન્ટિંગ્સ અને હોસ્ટેલ જીવનને એક્રેલિક-ચારકોલથી જીવંત કર્યાં હતાં. આ વિશે પેન્ટિંગ વિભાગના આસિ. પ્રોફેસર અરવિંદ સુથારે જણાવ્યું હતું કે, ફાઇન આર્ટસ ફેકલ્ટીના પેન્ટિંગ વિભાગ દ્વારા આ દર વર્ષે સ્કોલરશિપ અંતર્ગત પ્રદર્શન યોજાય છે. જેમાં થર્ડ અને ફોર્થ યર તથા માસ્ટર્સના વિદ્યાર્થીઓ તેમના વર્ષ દરમિયાનના શ્રેષ્ઠ કામોની પ્રસ્તુતિ કરતાં હોય છે. જે માટે તેઓ એક વર્ષથી મહેનત કરતા હોય છે. આ એક્ઝિબિશન નિહાળવા માટે વડોદરાના અગ્રણી કલાકારો ઉપરાંત કલાપ્રેમીઓ હાજર રહ્યાં હતા. એક્ઝિબિશનમાં ચારકોલ, પેન્સિલ, ગ્રેફાઇટ, ઓઇલ ઓન કેન્વાસ, એક્રેલિક ઓન કેન્વાસ, વોટર કલર અને મિક્સ મિડિયાના પેન્ટિંગ્સ મૂકાયા હતા. આ સ્કોલરશિપ અંતર્ગત એવોર્ડ થર્ડ યરના સાંઇ સાત્વિકને, ફોર્થ યર બેચલરના પ્રતીક કુરકુટિયા અને માસ્ટર્સની વિદ્યાર્થિની નંદિની પટેલને એનાયત કરવામાં આવ્યાં હતા.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 7:03 am

ઇન્ડિગો ફ્લાઈટ્સની કટોકટીથી મુસાફરો અટવાયા, આજે પણ કેન્સલ થઈ શકે:ઇન્ડિગોએ માફી માગી, 15 ડિસે. સુધી મુસાફરોને હાલાકી ભોગવવી પડી શકે; અમદાવાદથી દિલ્હી વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડશે

પાઇલટ્સ અને ક્રૂ-મેમ્બર્સની અછતને કારણે દેશની સૌથી મોટી એરલાઇનની કટોકટીનો આજે ચોથો દિવસ છે, ત્યારે ગઈકાલે (5 ડિસેમ્બરે) ઇન્ડિગો એરલાઈન્સના CEO પીટર એલ્બર્સે સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી મુસાફરોની માફી માગતા જણાવ્યું હતું કે, 15 ડિસે. સુધીમાં જેનું બુકિંગ છે તેણે હાલાકી ભોગવવી પડી શકે છે. જોકે, ગઈકાલે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એરપોર્ટ પર 155 ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. ત્યારે આજે પણ ઇન્ડિગોની ફ્લાઈટ્સ કેન્સલ થઈ શકે છે. ઇન્ડિગો ચોર હૈ, ઇન્ડિગો મુર્દાબાદના નારા લાગ્યાઉલ્લેખનીય છે કે, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ એરપોર્ટ પરથી ફ્લાઈટ્ કેન્સલ થતાં પેસેન્જર્સમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને અફરાતફરી મચી ગઈ હતી. તો બીજી તરફ અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગો ચોર હૈ, ઇન્ડિગો મુર્દાબાદના નારા પણ લાગ્યા હતા. એક યુવતીએ જણાવ્યું હતું કે, ઇન્ડિગો ફ્લાઈટમાંથી 'કચરાની જેમ સામાન ફેંકે છે, અંદરની હાલત ખરાબ, વૃદ્ધોને વ્હીલચેર પણ મળતી નથી'. એર ઇન્ડિયાનાં ભાડાંમાં ચાર ગણો વધારો થયોતો બીજી તરફ ઇન્ડિગો ઇમર્જન્સીને કારણે કોઈએ હનિમૂનના પ્લાન પડતા મૂકવા પડ્યા હતા તો કોઈ વર-વધૂ પોતાના જ લગ્નના રિસેપ્શનમાં પહોંચી શક્યાં નહોતા. એક તરફ ઈન્ડિગોની ફ્લાઈટ્સ ધડાધડ રદ થઈ રહી હતી, તેવામાં એર ઇન્ડિયાનાં ભાડાંમાં ચાર ગણો વધારો થયો હતો. આ દરમિયાન મુસાફરોની ટિકિટ કેન્સલની સાથે ઇન્ડિગો એરલાઈન્સે બીજી એક મોટી ભૂલ કરી હતી. જેમાં 4 ડિસેમ્બરની ફ્લાઈટના જેટલા પણ પેસેન્જર હતા તે બધાના લગેજ 5 ડિસેમ્બરે પણ પરત આપવામાં આવ્યા નહોતા. પેસેન્જરનો સામાન પણ પરત કરવામાં આવ્યો નહીં4 ડિસેમ્બરના જેટલા પેસેન્જર છે તેમની ફ્લાઈટ ટેક-ઓફ થઈ ગઈ હતી, પરંતુ તેમનો સામાન અમદાવાદ એરપોર્ટ પર જ હતો. 5 ડિસેમ્બરના પેસેન્જરનો સામાન પણ પરત કરવામાં આવ્યો નહોતો. એક મુસાફરે એવું પણ જણાવ્યું હતું કે, 5 ડિસેમ્બરના પેસેન્જરનો સામાન 4 ડિસેમ્બરની જે ફ્લાઈટ ગોવા ગઈ હતી એમાં જતો રહ્યો હોય એવું લાગી રહ્યું છે. લગેજને લઈને પણ મુસાફરો હોબાળો મચાવ્યો હતો. ફ્લાઈટ કેન્સલ થતાં અમદાવાદથી દિલ્હી વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડશે પશ્ચિમ રેલવે દ્વારા હવે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદથી દિલ્હી વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. સાબરમતીથી દિલ્હી સુધી આ ટ્રેન દોડાવવામાં આવશે. ટ્રેન નં. 09497/09498: સાબરમતીથી દિલ્હી જંક્શન, સુપરફાસ્ટ સ્પેશિયલ (4 ટ્રિપ્સ) રસ્તામાં આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, મારવાડ જંકશન, અજમેર, જયપુર, અલવર, રેવાડી, ગુડગાંવ અને દિલ્હી કેન્ટ ખાતે રોકાશે. ટ્રેનમાં એસી 3-ટાયર કોચ હશે. આ ટ્રેન કુલ 925 કિમીનું અંતર કાપે છે, જેમાં મુસાફરીનો સમય આશરે 4:20 કલાક (સાબરમતી-દિલ્હી) અને 3:20 કલાક (દિલ્હી-સાબરમતી)નો છે. ટ્રેન નંબર 09497 માટે બુકિંગ 6 ડિસેમ્બર 2025થી બધા PRS કાઉન્ટરો અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. દેશભરની 37 ટ્રેનોમાં 116 વધારાના કોચ લગાવાયાભારતીય રેલવેએ દેશભરમાં 37 ટ્રેનોમાં વધારાના કોચ દોડાવવાનો નિર્ણય કર્યો છે. ભારતીય રેલવે દ્વારા મુસાફરોની યાત્રાને સરળ બનાવવા માટે 37 ટ્રેનોમાં 116 વધારાના કોચ તૈનાત કરવામાં આવ્યા છે. જે દેશભરમાં 114થી વધુ ટ્રિપ્સનું સંચાલન કરે છે. ઈન્ડિગોની ફ્લાઇટ રદ થયા પછી મુસાફરોની માગમાં વધારો થવા વચ્ચે આ પગલું લેવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 7:00 am

રવિ સોમવારે થશે હેરતઅંગેજ હવાઇ કરતબો:એરોબેટિક શો કરતી દુનિયાની એકમાત્ર ટીમના હેલિકોપ્ટરો સ્વદેશી

ભારતીય વાયુસેનાની હેલિકોપ્ટર ટીમ સારંગ દ્વારા આગામી 7મી ડિસેમ્બર, રવિવાર અને સોમવારે બે દિવસ અંકલેશ્વર એરસ્ટ્રીપ ખાતે હેલિકોપ્ટરથી એરોબેટિક શો યોજાશે. આ ટીમના ટીમ લીડર, સિનિયર ટેક્નિકલ એન્જિનિયર અને કમેન્ટેટરની ટીમ વડોદરાના દરજીપુરા એરફોર્સ સ્ટેશન આવી હતી. તેમણે સારંગ ટીમ વિશે કેટલીક રસપ્રદ વાત કરી હતી. આ ટીમ અંકલેશ્વરમાં 20થી 22 મિનિટમાં ડાયમંડ, વાઇન ગ્લાસ, ઇન્ડિયા સહિતના વિવિધ ફોર્મેશન રજૂ કરશે. દરજીપુરા એરફોર્સ સ્ટેશન ખાતે આ સારંગ ટીમના ટીમ લીડર અભિજિત કુમારે જણાવ્યું હતું કે, સારંગ ટીમ દુનિયાની એક માત્ર ટીમ જે હેલિકોપ્ટરથી હેરતઅંગેજ પ્રદર્શનની પ્રસ્તુતિ કરે છે. યુવાઓ સંરક્ષણ-વાયુસેનામાં જોડાય તે હેતુથી આ પ્રસ્તુતિ કરવામાં આવે છે. આ ફોર્મેશનમાં એક ફોર્મેશન એવું છે કે જેમાં 150 કિમીની ઝડપે આવતાં હેલિકોપ્ટર્સ એકબીજાની સાવ નજીકથી પસાર થતાં હોય છે. અમારી ટીમ શ્રીલંકા, રશિયા, સિંગાપોર, મોરેશિયસ, જર્મની અને ચિલિમાં પણ ડિસપ્લે કરી ચૂકી છે. આ પ્રસંગે તેમની સાથે સિનિયર ટેક્નિકલ એન્જિનિયર પ્રિયાંશુ મુખરજી અને ડિસ્પ્લે ટીમ કમેન્ટ્રી માટે એર સ્ક્વોન્ડ્રન પલ્લવી સાંગવાન પણ જોડાયા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ દિલધડક હેલિકોપ્ટર નિદર્શનમાં સંપૂર્ણ સ્વદેશી હિન્દુસ્તાન એરોનોટિક્સ દ્વારા નિર્મિત ધ્રુવ હેલિકોપ્ટર્સનો ઉપયોગ થાય છે.ટીમ સાંરગ અગાઉ પણ ગુજરાતના ભુજ અને જામનગર સહિતના શહેરોમાં આ એરોબેટિક શો કરી ચૂકી છે તેમ ટીમના સભ્યોએ જણાવ્યું હતું. આ ટીમમાં જોડાવા માટે આકરી કસોટી હોય છેસાંરગ ટીમના ટીમ લીડર અભિજિત કુમારે કહ્યું કે, ટીમ સારંગમાં જોડાવા માટે આકરી કસોટીમાંથી ઉમેદવારોએ પસાર થવાનું હોય છે. કારણ કે આ એક જોખમભર્યું ઉડ્ડયન છે. અમે વોલેન્ટિયર્સ જોડાય તેવું ઇચ્છીએ છીએ. ઉમેદવારમાં ટીમવર્ક અને પ્રોફેશનાલિઝમ તથા તેનો એટિટ્યુડ કેવો છે. તેની ચકાસણી થાય છે. અમે આ ડિસ્પ્લે પહેલા તેની 3 દિવસથી પ્રેક્ટિસ કરી રહ્યાં છીએ. કરતબના નિદર્શન અગાઉ મન ખૂબ જ શાંત રાખવું પડે છે અને ટીમના સભ્યોએ એક બીજા પર અને હેલિકોપ્ટરો પર સંપૂર્ણ ભરોસો રાખવો પડે છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 6:59 am

જીવલેણ અકસ્માત સર્જાયો:સોમા તળાવ ચોકડી પાસે રિક્ષામાં ગાય ભટકાઈ, ચાલક ઇજાગ્રસ્ત,ગાયનું મોત

સોમા તળાવ પાસે રિક્ષા ચાલકની આડે ગાય આવી જતા રિક્ષા ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જોકે આ ઘટનામાં ગાયનું ઘટના સ્થળે મોત થયું હતું. રિક્ષા ચાલક ઈજાગ્રસ્ત થતાં નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. શહેરમાં છેલ્લા 6 મહિનામાં 5 થી વધારે એવી ઘટનાઓ બની ચૂકી છે. જેમાં ગાય વાહન ચાલકને આડે આવતા વાહન ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોય. ગત મહિને ગાય આડે આવતા એક યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જોકે શુક્રવારે સવારે વિપરીત ઘટના બની હતી. સચિન કહાર નામનો રિક્ષા ચાલક પેસેન્જર લઈને કપૂરાઈ ચોકડીથી સોમા તળાવ કાન્હા હાઈટ્સ વાળા રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે અચાનક તેની રિક્ષાને આડે ડિવાઈડર કૂદીને ગાય આવી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે સચિનને ઈજા પહોંચી હતી. જોકે ઘટનામાં ગાયનું ઘટના સ્થળે જ મોત થઈ ચૂક્યું હતું. અકસ્માતને પગલે આસપાસના રહીશો અને સ્થાનિકો દોડી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે,પાલિકાનો ઢોર પાર્ટી વિભાગ અવાર-નવાર દાવા કરતું આવ્યું છે કે, તેઓ શહેરમાં કામગીરી કરે છે.જોકે રાત્રી અને વહેલી સવારે શહેરના જાહેર માર્ગો પર રખડતી ગાયો જોવા મળે જ છે. ભાસ્કર ફર્સ્ટ પર્સનઅચાનક ડિવાઈડર કૂદીને ગાય રોડ પર આવી ગઈસવારે હું કપુરાઈ ચોકડીથી સોમા તળાવ તરફ જઈ રહ્યો હતો ત્યારે મારી રીક્ષામાં 2 પેસેન્જ પણ હતા. ત્યારે અચાનક ડિવાઈડર કૂદીને ગાય મારી રીક્ષાની આડે આવી જતા મે એકાએક બ્રેક લગાવી દીધી હતી. ઘટનાને કારણે હાથ-પગમાં વાગ્યું છે. ઘણા સમયથી જોઈએ છે કે ગાયના કારણે અકસ્માત થાય છે અને તેના લીધે જીવ જાય છે. હમણા મને કંઈ થયું હોત તો જવાબદારી કોની? (રિક્ષા ચાલક સચિન કહાર સાથે વાતચીત અનુસાર)

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 6:52 am

ધમકી આપી:ગાંજો અહીંયાં જ વેચીશ, પોલીસને ભરણ આપું છું,કહી મહિલાની ધમકી

કારેલીબાગ ઈન્દિરાનગર બ્રિજ પાસે મહિલાએ મહોલ્લાની યુવતીને ધમકી આપી હતી કે, ગાંજો તો અહીં જ વેચીશ, પોલીસને ભરણ આપું છું. તારાથી થાય તે કરી લે. કારેલીબાગ ઈન્દિરાનગર બ્રિજ પાસે રહેતી સામ્યા મોહંમદસોયેબ શેખ ગુરુવારે સવારે 11 વાગે બહેન સાથે ઘરે બેઠી હતી. આ વખતે તેમના મહોલ્લામાં રહેતી ઝરીના ઉસ્માન ધોબી ત્યાં આવીને ખોટા આક્ષેપ કરવા લાગી હતી કે, મારી તથા મારા ભાઈ વિરુદ્ધમાં કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં અરજીઓ કરી છે. જોર-જોરથી અપશબ્દો બોલવા લાગી હતી અને તે જાનથી મારી નાખવાની ધમકી આપતી હતી. કુંભારવાડા પોલીસે ગુનો ઝરીના સામે ગુનો નોંધીને કુંભારવાડા પાલીસે કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસે દસ દિવસ પહેલાં જ રેડ કરી હતી, ઝરીનાના ભાઈ ફતેહ મોહમંદ શેખ, બહેન શેરબાનુને ગાંજા સાથે પકડી પાડ્યા હતા. અડધી રાત્રે લોકો અમારા ઘરે આવી ગાંજો માગે છેઝરીના મારી પુત્રીને ધમકી આપતી હતી કે, ગાંજો તો અહીં જ વેચીશ, તારાથી જે થાય તે કરી લે. પોલીસને ભરણ આપું છું, કોઈ કશું કરી શકશે નહીં. અમારી સુરક્ષાના પ્રશ્નો છે. અમે આ બધાથી ત્રાસી ગયા છે.(મોહંમદ સોયેબ શેખ સાથે થયેલી વાતચીત મુજબ)

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 6:50 am

ગેંગરેપ કેસનો આરોપી પોલીસના સકંજામાં:વડોદરાના નવલખી ગેંગરેપ કેસનો આરોપી કિશન આણંદમાંથી પકડાયો

વડોદરાના નવલખી મેદાનમાં 2019માં થયેલા ગેંગરેપ કેસમાં સંડોવાયેલા અને આજીવન જેલની સજા ભોગવતો આરોપી બે વર્ષ પહેલાં પેરોલ પર છૂટ્યા બાદ આજદિન સુધી હાજર થયો નહોતો. જેને આણંદ પેરોલ ફર્લો સ્કવોડની ટીમે શુક્રવારે આણંદમાંથી ઝડપી પાડ્યો હતો. આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, તારાપુરના ઈસરવાડા ગામ સ્થિત દશામા મંદિર પાસે કિશન કાળુ માથાસુરીયા વિરુદ્ધ વર્ષ 2019માં સામૂહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. તેણે તેના મિત્રો સાથે મળીને વડોદરાના નવલખી મેદાનમાં સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું. આ બનાવ અંગે રાવપુરા પોલીસે ગુનો નોંધી તમામની ધરપકડ કરી હતી. દરમિયાન, આ કેસમાં કોર્ટે આજીવન જેલની સજા ફટકારી હતી. શખસ સુરતમાં આવેલી લાજપોર જેલમાં હતો. જ્યાંથી ગત 16મી મે, 2023ના રોજ પેરોલ પર છૂટ્યો હતો. પેરોલ પર છૂટીને આજદિન સુધી તે જેલમાં હાજર થયો નહોતો. કોર્ટ દ્વારા વોરંટ જારી કરાયું હતું પરંતુ તે હાજર રહેતો નહોતો. બીજી તરફ સ્થાનિક પોલીસ દ્વારા પણ તેની તપાસ કરાઈ હતી. પરંતુ તે તેના આણંદના તારાપુર સ્થિત ઘરે મળતો નહોતો. આ દરમિયાન આણંદ ખાતેના અમીન ઓટો સ્થિત ત્રણ રસ્તા પર તે હોવાની બાતમી આણંદ પેરોલ ફર્લો સ્કવોડની ટીમને મળતાં જ પોલીસે તેને દબોચી લીધો હતો. આટલા સમય દરમિયાન, શખસ રાજકોટ, પોરબંદર ખાતે ફૂટપાથ પર રહીને મજૂરી કામ કરતો હોવાનું જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 6:48 am

ભાસ્કર એક્સક્લુસિવ:આર્ટ્સમાંથી નોટિસ બોર્ડ હટ્યાં, પરીક્ષા બેઠક જોવા વિદ્યાર્થીઓના વર્ગે વર્ગે આંટા

એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં છેલ્લા 5 વર્ષથી નોટીસ બોર્ડ હટાવી દેવાતા વિદ્યાર્થીઓ પરેશાન થઇ ગયા છે. નોટીસ બોર્ડ ના હોવાથી પરીક્ષાના રોલ નંબરનું લીસ્ટ જ્યાં જગ્યા હોય ત્યાં લગાવી દેવાય છે. પરીક્ષામાં કયા કલાસમાં વિદ્યાર્થીનો નંબર છે તે શોધવામાં મુશ્કેલી પડી રહી છે. આર્ટ્સ ફેકલ્ટીમાં અત્યારે પરીક્ષાઓ ચાલી રહી છે. ત્યારે વિદ્યાર્થીઓને રોલ નંબર શોધવા માટે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. આર્ટ્સ ફેકલ્ટીમાં ગુંબજના રીનોવેશનની કામગીરી ચાલી રહી છે. ત્યારે છેલ્લા 5 વર્ષથી આર્ટસનું નોટીસ બોર્ડ હટાવી દેવામાં આવ્યું હોવાથી દરેક પરીક્ષામાં વિદ્યાર્થીઓને કયા કલાસમાં તેમના નંબર આવ્યા છે તે શોધવા માટે દોડાદોડ કરવાનો વારો આવે છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે ઘણી વાર આ બેઠક વ્યવસ્થા માટેનું બોર્ડ ગમે તે જગ્યા પર લગાડી દેવાય છે, જેને કારણે તે શોધવા સહિત કલાસરૂમમાં પહોંચવા સુધી ઘણો સમય બગડે છે. ફેકલ્ટીમાં પહેલા એક સેન્ટ્રલ નોટીસ બોર્ડ હતું તેમાં નોટીસ અને બેઠક વ્યવસ્થા લગાડાતી હતી. પરીક્ષા સમયે જયાં જગ્યા મળે ત્યાં બોર્ડ લગાવી દેવામાં આવે છેપરીક્ષા સમયે જગ્યા મળે ત્યાં બોર્ડ લગાવી દેવાય છે. આર્ટ્સના ગુંબજમાં પરીક્ષા હોય છતાં સોશિયોલોજી વિભાગ પાસે ઘણી વાર બોર્ડ લગાડાય છે. ઘણી વાર પ્રેમાનંદ હોલ પાસેથી પ્રવેશવાના ગેટ પર બોર્ડ લગાડાય છે. આર્ટસ ફેકલ્ટીના અંદરના ભાગેથી પ્રવેશવાના રસ્તા પર લગાડવામાં આવે છે. નવા નોટિસ બોર્ડ માટે ઓર્ડર આપી દેવામાં આવ્યો છેવિદ્યાર્થીઓને પરેશાની થઇ રહી હોવાની ફરીયાદ આવી છે. જેથી નવા નોટિસ બોર્ડ માટે ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. તમામ નોટીસ અને બેઠક વ્યવસ્થા નવા નોટીસ બોર્ડ પર એક જ જગ્યાએથી વિદ્યાર્થીઓને મળી રહેશે. > કલ્પના ગવલી, ડીન, આર્ટ્સ ફેકલ્ટી

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 6:47 am

મ.સ.યુનિ.માં સિક્યોરિટીની પોલમપોલ:આર્ટ્સ ફેકલ્ટીની કેન્ટીન નજીક અસામાજિક તત્ત્વોનો અડ્ડો, આઈકાર્ડ પણ ચેક નથી થતાં,વિદ્યાર્થીઓમાં ભય

એમ.એસ.યુનિવર્સિટીમાં સીકયોરીટી સંદતર નિષ્ફળ ગઇ છે. આર્ટસ ફેકલ્ટીની કેન્ટીન નજીક અસમાજીક તત્વોનો જમાવડો થતી હોવાની ફરીયાદ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી છે. આર્ટસ ફેકલ્ટીની કેન્ટીનની બહાર અસમાજીક તત્વો પ્રવેશને બેસી રહેતા હોવાનું બહાર આવ્યું છે. યુનિવર્સિટીના વિદ્યાર્થી નેતા નિખિલ સોલંકી અને આર્ટસ ફેકલ્ટી વિદ્યાર્થી આગેવાન હર્ષ કહાર તથા યસ ગ્રુપ દ્વારા ડીનને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. આર્ટસ ફેકલ્ટીની અંદર બહારના અસામાજિક તત્વો આવીને દૂષણ ફેલાવી રહ્યા છે. જેના કારણે વિદ્યાર્થીઓને ખૂબ મુશ્કેલી ઉભી થઇ રહી છે. વિદ્યાર્થીઓમાં ભયનો મોહાલ છે. જેથી તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે અને આઈ-ડી કાર્ડનું ચેકિંગ કરવામાં આવે તેવી માંગણી વિદ્યાર્થીએ કરી હતી. આર્ટસ ફેકલ્ટીના સત્તાધીશોએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટી સત્તાધીશો પાસે ફેકલ્ટીમાં સીકયોરીટી વ્યવસ્થા વધારવામાં આવે તે માટેની માંગણી કરાઈ છે. સિક્યોરિટી નહિ મળે તો પોલીસની મદદ લેવાશે, પત્ર લખી માગ કરાશેયુનિ. દ્વારા આર્ટસ ફેકલ્ટીમાં સીકયોરીટી મૂકવામાં નહિ આવે તો તેવા કિસ્સામાં પોલીસની મદદ લેવામાં આવશે. સીકયોરીટી જવાનો મૂકવામાં આવતા નથી. ત્યારે આર્ટસ ફેકલ્ટીના સત્તાધીશો દ્વારા સયાજીગંજ પોલીસની મદદ લઇને પોલીસના જવાનો કેન્ટીન સહિતની જગ્યાએ પેટ્રોલિંગ કરે તે માટે પત્ર લખશે. જેનાથી યુનિવર્સિટી બહારથી આવતા અસમાજીક તત્વો પ્રવેશતા અટકાવી શકાય.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 6:45 am

સન્માન કરાયું:એસએસજીમાં નિઃસહાય દર્દીઓને કરુણા વોર્ડમાં ભોજન સહિતની સહાય આપતી સંસ્થાનું સન્માન

શહેરના સયાજી હોસ્પિટલ ખાતે કરુણા વોર્ડ સાથે જોડાયેલ વિવિધ સામાજિક સંસ્થાઓના સન્માન માટે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. કરુણા વોર્ડ દ્વારા નિ:સહાય, અજ્ઞાત અને એકલાં દર્દીઓની સતત સેવા અને સંભાળના કાર્યોમાં સહયોગી બની રહેલી આ સંસ્થાઓને હોસ્પિટલ દ્વારા સન્માન કાર્યક્રમ યોજાયો હતો. હોસ્પિટલની ટીમે વોર્ડ સાથે સંકળાયેલી લગભગ સાત જેટલી સંસ્થાઓનો સંપર્ક કરી તેમને ગુલદસ્તો, શાલ અને ધાર્મિક પુસ્તકો આપી સન્માનિત કર્યા હતા આ સંસ્થાઓ દ્વારા આવા દર્દીઓ માટે ખોરાક, કાઉન્સેલિંગ, પુનર્વસન અને આવશ્યક જરુરી સેવાઓ પૂરું પાડવામાં આવી રહી છે. કરુણા વોર્ડના ઈન્ચાર્જ ડો. નિર્મલા શાંતિલાલ ગાલીયલે જણાવ્યું કે,કરુણા વોર્ડની શરૂઆત નિ:સહાય, અજ્ઞાત અને એકલાં દર્દીઓની સેવા માટે કરવામાં આવી છે. કરુણા વોર્ડ વડોદરાની સાયાજી હોસ્પિટલમાં આવેલ એક વિશેષ યુનિટ છે, જ્યાં નિ:સહાય અને અજ્ઞાત દર્દીઓ માટે તબીબી સારવાર, સુરક્ષા અને માનપૂર્વકનું વાતાવરણ સાથે વોર્ડમાં પથારી, તબીબી સ્ટાફ, નર્સિંગ સેવા અને કાઉન્સેલિંગ જેવી સુવિધાઓ રાખવામા આવેલી છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 6:44 am

ગુગલ, IBMની ઓફિસ, VIDEO:દુબઇ-સિંગાપુરને ઝાંખા પાડે એવી બિલ્ડિંગ્સ, ભવિષ્યમાં ક્યાંય ખાડો ખોદવો નહીં પડે, AC મૂકવાની જરૂર નહીં, જુઓ ગિફ્ટ સિટીની અંદરની દુનિયા

દુબઇ-સિંગાપુરને ઝાંખા પાડે એવા આઇકોનિક ટાવર્સ. હાઇટેક રોડ નેટવર્ક અને વર્લ્ડક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આ છે દેશનું પહેલું ઓપરેશનલ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી. એક હજાર એકરમાં આકાર લઇ રહેલાં મોદીના આ ડ્રીમ પ્રોજેક્ટમાં 67 ટકા પ્રોજેક્ટ કોમર્શિયલ જ્યારે 6 હજાર રેસિડેન્સિયલ ફ્લેટ હશે. હાલ 500થી વધુ કંપની ઓપરેશનલ છે. જેમાં ગુગલ અને IBM જેવી ટેક, અને બેંક ઓફ અમેરિકા સહિત દેશ વિદેશની ટોપ બેંકિંગ, ફાઈનાન્સ એને ઇન્સ્યોરન્સ કંપનીઓ સામેલ છે. અત્યારે અહીં 10 હજાર પ્રોફેશનલ્સ કામ કરી રહ્યા છે. 2030 સુધીમાં આ આંકડો 80 હજાર સુધી પહોંચવાનો અંદાજ છે. ખાસ વિશેષતા એ કે, અહીં કોઈ બિલ્ડિંગમાં AC લગાવવાની જરૂર નથી. ડિસ્ટ્રિક્ટ કૂલિંગ સિસ્ટમથી આખા ગિફ્ટ સિટીમાં કૂલિંગ સપ્લાય થાય છે. આજે અહીં 30% એનર્જી સોલરથી જનરેટ થઈ રહી છે. ગિફ્ટ સિટીનું હૃદય અને મગજ આ 30% કમાન્ડ એન્ડ કન્ટ્રલો સેન્ટર છે. જેની અંદરની દુનિયા સાવ અલગ છે. અહીંનો નાઇટ વ્યૂ પણ રોમાંચક છે. હાલ અહીં રિવરફ્રન્ટનાં કામનો ધમધમાટ ચાલી રહ્યો છે. ભવિષ્યમાં રિવર ક્રુઝથી અમદાવાદ જવાય તેવી યોજના છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 6:43 am

SIRની કામગીરી:સયાજીગંજ-અકોટામાં નવા વિસ્તારો અને સ્થળાંતરથી 30 ટકા ફોર્મનું હજુ મેપિંગ નહીં

વડોદરાની 10 વિધાનસભામાં સયાજીગંજ અને અકોટામાં નવા બનેલા વિસ્તારો અને સ્થળાંતરથી 30 ટકા એટલે કે 1.79 લાખ જેટલાં ફોર્મ મેપિંગ વગર છે, જ્યારે 19 ટકા ફોર્મ અનકલેક્ટ છે. જેથી ચૂંટણી પંચ 7 ડિસેમ્બરે વિશેષ કેમ્પ યોજશે. ચૂંટણી પંચે ગણતરી ફોર્મ જમા કરાવવાની સમય મર્યાદામાં 11 ડિસેમ્બર સુધી વધારો કર્યો છે. જે અંતર્ગત ફોર્મ સબમિટ કરાવવા કે મેપિંગ કરવાનાં બાકી મતદારો માટે 7મીએ વડોદરાની તમામ 10 વિધાનસભામાં વિશેષ કેમ્પ યોજાશે. બીએલઓ સવારે 9 કલાકથી બપોરે 1 કલાક સુધી હાજર રહેશે. જેમાં મતદારોને 2002ની યાદીમાં નામ શોધવા, ફોર્મ ભરાવવા, ભરેલાં ફોર્મ સ્વીકારવા તેમજ મેપિંગ વગરના મતદારો દ્વારા સ્વેચ્છાએ જરૂરી દસ્તાવેજો સ્વીકારવા સંબંધિત કામગીરી કરાશે. ચૂંટણી પંચ દ્વારા 7 ડિસેમ્બરે દરેક 10 વિધાનસભામાં વિશેષ કેમ્પનું આયોજન કરાશે ડો.અનિલ ધામેલિયા (કલેક્ટર) સાથે સીધીવાતસયાજીગંજ અને અકોટા વિધાનસભા વિસ્તારમાં ફોર્મનું મેપિંગ કેમ ઓછું થઈ રહ્યું છે?જવાબ : મેપિંગ ઓછું થવાનું મુખ્ય કારણ માઈગ્રેશન અને નવા બનેલા વિસ્તારો છે. લોકો એક સ્થળ છોડી બીજે જતા રહ્યા હોવાના કિસ્સામાં મેપિંગ નથી થઈ રહ્યું. દરેક ફોર્મનું મેપિંગ થાય તેના માટે શું પ્રયાસો થઈ રહ્યા છે?બીએલઓ દ્વારા જે જે સોસાયટીઓમાં ફોર્મ વિતરણ કર્યાં હતાં ત્યાં પાછાં મોકલીને લોકોએ ફોર્મ ભર્યાં હોય તો તેનું મેપિંગ કરાવવા તેમજ ફોર્મ ન લીધાં હોય તો ફરીથી ફોર્મ આપી તેનું મેપિંગ કરાવી રહ્યાં છીએ. હજુ પણ 4 લાખ ફોર્મ પરત નથી આવ્યાં તે અંગે શું કહેશો?જે ફોર્મ અનકલેક્ટેબલ છે તે માટે અમે સ્થાનિક રાજકીય પક્ષની પણ મદદ લઈ રહ્યા છીએ. આ ઉપરાંત બીએલઓ દ્વારા પણ સોસાયટીઓમાં જઈને ફોર્મ કેમ પરત નથી આવી રહ્યાં તે તપાસી રહ્યાં છીએ.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 6:40 am

આપદા યથાવત:બાપોદ ટાંકીનું 6500 બિલ ન ભરાતાં વીજ કંપનીએ જોડાણ કાપ્યું, 20 હજાર લોકો પાણી વિના ટળવળ્યા

નિમેટાથી આજવા સુધી નાખેલી પાણીની લાઈનનું જોડાણ કરતી વેળાએ પાલિકાએ લીધેલા શટ ડાઉનની અસર માંડ થાળે પડી છે તેવામાં બાપોદ ટાંકીથી સવારે લોકોને પાણી ન મળતાં હોબાળો થયો હતો. જેમાં સ્કાડા સિસ્ટમનું રૂા.6500 વીજ બિલ બાકી રહેતાં જોડાણ કાપી નખાયું હતું, જેથી આ સ્થિતિ સર્જાઈ હોવાનું ખૂલ્યું હતું. બાપોદ ટાંકીથી પાણી મેળવતા વોર્ડ 15 અને વોર્ડ 5ના 20 હજારથી વધુ લોકોને શુક્રવારે સવારે પાણી ન મળતાં હોબાળો થયો હતો. કાઉન્સિલર આશિષ જોષીના જણાવ્યા મુજબ સવારે 8 વાગે ધરતી ટેનામેન્ટ, વૈકુંઠ-1, મનોરથ ટેનામેન્ટ, પુષ્ટિ દ્વાર, પુષ્ટિ પ્રભા સહિતની સોસાયટીમાં પાણી ન મળ્યું હોવાની ફરિયાદ મળી હતી. જેથી ટાંકી પર જોતાં સ્કાડા સિસ્ટમનું 6500 બિલ બાકી હોવાથી વીજ કંપનીએ જોડાણ કાપ્યું હતું. જેથી વોર્ડ 15 અને 5ના સવારના ઝોનમાં લોકોને પાણી ન મળતાં પરેશાની થઈ હતી. જોડાણ કાપનાર વીજ કંપનીને એટલી ખબર નહીં હોય કે ટાંકીનું જોડાણ કાપવાથી લોકોને પાણી નહીં મળે.જ્યારે વીજ અધિકારીના જણાવ્યા મુજબ ભૂલથી ટાંકીનું જોડાણ કપાયું છે, પછી જાણ થતાં પુરવઠો શરૂ કરાયો હતો. ભાસ્કર ઇનસાઇડવીજ પુરવઠો કપાતાં મેન્યુઅલી વાલ્વ ખોલી પાણી આપવું પડ્યુંપાલિકાની દરેક ટાંકીમાં કરોડો રૂપિયાના ખર્ચે સિસ્ટમ મૂકવામાં આવી છે. આ સિસ્ટમમાં પાણીના વાલ્વ કેટલા વાગે શરૂ થશે અને કેટલા વાગે બંધ થશે તેવું પ્રોગ્રામિંગ કરેલું છે. બાપોદ ટાંકીમાં સવારના 6 વાગ્યાના સમય અલગ વિસ્તારમાં પાણીનું વિતરણ કરાયું હતું. ત્યારબાદ 8 વાગે વીજ પુરવઠો કપાતાં વાલ્વ ખૂલ્યા ન હતા. શરૂઆતમાં પાણી વિતરણ કેમ નથી થયું તે અંગે કર્મચારીઓ અજાણ રહ્યા હતા. ત્યારબાદ વીજ પુરવઠો બંધ થવાને કારણે પાણીનું વિતરણ નથી થયું તેમ જાણવા મળતાં કર્મચારીઓએ 11 વાગે મેન્યુઅલી વાલ્વના આંટા ખોલ્યા હતા અને પાણી વિતરણ કર્યું હતું. જેથી લોકોને 3થી 4 કલાક મોડું પાણી મળ્યું હતું.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 6:39 am

વેધર રિપોર્ટ:વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ-રાજસ્થાનના કોલ્ડવેવથી પારો 14 ડિગ્રી થયો

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી શુક્રવારે ઠંડા પવનો ફૂંકાયા હતા, જેને પગલે શહેરમાં ડિસેમ્બરનું સૌથી ઓછું 14.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે શનિ-રવિવારે પણ ઠંડીની તીવ્રતા જોવા મળશે. 15 દિવસમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વારંવાર આવવાથી શહેરમાં ઠંડીનો પારો 12 ડિગ્રી સુધી પહોંચી શકે છે. શહેરમાં શુક્રવારે મહત્તમ પારો 29.6 ડિગ્રી અને લઘુતમ પારો 14.4 ડિગ્રી નોંધાયો હતો. ભેજનું પ્રમાણ સવારે 82 ટકા અને સાંજે 48 ટકા નોંધાયું હતું. નોર્થ અને નોર્થ-ઈસ્ટની દિશાથી 7 કિમીની ઝડપે પવનો ફૂંકાયા હતા. પહાડી વિસ્તારમાં હિમવર્ષા થતાં ઠંડીનું પ્રમાણ વધ્યું પહાડી વિસ્તારોમાં હિમવર્ષાથી ઠંડા પવનોએ ઠંડી વધારી છે. સાથે રાજસ્થાનમાં કોલ્ડવેવ છે, જેથી રાજસ્થાનથી આવતા પવનોએ પણ પારો ઘટાડ્યો છે. > મુકેશ પાઠક, હવામાન શાસ્ત્રી

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 6:36 am

સિટી એન્કર:ગોરવાની પરિણીતાનો ઉપવાસ હોવા છતાં સાસરિયાં નોનવેજ ખાવા દબાણ કરતાં,નવું મકાન લેવા 5 લાખ માગી મ્હેણાં માર્યાં

ગોરવામાં પરિણીતાને તેના સાસરિયા લગ્ન બાદથી મ્હેણાં મારીને ત્રાસ આપતાં હતાં. તેઓ ઉપવાસ હોવા છતાં પરિણીતાને નોનવેજ ખાવા દબાણ કરતાં હતાં અને મકાન લેવા 5 લાખ લાવવા જણાવતાં હતાં. આ મામલે ગોરવા પોલીસે ગુનો નોંધ્યો હતો. ગોરવામાં રહેતી 27 વર્ષીય પરિણીતાએ પોલીસ ફરિયાદ કરી હતી. જેમાં જણાવ્યું કે, એપ્રિલ-2024માં મારા લગ્ન અમદાવાદના નીતિન સાથે થયા હતા. પતિને નવું મકાન ખરીદવું હતું, જેથી મારા પિતા પાસે 5 લાખ માગ્યા હતા. જોકે પિતા રૂપિયા આપી શક્યા નહોતા. જેથી સાસુ તારા પિતાએ રૂપિયા આપ્યા નહીં, તેવાં મ્હેણાં મારતાં હતાં. સાસુ અવાર-નવાર તારી માતાએ કોઈ કામ શીખવાડ્યું નથી અને માકલી દીધી છે, કહીને ઝઘડો કરતાં હતાં. પતિ પણ માર મારી કહેતા કે, તારા કરતાં તો નોકરી કરતી છોકરી સાથે લગ્ન કરવાના હતા. તહેવારમાં સાસરિયાં જમવાનું લાવે ત્યારે મને જમવા દેતા નહોતાં. જ્યારે મારો ઉપવાસ હોવા છતાં નોનવેજ ખાવા દબાણ કરતા હતા અને ખવડાવતા પણ હતા. તે તહેવારમાં પણ કોઈ રૂપિયા આપતા નહોતા અને કહેતા હતા કે, તારા પિતાને કહે કે રૂપિયા આપે સાથે જ તે ઝઘડો કરતા હતા. ત્યારબાદ હું મારા પિયરમાં લગ્ન પ્રસંગમાં ગઈ હતી. જોકે મને સાસરીમાં પરત લઈ જવા પતિ આવ્યા નહોતા. હું જાતે ગઈ હતી ત્યારે સાસરિયાએ કેમ આવી, કહી ઝઘડો કર્યો અને મને માર માર્યો હતો. જેમાં મને ઈજા થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. આ મામલે ગોરવા પોલીસે અમદાવાદમાં રહેતાં 5 સાસરિયાં સામે ગુનો નોંધ્યો હતો. મારા કામની વાત ‘આ બટકીનું શું કામ છે’ કહી સાસરિયાં મ્હેણાં મારતાં હતાંપરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મામી સાસુ પતિને ચઢામણી કરતાં હતાં કે, આ કેવી વહુ લાવ્યો છે. આના કરતાં નોકરી કરતી છોકરી લવાય, આ બટકીનું શું કામ છે. તેના પિતાના ઘરે મૂકી આવ.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 6:35 am

હવાઈ આપદા:ઇન્ડિગોની મુંબઈ-દિલ્હી સહિતની તમામ ફ્લાઇટ રદ 2700 મુસાફરો અટવાયા,રિફંડ લેવા એરપોર્ટ પર ભીડ

ઇન્ડિગો એર લાઇન્સ દ્વારા તમામ ફ્લાઇટ રદ કરાતાં વડોદરા એરપોર્ટ પર આવતી 9 ફ્લાઈટ પણ રદ થઈ હતી. મુંબઈ, દિલ્હી, પૂના, ગોવા, હૈદરાબાદ, બેંગલોરની ફ્લાઇટ રદ થતાં વડોદરા આવનારા અને વડોદરાથી જનારા 2700 મુસાફરો અટવાયા હતા. એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યા મુજબ એર ઇન્ડિયાએ દિલ્હી માટે શુક્ર અને શનિવારે વધુ એક ફ્લાઇટ મૂકી છે. બીજી તરફ 7મી તારીખ સુધી ઇન્ડિગો એર લાઇન્સે વડોદરાની તમામ ફ્લાઈટ રદ કરવાની જાહેરાત કરી હતી. જોકે તે પછી શનિવારથી રાબેતા મુજબ ફ્લાઇટ ઓપરેટ કરવાની જાહેરાત કરી હતી. ઇન્ડિગો ક્રાઈસીસને પગલે શનિવારનું એર ઇન્ડિયાનું વડોદરાથી દિલ્હીનું ભાડું 33 હજાર અને મુંબઈનું ભાડું 27 હજાર સુધી પહોંચ્યું છે. સાથે ટિકિટ બુકિંગ કરનારા એજન્ટોને અન્ય વિકલ્પ માટે સતત ફોનથી ઇન્કવાયરી આવતાં તેઓ કંટાળ્યા હતા. પાર્થ ટ્રાવેલ્સના સંચાલક દ્વારા જણાવ્યા મુજબ 300થી વધુ ફોન એક દિવસમાં આવ્યા હશે. ટ્રેન બુકિંગ પણ ફુલ હોવાથી મુસાફરોને વધુ મુશ્કેલી થઈ રહી છે. ખાસ કરીને દિલ્હીથી આવવામાં સમસ્યા સર્જાઇ રહી છે. એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યા મુજબ અનેક લોકોની વડોદરા એરપોર્ટ ખાતે ટિકિટ બારી પાસે ચકમક ઝરી હતી. વિદેશ જવાનું હોવાથી ટ્રેનની ટિકિટ કરાવી6 તારીખે મુંબઈથી યુએસની ફ્લાઈટ છે. ફ્લાઈટ રદ થતાં ટ્રેનની ટિકિટ બુક કરાવી છે. જોકે સામાન લઈ જવામાં મુશ્કેલી સર્જાશે. વિદેશ જવું અગત્યનું હોવાથી રદ થઈ શકે તેમ નથી, નહીં તો મોટું નુકસાન વેઠવું પડે. > કે.કે. હરિયાણી, મુસાફર ઉત્તર ભારત તરફની ઇન્ડિગોની સીધી કનેક્ટિવિટી વડોદરાના ટુરિઝમને રૂા.5 કરોડથી વધુનું નુકસાનવડોદરાથી હિમાચલ, શિમલા, કાશ્મીર જેવાં ડેસ્ટિનેશન માટે સૌથી વધુ ટુર અને ગ્રૂપ પેકેજ મૂકાઈ રહ્યાં છે. 70% લોકો ઇન્ડિગો દ્વારા મુસાફરી કરે છે. હોટલ બુકિંગનું 100% પેમેન્ટ કર્યું હોય ત્યારે હાલ રિફંડ કે તારીખ બદલવાની મોટી સમસ્યા છે. અંદાજે 5 કરોડના નુકસાનનો અંદાજ છે. નોર્થમાં એક માત્ર ડાયરેક્ટ ઇન્ડિગો ફ્લાઇટ હોય છે, > ભૂમિકા પટેલ, પર્પલ વિંગ ટ્રાવેલ્સ એરપોર્ટ પર કેન્સલેશન અને રિફંડ માટે રાત્રે લોકો ઊમટ્યાએરપોર્ટ પર ઈન્ડિગો એર લાઇન્સની બુકિંગ વિન્ડો પર રાત્રે પણ લોકોની ભારે ભીડ જોવા મળી હતી. ટિકિટ કેન્સલેશન અને રિફંડ માટે લોકો રાત સુધી ધક્કા ખાતા જોવા મળ્યા હતા. 2 કલાકની મુસાફરી 24 કલાકની થઈઅમે પરિવારના 4 જણ ગોવા ગયા હતા. શુક્રવારે ગોવા-વડોદરા ફ્લાઇટ રદ થતાં મુંબઈ થઈને ટ્રેનમાં વડોદરા આવવાના છીએ. બે કલાકની મુસાફરી 24 કલાકની થઈ છે. જોકે પૈસા બચ્યા, પણ સમય વેડફાયો. > આલોક ઠક્કર, મુસાફર

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 6:33 am

ચૂંટાયેલી પાંખ અને વહીવટી તંત્રનો ખટરાગ ખુલ્લો પડ્યો:અધિકારીઓની માસ સીએલમાં 300 કર્મચારી જોડાયા સફાળા જાગેલા નેતાઓનો આદેશ છતાં હાજર ન થયા

ચૂંટાયેલી પાંખ-વહીવટી તંત્ર વચ્ચેનો ખટરાગ ખૂલતાં વિવાદ થયો છે. ક્લાસ-1 અધિકારીઓની માસ સીએલમાં 300થી વધુ કર્મી જોડાતાં વિવિધ વિભાગના દરવાજા પર તાળાં જોવા મળ્યાં હતાં. વહીવટી તંત્રની આડોડાઈથી અજાણ હોવાનો ડોળ કરતા પદાધિકારીઓની બેઠક બાદ અધિકારીઓને હાજર થવા હુકમ કરાયો હતો. જોકે વહીવટી તંત્ર પર પકડ ગુમાવી ચૂકેલા પદાધિકારીઓની અવગણના કરી એકેય અધિકારી ફરક્યા નહતા. ત્રાહિત વ્યક્તિઓની હેરાનગતિ, ભ્રષ્ટાચારની ફરિયાદો અને ઓડિટ વિભાગ દ્વારા બિલ રોકી રખાય છે તેવા આક્ષેપ કરી ક્લાસ-1 અધિકારીઓએ માસ સીએલ પર ઊતરવા નિર્ણય કર્યો હતો. આશ્ચર્યજનક બાબત એ છે કે, તેમની સાથે ક્લાસ-2 અને 3ના અધિકારી-કર્મીઓ પાલિકામાં આવ્યા ન હતા. આ બાબતથી અજાણ હોવાનો ડોળ કરતાં મેયર પિન્કીબેન સોનીએ નિદ્રામાંથી જાગી સ્થાયી ચેરમેન સહિતના પદાધિકારી સાથે બેઠક યોજી ડે. મ્યુ. કમિશનર ગંગા સિંઘને અધિકારીઓને ફરજ પર હાજર કરવા સૂચના આપી હતી. જોકે એક પણ અધિકારી પહોંચ્યા ન હોવાની માહિતી મળી છે. ભાસ્કર ઇનસાઈડરૂા.62 લાખના બિલમાં કાર્યક્રમ પૂર્વેનાં બિલ, ખુરશી-સોફાની વિગતો રિપીટ થતાં ઓડિટ વિભાગે સ્પષ્ટતા માગી,પીઆરઓ વિભાગે આપીઓડિટ વિભાગે વાય.એમ. હોસ્પિટાલિટીના 62 લાખના બિલના ઓડિટમાં સામે આવેલા 15થી વધુ વાંધાની સ્પષ્ટતા કરવા પીઆરઓ વિભાગને તાકીદ કરી છે. જોકે 15 દિવસ થવા છતાં પીઆરઓ વિભાગે સ્પષ્ટતા કરી નથી. પીઆરઓ વિભાગ સ્પષ્ટતા કરે તો બિલ એકાઉન્ટ વિભાગમાં મોકલી અપાશે. ઓડિટ વિભાગે પીઆરઓ પાસેથી ટેક્સ ઇનવોઇસમાં આઈટમનો જથ્થો દર્શાવવા, ઇવેન્ટ પૂર્વેની તારીખનાં બિલો અંગે સ્પષ્ટતા, આરએન્ડબીના SORની નકલ, ટ્રાવેલ એક્સપેન્સની વિગત, મ્યૂઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ અને બેકલાઇન સેટઅપનો જથ્થો અને ભાવ, ખુરશી-સોફાની વિગતો રિપીટ થતી હોવાથી ખાતરી કરી કપાત કરવા જેવા વાંધા રજૂ કર્યા છે. મિસ્લેનિયસ-કોઓર્ડિનેશન શેનો ખર્ચ છે, તે સ્પષ્ટ કરોઓડિટ વિભાગ વિકાસનાં કામોનાં બિલોની ચકાસણી કરે છે. જેમાં વાય.એમ. હોસ્પિટાલિટી દ્વારા યોજાયેલી ઇવેન્ટનું 62 લાખનું બિલ પીઆરઓ વિભાગમાંથી મોકલાયું હતું. જેમાં ઓડિટ વિભાગે પૂછ્યું છે કે, મિસ્લેનિયસ એન્ડ કોઓર્ડિનેશન શેનો ખર્ચ છે? પાલિકાનાં 70 વર્ષના ઇતિહાસમાં આવો ખર્ચ આવ્યો નથી. પાલિકામાં કાળો દિવસ,ચૂંટાયેલી પાંખ અને વહીવટી તંત્ર મળી ઉકેલ લાવે: યોગેશ પટેલપાલિકામાં પદાધિકારીઓ વચ્ચે ચાલતી જૂથબંધી બાદ ચૂંટાયેલી પાંખ અને વહીવટી તંત્ર વચ્ચે ખટરાગ શરૂ થયો છે. જેને કારણે સત્તાપક્ષ ભાજપની ભારે બદનામી થઈ રહી છે. ભાજપના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે પાલિકાના આજના દિવસને કાળો દિવસ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, ચૂંટાયેલી પાંખ અને વહીવટી તંત્રની ભારે બેદરકારી છે. બંને પક્ષોએ મમત રાખી છે, જેથી આ સ્થિતિ સર્જાઈ છે અને ભવિષ્યમાં પણ આ સ્થિતિનું પુનરાવર્તન થશે. બંને જવાબદારી ચૂક્યા છે, જેને કારણે સુવિધા ન મળતાં લોકો પરેશાન થયા છે. બંને પક્ષે મળી અધિકારીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવું જોઈએ. મ્યુ. કમિશનર મહેશ બાબુ સાથે ફોન પર વાતચીત થઈ છે અને તેઓએ અધિકારીઓ સાથે મિટિંગ કરી સમસ્યાનો ઉકેલ લાવીશું તેવી ખાતરી આપી છે. મ્યુ. કમિશનર 2 મહિનાથી મળતા નથી,12 હજાર કર્મી આંદોલન કરશેપાલિકામાં શુક્રવારે ક્લાસ 1 અધિકારીઓ સાથે કર્મીઓ કામગીરીથી અળગા રહી વિરોધ દર્શાવ્યો હતો. ત્યારે વડોદરા મહાનગર પાલિકા કર્મચારી મહામંડળે પણ માસ સીએલ પર ઊતરવાની ચીમકી ઉચ્ચારી છે. મહામંડળના સભ્યોએ પાલિકામાં પહોંચી રજૂઆત કરી કે, વર્ગ 1 થી વર્ગ 4ના કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિકાલ માટે મ્યુનિસિપલ કમિશનર પાસે બે મહિનાથી સમય માગ્યો છે, પરંતુ તેઓ સાથે મુલાકાત થતી નથી. 15 દિવસમાં મુલાકાત નહીં થાય તો મહામંડળના વર્ગ 1થી વર્ગ 4ના અધિકારી-કર્મચારીઓ મળી 12 હજારનો સ્ટાફ માસ સીએલ પર ઊતરશે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 6:31 am

USમાં ભારતીયોને લૂંટવાનો નવો ટ્રેન્ડ શરૂ:કેવી રીતે થાય છે ફ્રોડ? બચવાના 3 ઉપાય, 'ડિજિટલ અરેસ્ટ'નો આખો ખેલ સમજો

શું તમારો દીકરો, દીકરી કે પરિવારનું કોઈ સભ્ય અમેરિકામાં રહે છે? જો હા, તો આ સમાચાર તમારા માટે ચેતવણીરૂપ છે... અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત પછી ઘણા ભારતીયોમાં 'ડિપોર્ટેશન' એટલે કે દેશનિકાલ થવાનો ડર પેસી ગયો છે. હવે સાયબર ઠગોએ આ ડરને જ પોતાનું હથિયાર બનાવ્યું છે. અત્યાર સુધી પોલીસ કે CBI બનીને લૂંટતા ઠગો હવે 'ઈન્ડિયન એમ્બેસી'ના અધિકારી બનીને લોકોને શિકાર બનાવી રહ્યા છે. જો તમારા પર આવો કોઈ ફોન આવે તો ગભરાયા વગર શું કરવું જોઈએ? ચાલો ભાસ્કર એક્સપ્લેનરમાં જાણીએ... કેવી રીતે થાય છે ફ્રોડની શરૂઆત? તમારા મોબાઈલ પર એક અજાણ્યો ફોન આવશે. જ્યારે તમે ટ્રુ-કોલર (Truecaller) પર ચેક કરશો તો ત્યાં નામ દેખાશે - 'ઈન્ડિયન એમ્બેસી' (Indian Embassy). સામેવાળી વ્યક્તિ ખૂબ જ પ્રોફેશનલ રીતે વાત કરશે અને તમને કહેશે કે, તમારા બાળકના વિઝા ફોર્મમાં ગંભીર ભૂલ છે અથવા તમારા નામે ગંભીર ગુના નોંધાયેલા છે. તમને ડરાવવા માટે કહેવામાં આવશે કે, જો તમે અત્યારે જ આ મામલો થાળે નહીં પાડો અથવા સેટલમેન્ટ નહીં કરો, તો તમને કે તમારા બાળકને તાત્કાલિક ભારત પાછા મોકલી દેવામાં (Deport) આવશે. 'સ્પૂફિંગ' અને 'ડિજિટલ અરેસ્ટ'નો ખેલ સમજો અહીં સૌથી મોટો સવાલ એ થાય કે ટ્રુ-કોલર પર 'ઈન્ડિયન એમ્બેસી' કેમ બતાવે છે? અધિકારી અને ઠગ વચ્ચેનો ભેદ કેવી રીતે પારખવો? જો તમને આવો કોલ આવે તો ગભરાવાની જરૂર નથી. અસલી ઈન્ડિયન એમ્બેસી અને ફ્રોડ વચ્ચેનો તફાવત આ 3 મુદ્દાઓથી સમજી શકાય છે: આટલું ખાસ યાદ રાખો જો તમને આવો કોઈ શંકાસ્પદ કોલ આવે જેમાં વિઝા રદ કરવાની કે ડિપોર્ટ કરવાની ધમકી આપવામાં આવે, તો નીચે મુજબના પગલાં લો: દિવ્ય ભાસ્કર માટે સમીર પરમારનો રિપોર્ટ. વધુ માહિતી માટે વીડિયો જુઓ

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 6:05 am

ટ્રેનના 100 ડબ્બાના વજન જેટલો કચરો અમદાવાદીઓ રોજ ફેંકે છે:10 વર્ષમાં સ્વીડન, જાપાનની માફક અમદાવાદમાં કચરાનો નિકાલ થશે; 2036 પહેલાં ‘ઝીરો વેસ્ટ સિટી’ બનાવવાનો પ્લાન

4530 મેટ્રીક ટન… આ માત્ર આંકડો નથી. અમદાવાદીઓ દરરોજ પોતાના ઘરમાંથી આટલો કચરો ફેંકે છે. સરળ રીતે સમજવા માટે તુલના કરીએ તો ટ્રેનના 100 ડબ્બાનું જેટલું વજન થાય એટલો કચરો અમદાવાદના લોકો રોજ ઠાલવી રહ્યા છે. જેમ કહેવત છે કે ટીપે-ટીપે સરોવર ભરાય તેમ એક-એક ડોલ કચરો થઈને અમદાવાદના પીરાણામાં કચરાનો પહાડ બની ચૂક્યો છે. આ પહાડ અમદાવાદની ઓળખ, લોકોના સ્વાસ્થ્ય અને મનપાના વહીવટ સામે એક સવાલ બનતો જઈ રહ્યો છે. અમદાવાદમાં 2030માં કોમનવેલ્થ ગેમ્સ યોજાવવાનું નક્કી થઈ ગયું છે અને 2036માં ઓલિમ્પિક ગેમ્સ પણ રમાય એવું સરકારનું આયોજન છે. ત્યારે ઓલિમ્પિક પહેલાં જ અમદાવાદ ઝીરો વેસ્ટ સિટી જાહેર થાય અને ઘરમાંથી નીકળતો તમામ કચરો રિસાયકલ થાય એ માટે અમદાવાદની સેપ્ટ યુનિવર્સિટી સહિત દેશની પાંચ મોટી શૈક્ષણિક સંસ્થાઓ ફુલપ્રૂફ પ્લાન બનાવવામાં લાગી છે. આ પ્રોજેક્ટમાં અમદાવાદની CEPT યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ.અનિલ કુમાર રોય અને તેમની ટીમ આગામી 5 વર્ષ માટે કામ કરી રહી છે. છેલ્લા 20 વર્ષથી CEPT યુનિવર્સિટીના પ્લાનિંગ ડિપાર્ટમેન્ટમાં પ્રોફેસર તરીકે કાર્યરત ડો. અનિલ કુમાર રોય સાથે અમે વાતચીત કરી અને આ પ્રોજેક્ટથી અમદાવાદની દશા-દિશા કેટલી બદલાશે, લોકોના જીવનધોરણ પર કેવી અસર થશે એ સમજવાનો પ્રયાસ કર્યો. અમદાવાદની CEPT યુનિવર્સિટીને આ પ્રોજેક્ટ કેવી રીતે મળ્યો એ અંગે પ્રોફેસર ડૉ.અનિલ રોયે દિવ્ય ભાસ્કરને કહ્યું, આ પ્રોજેક્ટ માટે વિકસિત ભારત મિશન અંતર્ગત ભારત સરકારની ઇન્ડિયન કાઉન્સિલ ફોર સોશિયલ સાયન્સ રિસર્ચ એટલે કે ICSSR દ્વારા જાહેરાત બહાર પાડવામાં આવી હતી. CEPT યુનિવર્સિટી, IIT રૂરકી, JNU, IIT તિરુપતિ અને NIT પટના એમ પાંચ સંસ્થાઓએ મળીને દોઢ વર્ષ પહેલાં એક પ્રપોઝલ મૂકી હતી. જેમાં આ પ્રોજેક્ટને 'સર્ક્યુલર ઇકોનોમી ઇન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ઇન ઇન્ડિયન સિટીઝ' નામ આપવામાં આવ્યું. સપ્ટેમ્બર 2024માં આ પ્રોજેક્ટ ફાળવવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ આ પાંચ શહેરોમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનો અભ્યાસ કરવાનો છે, જેમાં કચરો ક્યાંથી આવે છે? તેનું મેનેજમેન્ટ કેવી રીતે થાય છે? અને ઝીરો વેસ્ટ સિટી બનાવવાનો ટાર્ગેટ મેળવવા માટે કેવા પ્રયત્નો થઈ રહ્યા છે? એ જોવાનું છે. અમદાવાદમાં 2036 માં ઓલિમ્પિક યોજાવાની સંભાવના હોવાથી આ પ્રોજેક્ટ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને સ્વચ્છ ભારત મિશનથી આગળ વધવામાં મદદરૂપ થશે. આ પ્રોજેક્ટની લીડ એજન્સી IIT રૂરકી છે, જ્યારે CEPT યુનિવર્સિટી પ્રોજેક્ટ પાર્ટનર તરીકે અમદાવાદના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનો ડ્રાફ્ટ તૈયાર કરીને સર્ક્યુલર ઇકોનોમી હાંસલ કરવા તરફ કામ કરશે. AMC સાથે હાથ મિલાવ્યાપ્રોજેક્ટ મળ્યા પછી નિયમો મુજબ સ્થાનિક કોર્પોરેશન બોડી સાથે મુલાકાત કરવાની હોય છે. તે પ્રમાણે CEPT ટીમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત કરી. તેમને વિશ્વાસમાં લઈને આ પ્રોજેક્ટની શરૂઆત કરી. AMCના અધિકારીઓએ ખાતરી આપી કે જ્યાં પણ જરૂર પડશે ત્યાં તેઓ મદદરૂપ થશે. ત્યારબાદ ટીમે કોર્પોરેશનના કલેક્શન સેન્ટર અને મટિરિયલ રિકવરી સ્ટેશનની મુલાકાત લીધી. ડૉ.અનિલ રોયે કહ્યું, મુલાકાત દરમિયાન AMCના અધિકારીઓ સાથે વિવિધ મુદ્દે ચર્ચા થઈ. હાલની કચરાના નિકાલની વ્યવસ્થા, જેમ કે ક્યાંથી કેટલો કચરો આવે છે, કેટલાનો નિકાલ થાય છે, કેટલો ડમ્પિંગ ગ્રાઉન્ડમાં જાય છે અને કેટલો કલેક્ટ નથી થઈ શકતો વગેરે મુદ્દા અમે સમજ્યા. AMCએ તમામ ડેટા આપવા માટે સહમતી દર્શાવી. મટિરિયલ રિકવરી સ્ટેશનની કામગીરીનું નિરિક્ષણ કર્યું તો જાણવા મળ્યું કે કચરાનું સેગ્રિગેશન અને પ્રોસેસિંગ થાય છે, વધારાનો કચરો ડમ્પિંગ સ્ટેશન પર મોકલવામાં આવે છે અને ઓર્ગેનિક કચરો વેસ્ટ ટુ એનર્જી ફેક્ટરીમાં મોકલવામાં આવે છે. પીરાણાનો પહાડ સૌથી મોટી ચેલેન્જડો. અનિલ રોયના મતે, હાલમાં AMC માટે સૌથી મોટી ચેલેન્જ પીરાણામાં આવેલો કચરાનો પહાડ દૂર કરવાની છે. AMC પણ 2036 ઓલિમ્પિક પહેલાં અમદાવાદને ઝીરો વેસ્ટ સિટી બનાવવા માગે છે, જેના માટે આ પ્રોજેક્ટ ખૂબ મદદરૂપ થશે. 2032 પહેલાં જ પીરાણાના બદલે ખુલ્લું મેદાનCEPT ટીમ ભારતના તેમજ વિશ્વના બેસ્ટ વેસ્ટ મેનેજમેન્ટ મોડલ AMC સમક્ષ રજૂ કરશે. જો આ મોડલનો અમલ કરવામાં આવે તો ડો. અનિલ રોયના અંદાજ મુજબ 2036 પહેલાં જ પીરાણાનો કચરો દૂર થઈને મેદાન બની જશે, જેના સ્થાને નવી સુવિધા ઊભી કરી શકાશે. જે ગતિથી AMC હાલમાં કામ કરી રહ્યું છે તે જોતા 2032 સુધીમાં જ પીરાણામાં ખુલ્લું મેદાન જોવા મળી શકે છે. હાલમાં AMC બાયોમાઈનિંગ દ્વારા કચરાનો ઉપયોગ રોડ-રસ્તા સહિતની વસ્તુઓ બનાવવામાં કરી રહી છે. ભવિષ્યમાં આવી કોઈ મોટી ડમ્પિંગ સાઇટ ન બને તે માટે વર્તમાન પ્રોજેક્ટ ખૂબ ઉપયોગી થશે. ડો. રોયના મતે, જ્યાં સુધી ઝીરો ડમ્પિંગ ગ્રાઉન્ડ નહીં કરી શકીએ, ત્યાં સુધી સર્ક્યુલર ઇકોનોમીનો કોઈ અર્થ રહેશે નહીં. તાજેતરમાં જ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અમદાવાદને સ્વચ્છ શહેરનું બિરુદ મળ્યું છે. જો કે, અમદાવાદમાં દરરોજ લગભગ 4,500 મેટ્રિક ટન કચરો પેદા થાય છે. AMCની એક મોટી સફળતા એ છે કે તે 100% કચરો એકત્ર કરી શકે છે. કચરાના પ્રોસેસિંગ માટે 9 સેન્ટરતેમણે આગળ જણાવ્યું, કચરાને છૂટો પાડવા અને પ્રોસેસિંગ માટે અમદાવાદ શહેરમાં 9 મટિરિયલ રિકવરી ફેસિલિટી સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે. રસોડામાંથી નીકળતો ભીનો કચરો એટલે કે કિચન વેસ્ટ સીધો જ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટમાં લાવવામાં આવે છે. આ કામગીરીમાં જેમાં ખાનગી કંપનીઓ પણ જોડાયેલી છે. આ કંપનીઓ કચરામાંથી કમ્પોસ્ટ બનાવે છે અને પ્લાસ્ટિકમાંથી ઓઇલ પણ બનાવે છે. જો કે ચિંતાની વાત એ છે કે હાલમાં AMC 76% કચરો જ પ્રોસેસિંગ માટે મોકલવામાં આવે છે. ઝીરો વેસ્ટનો ટાર્ગેટ સિદ્ધ કરવા માટે વધુ 2થી 3 MRF સેન્ટરની જરૂર છે. જેથી 100% કચરાનું પ્રોસેસિંગ થઈ શકે. અત્યાર સુધી ઘરેથી કલેક્ટ કરેલો કચરો સીધો પીરાણા ડમ્પિંગ સાઇટ પર જતો હતો. પરંતુ MRF સેન્ટર્સ શરૂ થતાં હવે પદ્ધતિ બદલાઈ છે. કચરો પહેલાં આ સેન્ટર્સ પર પ્રોસેસ માટે જાય છે અને ત્યારબાદ બાકીનો કચરો જ ડમ્પિંગ સાઇટ પર મોકલવામાં આવે છે. આ એક મોટો બદલાવ છે. ડો. અનિલ રોય આનો શ્રેય સ્વચ્છ ભારત મિશનને આપે છે. આ ફેરફારને કારણે રિસાયકલ અને રિ-યુઝનું પ્રમાણ વધ્યું છે, જોકે હજુ આ કામગીરી 76% સુધી જ પહોંચી શકી છે. ઝીરો વેસ્ટ બે મુખ્ય પદ્ધતિઓ દ્વારા સિદ્ધ કરી શકાય છે 3R થી 12R સુધી પહોંચવું: હાલમાં અમદાવાદમાં રિડ્યુસ, રિ-યુઝ, અને રિસાયકલ (3R) પર કામ થઈ રહ્યું છે, પરંતુ આ પ્રક્રિયાને 12R સુધી લઈ જવી જોઈએ. વેસ્ટ ટુ એનર્જી: ભીના કચરાને ડમ્પ સાઇટ પર મોકલવાને બદલે તેના પર પ્રક્રિયા કરીને એનર્જી, કમ્પોસ્ટ બનાવી શકાય છે. પ્લાસ્ટિક જેવી વસ્તુઓમાંથી ઓઇલ પણ બનાવી શકાય છે. ડો. રોયના મતે, જો કચરા અંગે જાગૃતિ લાવવામાં આવે અને સમાજમાં સુધારો કરવામાં આવે, તો ઝીરો વેસ્ટ સુધી સરળતાથી પહોંચી શકાશે. સફળતા મેળવવા વિદેશના મોડલનો અભ્યાસડૉ. અનિલ રોયે કહ્યું, અમારા પ્રોજેક્ટમાં અમે વેસ્ટ મેનેજમેન્ટમાં સફળતા મેળવનાર સ્વીડન, ચાઈના, સેન ફ્રાન્સિસ્કોના મોડલનો પણ અભ્યાસ કર્યો છે. ભારતમાં ઇન્દોર અને પણજી પણ ખૂબ જ સારી રીતે વેસ્ટ મેનેજમેન્ટ કરી રહ્યા છે. પણજી મ્યુનિસિપાલિટીએ દરેક સોસાયટીમાં 16 પ્રકારની બેગ આપી છે. જેથી સોસાયટીમાંથી જ 16 પ્રકારના કચરાનું વર્ગીકરણ થઈ જાય છે. જેનાથી તેમને ઝીરો વેસ્ટ હાંસલ કરવામાં સફળતા મળી છે. જો કે, કચરાને અલગ-અલગ રીતે કલેક્ટ કરવો તે એક મોટી ચેલેન્જ છે. ડૉ. અનિલ રોયે તેમની ટીમની કામગીરીની પદ્ધતિ અંગે કહ્યું, પાંચ વર્ષના આ પ્રોજેક્ટમાં અમારી ટીમ 'ફર્સ્ટ હેન્ડ ઇન્ફોર્મેશન' પર ખૂબ જ બારીકાઈથી કામ કરી રહી છે. આંતરરાષ્ટ્રીય મોડેલોનું ડોક્યુમેન્ટેશન કરી રહ્યા છીએ. આ ઉપરાંત આખા અમદાવાદનો સરવે પણ ચાલે છે. સરવેમાં જાણવા મળ્યું છે કે અમદાવાદનો કચરો દૂર હિમાચલ સુધી પણ જાય છે. હાલમાં ચાલી રહેલા અભ્યાસની વધુ વિગતો આવતા વર્ષ સુધીમાં મળી શકશે, જેના આધારે કયા MRF સેન્ટરની કામગીરી સારી છે અને ક્યાં ઊણપ છે તે જાણી શકાશે. જ્યારે અમદાવાદમાં ઓલિમ્પિક યોજાશે ત્યારે ફ્લોટિંગ પોપ્યુલેશન વધશે. એટલે કે વિશ્વભરના ખેલાડીઓ અને મુલાકાતીઓનો ધસારો થશે. જેના કારણે વેસ્ટ મેનેજમેન્ટનું કામ પણ ઘણું વધશે. જો કે, હાલમાં ઓલિમ્પિકને લઈને વેસ્ટ મેનેજમેન્ટની દિશામાં કોઈ ચોક્કસ વાતચીત થઈ નથી. પરંતુ અત્યારથી જ આ અંગે વિચારણા કરવી જરૂરી છે. ખાસ કરીને હોટેલોમાંથી નીકળતા કચરાનું ત્યાંને ત્યાં જ વર્ગીકરણ થાય તેવા પ્લાનની જરૂર છે. મને લાગે છે કે AMCને પણ આ બાબતની જાણકારી છે અને તે દિશામાં તેઓ ચોક્કસ કંઈક કરશે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 6:00 am

મામા-ફોઇના પોરિયાએ મળી ₹88 લાખ ગપચાવ્યા:‘ધૂમ’ જેવા કીમિયાથી ચહેરો બદલાવ્યો; IPS રૂપલ સોલંકીની કરિયરના હચમચાવી દેતા કિસ્સા

‘પાંચેક વર્ષની નાનકડી દીકરી ફ્લેટ નીચે એકલી ઊભી ઊભી નોકરીએ ગયેલાં મમ્મી-પપ્પાની રાહ જોતી હતી. મમ્મી-પપ્પા આવે એ પહેલાં એક રાક્ષસની નજર એના પર પડી ગઈ. દીકરીને એકલી જોઈ એને તેડી અને ભાગ્યો. દીકરીએ બૂમાબૂમ કરવાનું શરૂ કર્યું, પણ જેવી પહેલી બૂમ પડી ત્યાં રાક્ષસે એના પાવડા જેવડા હાથથી માસૂમ દીકરીનું મો દબાવી દીધું. ઘરથી થોડે દૂર એક ઝાડી-ઝાંખરાવાળા ખાલી પ્લોટમાં લઈ જઈ દીકરીને નીચે ફેંકી, એનું મોઢું દબાવી દીધું. નીચે પડેલી દીકરીના એ માસૂમ ફૂલ જેવા ગાલ પર જોરથી લાફા ઝીંક્યા. હેબતાઈ ગયેલી દીકરી અચાનક ચૂપ થઈ ગઈ, એટલે એના પગ ખેંચી ઝાડીઓમાં અંદર ખેંચી અને દીકરીનાં કપડાં ફાડી…’ આ શબ્દો છે IPS રૂપલ સોલંકીના. અમદાવાદ શહેરના DCP ઝોન-3. મેડમ સરનું ટ્રાન્સફર હજુ થોડા મહિનાઓ પહેલાં જ અમદાવાદમાં DCP તરીકે થયું છે. આ સિરીઝના આગળના એપિસોડમાં વાત કરી એમ ગુજરાત IPS કેડરમાં મહિલાઓ ભલે ઓછી છે, પણ એક એક મહિલા IPS ‘એકે હજારા’ છે. વેલ, ‘ડિસ્કવરી ચેનલ’માં બેર ગ્રિલ્સ જેમ માંડ માંડ જીવ બચાવતો બચાવતો સ્થળો પસાર કરે એમ અમદાવાદની ધોમધખતી બપોરના તડકામાં દિલ્હી દરવાજાથી દરિયાપુર થઈ અમે કાલુપુર રેલવે સ્ટેશનની એક્ઝેક્ટ સામે આવેલી DCP ઓફિસ પહોંચ્યા. ટ્રાફિકને વીંધી મેડમની ઓફિસમાં પહોંચતાં જોયું તો, નક્કી કરેલા ટાઈમ કરતાં અમે ઓલરેડી અડધો કલાક લેટ હતા. અમને એમ કે અંદર જઈ ઠપકો પડશે, પણ મેડમ? ફુલ ઓફ કાઈન્ડનેસ. રોજે અહીં આવવામાં આટલા ટ્રાફિકને સહન કરીને ટેવાઇ ગયેલાં મેડમે હસીને અમારા મોડા પડવા વિશે બોલવાનું ટાળ્યું અને પાણી ઑફર કર્યું. અમે વાતની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરની ખાસ સિરીઝ ‘IPS ડાયરીઝ’ના આજના એપિસોડમાં IPS રૂપલ સોલંકી વાત કરશે એ સમયની…જ્યારે 6 વર્ષની બાળકીને કિડનેપ કરી, બળાત્કાર બાદ આરોપી ‘Mr. ઈન્ડિયા’ થઈ ગયો... બેંકની નોકરીમાં કંટાળ્યાં, અને પોલીસ સર્વિસ જોઇન કરી મૂળ સુરેન્દ્રનગરના ચુડામાં જન્મેલાં રૂપલ સોલંકીનાં મમ્મી-પપ્પા બંને સરકારી બાબુ. પપ્પા SBIમાં અને મમ્મી ટીચર. એજ્યુકેટેડ ફેમિલીમાં જન્મેલાં રૂપલ મે’મ પાંચ ભાઈ-બહેન વચ્ચે ચુડામાં જ મોટાં થયાં અને ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કર્યો. એ પછી સરકારી નોકરીનું જુનૂન ચડતાં અમદાવાદ આવી IBPS (બેંક એક્ઝામ)ની તૈયારી ચાલુ કરી. થોડા સમયમાં તો SBIમાં નોકરી પણ મેળવી લીધી. પરંતુ ત્યાં વર્ષ કામ કરીને કંટાળી ગયેલાં મે’મને પોલીસ ફોર્સમાં જોડાવાનું મન થયું. એમણે GPSCની તૈયારી શરૂ કરી. તેજ મગજ એટલે નોકરીની સાથોસાથ આ અઘરી પરીક્ષાની તૈયારી કરીને પણ બે જ વર્ષમાં એક્ઝામ પાસ કરી લીધી અને 2011માં DySP તરીકે સર્વિસ શરૂ કરી. પાટણમાં બે વર્ષ પ્રોબેશન પિરિયડ પૂરો કરી ACB (એન્ટિ કરપ્શન બ્યૂરો)માં પાંચ વર્ષ સુધી કામ કર્યું અને ત્યાંથી બારડોલી SDPO (સબ ડિવિઝનલ પોલીસ ઑફિસર) તરીકે પોસ્ટ મળી. સફળ પોલીસ કરિયરના કારણે IPS તરીકે પ્રમોશન મળ્યું અને 2022માં સુરત ક્રાઇમ બ્રાન્ચને પહેલાં મહિલા DCP મળ્યાં. પોણા બે વર્ષ બાદ ત્યાંથી ટ્રાન્સફર મળતાં ગાંધીનગર DGPના સ્ટાફ ઓફિસર તરીકે દોઢ વર્ષ કામ કર્યું. એન્ડ ફાઇનલી, ઓગસ્ટ 2025થી અમદાવાદના DCP ઝોન-3 તરીકે ફરજ બજાવી રહ્યાં છે. બાય ધ વે, IPS રૂપલ સોલંકીનાં મમ્મી-પપ્પા પણ સરકારી નોકરીમાં હતાં, ભાઈઓ-બહેનો પણ સરકારી નોકરીમાં છે. રૂપલ મે’મના હસબન્ડ પણ સરકારી નોકરીમાં છે અને સાસુ-સસરા પણ સરકારી નોકરીમાં હતાં! *** રૂપલ મેડમ સર, તમારા કરિયરનો મોસ્ટ ચેલેન્જિંગ અને થ્રિલિંગ કેસ કયો હતો? IPS વિધિ ચૌધરીએ પોતાના વૈવિધ્યપૂર્ણ કરિયરના ફ્લેશબેકમાં જઇને એક કેસની યાદ તાજી કરી... 5 જાન્યુઆરી, 2024સાંજના 5 વાગ્યેલાલગેટ પોલીસ સ્ટેશન, સુરત સુરત અને અમદાવાદના ક્રાઇમની પેટર્ન થોડી અલગ છે. સુરતમાં જે ક્રાઇમ બને છે, એમાં ગુજરાતની સાથે બહારના રાજ્યની ગુનાખોરીની પણ છાંટ હોય છે. બે વર્ષ પહેલાંની વાત છે. થોડા સમયથી સુરત ગુનાખોરીથી મુક્ત હતું. માહોલ શાંત હતો અને બધા સાંજની ચા પી પેન્ડિંગ કેસ પૂરા કરવાનાં કામે લાગેલા હતા. ત્યાં નવાઝ ફત્તા નામનો 23 વર્ષનો જુવાન હાંફળો ફાંફળો થઈ દોડતો દોડતો પોલીસ સ્ટેશનમાં આવ્યો ને ફરિયાદ નોંધાવી કે, કોઈ લૂંટારૂ મારા ₹88 લાખ લૂંટી ગયો. વાત સાંભળી ગુનો થોડો મોટો લગતાં વાત મારા સુધી પહોંચી. મેં નવાઝને બોલાવ્યો ને પૂરી ઘટના સાંભળી, *** ‘મેડમ, હું નવાઝ ફત્તા, ઉનમાં રહું છું. આજે બપોરે બારેક વાગ્યે મારું બર્ગમેન ટુવ્હીલર લઈ મારા સાહેબ મન્સૂરભાઈને મળવા રાંદેર હેરિટેજ ગયો હતો. ત્યાંથી થોડી વારમાં નીકળ્યો, ત્યાં સાહેબના ભાણિયા દાનિશનો મારા પર ફોન આવ્યો કે, હમણાં આંગડિયામાંથી 88,26,700 રૂપિયા આવવાના છે, તો તું લઈ આવજે. નમાઝનો ટાઈમ હતો, એટલે પૈસા આવે ત્યાં સુધી રાહ જોવા કરતાં હું મસ્જિદમાં નમાઝ પઢવા ગયો. ત્યાં મને આંગડિયા પેઢીમાંથી ફોન આવ્યો કે, તમારા પૈસા આવી ગયા છે, લઈ જજો. ‘મારી પીઠમાં બંદૂક ખૂંચાડીને કહે, ચૂપચાપ વરાછા જવા દે’‘પૈસા આવી ગયા હતા, એટલે હું પૈસા લેવા નીકળ્યો. આંગડિયા પેઢીમાંથી પૈસા લીધા અને ₹88 લાખ ભરેલો થેલો મારા બર્ગમેનમાં આગળ મૂક્યો. પણ હજુ સ્કૂટર ચાલુ કરું એ પહેલાં તો પાછળથી 35-40 વર્ષનો લાલ જર્સી પહેરેલો એક માથે ટાલવાળો અજાણ્યો માણસ આવ્યો ને મારી પાછળ બેસી ગયો. હું પાછળ ફરી કંઈક પૂછું એ પહેલાં તો એ એણે ગન કાઢી મારી પાછળ ખૂંચાડી બોલ્યો કે, ચૂપચાપ કશું જ બોલ્યા વિના વરાછા જવા દે. મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો, એટલે મેં ટુ વ્હીલર ભગાવ્યું ને લસકાણા પાસે પહોંચ્યો એટલે એણે ઊભું રહેવા કહ્યું. ઊભા રહેતાં જ એણે મને નીચે ઉતારી દીધો અને કહ્યું કે, સીધો ચાલવા માંડ ને પાછળ ફરીને જોતો નહીં. એની પાસે ગન હતી એટલે વાત માન્યા સિવાય મારી પાસે કોઈ ઉપાય નહોતો. મારી પાસેથી મોબાઈલ, સ્કૂટર અને ₹88 લાખનો થેલો લઈ એ કામરેજ તરફ ભાગી ગયો. હું ડરી ગયો હતો એટલે સીધો જ મારા શેઠ મન્સૂરભાઈ પાસે ગયો ને અમે અહીં ફરિયાદ કરવા આવ્યા છીએ.’ IPS રૂપલ સોલંકીએ વાત આગળ ધપાવી, ‘બપોરે ધોળા દિવસે જો ₹88 લાખની લૂંટ થઈ જાય તો એ ખરેખર બહુ મોટો ગુનો છે. અમારા માટે પણ મુશ્કેલી કહેવાય. મેં અલગ અલગ ટીમ બનાવી તપાસ ઝડપથી ચાલુ કરાવી. બીજી બાજુ ફરિયાદીની પણ બે વાર પૂછપરછ કરી કે, એ ખોટું તો નથી બોલતો ને? કેમ કે, ઘણા કિસ્સાઓમાં પૈસા પોતે રાખી લેવા પણ ખોવાયાનું કહેતા ગુનેગારો પકડાયા છે. પણ નવાઝે જે જે રસ્તાઓ કહ્યા, એ બધા જ રસ્તે CCTV હતા અને અમે CCTV તપસ્યા તો બધે જ એવો માણસ દેખાયો. મતલબ કે લૂંટ થઈ હતી એ તો પાક્કું હતું.’ પરંતુ ધોળા દિવસે આવું બન્યું કેવી રીતે? કોઈએ જોયું પણ નહિ? નવાઝે કોઈને ઈશારો પણ ન કર્યો? 20-25 કિમી સુધી એના પર કોઈનું ધ્યાન પણ ન પડ્યું? નવાઝની વધુ પૂછપરછ કરી તો કહે, ‘એ જે કહેતો હતો એના પરથી હિન્દી અને કાઠિયાવાડી બોલતો હતો.’ સવાલ ફરી એ જ હતો કે, આરોપી નવાઝને કામરેજ ચાર રસ્તા બાજુ જ કેમ લઈ ગયો? લોકેશનથી આટલો દૂર ગયો છે કે મતલબ એ બાજુથી જ એ આવ્યો હોય. કામરેજથી સવારનાં CCTV તપાસવાનાં ચાલુ કર્યાં તો ધ્યાન પડ્યું કે, પાછળ જે વ્યક્તિ બેઠો હતો, એનાં જેવાં જ કપડાંમાં એક વ્યક્તિ આવ્યો હતો. પણ આરોપી જેવો કોઈ રીતે નહોતો લાગતો. કેમ કે સવારે કામરેજથી જે આવ્યો એ એકદમ પાતળો અને માથે ભરચક વાળ અને સાથે એક યુવતી પણ હતી, પણ CCTV ફૂટેજમાં દેખાતો આરોપી તો ઘણો જાડો હતો અને માથે એક પણ વાળ નહોતો. ઘટના સામે હતી, પણ કશું ક્લિયર નહોતું થતું. લાંબા ટાઈમ સુધી બધાએ અલગ અલગ CCTV ચેક કર્યા, પણ કોઈ કડી નહોતી બેસતી. એમાં થોડી વાર પછી મારું ધ્યાન પડ્યું કે, સેમ કપડાંમાં આરોપી યુવતી સાથે જ્યારે ગાર્ડનમાં ઘૂસ્યો ત્યારે યુવતીના હાથમાં બેગ હતી, પણ બહાર આવતી વખતે યુવતી પાસે બેગ નહોતી. બીજી બાજુ, થોડી વાર બાદ આરોપી બહાર નીકળ્યો. મને શંકા ગઈ કે, બની શકે આરોપીએ કદાચ માથું ઢંકાઈ જાય એવું માસ્ક પહેર્યું હોય. આરોપી દર 500 મીટરે રિક્ષા બદલીને આગળ વધી રહ્યો હતો બસ પછી આ થિયરી પર આગળ વધીને અમે રિવર્સ ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું ને એ વ્યક્તિ ક્યાંથી આવ્યો છે એ તપાસ શરૂ કરી. CCTV તપસ્યા તો ધ્યાને આવ્યું કે, આરોપી ગાર્ડનથી કપડાં બદલી લૂંટ કરી એ જગ્યા સુધી પહોંચતી વખતે, દર 500 મીટરે રિક્ષાઓ બદલતો હતો. દર થોડી મિનિટે રિક્ષામાંથી ઊતરે અને નવી રિક્ષા લે. જેથી કોઈ CCTV તપાસે તો એના સુધી પહોંચી ન શકે, પણ અમારા ટેક્નિકલ માણસોએ છેક સુધીનો એનો પીછો કર્યો અને છેલ્લે સુધી પહોંચ્યા. છેલ્લે માહિતી સાચી નીકળી, એ ભાઈ કામરેજથી જ આવ્યો હતો અને એક બસમાંથી ઊતર્યો હતો. પરંતુ એ બસનું નામ-પત્તો કોઈ રીતે મળે નહીં. ગાર્ડનમાં ગયો અને પાંચ મિનિટમાં આખો લુક ચેન્જ કરી નાખ્યો! એ દિવસે અમે થોડા કલાકોમાં જ નહીં નહીં તો પણ લગભગ 200-250 જેટલી બસોની પૂછપરછ કરી. એમ કરતાં કરતાં અમે ચોટીલા સુધી પહોંચ્યા અને ત્યાં એક કેમેરામાં એનું લોકેશન ટ્રેક થયું. ચોટીલાથી સુરત સુધી આવવામાં સીધા બસમાં ચડી ટિકિટ લીધી હતી, પણ ચોટીલાથી તપાસ કરી તો ખબર પડી કે ત્યાં પણ એ આગળ કોઈ બસમાંથી જ આવ્યો હતો. ચોટીલા તેઓ જે બસમાંથી ઊતર્યાં હતાં એની પૂછપરછ કરી તો એમાં ટિકિટ બુક કરેલી હતી. એટલે ફાઇનલી એમનું એડ્રેસ, નંબર બધું જ મળી ગયું. અમારી ટીમ જુનાગઢ મોકલી ને આરોપી સુધી પહોંચી એ બંનેની ધરપકડ કરી. પૈસા પણ ત્યાંથી જ મળ્યા. એના ઘરમાં જ દીવાલમાં મોટું બાકોરું પાડી એમાં પૈસા છુપાવી રાખ્યા હતા. બીજું, જે આરોપીના માથાના વાળ અને શરીરનું રહસ્ય પણ ખૂલ્યું. અમારી ધારણા મુજબ જ, આરોપીએ ગાર્ડનમાં જઈ કપડાંનાં એકથી વધુ લેયર કરી લીધાં હતાં જેથી એ જાડો થઈ જાય અને સાથે ઓનલાઈન પ્લેટફોર્મ પરથી એક ટાઈટ ફેસ માસ્ક મંગાવી લીધું હતું, જેથી ચહેરાનો દેખાવ અને વાળ બદલી જાય. પોલીસની 13 ટીમ, 250 બસ અને 2 હજારથી વધુ CCTV ફૂટેજ આરોપી પકડાયો એની સાથે આખી નવી જ સ્ટોરી ખૂલી. ધોળા દિવસે થયેલી આવડી મોટી લૂંટ ખરેખર લૂંટ હતી જ નહિ. આરોપી પકડાયો એ ફરિયાદી નવાઝનાં માસીનો દીકરો હતો. બંનેએ મળી આખું કાવતરું ઘડ્યું હતું. યોજના મુજબ, નવાઝને ખબર પડી ગઈ હતી કે, એણે 88 લાખ રૂપિયા લેવા માટે જવાનું હતું, એ વાત એણે માસીના છોકરાને કરી. બંનેએ મળી પ્લાન બનાવ્યો અને એની કંપનીના આંગડિયાના પૈસા લૂંટી લીધા. બે દિવસે આ કેસ સોલ્વ થયો, પણ એ બે દિવસમાં અમારી 13 ટીમોએ મળી નહિ નહિ તો પણ બે હજાર જેટલા CCTV ચેક કર્યા. આખા હાઇવે પર કેટલીય ટ્રાવેલ્સ અને ટ્રક ડ્રાઈવરને મળી આરોપીઓ સુધી પહોંચ્યા. આરોપીએ મૂળ તો ક્રેડિટ કાર્ડનું દેવું ભરવા આ આખી લૂંટ કરી હતી. *** IPS મેડમે થોડાં વર્ષો પહેલાંનો બારડોલીનો બીજો એક કિસ્સો ઊખેળ્યો... 19 માર્ચ 2019સવારના 8 વાગ્યેસ્મીમેર હોસ્પિટલ, સુરત ‘મેડમ, આ જુઓ, મારી દીકરીનું શું હાલત કરી છે?’ એટલું બોલી બેડ પર એડમિટ 5-6 વર્ષની દીકરીના પિતા પોક મૂકી રડવા લાગ્યા. આજુબાજુમાં હાજર બધા જ સંબંધીઓનાં મોઢાં પણ દુ:ખથી ઘેરાયેલાં હતાં. પણ કોઈ કશું બોલવા કરતાં વધારે રડે જ રાખે. દીકરી બીમાર હતી, બેડ પર સૂતી હતી અને પોલીસને ફોન કરી બોલાવ્યા? ઘટના શું બની? સાંત્વના આપી માંડ છાના રાખ્યા ને અને પિતાએ રોષ સાથે આખી વાત કરી. દીકરી સાથે જે થયું હતું, એ સાંભળી મારી પણ આંખો ભીની થઈ ગઈ. ***18 માર્ચ, 2019રાતના 10 વાગ્યા આસપાસહરિપુરા, સુરતછેલ્લાં થોડાં વર્ષોથી સુરતમાં રહેવા આવેલું મૂળ યુપીનું ફેમિલી. સુરતની ભાગદોડમાં એકલા પેટિયું રળવું અઘરું એટલે પતિ-પત્ની બંને નોકરી કરતાં. ઘરે છોકરાં નાનાં એટલે એમની સાચવણી કરવા સંજયભાઇ ફોઈ સાથે રહેતા. એવામાં એક દિવસની વાત. સાંજે થાક્યા પાક્યા ઘરે આવી સંજયભાઇએ જોયું તો ફોઈ એકલાં. એટલે પૂછ્યું કે,‘મા-દીકરી ક્યાં ગયાં?’‘અરે, દીકરી ઘરે નહોતી એટલે વહુ એને શોધવા ગઈ છે.’સંજયભાઇ અંદરના રૂમમાં ગયા તો જોયું કે દીકરી તો ત્યાં જ સંકોચાઈને એક ખૂણામાં બેઠી હતી. ફરી ફોઈને બોલાવ્યાં કે, ‘દીકરી તો અહીં જ બેઠી છે. તમે કહો છો કે, બહાર ગઈ છે!’‘લે, આવી ગઈ? અરે, એ ઘરે નહોતી એટલે જ તો વહુ એને શોધવા બહાર ગઈ, ત્યાં પાછળથી દીકરી આવી ગઈ લાગે છે.’ સંજયભાઇ તો પોતાની ધૂનમાં મસ્ત હતા. એટલે હસતાં હસતાં એમણે દીકરી પાસે જઈ એને તેડી. પણ તેડી ત્યાં તો દીકરીનું શરીર એકદમ ધખધખતું હતું અને કપડાં પણ ફાટેલાં હતાં. સંજયભાઇના મોંમાંથી ચીસ નીકળી ગઈ કે શું થયું? એક બાજુથી ફોઈ દોડતાં દોડતાં આવ્યાં, બીજી બાજુ બહારથી પત્ની પણ આવી ગઈ. દીકરીની હાલત જોઈને માતા-ફોઈના પણ હોંશ ઊડી ગયા અને ત્રણેયની આંખોમાં ચોધાર આંસુ નીકળી પડ્યા. સંજયભાઇ એક જ વાતે રડે રાખે કે, મારી દીકરીને શું થઈ ગયું. માએ દીકરીને પિતા પાસેથી લઈ લીધી ને કહ્યું કે, તમે બહાર જાઓ તો, થોડી વાર અમને વાત કરવા દ્યો. માએ અને ફોઈએ દીકરી સાથે વાત કરી. દીકરી થોડી વાર તો કશું ન બોલી. ખાસ્સી વાર પછી દીકરી કહે, મારે બાથરૂમ જવું છે. મમ્મી બાથરૂમમાં લઈને ગઈ અને ત્યાં જઈને જોયું તો માના હોશ ઊડી ગયા. દીકરીના પ્રાઇવેટ પાર્ટ્સ ઇજાગ્રસ્ત થઇ ગયા હતા અને કપડાં પણ લોહીલુહાણ હતાં. દીકરીએ પછી આખો પિટારો ખોલ્યો. સંજયભાઇએ તાત્કાલિક 108 બોલાવી ને દીકરીને હોસ્પિટલ લઈ ગયા. એમની દીકરીએ જે વાત વર્ણવી એ સાંભળી અમારા પગ નીચેથી પણ જમીન સરકી ગઈ. 18 માર્ચ 2019હરિપુરા, સુરતરાતના 8 વાગ્યા આસપાસ (બે કલાક પહેલાં) નાનકડી માસૂમ દીકરી મમ્મી-પપ્પાના ઘરેથી આવવાની રાહ જોઈ ફ્લેટ નીચે ઊભી હતી, પણ એનાં મમ્મી-પપ્પા આવે એ પહેલાં ત્યાં આવી ગયો એક શૈતાન. દીકરીને ફ્લેટ નીચે એકલી ઊભેલી જોઈ એને ફોસલાવી તેડી અને સાથે લઈ ગયો. ઘરથી દોઢ કિમી દૂર એક ઝાડી-ઝાંખરાવાળા ખાલી પ્લોટમાં લઈ જઈ દીકરીને ઊંચકી નીચે ફેંકી. દીકરીએ ચીસાચીસ ચાલુ કરી, પણ કમનસીબે ત્યાં કોઈ એની ચીસ સાંભળવાવાળું નહોતું. દીકરીએ જેવી બૂમો પાડી એટલે રાક્ષસે એનું મોઢું દબાવી દીધું અને જોરથી એ માસૂમ ફૂલ જેવા ગાલ પર લાફા ઝીંકી દીધા. દીકરી હેબતાઈ ગઈ એટલે બૂમો પાડવાનું બંધ કર્યું. એના પગ ખેંચી ઝાડીઓમાં અંદર ખેંચી ગયો. દીકરીનાં કપડાં ફાડીને… (એ પછી એ માસૂમ દીકરીની સાથે જે થયું એ આગળનું વર્ણન લખી શકાય એવું નથી) આરોપીએ થોડી વારમાં પોતાનાં કપડાં પહેરી નીકળવાની તૈયારી કરી. દીકરીએ કહ્યું કે, મને ઘરે મૂકી જાઓ, તો એ નફ્ફટ કહે, મારે નોકરીએ જવાનું છે, મારે મોડું થાય છે. એમ કહી દીકરીને એ જ હાલતમાં ત્યાં છોડીને ભાગી ગયો. દીકરી રસ્તા પર ગઈ અને ત્યાંથી નીકળતાં કોઈને કહ્યું કે, મને મારા ફ્લેટ સુધી મૂકી જાઓ ને. કોઈ ભલો માણસ દીકરીને ઘરે મૂકી ગયો. *** એક CCTVમાં આરોપી દેખાયો તો ખરો, પણ... ગુનો અત્યંત ગંભીર હતો, ત્યાં હાજર તમામ વ્યક્તિઓનું લોહી ઊકળી ગયું હતું. દીકરીને આરોપી વિશે પૂછપરછ કરી, પણ દીકરી એ આરોપીને ઓળખતી જ નહોતી. પણ હા, એની પાસેથી થોડી માહિતી મળી. આરોપી યંગ હતો, બાઇક પર આવ્યો હતો અને રાત્રે કહ્યું હતું કે, મારે જોબ પર જવું છે. મતલબ કે એ ક્યાંક નાઈટ શિફ્ટમાં નોકરી કરતો હતો અને ક્યાંક નજીકમાં જ નોકરી કરતો હતો. પ્લસ, દીકરીએ આરોપીએ પહેરેલા કાર્ટૂનવાળા બ્લૂ ટી-શર્ટનું પણ વર્ણન કર્યું હતું. અમે અમારા સારા સાયકોલોજિસ્ટને બોલાવી પેરેન્ટ્સની હાજરીમાં દીકરી સાથે પ્રેમથી વાત કરી ને ધીમે ધીમે વિગતો કઢાવીને આરોપીનો સ્કેચ બનાવડાવ્યો. અમે પોલીસની અલગ અલગ ટીમો બનવીને તપાસ ચાલુ કરાવી. સુરતના એ વિસ્તારમાં રસ્તે જ્યાં જ્યાં નજીકમાં CCTV હતા એ દરેક જગ્યાએ આરોપીને શોધવા પ્રયત્નો ચાલુ કર્યા. એક ફૂટેજમાં આરોપી દેખાયો, જેમાં એ દીકરીને લઈને જતો દેખાતો હતો. પણ એ ફૂટેજમાં પાછળનો ભાગ જ દેખાતો હતો અને રિટર્ન ફૂટેજમાં ફક્ત દીકરી એકલી જ આવતી હતી. મતલબ રિટર્નમાં એ સાથે નહોતો. બીજી બાજુ એ જ દિવસે રાત્રે આજુબાજુના વિસ્તારમાં જેટલી પણ ઇન્ડસ્ટ્રીમાં નાઈટ શિફ્ટમાં કામ ચાલુ હોય છે એ દરેક જગ્યાએ પણ તપાસ ચાલુ કરી. કોણ કોણ રાત્રે નોકરી પર આવે છે? એ દિવસે કોણ કોણ આવ્યું હતું? એ દરેકનું નામ, ફોટો બધું જ તપાસવાનું શરૂ કર્યું અને છોકરાના સ્કેચ પરથી ઇન્ડસ્ટ્રી માલિકો અને એ દોઢ કિમીના વિસ્તારમાં પણ પૂછપરછ શરૂ કરી. ‘સાહેબ, આ નખ વાગ્યાનાં નિશાન તો અમે મસ્તી કરતાં હતાં એનાં છે’ એ ફૂટેજ અને સ્કેચ પરથી એક મહિલાએ અમને કહ્યું કે, મેં આને જોયો છે. આ અહીં એક ફ્લેટમાં ભાડે રહે છે, તમે ચેક કરાવો. અમે ચેક કરાવ્યું તો ત્યાં એ છોકરો તો ન મળ્યો પણ ભોગ બનેલી દીકરીએ જે ટીશર્ટનું વર્ણન કર્યું હતું એ ત્યાં મળી ગયું. ત્યાં હાજર છોકરાઓમાં એક છોકરાએ એ સેમ ટીશર્ટ પહેરેલી. ઉપરથી એના ગળા પર નખ વાગેલાનાં નિશાન હતાં. એટલે અમને શક ગયો ને અમે એની ઓળખ કરાવવા લઈ આવ્યા. પણ સ્ટેશને આવી એ છોકરો તો કહે કે, મેં આ ટીશર્ટ બે-ત્રણ દિવસથી પહેર્યું જ નથી, એ તો મારો ભાઈ પહેરી જતો હતો અને આ નિશાન તો અમે રૂમમાં મસ્તી કરતા હતા એનાં છે. એની પાસેથી જ આરોપીની નોકરીની જગ્યા પૂછી અને એ ઇન્ડસ્ટ્રીમાં પહોંચ્યા તો એ ત્યાં જ હતો. ત્યાં ને ત્યાં એની ધરપકડ કરી અને FSL પાસે મેડિકલ રિપોર્ટ કરાવ્યો તો આરોપી એ જ સાબિત થયો અને સામે દીકરીએ પણ સ્વીકાર્યું કે, આ જ મને લઈ ગયો હતો. એકાદ મહિનામાં જ અમે આ કેસની ચાર્જશીટ તૈયાર કરી દીધી અને બધા પુરાવાઓ સાથે સુરતની સેશન્સ કોર્ટમાં રજૂ કર્યું. ફાસ્ટ ટ્રાયલ ચાલી અને સુરત કોર્ટે એને 20 વર્ષની આકરી સજા ફટકારી. આ કેસમાં કોર્ટમાં જુબાની મેં જ આપી હતી, અને જ્યારે હું જુબાની આપતી હતી ત્યારે મારે પણ પાંચ મહિનાની પ્રેગ્નેન્સી હતી. આ કેસમાં સ્ટ્રોંગ ઇન્વેસ્ટિગેશન જ સૌથી મહત્ત્વનું હતું. જો થોડું પણ મોડું થયું હોત તો આરોપી ભાગી શકતો હતો અને સામે એ હતો પણ સાવ અજાણ્યો. ક્યાંય કોઈ પાસે એનું નામ સુદ્ધાં કશું જ નહોતું. છતાં ઝીરોથી શરૂ કરી અમે એ રાક્ષસને પકડ્યો અને દીકરીને ન્યાય અપાવ્યો.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 6:00 am

ઈટાલિયા સાથે વિધાનસભાવાળી થઈ:જૂતુ ફેંકનાર બોલ્યો, 'મેં પ્રદીપસિંહનો બદલો લીધો'; ગાંધીનગરમાં પતરાં ઢાંકવા સફેદ પડદા લગાવાયા!

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 5:55 am

બદલીનો હુકમ:ધરમપુરના 3 અને વલસાડના એક ફોરેસ્ટરની બદલી

ધરમપુર રેંજના વિવિધ રાઉન્ડમાં ફરજ બજાવતા ત્રણ રાઉન્ડ ફોરેસ્ટર અને વલસાડ રેંજનાં એક ફોરેસ્ટરની અન્ય જગ્યાએ બદલી કરવામાં આવી હોવાની માહિતી મળી છે. ત્રણ વર્ષથી ફરજ બજાવતા હોવાના કારણે ચારે રાઉન્ડ ફોરેસ્ટરની બદલી કરાઇ હોવાનું અનુમાન છે. ધરમપુર રેંજનાં માકડબન રાઉન્ડનાં રાઉન્ડ ફોરેસ્ટર વસંત પાડવીની સંજાણ રેંજ કરંજગામ રાઉન્ડ, પાનવા રાઉન્ડનાં રાઉન્ડ ફોરેસ્ટર વિગ્નેશ પટેલની વલસાડ રેંજ વેલવાચ રાઉન્ડ, માલનપાડા ડેપો ફોરેસ્ટર નિકિતાબેન પટેલની બદલી ચીખલી રેંજ ખેરગામ રાઉન્ડ અને વલસાડ રેંજનાં વેલવાચ રાઉન્ડનાં ફોરેસ્ટર કિશોર પટેલની બદલી ચીખલી રેંજમાં કરાઇ હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી છે. ધરમપુરમાં ઘણા સમયથી ફરજ બજાવતા હોવાના કારણે તાલુકા બહાર બદલી કરાઇ હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 5:50 am

ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો:હોન્ડમાં ટ્રકે પાછળથી ટક્કર મારતા કારમાં સવાર બે લોકોનો આબાદ બચાવ

ચીખલીના હોન્ડ કાવેરી નદીના પુલ પર શુક્રવારની સવારના સમયે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સુરતથી વલસાડ તરફ જઇ રહેલી કાર (નં. જીજે-05-જેઆર-1435) હોન્ડ કાવેરી નદીના પુલ પર આવતા માતેલા સાંઢની જેમ પૂરપાટ ઝડપે આવી રહેલ ટ્રકે કારને પાછળથી ટક્કર મારતા પુલ પર જ કાર ત્રણ વખત ફરી જતા કારમાં મસમોટું નુકસાન થયું હતું. જોકે આ અકસ્માતમાં કારમાં સવાર સુરતના બે લોકોનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક ટ્રક મૂકી સ્થળ ઉપરથી ફરાર થયો હતો. અકસ્માતને પગલે પુલ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ હતી. બનાવ અંગે જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી જઇ ટ્રાફિકને નિયંત્રિત કરીને વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 5:50 am

અકસ્માત સર્જાયો:વાંસદા-વઘઇ રોડ પર રોંગ સાઇડે આવેલા ટેમ્પોએ બાઇકને અડફેટે લીધી

વાંસદા-વઘઇ રોડ પર વીસગુલિયાબારીથી બાઇક (નં. જીજે-21-એઆર-4443) પર અમિત ઈશ્વરભાઈ ચવધરી, નીતિક્ષાબેન અને રામભાઈ બાબુભાઈ સુળે સાથે નાની વઘઇ કિલાદ ગામે દેવકામ હોવાથી જઇ રહ્યાં હતા. એ દરમિયાન વઘઇ તરફથી છોટા હાથી ટેમ્પો (નં. જીજે-05-બીટી-1519)નો ચાલક રમઝામ સત્તારભાઈ શેખ (રહે.વઘઇ, દરગાહ ફળિયા)એ રોંગ સાઇડમાં ટેમ્પો પૂરઝડપે હંકારી લાવી બાઇકને અડફેટે લીધી હતી. જેને બાઇક પર સવાર ત્રણેય જણાય રોડ પર પટકાયા હતા. અકસ્માતમાં ત્રણેયને ઇજા થતા તમામને 108માં વાંસદા કોટેજ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. રામભાઈ બાબુભાઈ સુલેના માથાના ભાગે ગંભીર ઈજા થતા વધુ સારવાર અર્થે વલસાડ રિફર કરાયા હતા. બનાવની અમિત ઈશ્વરભાઈએ વાંસદા પોલીસ મથકે ફરિયાદ આપી હતી. પોલીસે ફરિયાદને પગલે અકસ્માતનો ગુનો નોંધ્યો હતો.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 5:49 am

ભાસ્કર એક્સક્લુસિવ:સિસોદ્રા રોડના 1200 વૃક્ષો કાપી નાંખ્યા ને‎હવે નવા રોપવા પૂછ્યું તો કહ્યું ભૂજમાં રોપીશું‎

નવસારી શહેર અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને વિકાસના કામોને વેગ આપવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા એરૂ ચાર રસ્તાથી સિસોદ્રા સુધીના માર્ગને પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે, આ વિકાસના ભોગે પર્યાવરણને મોટું નુકસાન થયું છે, કારણ કે આ પ્રોજેક્ટ માટે અંદાજે 1200 જેટલા વૃક્ષો કાપવામાં આવ્યા છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાંથી તેની પરવાનગી અપાઇ હતી. આ જંગી જથ્થાના લાકડાને સાચવવા માટે દાંતેજ નહેર પાસે ખાસ સ્ટોક યાર્ડ ઊભું કરવામાં આવ્યું છે. હાલમાં કપાયેલા તમામ વૃક્ષોના લાકડા અહીં રાખવામાં આવ્યા છે. સ્ટોક યાર્ડ ખુલ્લી જગ્યામાં અને જાહેર માર્ગ પર હોય તેમાંથી લાકડા ચોરાઇ જવાનો ભય પણ રહેલો છે. આ કપાયેલ વૃક્ષોનું ઓનલાઇન ટેન્ડરીંગ કરી હરાજી કરશે. અગાઉ પણ ભૂજમાં 32 હેકટર જમીન‎વૃક્ષારોપણ માટે ફાળવાઇ હતી‎પર્યાવરણના નિયમો મુજબ, જ્યારે કોઈ પ્રોજેક્ટ માટે વૃક્ષો કાપવામાં આવે છે ત્યારે તેના બદલામાં અન્ય જગ્યાએ વૃક્ષારોપણ કરવું ફરજિયાત હોય છે. નવસારીમાં કપાયેલા વૃક્ષોના વળતર રૂપે તંત્રને નવસારીમાં જગ્યા ન મળતા છેક કચ્છના ભુજમાં જમીન ફાળવવામાં આવી છે. ભુજમાં અંદાજે 7 હેક્ટર જમીન સંપાદિત કરવામાં આવી છે. આ જમીનમાં કપાયેલ વૃક્ષોની સામે નિયમ મુજબ નવા વૃક્ષોનું વાવેતર અને ઉછેર કરવામાં આવશે. આ અગાઉ પણ ઇટાળવા-ગણદેવી રોડ પર કપાયેલ વૃક્ષો માટે આશરે 32 હેક્ટર જેટલી જમીન ફાળવવામાં આવી હતી. એરૂ ચાર રસ્તાથી સિસોદ્રા સુધીના આશરે 7 કિમીના માર્ગને પહોળો કરી બન્ને તરફે 9-9 મીટર સુધી લંબાવી 18 મીટરનો ફોરલેન બનાવાશે. આ રોડની વચ્ચે ડિવાઇડર બનાવાશે અને તેમાં પણ અમે વૃક્ષોનું વાવેતર કરીશું.> નિલય નાયક, ડેપ્યુટી ઇજનેર, માર્ગ-મકાન વિભાગ(રાજ્ય) શું ઓક્સિજન મેળવવા આપણે ભૂજ જવાનું ?‎આ તદ્દન ખોટું છે. તમે અહીં નવસારીમાં વૃક્ષો કાપો છો અને તેની ભરપાઇ કરવા ભુજમાં વૃક્ષોનું વાવેતર કરવું એટલે શું ઓક્સિજન મેળવવા આપણે ભુજ જવાનું ? અહીં જગ્યા શોધે તો કેમ નહીં મળે ? પણ આ બધી બહાનાબાજી છે. જ્યાં નવા વૃક્ષો વાવવામાં આવ્યા તેની પુષ્ટિ કોણ કરવા જશે અને અહીં જે ઓક્સિજન બનતો હતો એ માત્રામાં શું ઘટાડો નહીં થાય ! કેવા વિચિત્ર કારણ છે. ખરેખર તો નવસારીમાં જ વાવેતર થવું જોઈએ. > કનુભાઇ સુખડીયા, એડવોકેટ અને પર્યાવરણવિદ વૃક્ષોનું ટ્રી ટ્રાન્સ લોકેશન કરવાનું હિતાવહ‎આ વૃક્ષોનું ટ્રી ટ્રાન્સ લોકેશન કરાયું હોત તો કદાચ જૂના વૃક્ષો બચાવી‎શકાયા હોત. અન્ય દેશોમાં ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણ બચાવાની‎ઝુંબેશને લઇને હવે વૃક્ષો કાપવાની જગ્યાએ તેને એક જગ્યાએથી મૂળ‎સાથે ખસેડીને અન્ય જગ્યાએ રોપવામાં આવે છે તેવા મશીન આપણે‎પણ લાવી વર્ષો જુના વૃક્ષોને બચાવવા જોઇએ. જેથી કરીને આવનારી‎પેઢી સુરક્ષિત રહે. > હર્નિશ નાયક, પર્યાવરણપ્રેમી, નવસારી‎

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 5:48 am

સ્વસ્થ ગુજરાત–મેદસ્વિતા મુક્ત અભિયાન હેઠળ આયોજન:વ્યારામાં બે દિવસીય યોગ શિબિર

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ‘સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત વ્યારા ખાતે બે દિવસીય યોગ શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શહેરના સયાજી ગ્રાઉન્ડ ખાતે આ શિબિરનો પ્રારંભ આજે શનિવારે સાંજે 4:15 કલાકે થશે જ્યારે બીજા દિવસે રવિવારે સવારે 6:15 કલાકે યોગ સત્ર યોજાશે. કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના મંત્રી ડૉ. જયરામભાઈ ગામીત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. યોગ શિબિરનું માર્ગદર્શન અને સંચાલન ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલજી દ્વારા કરવામાં આવશે. સાથે સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ જાલમસિંહ વસાવા, સાંસદ પ્રભુભાઈ એન. વસાવા, ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ, મોહનભાઈ ઢોડિયા અને મોહનભાઈ કોંકણી સહિત જિલ્લાના અન્ય પદાધિકારીઓ પણ કાર્યક્રમમાં હાજરી આપશે. કલેક્ટર વિપિન ગર્ગ અને જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગલીયાની ઉપસ્થિતિ પણ રહેશે.યોગ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યારા સહિત આસપાસના વિસ્તારોના નાગરિકો જોડાઈ યોગ શિબિરનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. આયોજકોના જણાવ્યા મુજબ, શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવાનો અને મેદસ્વિતા સામે સામૂહિક અભિયાન ઉભું કરવાનો છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 5:39 am

‎‎લેપ્રસી કેસ ડિટેક્ટશન કેમ્પેઇનની શરૂઆત કરાઈ:તાપી જિલ્લામાં 800 ટીમ દ્વારા 14 દિવસ રક્તપિત કેસ માટે ડિટેક્ટશન કેમ્પેઇન

તાપી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન કાર્યક્રમ હેઠળ લેપ્રસી કેસ ડિટેક્ટશન કેમ્પેઇન (LCDC) શરૂ કરવામાં આવ્યું છે. આ ઝુંબેશ 08 ડિસેમ્બરથી 14 દિવસ ચાલશે. આશા બહેનો અને ફિલ્ડ વોલન્ટિયર્સ ઘર–ઘર જઈ તપાસ કરી લોકોને રોગ અંગે જાગૃત કરશે. જિલ્લા કક્ષાની મીટિંગમાં Collector Dr. વિપિન ગર્ગે સૂચના આપી હતી કે દરેક ટીમ વધુમાં વધુ લોકોની તપાસ કરે અને રક્તપિતના નવા અથવા વણશોધાયેલા દર્દીઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં મોકલે. વહેલી તકે સારવાર શરૂ થાય તો રોગ સંપૂર્ણ મટી શકે છે. તાપી જિલ્લામાં 800 ટીમો કાર્યરત રાખવામાં આવી છે. બે વર્ષથી વધુ ઉંમરના દરેક વ્યક્તિની ઘરે–ઘરે તપાસ કરવામાં આવશે.તાપી જિલ્લામાં રક્તપિત રોગનો દર દર 10 હજાર દીઠ 1.22 નોંધાયો છે, જ્યારે સમગ્ર ગુજરાતનો દર માત્ર 0.32 છે. રાજ્યના છ હાઈએન્ડેમિક જિલ્લાઓમાં તાપીનો સમાવેશ થાય છે.આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે રક્તપિત સ્પર્શથી ફેલાતો નથી. હાથ મિલાવવાથી, સાથે બેસવાથી કે ભોજન કરવાથી ચેપ લાગતો નથી. રોગ ઉધરસ અને છીંક દ્વારા ફેલાય છે. તે કોઈ પાપ–શાપ કે વારસાગત કારણોથી થતો નથી.છેલ્લાં આઠ વર્ષમાં તાપી જિલ્લામાં 13 રીકન્સ્ટ્રક્ટિવ સર્જરી કરવામાં આવી છે. ઉપરાંત 3858 રક્તપિતગ્રસ્તોને MCR Shoes આપવામાં આવ્યા છે જેથી પગમાં ચાંદા ન પડે અને વિકૃતિ ન વધે. રક્તપિત શું છે?માઈક્રોબેક્ટેરિયમ લેપ્રસીથી થતો ચેપી રોગ. ચામડી અને નર્વસ સિસ્ટમને અસર કરે છે. વહેલી સારવારથી રોગ મટી જાય છે. મુખ્ય લક્ષણો શરીરે આછું–ઝાંખું સંવેદના વગરનું ચાઠુંનર્વ જાડા થવા, દુઃખાવો થવો. સારવાર ક્યાં મળે? સરકારી PHC, CHC, હોસ્પિટલોમાં MDT સારવાર મફતમાં ઉપલબ્ધ છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 5:37 am

ભૂમિપૂજન કરાયું:અંકલાછના વણઝારવાડી ફળિયામાં ચેકડેમ કમ કોઝવેનું ભૂમિપૂજન

વાંસદા તાલુકાના અંકલાછ ગામના વણઝારવાડી ફળિયામાં ચેકડેમ કમ કોઝવેનું ભૂમિપૂજન કરાતા આ વિસ્તારના લોકોની કાયમી સિંચાઈના પાણીમાં પડતી હાલાકી દૂર થશે. વાંસદા તાલુકાના અંકલાછ ગામમાં વણજારવાડી ફળિયામાં ચેકડેમ, કોઝવેનું ભૂમિપૂજન કરતા નવસારી જિલ્લા ભાજપ સહસંયોજક મોહનભાઈ ચૌધરી, વાંસદા તાલુકા પંચાયત શાસન પક્ષના નેતા બિપીન માહલા, ગામના સરપંચ સંદીપભાઈ ગાવિત, માજી સરપંચ રૂપેશભાઈ ગાવિત, ડે. સરપંચ પકુભાઈએ ઘણા વર્ષોથી અવર-જવર થવા તથા પાણીની સમસ્યા માટે મુશ્કેલી પડતી હતી. એ વાત ધ્યાન પર રાખી બિપીન માહલાએ ચેકડેમ, કોઝવે તથા રિપેરીંગ ચેકડેમોનું ભૂમિપૂજન કર્યું હતું. બિપીન માહલાએ કહ્યું કે હવે આપણે ઘણા બધા ચેકડેમ કોઝવે પાસ થઈ ગયા છે જેને ટૂંક સમયમાં મંજૂરી આવી જશે. કૂવા મોટી પાઇપલાઈનના પણ ટેન્ડરો બહાર પડી ગયા છે એ પણ ટૂંક સમયમાં ચાલુ થઈ જશે અને હજુ આપણે ઘણા બધા કામો કરવાના છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 5:24 am

શ્રેષ્ઠ પ્રદર્શન:રાનકૂવા હાઇસ્કૂલની બે શ્રેષ્ઠ‎કૃતિની ઝોન કક્ષાએ પસંદગી થઇ‎

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી દ્વારા આયોજિત જિલ્લા કક્ષાનું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન તાજેતરમાં અસ્પી કન્યા વિદ્યાલય આંતલિયામાં યોજાયું હતું. જેમાં કુલ 55 કૃતિઓ રજુ થઇ હતી. જેનો મુખ્ય વિષય ટકાઉ અને આત્મનિર્ભર ભારત 2047 હતો. જેમાં રાનકૂવા બી.એલ.પટેલ સર્વ વિદ્યામંદિરના બાળ વૈજ્ઞાનિકોએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી શાળાનું અને સમગ્ર વિસ્તારનું ગૌરવ વધાર્યું છે. આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ પોતાની વિશેષતા પ્રદર્શિત કરી હતી. જેમાં વિભાગ-1 ટકાઉ ખેતીમાં શાળાની શિક્ષિકા ખ્યાતિબેન પટેલના માર્ગદર્શન હેઠળ બાળ વૈજ્ઞાનિકો કાનમી સાઈમા મહમદ આરીફ અને ખુશી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા રજૂ થયેલ ‘બાયોચાર બેસ્ટ ટુ વન્ડરલેન્ડ’ શ્રેષ્ઠ કૃતિ જાહેર થઈ હતી. જ્યારે વિભાગ 5 (A) આરોગ્ય અને સ્વચ્છતામાં શાળાની શિક્ષિકા મિતલબેન ચૌધરીના માર્ગદર્શન હેઠળ બાળ વૈજ્ઞાનિકો ઋત્વી પટેલ અને જાનવી પટેલ દ્વારા રજૂ થયેલ ‘સોલાર ડેસ્ટીલેશન વોટર ડોમ’ શ્રેષ્ઠ કૃતિ જાહેર થઈ હતી. સંકુલ ક્ક્ષાએ વિજ્ઞાન મેળામાં 5માંથી 4 વિભાગમાં શ્રેષ્ઠ જાહેર થઇ હતી, જે પૈકીની બે કૃતિની પસંદગી આગામી સમયમાં યોજાનાર ઝોન કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શન માટે કરાઇ છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 5:22 am

ચિત્ર અને રંગોળી સ્પર્ધાનું આયોજન:પીએમશ્રી સિસોદ્રા કન્યાશાળામાં ‘રાષ્ટ્રીય જલ ખાતા અભિયાન' અંતર્ગત ચિત્ર અને રંગોળી સ્પર્ધા

ભારત સરકારના જલ શક્તિ મંત્રાલય, નમામી ગંગે, વાઈલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા તથા અન્ય સહભાગી સંસ્થાઓના માર્ગદર્શન હેઠળ ‘રાષ્ટ્રીય જલ ખાતા અભિયાન’ અંતર્ગત સમગ્ર દેશમાં જળ સંરક્ષણ અને જળ સંપત્તિ માટે વિશાળ જન આંદોલનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાનનું મુખ્ય ધ્યેય ‘અમારું પાણી અમારી મૂલ્યવાન સંપત્તિ’ને સાકાર કરતી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા પાણીના સ્ત્રોતોનું સંરક્ષણ, પુનર્જીવન તથા જાગૃતિ ફેલાવવી છે. જેમાં વિવિધ પ્રવૃત્તિઓ શાળાકક્ષાએ પણ યોજવાનું આયોજન કરાયું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત નવસારી જિલ્લાની પીએમશ્રી સિસોદ્રા કન્યાશાળામાં ચિત્ર સ્પર્ધાનુ આયોજન કરાયું હતું. જેમાં પ્રોજેક્ટ સાયન્ટીસ્ટ, નેશનલ મિશન ફોર ગંગા, વાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, દેહરાદુનમાં ફરજ બજાવતા ડો. સોફિલ મલેક ઉપસ્થિત રહ્યાં હતા. જેમાં શાળાની ધોરણ-6થી 8ની 40 વિદ્યાર્થિનીઓએ ચિત્ર અને રંગોળી સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં વિજેતા વિદ્યાર્થીઓને ઈનામ અને પ્રમાણપત્ર અપાયા હતા. બાળકો જળ શક્તિના મહત્વને સમજે જાણે અને જીવનમાં એનો સંચય કરે એ માટે પધારેલ મહેમાનોએ માર્ગદર્શન અને માહિતી આપી હતી. શાળાના આચાર્ય જતીનકુમાર ટંડેલે પણ આ અભિયાન દ્વારા જાગૃતિ લાવવા તેમજ સ્પર્ધા માટે શાળા પસંદગી કરવા બદલ આભાર માન્યો હતો.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 5:21 am

વૃદ્ધે જીવન ટૂંકાવ્યું:નવસારીના વૃદ્ધે બિમારીથી કંટાળી ગણદેવીની અંબિકા નદીમાં ઝંપલાવ્યું

નવસારીના ગ્રીડ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતા વૃદ્ધે બિમારીથી કંટાળી ગણદેવીની અંબિકા નદીમાં પડતું મૂક્યું હતું. વૃદ્ધનો મૃતદેહ મળતા પોલીસે ઓળખ કરી હતી. ગણદેવીના પીપલધરા ગામે નદીકાંઠા ફળિયા અંબિકા નદીના કિનારા પાસેના ઊંડા પાણીમાંથી 2 ડિસેમ્બરના રોજ બપોરે 2.30 વાગ્યા પહેલાના સમયગાળામાં નવસારીના ગ્રીડ પર સીતારામ સોસાયટીમાં રહેતા હસમુખભાઈ મોરારભાઈ પટેલ (ઉ.વ.68)નો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકના સંબંધી કૌશિકકુમાર પ્રવિનચંદ્ર પંડ્યાએ નોંધાવેલ વિગત મુજબ હસમુખભાઈ છેલ્લા એક વર્ષથી કેન્સર, સુગર અને પ્રેશરની બિમારીથી પીડાતા હતા અને તેમની દવા ચાલુ હતી. તેઓ બિમારીથી કંટાળી જઈને અંબિકા નદીના પડતુ મુકી આત્મહત્યા કરી હોવાનું અનુમાન છે. આ અંગેની જાણ ગણદેવી પોલીસ સ્ટેશનના એએસઆઇ તરુણભાઇ જોગીભાઇ દ્વારા પરિવારજનોને કરવામાં આવી હતી. આ ઉપરાંત મૃતકના ગુમ થવા અંગેની જાણવા જોગ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 5:21 am

‘પારિવારિક સ્નેહ સંમેલન' યોજાયું:કોળી સમાજ સંગીતકાર એસોસિએશનની‎ કારોબારીની રચના, વિનોદ પટેલ પ્રમુખ બન્યા‎

નવસારી વિભાગનો કોળી સમાજ ગુજરાત રાજ્ય અને અખિલ હિંદ કક્ષાએ ખુબ જ વિકસિત અને સંગઠિત સમાજ છે. આ સમાજ પાસે સારા સંગીતકારો પણ છે. વિવિધ વાંજિત્રોના વાદક અને ગાયકો પ્રથમવાર પારિવારીક ભાવે મળ્યા હતા. જેમાં આ સંગીતકારો હાલ ક્યાં છે અને ક્યાં જવા માગે છે તેની ભાવિ રણનીતિ વિકસાવી જુદા જુદા ક્ષેત્રે આગળ વધેલા યુવા સંગીતકારોએ પોતાની આગવી ઓળખ સાથે કેળવેલ કૌશલ્યતાના પ્રદર્શન કરી ઉપસ્થિત સંગીતપ્રેમી સમૂહને મંત્રમુગ્ધ કર્યા હતા. જેમાં ગૌરવ પટેલે વાયોલીન, પ્રથમ પટેલે બંસીવાદન, ભાર્ગવ પટેલે બેલાબહાર, હર્ષ પટેલે તબલા વાદન, સ્વપ્નીલ પટેલે હાર્મોનિયમ અને તેજસ પટેલે કાર્યક્રમનું સંકલન કરી જીગર પટેલ સાથે તબલા અને હાર્મોનિયમ ઉપર પોતાની કૌશલ્યતાના દર્શન કરાવ્યા હતા. વાડાના ભજનિક પરભુભાઇ વાડાના અધ્યક્ષસ્થાને મળેલા આ પ્રથમ પારીવારિક સ્નેહ સંમેલનમાં કોળી સમાજ સંગીતકાર એસોસિએશનની રચના કરી સમગ્ર સમાજમાં સંગીતમય આધ્યાત્મિક વાતાવરણના નિર્માણ સાથે યુવાવર્ગ શિસ્તમય, વિનમ્ર, પ્રમાણિક અને સંવેદનશીલતાથી પોતાની કારકિર્દીનું નિર્માણ કરવા પ્રયત્નશીલ રહેવા અનુરોધ થયો હતો. આ સ્નેલ સંમેલનમાં સંગીતકારોના મંડળમાં વિનોદ પટેલ પ્રમુખ, તેજસ પટેલ ઉપપ્રમુખ, જીગર પટેલ ઉપપ્રમુખ અને સેક્રેટરી સાથે ભાર્ગવ પટેલ, વિરલ પટેલ, હર્ષ પટેલ, બાલુભાઇ પટેલ અને સ્વપ્નીલ પટેલની કારોબારીની રચના કરવામાં આવી હતી. આ પ્રસંગે ડો. રમણભાઇ પટેલ, અબ્રામાના બળવંતભાઇ પટેલ તથા કોળી સમાજના આગેવાનો હાજર રહ્યાં હતા. અનિલભાઇએ સંગીત કલાના પ્રદર્શનકારોને પ્રોત્સાહિત પુરસ્કાર આપી પુરસ્કૃત કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 5:20 am

SIRની કામગીરી:નવસારી જિલ્લાની 4 વિધાનસભામાં સરની કામગીરી 99 ટકાથી વધુ પૂર્ણ

નવસારી જિલ્લામાં સર ની કામગીરી 99 ટકાથી વધુ થઈ ગઈ છે.જેમાં જલાલપોર વિધાનસભા વિસ્તારની તો 100 ટકા થઈ ગઈ છે. એક મહિનાથી શરૂ થયેલ ખાસ સઘન મતદાર યાદી સુધારણા ઝુંબેશ અંતર્ગત નવસારી જિલ્લાની ચાર વિધાનસભામાં પણ કામગીરી ચાલી રહી છે, જે અંતર્ગત જિલ્લામાં 99 ટકાથી વધુ કામગીરી પૂર્ણ થયાનું જાણવા મળ્યું છે. આંકડાકીય વિગત જોઈએ તો જિલ્લાના કુલ 10.95 લાખ મતદારોમાંથી 9.50 લાખ મતદારોના ફોર્મ આવી ડિજિટલાઈઝ થઈ ગયા છે તો 1.37 લાખ મતદારોના ફોર્મ એક યા બીજા કારણે આવ્યા નથી.આમ 99.25 ટકા કામગીરી પૂરી થઈ છે. વિધાનસભા મુજબ કાર્યવાહી જોઈએ તો સૌથી ઝડપી કાર્યવાહી જલાલપોરમાં 100 ટકા થઈ છે. અન્યમાં નવસારીની 99.26 ટકા, ગણદેવીની 99.58 ટકા અને વાંસદામાં 98.34 ટકા થઈ છે. 67 હજાર સ્થળાંતરિત,43 હજાર મૃત મતદાર સર ની કામગીરી દરમિયાન નવસારી જિલ્લામાં 1.37 લાખ મતદારોના ફોર્મ પરત મળ્યા નથી, જેમાં 67 હજાર કાયમી સ્થળાંતર થયેલ અને 43 હજારથી વધુ મૃત્યુ પામેલ મતદારો છે. આ ઉપરાંત 18800થી વધુનો પત્તો નથી અને 4500 થી વધુ ડુપ્લીકેટ મતદારો હોવાનું બહાર આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 5:17 am

મનપાની કામગીરી સામે સવાલ ઊભા થયા:નવસારીના દુધિયા તળાવની ફરતે વોકવેની મરામત ક્યારે?

નવસારી શહેરમાં હાલ મહાનગરપાલિકા દ્વારા તળાવોના બ્યુટીફિકેશનની કામગીરી જોરશોરમાં ચાલી રહી છે. ત્યારે શહેરના મુખ્ય અને ઐતિહાસિક એવા દુધિયા તળાવ પ્રત્યે મનપાના ઓરમાયા વર્તનને કારણે શહેરીજનોમાં નારાજગી જોવા મળી રહી છે. નવસારી મનપા દ્વારા હાલમાં જ સરબતિયા તળાવના બ્યુટીફિકેશન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે પરંતુ શહેરની મધ્યમાં આવેલા અને હજારો લોકોની અવરજવર ધરાવતા દુધિયા તળાવમાં વર્ષો પહેલા વોક-વે બનાવ્યા બાદ કોઈ જ પ્રકારની નવી કામગીરી કરવામાં આવી નથી. દુધિયા તળાવ પર મોર્નિંગ અને ઈવનિંગ વોક માટે મોટી સંખ્યામાં લોકો આવે છે. તળાવ કિનારે આવેલા ઘટાદાર વૃક્ષોના મૂળ સમય જતાં મોટા થવાને કારણે વોક-વેના બ્લોક અને પેવર ઘણી જગ્યાએથી ઉપસી આવ્યા છે. તો વૃક્ષની આસપાસ સિમેન્ટથી કોર્ડન કરવામાં આવેલ બ્લોકમાં પણ તિરાડ પડી ગઇ છે. વોક-વેની સુંદરતામાં વધારો કરતી સ્ટ્રીટ લાઇટ પણ ઘણી જગ્યાએ બંધ જોવા મળી રહી છે. વધુમાં વૃક્ષોની આસપાસ નાગરિકો ધાર્મિક વસ્તુઓ અને ફોટા પણ મુકી જાય છે, જેના કારણે પણ લોકોની લાગણી દુભાય છે. તૂટેલા રમતના સાધનો મુકાયામનપાની કામગીરી સામે સૌથી મોટો સવાલ ત્યાં ઉભો થાય છે જ્યાં સિનિયર સિટીઝન માટે અલગ ફાળવેલી જગ્યાની બહાર જ આડેધડ રમત-ગમતના તૂટેલા સાધનો મૂકી દેવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 5:16 am

હુકમને રદ કરતા સમાજ તથા ભક્તોમાં રાહત‎:ધરમપુરનાં પૌરાણિક મંદિરના જમીન કેસમાં ગણોતનાં હુકમને રદ કરાયો

ધરમપુરના પૌરાણિક શ્રી સતી માતા દેવસ્થાન ટ્રસ્ટની આજુબાજુની જગ્યામાં અગાઉ વર્ષ 71ના થયેલા ગણોત હુકમને પ્રાંત અધિકારી ધરમપુરની કોર્ટમાં અપીલ કેસ ચાલ્યા બાદ રદ કરવાનો હુકમ કરાયો હોવાની માહિતી સી.કે.પી. સમાજ ધરમપુર પ્રમુખે આપી હતી. ધરમપુર સી.કે.પી.સમાજ પ્રમુખ જયેશ ચંદ્રકાન્ત દળવીએ જણાવ્યું હતું કે, સતી માતા સી.કે.પી.સમાજની કુળદેવી છે. નગરમાંથી પસાર થતી સ્વર્ગવાહીનાં કાંઠે શ્રી સતી માતા મંદિર આવેલું છે.આ દેવસ્થાનની આજુબાજુની જમીન ગણોત બાબતનો પ્રશ્ન અમારા ધ્યાને આવતા અમે સી.કે.પી. સમાજ ધરમપુરે આ જમીન મુદ્દે તા.02-09-2024નાં રોજ મામલતદાર ધરમપુરને લેખિત જાણ કરી હતી. જેને લઇ મામલતદારે ચકાસણી કરી તા. 01-10-2024ના રોજ ફરિયાદી બની પ્રાંત અધિકારી ધરમપુરની કચેરીમાં કેસ દાખલ કર્યો હતો. કેસ ચાલ્યા બાદ તા. 29-11- 2025નાં રોજ પ્રાંત અધિકારીએ કરેલા હુકમમાં જેતે વખતનો હુકમ ક્ષતિગ્રસ્ત હોય રદ કરવા હુકમ કર્યો છે. વધુમાં શ્રી સતી માતા મંદિર જગ્યા બાબતનાં પ્રશ્નની સમાજે કરેલી જાણને લઇ કેસનાં અંતે અગાઉના હુકમને રદ કરતા થયેલા હુકમને લઈ સમાજ તથા ભક્તોએ ખુશી સાથે રાહત અનુભવી છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 5:02 am

હાલાકીનો આવશે અંત:ઉમરગામના કલગામ છાબડીમાં મુખ્ય માર્ગ પર 14.50 લાખના ખર્ચે કોઝવે બનશે

કલગામ સોરઠ વાડ મુખ્ય રસ્તા થી છાબડી ફળિયા થઈ દરિયાને જોડતા માર્ગ પર ચોમાસામાં થતાં ધોવાણથી ગ્રામજનો મુશ્કેલી ભોગવી રહ્યા હોય કાયમી નિરાકરણ માટે રૂ.14.50 લાખના ખર્ચે કોઝવે બનાવવાના કામનું શુક્રવારે ધારાસભ્ય દ્વારા ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. ઉમરગામ તાલુકાના સમુદ્ર કિનારાથી નજીક પ્રખ્યત હનુમાન મંદિરથી જાણીતું કલગામ આવેલું છે.જે ગામથી સોરઠવાડ જતા મુખ્ય રસ્તાથી છાબડી ગામને જોડતો રસ્તો જે સમુદ્રના કિનારાને જોડે છે.આ માર્ગ પર નાખવામાં આવેલા સિમેન્ટના નાળા ચોમાસામાં ધોવાઇ જાય છે અને રસ્તા બિસમાર બનતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડતી હોયછે. દરિયા કિનારે સ્મશાન ભૂમિ પર જવા ડાઘુઓને પણ મુશ્કેલી વેઠવી પડે છે.જેથી ફળિયાના અગ્રણીઓએ માર્ગ પર નાળાનાં સ્થાને કોઝવે બનાવવા ઉમરગામ ધારાસભ્ય રમણ પાટકરને રજૂઆત કરી હતી.જેને ધ્યાનમાં લઇ ધારાસભ્ય પાટકરે અધિકારીઓ સાથે સ્થળ નિરીક્ષણ કરી એસ્ટિમેન્ટ બનાવડાવી 14.50 કરોડની ગ્રાન્ટ નાની સિંચાઈ યોજના માંથી મંજૂર કરાવી હતી. જેનું શુક્રવારે ધારાસભ્ય પાટકરે જાતે જ કલગામનાં સરપંચ,ઉપસરપંચ રસિક પટેલ,પૂર્વ સરપંચ દિનેશ વારલી, બિલિયાનાં સરપંચ ભરત વારલી તથા ગ્રામજનોની હાજરીમાં ખાતમુહૂર્ત કર્યું હતું.વર્ષોની સમસ્યા ઉકેલાવાની આશાથી ફળિયાના લોકોમાં ખુશાલી વ્યાપી છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 5:02 am

નાળામાં ડૂબી જવાથી મોત થયાનું અનુમાન‎:દાનહના ખેરડીમાં કંપની પાસેથી યુવકની લાશ મળી

દાનહના ખાનવેલ નજીક ખેરડી પારઝાઈ,સ્કુલપાડા ગામે આવેલી ઓડેક્ષ કંપની સામે ગત 3 ડિસેમ્બરે નાળાની નીચે ખનકીમાંથી એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી જની ઉંમર અંદાજિત 30થી 35 વર્ષ હોવાનું અને તેનું મોત ડૂબેલી જવાથી થયુ હોવાનું પ્રાથમિક અમુમાન છે. મૃતકના શરીરના ભાગે બ્લ્યુ કલરની જાંગિયા ચડ્ડી,જેના ઇલાસ્ટીક પર અંગ્રેજીમાં કવૉલિટી લખેલું છે.ખનકીના કિનારે કાળા કલરનું પેન્ટ અને આકાશી કલરનું કોલરવાળુ શર્ટ અને નેવી બ્લ્યુ કલરનો કાપડનો બેલ્ટ મળેલો છે.આ વ્યક્તિનો કોઈ વાલી વારસ મળેલા નથી. યુવકની લાશ હાલ ખાનવેલ સબ જિલ્લા હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલી છે.આ વ્યક્તિ અંગે કોઈને કોઈ જાણકારી મળે તો ખાનવેલ પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે. હાલ ખાનવેલ પોલીસ મૃતકના ફોટોના આધારે તેના વાલી વારસની શોધખોળ કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 5:01 am

અકસ્માતની ભીતિ:નાનાપોંઢા- ધરમપુર રોડનું કામ અધુરું છોડી દેવાતા ચાલકોમાં રોષ

નાનાપોંઢા ધરમપુર રસ્તાનું કામ અધૂરું છોડી દેવાતા વાહન ચાલકો મા રોષ ફેલાયો છે. નેશનલ હાઈવે નંબર 56 નાનાપોંઢા થી ધરમપુર તરફ જતો રસ્તો પારનદીથી નાની વહીયાળ ફાટક સુધીના રસ્તાનું કામ કોઈ કારણસર અધૂરુ છોડી દેવામાં આવ્યું હોય જેના કારણે રસ્તા પરથી ઉડતી ધૂળની ડમરી તેમજ ખાડાઓને કારણેવાહન ચાલકો ત્રાહિમામ પોકાર ઊઠ્યા છે. થોડા દિવસે પહેલા ધરમપુરથી નાનાપોંઢા રોડનું પેચવર્ક શરૂ કરવામાં આવ્યું હતું . જેમાં કોઇ કારણથી એક તરફનો માર્ગ અધૂરો છોડી દેવાતા વાહન ચાલકો રોંગ સાઈડમાં વાહન ચલાવી રહ્યાં છે જેને લઇ અકસ્માત સર્જાઈ શકે છે. ખરાબ રસ્તાના કારણે આજુબાજુના દુકાન ધારકો પણ ઉડતી ધૂળની રજકણોથી પરેશાન થઈ ગયા છે. ધંધા રોજગાર પર પણ અસર પડી રહી છે. જેથી લોકોની માગ છે કે બાકી રહી ગયેલું રસ્તાનું પેચવર્ક કામ વહેલી તકે પૂરુ કરી ચાલકોને રાહત મળે તે માટે પગલાં લેવામાં આવે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 5:00 am

ભાસ્કર વિશેષ:વાપીમાં કામદારો માટે 500 બેડની ESIC હોસ્પિટલ બનાવવા સાંસદે લોકસભામાં અવાજ ઉઠાવ્યો

ભાસ્કર ન્યૂઝ | વલસાડ ​ સંસદના શિયાળુ સત્ર દરમિયાન વલસાડ-ડાંગ લોકસભા બેઠકના સાંસદ ધવલ પટેલે શૂન્યકાળ દરમિયાન દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારમાં કામ કરતા લાખો શ્રમિકોના સ્વાસ્થ્ય સુવિધાનો મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયા સમક્ષ વાપીમાં 500 બેડની અત્યાધુનિક ESIC હોસ્પિટલ નિર્માણ કરવા માટે જોરદાર રજૂઆત કરી હતી, ​ઔદ્યોગિક હબમાં આરોગ્ય સુવિધાઓની અછત ગૃહમાં પોતાની વાત રજૂ કરતા સાંસદ ધવલ પટેલે જણાવ્યું હતું કે, વલસાડ જિલ્લો એક આદિવાસી બહુલ વિસ્તાર હોવા છતાં, વલસાડથી લઈને ઉમરગામ સુધીનો પટ્ટો એક મોટું ઔદ્યોગિક હબ (Industrial Park) છે. જેમાં ગુંદલાવ, પારડી, વાપી, સરીગામ અને ઉમરગામ જેવી પ્રમુખ GIDC આવેલી છે. આ ઉદ્યોગો ગુજરાત અને ભારતના વિકાસમાં મહત્વનો ફાળો આપી રહ્યા છે, ​અહીં સ્થાનિક આદિવાસી કામદારો ઉપરાંત મહારાષ્ટ્ર અને સમગ્ર ભારતભરમાંથી આવેલા શ્રમિકો મોટી સંખ્યામાં રોજગારી મેળવી રહ્યા છે. જોકે, આ વિસ્તારમાં કામદારોની સંખ્યાના પ્રમાણમાં આરોગ્ય સુવિધાઓ અપૂરતી છે. હાલમાં વાપીમાં માત્ર એક જ ESIC હોસ્પિટલ કાર્યરત છે અને બાકીની માત્ર ડિસ્પેન્સરીઓ છે, જે વર્તમાન જરૂરિયાતને પહોંચી વળવા માટે સક્ષમ નથી. સાંસદની મુખ્ય માંગણીઓ​500 બેડની હોસ્પિટલ: વાપી ખાતે 500 બેડની ક્ષમતા ધરાવતી સ્ટે ટ ઓફ ધ આર્ટ (અત્યાધુનિક સુવિધાઓ સજ્જ) ESIC હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવે અન્ય વિસ્તારોમાં સુવિધા‎વાપી ઉપરાંત સરીગામ અને ઉમરગામ જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં‎પણ ESIC હોસ્પિટલો શરૂ કરવામાં આવે તેવી માંગણી તેમણે મૂકી‎હતી, ​આ રજૂઆત દ્વારા સાંસદશ્રીએ ઔદ્યોગિક કામદારો અને તેમના‎પરિવારોને ઘરઆંગણે જ ઉત્તમ સારવાર મળી રહે તે માટે સરકારનું‎ધ્યાન દોર્યું હતું‎

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 5:00 am

પાપારાઝીઓની એજન્સી જયા બચ્ચન વિરુદ્ધ સિનટ્ટામાં ફરિયાદ નોંધાવશે

મીડિયાકર્મીઓના અપમાનજનક ટીપ્પણી બદલ આચાર સંહિતા સ્થાપિત કરવાના પ્રયાસ મુંબઇ - આ અઠવાડિયાની શરૃઆતમાં મુંબઇમાં આયોજિત એક કાર્યક્રમમાં જયા બચ્ચને પાપારાઝીઓ પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.જયા બચ્ચને તેમને ગંદા પેન્ટ પહેરીને પોતાની સાથે મોબાઇલ લઇને આવનારા લોકો એમ સમજે છ ેકે તેઓ ગમે તે વ્યક્તિની તસવીર લઇ શકે છે. જયા બચ્ચનની આવી ટીપ્પણીથી મીડિયાકર્મીઓ વિચારવિર્મશ કરીને પીઢ અભિનેત્રી વિરુદ્ધ સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિયેશનમાં ફરિયાદ નોંધાવાની તૈયારી કરી રહી છે. પાપારાઝીઓ એજન્સીઓ સાથે મળીને ફરિયાદ નોંધાવશે.

ગુજરાત સમાચાર 6 Dec 2025 5:00 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ભારત-રશિયા વચ્ચે ડિફેન્સ ડિલ નહિ; 4 દિવસમાં ઈન્ડિગોની 1700 ફ્લાઈટ રદ્દ; ગુજરાતના ધારાસભ્ય પર જૂતું ફેંકાયું

નમસ્તે,ગઈકાલના મોટા સમાચાર ભારત અને રશિયા વચ્ચે 19 મોટા કરારો પર હસ્તાક્ષર હતા. બીજા મોટા સમાચાર એ હતા કે 1,700થી વધુ ઇન્ડિગો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી. મુસાફરોને પરેશાન જોઈને સરકાર બેકફૂટ પર આવી. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં બાબરી મસ્જિદની પ્રતિકૃતિનો શિલાન્યાસ થઈ શકે છે. કાલના મોટા સમાચારો 1. મોદીએ રશિયન સેનામાં ભારતીયોનો મુદ્દો ઉઠાવ્યો: કહ્યું - તેમની સુરક્ષિત વાપસી થવી જોઈએ, મોદી-પુતિન 24 કલાકમાં 4 વાર મળ્યા, તોય ડિફેન્સ ડીલ નહીં પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાત દરમિયાન રશિયન સૈન્યમાં સેવા આપતા ભારતીયોનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે પુતિનને તેમની સલામત વાપસી સુનિશ્ચિત કરવા વિનંતી કરી હતી. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, રશિયન સૈન્યમાં ઓછામાં ઓછા 44 ભારતીયો ફસાયેલા છે. ભારતની મુલાકાતે આવેલા પુતિન અને મોદી લગભગ 24 કલાકમાં 4 વખત મળ્યા હતા. બંને નેતાઓએ સાથે પ્રાઈવેટ ડિનર, દ્વિપક્ષીય બેઠક, સંયુક્ત પત્રકાર પરિષદ અને ભારત-રશિયા વ્યાપાર મંચને સંબોધન કર્યું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 2. 4 દિવસમાં 1700+ ફ્લાઇટ્સ રદ, સરકાર બેકફૂટ પર:વીકલી રેસ્ટ નિયમ તાત્કાલિક પાછો ખેંચાયો; મુસાફરો માટે હેલ્પલાઇન નંબર જાહેર, પરિસ્થિતિ સામાન્ય થવામાં સમય લાગશે દેશની સૌથી મોટી એરલાઇન, ઇન્ડિગો દ્વારા છેલ્લા ચાર દિવસમાં 1,700થી વધુ ફ્લાઇટ્સ રદ કર્યા પછી, શુક્રવારે કેન્દ્ર સરકારે બેકફૂટ પર આવી છે. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ એરલાઇન્સ, ખાસ કરીને ઇન્ડિગોને 10 ફેબ્રુઆરી, 2026 સુધી કામચલાઉ રાહત આપી. વીકલી રેસ્ટ બદલે કોઈ રજા ન આપવાનો નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો. દરમિયાન, અન્ય એરલાઇન્સના ભાડામાં ધરખમ વધારો થયો છે. મુસાફરો વૈકલ્પિક ફ્લાઇટ્સ શોધી રહ્યા છે અને સામાન્ય કિંમત કરતા 10 ગણા ભાવે ટિકિટ ખરીદી રહ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. પાન મસાલા-સિગારેટ પર નવો ટેક્સ લાગશે:નાણામંત્રીએ કહ્યું- તેનો ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષામાં થશે, જેથી કારગિલ જેવી પરિસ્થિતિમાં બજેટ ઓછું ન પડે સિગારેટ-પાન મસાલા જેવા ઉત્પાદનો પર સરકાર હવે વધારાનો ટેક્સ લગાવશે. વધારાના ટેક્સમાંથી આવતા પૈસાનો રાષ્ટ્રીય સુરક્ષા માટે ઉપયોગ કરવામાં આવશે. આ માહિતી શુક્રવારે લોકસભામાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે આપી. શુક્રવારે લોકસભામાં હેલ્થ સિક્યોરિટીથી નેશનલ સિક્યોરિટી સેસ બિલ પસાર થઈ ગયું. આ બિલ પસાર થયા પછી પાન મસાલા જેવી વસ્તુઓ મોંઘી થઈ જશે. બિલ પર ચર્ચા દરમિયાન નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે કારગિલ યુદ્ધ તૈયારીના અભાવને કારણે થયું હતું. આર્મીના જનરલોએ જણાવ્યું હતું કે 1990ના દાયકાની શરૂઆતથી બજેટની અછતને કારણે આર્મી પાસે માત્ર 70-80% અધિકૃત હથિયારો, દારૂગોળો અને સાધનો હતા. અમે નથી ઈચ્છતા કે ભારતમાં તે સ્થિતિ ફરી ક્યારેય પાછી આવે. નાણા મંત્રીએ બિલ રજૂ કરતા કહ્યું કે સેસ કોઈ પણ આવશ્યક વસ્તુ પર નહીં, પરંતુ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતી હાનિકારક વસ્તુઓ પર લગાવવામાં આવશે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. ચાંદી ₹1.79 લાખ કિલોએ ઓલટાઇમ હાઈ:આજે ₹2,400 મોંઘી થઈ; સોનું ₹733 વધીને ₹1.29 લાખ પ્રતિ 10 ગ્રામ થયું આજે એટલે કે 5 ડિસેમ્બરે ચાંદીના ભાવ ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયા છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર 1 કિલો ચાંદીનો ભાવ 2,400 રૂપિયા વધીને 1,79,025 રૂપિયા થયો છે. આ પહેલા ચાંદીની કિંમત 1,76,625 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી. જ્યારે 10 ગ્રામ સોનું 733 રૂપિયા મોંઘું થઈને 1,28,578 રૂપિયા પર પહોંચી ગયું છે. આ પહેલા સોનું 1,27,845 રૂપિયાનું હતું. 17 ઓક્ટોબરે સોનાએ 1,30,874 રૂપિયાનો ઓલ ટાઈમ હાઈ બનાવ્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 5. શ્રીનગર કરતાં રાજસ્થાનનું સીકર ઠંડું, તાપમાન 1:MPના 9 શહેરોમાં પારો 10 થી નીચે; હિમાચલમાં વરસાદ-બરફવર્ષાનું એલર્ટ પહાડી રાજ્યોમાંથી આવતી બર્ફીલી હવાઓએ રાજસ્થાનમાં ઠંડી વધારી દીધી છે. સીકરમાં ગુરુવારે લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી નોંધાયું. જેના કારણે ઝાકળના ટીપાં જામી ગયા. હવામાન વિભાગે શુક્રવારે સીકર, ચુરુ અને ઝુંઝુનૂ જિલ્લાઓમાં કોલ્ડવેવ ચાલવાની આગાહી કરી છે. મધ્યપ્રદેશના 9 શહેરોમાં ગુરુવારે તાપમાન 10 ડિગ્રીથી નીચે રહ્યું. પચમઢીમાં સૌથી ઓછું 6.6 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજ્યના ભોપાલ, ઇન્દોર અને ગ્વાલિયર સહિતના ઘણા શહેરોના આગામી 2 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરાશે:રાજકોટ કોર્ટની મંજૂરી, રાજકુમાર જાટનું મોત ટ્રાવેલ્સની અડફેટે આવવાથી થયું હોવાનો પોલીસે કર્યો હતો ખુલાસો ગત 9 માર્ચે, 2025ના રોજ ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ અને તેમના પુત્ર ગણેશ(માતા ધારાસભ્ય) પર રાજકુમાર જાટ નામના યુવકને માર મારવાનો તેના પિતા રતનલાલ જાટે આક્ષેપો કર્યા હતા. માર માર્યા બાદ રાજકુમાર જાટનો રાજકોટ અમદાવાદ હાઇવે પર તરઘડિયા નજીક ઓવરબ્રિજ પર મૃતદેહ મળી આવ્યો હતો. આ કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. રાજકોટની જ્યુશિયલ મેજિસ્ટ્રેટ ઓફ ધ ફર્સ્ટ ક્લાસ કોર્ટે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી આપી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. જામનગરમાં ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું:કોંગી કાર્યકરે સ્ટેજ નજીક આવી છુટ્ટો ઘા કરતા મામલો બિચક્યો, આપ નેતાઓએ કાર્યકરને લમધારી નાખ્યો જામનગરમાં આજે આમ આદમી પાર્ટીની જન સભામાં કોંગ્રેસના કાર્યકરે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતાનો ઘા કરતા હોબાળો થયો હતો. જે બાદ આદમી પાર્ટીના કાર્યકરોએ કોંગી કાર્યકરને માર મારતા મામલો બિચક્યો હતો. મહત્વનું છે કે, ગોપાલ ઇટાલિયાએ વર્ષ 2017માં તત્કાલીન ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પર જૂતાનો ઘા કર્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : પેસેન્જર્સની સુરક્ષાના ભોગે ઇન્ડિગોને રાહત:સરકારે વીકલી રેસ્ટનો નિયમ પાછો ખેંચ્યો; હવે ફ્લાઇટ ક્રૂને 48 નહીં, પણ 36 કલાક જ આરામ મળશે વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : પુતિનની ભારત મુલાકાત પર વર્લ્ડ મીડિયા:BBCએ કહ્યું- અમેરિકી દબાણ વચ્ચે પુતિન ભારત પહોંચ્યા, યુક્રેનિયન મીડિયાએ લખ્યું- ભારતીય ડિપ્લોમસીની પરીક્ષા વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : DMK સાંસદે હાઇકોર્ટના જજને 'RSS જજ' કહ્યા:સંસદમાં હોબાળો, કિરણ રિજિજૂ બોલ્યા- ન્યાયતંત્રને બદનામ કરવાની તમારી હિંમત કેવી રીતે થઈ વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : હવે H-1B વિઝા સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ પછી જ મળશે:15 ડિસેમ્બરથી નવો નિયમ લાગુ; ભારતીયો પર સૌથી વધુ અસર વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : લોન સસ્તી થશે, RBIએ વ્યાજદર 0.25% ઘટાડ્યો:20 વર્ષમાં 20 લાખની લોન પર લગભગ 74 હજાર રૂપિયાનો ફાયદો; સમજો આખું ગણિત વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : 3 વર્ષના સર્વજ્ઞને ફિડે રેટિંગ:વિશ્વનો સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો; આટલી નાની ઉંમરે આનંદ, કાર્લસન, ગુકેશ પણ રમ્યા નહોતા વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : સોમવારે ગણેશ ચતુર્થી:માગશર વદ ચોથની તિથિએ સાંજે ચંદ્ર દર્શન બાદ ગણેશ પૂજા કરીને વ્રત પૂર્ણ કરો; જાણો ગણપતિપૂજાનાં સરળ સ્ટેપ વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન ખબર હટકે વૃદ્ધોમાં એકલતા દૂર કરી રહી છે AI ઢીંગલીઓ દક્ષિણ કોરિયામાં ઘણા વૃદ્ધ લોકો એકલતાનો સામનો કરે છે, તેથી તેમના માટે AI વાળી રોબોટિક ઢીંગલી બનાવવામાં આવી હતી. તેઓ 7 વર્ષના બાળક જેવા અવાજમાં બોલે છે, સાથી તરીકે કાર્ય કરે છે અને સેન્સરથી તેમની સલામતીનું નિરીક્ષણ કરે છે. હ્યોડોલ કંપની તરફથી 12,000થી વધુ ઢીંગલીઓ વૃદ્ધોને વહેંચવામાં આવી છે. તેઓ ડિપ્રેશન ઘટાડવામાં મદદ કરે છે, જોકે કેટલાક ગોપનીયતા અંગે પ્રશ્નો ઉભા કરી રહ્યા છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ભાસ્કર એક્સપ્લેનર : હજારો ફ્લાઇટ્સ કેમ રદ થઈ રહી છે?:કયા નિયમોના કારણે આ અફરાતફરી મચી? DGCAએ છૂટ કેમ આપી? ઇન્ડિગોને સૌથી વધુ કેવી રીતે અસર થઈ? 2. IPS ડાયરીઝ-5 નિર્ભયાના એક જ મહિનામાં સુરતમાં એવો જ રેપ:IPS વિધિ ચૌધરીએ ત્રણ રાજ્ય ફેંદી 24 કલાકમાં બળાત્કારીને પાંજરામાં પૂર્યો, દ. ગુજરાતની પહેલી ફાંસી 3. એક્સક્લૂસિવ : AC, ફ્રિજ, ખુરસીઓ ઓગળી ગઈ, પ્લાસ્ટિકનો રેલો નીતર્યો:દરવાજા કોલસા થયા, બળેલી ઢીંગલી જોઈને ધ્રાસકો પડે; પહેલીવાર જુઓ પ્લેન ક્રેશ સાઇટની અંદરનાં દૃશ્યો 4. ફિલ્મી ફેમિલી : બોલિવૂડમાં કરિયર ફ્લોપ ગયું તો જ્યૂસની દુકાન ખોલી:ડિનો મોરિયા ને બિપાશા લિવ-ઇનમાં રહેતાં, લારા દત્તા સાથે અફેર હતું, મલાઇકા સાથે કેવા સંબંધો? 5. બંગાળમાં બાબરી વિવાદ: જમીન નહીં, તો મસ્જિદ ક્યાં બનશે?:હુમાયુનો જવાબ- 6 ડિસેમ્બરે બતાવીશ, TMC ધારાસભ્યો બોલ્યા- તે જૂઠો, ભાજપનો એજન્ટ છે 6. આજનું એક્સપ્લેનર:ભારતમાં પુતિનના 27 કલાક; બંધબારણે મિટિંગથી સવા લાખ કરોડની ડીલ સુધી, 8 સવાલમાં સમગ્ર કહાની 7. શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરશો તો વહેલા ઘરડા થાશો:11 પ્રકારનાં નુકસાન તમને ઘેરી વળશે; ડોક્ટર પાસેથી જાણો ઠંડીની ઋતુમાં નાહવાની 9 સ્વસ્થ આદત કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ​​​​​​​ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ શનિવારનું રાશિફળ:સિંહ જાતકોને જીવનસાથી સાથે ભાવનાત્મક નિકટતા વધશે; વૃશ્ચિક જાતકોને સંપર્ક સૂત્રોથી ઉત્તમ ફાયદો થશે (સંપૂર્ણ રાશિફળ વાંચો)

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 5:00 am

ફૂડ‎એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આકસ્મિક ‎તપાસ:ફુડ એન્ડ ડ્રગ્સ ખાતાની વાપીમાં 11 રેસ્ટોરન્ટ અને હોટલોમાં તપાસ

વલસાડ જિલ્લાના વાપી અને ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે કુલ 17 હોટલ રેસ્ટોરન્ટોમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે આકસ્મિક તપાસ હાથ ધરી પનીર અને ચીઝના કુલ 17 નમૂના હસ્તગત કર્યા છે.આ નમૂનાઓ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા છે. વલસાડ જિલ્લા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર આશિષ વલવીની સૂચના અને માર્ગદર્શનમાં ફુ઼ડ સેફટી ઓફિસરોની સંયુક્ત ટીમે વલસાડ જિ.ના વાપી શહેર અને ડાંગના સાપૂતારામાં હોટલો તેમજ રેસ્ટોરન્ટોમાં ખાદ્યીચીજોનું ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં વાપી શહેરમાં કોપરલી રોડ પર અમરિશ રેસ્ટોરન્ટ, શાંતિ કોમ્પલેક્શમાં રંગોલી રેસ્ટોરન્ટ, મોરારજી સર્કલ પ્રાઇમ હોટલ, ઝોડિયાકઓફ અરિટી સર્વિસ પ્રા.લિ.કોપરલી રોડ, એલ્વી અગેઇન ઓફ યુનિટી ઓફ અરીટી સર્વિસ,વુડલેન્ડ ઓફ યુનિટી ઓફ અરીટી,દર્શન રેસ્ટોરન્ટ, દમણરોડ, બાપુસ ફાસ્ટ ફુડ, સ્ટેશન રોડ, બાલાજી 99 ઢોસા, ચલા રોડ, ગજાનંદ રેસ્ટોરન્ટ ચલા, ન્યુ વૈભવ રેસ્ટોરન્ટ એન્ડ કેટરર્સ મુકતાનંદ માર્ગ વાપી ખાતે તપાસણી હાથ ધરવામાં આવી હતી. જેઓમાંથી પનીર તથા પનીરની વાનગીઓના કુલ 7 નમૂના તથા 1 ચીઝ એનોલોગ મળી કુલ 8 જેટલા એન્સફોર્સમેન્ટ નમૂના લેવાયા હતા. ઉપરાંત ડાંગના સાપૂતારા ખાતેથી વિવિધ હોટેલ રેસ્ટોરન્ટોમાંથી 6 જેટલા પનીર તથા પનીરની વાનગીઓના એન્સફોર્સમેન્ટના નમૂના લઇ ગુણવત્તાની ચકાસણી કરવા લબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. વિભાગ દ્વારા વલસાડ ડાંગ જિલ્લામાં હોટલો, રેસ્ટોરન્ટો, ખા ણીપીણી દૂકાનો તથા લારીઓની અવારનવાર તપાસ કરવામાં આવે છે. અગાઉ જિલ્લામાં ફુડ કોર્ટના માલિકોને ખાદ્ય ખોરાક બનાવવા વપરાતી વસ્તુઓનું ગ્રાહકોને વંચાય તે રીતના ડિસ્પ્લે બોર્ડ લગાવવા તથા હાઇજેનિક અને સેનેટરી કન્ડિશન જળવાઇ રહે તેની સૂચના આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 4:56 am

જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા સાથે વાતચીત:પ્રાસંગિક મુદ્દા,વિકાસ સાથે જોડાયેલી દષ્ટિ અને વ્યક્તિગત મુદ્દા પર : જિલ્લા કલેક્ટરનો ઇન્ટરવ્યુ

9 એપ્રિલ 2025ના રોજ ગાંધીનગર ખાતે સ્વચ્છ ભારત મિશન (અર્બન ડાયરેકટર પદ ઉપર ફરજ બજાવતા ભવ્ય વર્માની રાજ્ય સરકારે વલસાડ કલકેટર પદે નિયુક્તિ કરી હતી. વલસાડમાં નિયુક્ત થયા પછીના માત્ર સાડા છ માસ થયા છે અને ભવ્ય વર્મા જિલ્લાના નાગરિકોની આશા અપેક્ષાઓને ચરિતાર્થ કરવા પ્રયત્નશીલ રહ્યા છે ત્યારે દિવ્ય ભાસ્કરના પ્રતિનિધિએ તેમની પાસેથી જાણ્યું કે, Iજવાબ.S બનવા સુધીની તેમની જીવન યાત્રા, જિલ્લા માટે તેમનું લક્ષ્ય શું છે. સવાલ. જીવનયાત્રા અને કારકિર્દીનો મહત્વનો વળાંક કોને માનો છો ?જવાબ... સૌ પ્રથમ શિક્ષણની વાત કરીએ. મારી માતા પ્રાથમિક શાળાના શિક્ષિકા હોવાના કારણે ગરીબ બાળકોને ભણાવવા તેમના વાલીઓની સમસ્યાઓ, સંઘર્ષની વાતો બચપનમાં જાણવા મળી હતી. શાળામાં ભણતા બાળકો માટે સરકાર શું શું કરે છે,ટેબ્લેટનું વિતરણ, અશક્તતા માટે આર્યનની ઉણપ કેવી રીતે દૂર થાય વિગેરે પ્રશ્નોનું મને ઘરમાંથી નોલેજ મળ્યું હતું.જે બાબત મારી કારકિર્દી માટે મહત્વનો વળાંક હતો. સવાલ.. નેતૃત્વની કાર્યશૈલીને એક વાક્યમાં શું કહેશો ?જવાબ.. સિસ્ટમને અનુરૂપ કાર્યશૈલી, શિક્ષણ,પબ્લિક સેવા,માનવીય મૂલ્યોને કેન્દ્રમાં રાખવું. સવાલ.. આપના ક્ષેત્રેૃની સૌથી મોટી સમસ્યા કે લોકોનું દર્દ શું છે ?જવાબ.. વલસાડ જિલ્લો છેવાડાનો છે.ખાસ કરીને અહિં મોન્સૂનમાંકોઇ મૃત્યુ ન થવું જોઇએ તે ધ્યાને રાખી લોકોને મદદ કરવા સરકારી વિભાગોના અધિકારીઓના સંકલન કાર્ય પધ્ધતિથી કામ કર્યું તેમાં કોઝવે પરથી કોઇ પસાર ન થાય તેની સતત સૂચના જારી કરાઇ હતી. કોઝવે પર પાણી હોય તો પણ લોકો ચાલી જાય છે. પ્રશાસનિક ભુલથી કોઇનું ડેથ નહિ થાય તેમાં સફળ રહ્યા હતા.લોકો સતર્ક રહે તે જરૂરી છે. સવાલ.. શોખ,મિત્ર વિશે કંઇ ?જવાબ.. સરકારી વિભાગના સ્ટાફ, ઓફિસર્સ સાથે સંકલન, બાળપણના મિત્રોને યાદ કરું છું. મિત્રોય યાદ કરતા હોય છે.યુવાઓ હમેશા વાંચન પર ધ્યાન આપે તેવું હું ઇચ્છું છું.સમય મળતા મને વાંચન કરવું ગમે છે. આઇએએસ માટે ટેસ્ટ સીરિઝ મોક,બુક્સ,ઇન્ટરનેટ પરથી બુક્સ મેળવી એનસીઇઆરટીની સ્ટાન્ડર્ડ બુક્સનું વાંચન ખુબ ઉપયોગી થશે. સવાલ.. આ વિસ્તારમાં જનહિત માટેના કોઇ પ્લાન ?જવાબ.. આરોગ્ય ક્ષેત્રે અને શિક્ષણ માટે કામને પ્રાધાન્ય.લોકોની સમસ્યાના નિરાકરણ માટે સરકારી વિભાગો સાથે અધિકારીઓ સાથે પ્રયાસ કરવા , લોકોની સુવિધાઓના કામોને વેગ આપવા ઝડપી પ્રક્રિયા થાય તેવા એપ્રોચથી કામો જલ્દી કરી લોકોની સમસ્યાનું નિરાકણ કરવાને પ્રાથમિકતા.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 4:47 am

દુર્ઘટનાની ભીતિ:વલસાડ પાલિકાની ત્રણ નોટિસ છતાં જર્જરિત બિલ્ડિંગ મુદ્દે કાર્યવાહી શૂન્ય

વલસાડ બેચર રોડ પર જર્જરિત જાહેર કરાયેલી લક્ષ્મી ચેમ્બર નામની બિલ્ડિંગના કબજેદારોને નગરપાલિકાએ છેલ્લા 6 માસમાં 3થી વધુ નોટિસો છતાં કબજેધારકો દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. આ બિલ્ડિંગ જોખમી થઇ રહી છે જેથી કોઇ અકસ્માતની ઘટના સર્જાય નહિ તે માટે તાત્કાલિક સીલ કરવા કરી મરામત કરવા અને જોખમી ભાગ દૂર કરવા નગરપાલિકાને એડવોકેટ અરજદાર દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. વલસાડના બેચર રોડ ઉપર કાપડિયા ચાલ વિસ્તારની સોસાયટી નજીક આવેલી લક્ષ્મી ચેમ્બર્સ નામની બિલ્ડિંગ વર્ષોથી બિસમાર બનતાં હાલે જર્જરિત દશામાં છે.તાલુકા સ્વાગત કાર્યક્રમમાં આ મામલો પહોંચતાં પ્રાંત અધિકારી દ્વારા નગરપાલિકાને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના અપાઇ હતી. નગરપાલિકાએ આ બિલ્ડિંગ જર્જરિત હોવાથી છેલ્લા 6 માસમાં 3 નોટિસ બિલ્ડિંગના કબજેદારોને આપી પરંતું રિપેરિંગ કે જર્જિરત ભાગ દૂર કરવામાં આવ્યું નથી.આ મામલે સ્થાનિક અરજદાર એડવોકેટ અકિબ મલેકે ફરિયાદમાં જણાવ્યા મુજબ લક્ષ્મી ચેમ્બર જર્જરિત છે અને બિલ્ડિંગના પાછળના ભાગે 30થી 40 બાળકોના ટ્યુશન ક્લાસ હોવાથી તેમજ લક્ષ્મી ચેમ્બર સ્ટેટ હાઇવેને લાગુ તાત્કાલિક કાર્યવાહી ન હાથ ધરાય તો હોનારતની શક્યતા દર્શાવી છે. તેમણે આક્ષેપો કરતા પાલિકાને રાવ કરી છે કે દિવાળી બાદ રિપેરિંગ કરાશે તેવું કબજેધારકોએ કહ્યું હતું પરંતુ તેમ ન થતાં પાલિકાએ ફરી નોટિસ આપી હતી.3 નોટિસો ઉપરાંત ચોથી પણ નોટિસ આપીને પાલિકાના ઇજનેરો સંતોષ માની બેસી રહ્યા છે.જેના કારણે નક્કર કાર્યવાહી ન કરાતાં રહીશોના બાળકોને તેમજ જર્જરિત માળખાના ભાગોથી દૂર્ઘટના નહિ સર્જાય તે માટે તાત્કાલિક કાર્યવાહી કરવા અરજદારે માગ કરી છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 4:45 am

ભાસ્કર એક્સક્લુસિવ:રોજ 20 હજાર લોકો માટે ઉપયોગી વલસાડ સ્ટેશન રોડની ટ્રાફિકમાંથી હવે રાહત મળશે

વલસાડમાં રેલવે સ્ટેશન રોડ પર વર્ષોથી એક માર્ગના કારણે દૈનિક 15 હજારથી વધુ મુસાફરોને સ્ટેશને પહોંચવા અને ટ્રેનોમાંથી બહાર નિકળી ઘરે પરત થતી વેળા ભારે હાલાકી હવે દૂર થશે. રેલવે તંત્રના સુનિશ્ચિત આયોજન સાથે સ્ટેશન પાસેના માર્ગને લાગૂ જૂની ગોદીનો દરવાજો કાયમી બંધ કરી દેવાયો છે અને ગોદી 500 મીટર ઉત્તરે ખસેડી છે.જ્યા નવી ગોદીનું બિલ્ડિંગ બની રહ્યું છે. સાથે જ નવું વધુ લંબાઇ ધરાવતું વિશાળ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. જેના પર અનાજ,સિમેન્ટ વિગેરે સામાનની મોટી રેકો ઉભી થશે. હવે મોગરાવાડી 329થી છીપવાડ 330 ગરનાળા વચ્ચે પશ્ચિમે માલઘર ગોદી બની રહી છે. જેના વિસ્તરણ માટે મોગરાવાડી ગરનાળુ વધુ લાંબુ બનાવાયું છે, જ્યાં ગોદીમાં જમણે જવાનો રસ્તો બંધ છે અને તેના બદલે ડાબી બાજુનો રસ્તો બનાવાયો છે. છીપવાડ નાળાની ખેરગામ જતી ઉતરણી સામે પણ નવો વિશાળ ગેટ વાહનોની અવરજવર માટે બનાવ્યો છે જ્યાં પુરાણ સાથે બાંધકામ થઈ રહ્યું છે. અંડરપાસને બંધ કરી લાંબો કરાશે‎મોગરાવાડી ખાતે પ.રેલવે ગરનાળા ગર્ડર બદલવાની કામગીરી સ્લેબ નાંખવા માટે વિરોધ ન થાય એટલા માટે પહેલાં અન્ડરપાસ રસ્તો બંધ કરવામાં આવ્યો હતો.જે મુદત પૂરી થવાના આગલા દિવસે 29 નવેમ્બરે રેલ્વે તંત્રે મુદત વધારાનું બેનર મૂકી વધુ એક માસ બંધ રાખવાની જાહેરાત કરતા વીસ હજારથી વધુ વસતિને ભારે આંચકો લાગ્યો છે, રેલવેની જૂની ગોદીના ભારે વાહનોથી વારંવાર અકસ્માત સર્જાતા હતા‎સ્ટેશનરોડ પર ગોદીના ભારે વાહનોથી અકસ્માતનો સતત ભય હતો વલસાડના સ્ટેશન રોડ પર ભારે વાહનોના ગોદીમાંથી માલ ભરીને ટ્રેનોના આવવા જવાના સમયે પસાર થવાથી સતત ભીડ અને ટ્રાફિક જામના કારણે એક બીજા સાથે અથડાત નાના મોટા અકસ્માતો અનેકવાર સર્જાતા હતા.ભૂતકાળમાં આ ગોદીમાંથી માલ ભરીને જતી એક ભારે ટ્રકના વ્હીલમાં ધોળે દિવસે કલ્યાણબાગ સર્કલ નીરા કેન્દ્ર સામે રોડ પર મહિલા કચડાઇ ગઇ હતી. ગોદીને મોગરાવાડી તરફ ખસેડાશે ગોદી ખસેડવા માટે રેલવેના માલનું વહન કરવા અને સ્ટેશન રોડ પર મુશ્કેલી સામે વધુ સુવિધાનો લક્ષ્ય રાખવામાં આવ્યોછે.સ્ટેશન ઉપર ટ્રેન પકડવા માટે રેલવે સ્ટેશને પહોંચવા કે ટ્રેનમાંથી ઉતરી ઘરે પરત ફરતા મુસાફરોને ભારે ટ્રાફિક જામનો સામનો કરવો પડે છે. રિક્ષા,કાર કે પગપાળા આવતા મુસાફરોને સ્ટેશન રોડ પરથી ટ્રેનો પકડવા પણ ગોદીમાંથી નિકળતાં ભારે વાહનોનો સામનો કરવા મજબૂર થવું પડે છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 4:44 am

આરોપીઓ જેલહવાલે કરાયા:મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલા ત્રણ શખ્સ પાસા હેઠળ જેલહવાલે

મોરબી જિલ્લા પોલીસે પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા ત્રણ શખ્સ વિરુદ્ધ સખ્ત કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ, મોરબી તરફથી પાસા વોરંટ ઈશ્યુ કરવામાં આવતા, એલ.સી.બી. અને હળવદ પોલીસની ટીમોએ ત્રણેયની અટકાયત કરી તેમને અલગ-અલગ જેલ હવાલે કર્યા છે. દારૂના ગુનામાં સંડોવાયેલા આરોપી અલ્પેશભાઈ રમેશભાઈ જીંજરીયા રહે. જૂના ઘુટું રોડ, મોરબીને મધ્યસ્થ જેલ, વડોદરા, બીજા આરોપી રવિભાઈ રમેશભાઈ વિંજવાડીયા રહે. જૂના ઘુંટુરોડ, મોરબીને જિલ્લા જેલ, જૂનાગઢ અને ત્રીજા આરોપી તેજશભાઈ નરશીભાઈ લાંઘણોજા રહે. ખાખરેચી, તા. માળીયા મીંયાણાને જિલ્લા જેલ, ભાવનગર ખાતે મોકલાયો છે. પોલીસે દારૂની બદીને નાબૂદ કરવા નાગરિકોને તેમના રહેણાંક વિસ્તાર, વ્યવસાય સ્થળો, કે પછી અવાવરૂ જગ્યાઓ, ધાર્મિક સ્થળો, શાળાઓ/કોલેજોની આસપાસ અથવા જાહેર સ્થળોએ પ્રોહિબિશનનું વેચાણ, હેરાફેરી, કે દારૂ ગાળવા જેવી પ્રવૃત્તિઓ આચરતા શખ્સોની માહિતી તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા મોરબી જિલ્લા કંટ્રોલ રૂમમાં આપવાની અપીલ કરી છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 4:36 am

સંકલન બેઠકમાં નિર્ણય:મોરબી મનપામાં નવી ભળેલી પંચાયતોને 15મા નાણાપંચ અંતર્ગત 4.76 કરોડની ગ્રાન્ટ મળશે

મોરબી મ્યુનિ.કમિશ્નર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને તેમજ ધારાસભ્ય દુર્લભજી દેથરીયાની હાજરીમાં ડિસેમ્બરની મનપા વિસ્તારની સંકલન બેઠક મળી હતી. આ બેઠકમાં શહેરના વિવિધ વિસ્તારમાં થનારા વિકાસ કાર્યો, જન ભાગીદારી હેઠળ થનાર વિવિધ કામો અંગે ચર્ચા કરવામાં આવી હતી. સંકલન સમિતિની બેઠકમાં ગ્રામ્ય વિસ્તારમાં ચાલતા સ્વ ભંડોળના કામો,નવી ગ્રામ પંચાયતમાં થનારા નાણાપંચના કામો, જનભાગીદારી યોજના હેઠળ વિવિધ સોસાયટીમાં પાણી અને ડ્રેનેજ કામો સહિતની ચર્ચા કરવામાં આવી હતી તેમજ મહાપાલિકામાં જે ગ્રામ પંચાયતો ભેળવવામાં આવી છે તે નવી ભળેલી ગ્રામ પંચાયતની ૧૫માં નાણાપંચની ગ્રાન્ટ વિકાસ કમિશ્નર દ્વારા જિલ્લા પંચાયત મારફતે આપવામાં આવશે રૂ ૪.૭૬ કરોડ તબક્કાવાર આપવાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું કમિશનરે જણાવ્યું હતું. જયારે ૧૫માં નાણાપંચના ગ્રાન્ટ અંગે ચર્ચા કરવામાં આવી છે તેમજ હાઉસ ટેક્ષ વસુલવામાં આવી રહ્યો છે તેમાં ઘણી મિલકતો બાકી છે , આથી ગ્રામ પંચાયતમાંથી આવેલી મિલકતો પર મહાપાલિકાના નિયમો મુજબ વેરો લેવો કે પછી પંચાયતના નિયમ મુજબ તે સહિતના મુદે ચર્ચા કરવામાં આવી હતી તેમ ધારાસભ્ય દેથરીયાએ જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 4:35 am

ટ્રાફિકજામ સર્જાયો:મોરબીના નવલખી રોડ પર ટ્રકની પલટી, બીજા 3 ભારે વાહન અટવાતાં ટ્રાફિકજામ

મોરબીનો નવલખી રોડ લાંબા સમયથી એટલી હદે ખરાબ હાલતમાં છે કે આ રોડ અકસ્માતનું એપી સેન્ટર બની ગયો છે. રોજબરોજ અનેક નાના મોટા અકસ્માતોનો આ રોડ સાક્ષી બન્યો છે જેમાં વધુ એક ઘટનાનો ઉમેરો થયો છે. માં નવલખી રોડની બિસ્માર હાલતને કારણે અહીંથી પસાર થતો એક ટ્રક અચાનક પલ્ટી મારી ગયો હતો. ત્યાં પાસે જ આજે બીજું એક ડમ્પર નમી ગયું હતું. આ ઉપરાંત સાઈડમાંથી નીકળવા જતા બે ટ્રક પણ અટવાઇ ગયા હતા. તેથી થોડીવાર માટે ટ્રાફિકજામ પણ થયો હતો.આથી અહીં અકસ્માતની ઘટના અટકવવા રોડનું યોગ્ય રીતે રીપેરીંગ કરવાની વાહન ચાલકોએ માંગ ઉઠાવી છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 4:32 am

ડિજિટલાઇજેશન ફળ્યું:મોરબીમાં ઓનલાઇન વેરો ભરવાનું વધ્યું , મનપામાં 5492 લોકોએ પ્રોપર્ટી ટેક્સ ભર્યો

મોરબીમાં અત્યાર સુધી અનેક નોટિસ અને મિલકત જપ્તીની કાર્યવાહીની ચેતવણી છતાં કરવેરો ભરવામાં ભારે ઉદાસીન વલણ દાખવતા આસામીઓ હવે ખુદ કરવેરો ભરવા આગળ આવ્યા છે અને ખાસ તો હવે આજના ડિજિટલાજેશનના યુગમાં ઓનલાઈન કરવેરો ભરવા આસામીઓને રસ વધ્યો હોય એમ 5492 લોકોએ ઓનલાઈન પ્રોપર્ટી ટેક્સ ભર્યો છે અને હજુ ઓનલાઈન વેરો ભરવાની પ્રક્રિયા તેજ ગતિએ ચાલુ છે. મનપાના ટેક્સ વિભાગે મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન નામની એપ્લિકેશન ઓનલાઈન વેબસાઈટ જાહેર કરી વેરો ભરવાની લોકોને તાકીદ કરી છે. 11 ક્લસ્ટર ઓફિસે થઇ રહી છે વેરા વસૂલાત‎મોરબી મહાપાલિકા દ્વારા નાની વાવડી પંચાયત, અમરેલી પંચાયત, મહેન્દ્રનગર પંચાયત, ભડીયાદ પંચાયત, ત્રાજપર પંચાયત, ગ્રીનચોક લાઈબ્રેરી, વિશ્વકર્મા બાલ મંદિર, શનાળા, રવાપર, અને લીલાપર ગ્રામ પંચાયત એમ 11 ક્લસ્ટર ઓફિસ ખાતે પ્રોપર્ટી ટેક્સ અને વ્યવસાય વેરો ભરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. મુખ્ય ઓફિસ રૂમ નં-9 ખાતે સવારે 10:30 થી સાંજે 5 વાગ્યા સુધી POS મશીન દ્વારા કરવેરો ભરે છે.મનપાએ હાલ સમયની માંગ મુજબ ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપ્યું છે. લોકો ઓનલાઈન વેબસાઈટ પ્લે સ્ટોર પરથી મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન લખીને લોગોવાળી એપ્લિકેશન ડાઉનલોડ કરીને વેરો ભરી શકે છે. 50,000થી વધુ વેરો બાકી હોય તેમને નોટિસ આપવાનું શરૂ‎મોરબી મહાનગરપાલિકાનું આગામી નાણાકીય વર્ગ માર્ચમાં પૂરું થવાનું હોય આ માર્ચ એન્ડિંગ પહેલા કરવેરાનો ટાર્ગેટ પૂરો કરવા મનપાના ટેક્સ વિભાગે કરવેરાના આકરાણી શરૂ કરી છે. જેમાં મનપાના ટેક્સ વિભાગે હાલ રૂ. 50,000થી વધુનો વેરો બાકી હોય તેવા મિલકત ધારકોને કરવેરો ભરવા માટે ધડાધડ નોટિસ ઇસ્યુ કરવાની કવાયત હાથ ધરી છે અને ટેક્સ વિભાગે આ નોટિસો ઇસ્યુ કરવાનું શરૂ કરી સમય મર્યાદામાં કરવેરો ન ભરનાર મિલકત ધારકોની મિલકત સીલ કરવાની ચેતવણી આપી છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 4:30 am

સોનેરી સિદ્ધિ:LRD પાસ કરી મોરબીની 8 યુવતીએ કંડારી કેડી, સફળતા માટે કર્યો સંઘર્ષ

જાણીતી ફિલ્મ દંગલનો યુવતીઓમાં જોમ જુસ્સો વધારતો એક પ્રખ્યાત ડાયલોગ છે કે, હમારી છોરી છોરો સે કમ હૈ કા નો વાસ્તવિક અમલ કરતી પ્રેરણાદાયી બાબત મોરબીમાં સામે આવી છે. જો કે મોરબી ઔદ્યોગિક હબ તરીકે જ જાણીતું હતું. પણ હવે રમત ગમત તેમજ શિક્ષણ અને બાકી રહી ગયું હતું. પોલીસના પ્રથમ ચરણરૂપ એલઆરડી એટલે લોકરક્ષક દળની પરીક્ષામાં મોરબી આગળ વધ્યું છે. તાજેતરમાં પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવાયેલી લોકરક્ષક દળની પરીક્ષાનું પરિણામ જાહેર થતા તેમાં મોરબીના 15 યુવાન સિલેક્ટ થયા છે. તેમાં ગૌરવ લેવા જેવી બાબત એ છે કે, લોકરક્ષક દળની પરીક્ષા આસાન ન હોય છતાં યુવકો કરતા યુવતીઓએ હિંમત, આત્મવિશ્વાસ અને કઠોર મહેનતથી મેદાન મારી પોલીસમાં કેરિયર માત્ર યુવાનો જ નહીં યુવતીઓ પણ બનાવી શકે તે બાબતને ખરા અર્થમાં ચરિતાર્થ કરી બતાવી છે. જેમાં મોરબીના પાટીદાર કરીયર એકેડમીમાંથી વિનામૂલ્યે સઘન તાલીમ લઈને નૈમીષ વસિયાણી, સાહિલ કાસુન્દ્રા, વિશ્વરાજ દેત્રોજા, સાવન મેંદપરા, રાજન લો, હિરેન દાવા, શિવાંગી ભાલોડિયા, ભક્તિ સાધરકીયા, ઋત્વિ વસિયાણી, ભાગ્યશ્રી ડઢાણીયા, સંતોષ આદ્રોજા, નિશા સોરીયા, માનસી સુરાણી, નેન્સી કાસુન્દ્રા, ધ્રુવી દેત્રોજા એલઆરડીમાં પસંદગી પામ્યા છે. પાટીદાર કરીયર એકેડમીના ચેરમેન એ.કે.પટેલે જણાવ્યું હતું કે ત્રણ જેટલી યુવતીની આર્થિક સ્થિતિ સાધારણ હોવા છતાં આ બહાદુર દીકરીઓએ ઘરમાં મદદરૂપ થવાની સાથે કપરો સંઘર્ષ કરીને સફળતા મેળવી એ બાબત સમગ્ર નારી જગત માટે કાબેલીદાદ છે. ટ્યુશન કલાસીસ ચલાવી‎કઠોર મહેનત કરી‎ મોરબીના ખેડૂત પરિવારની દીકરી માનસી બળવંતભાઈ સુરાણીનો નાનપણથી ભણી ગણીને આગળ વધવાનો ગોલ નક્કી હતો. માતા પિતા ખેતી કામ કરતા હોય એટલે પરિવારની આર્થિક સ્થિતિ સામાન્ય હોવા છતાં અન્ય દીકરીઓની જેમ ક્યારેય પણ ખોટી વસ્તુઓની જીદ કરી નથી અને ઉલ્ટાનું માતા પિતાને મદદરૂપ થવા અને અભ્યાસનો ખર્ચ કાઢવા તે ઘરે ટ્યુશન કલાસીસ ચલાવે છે. તેણે બીએસસી કરેલું છે અને લોકરક્ષક દળની પરીક્ષા માટે દરરોજ સવારે બે કલાક રનિંગની પ્રેક્ટિસ તેમજ બધા સ્ટુડન્ટ સાથે લેક્ચર્સ ટેસ્ટ અને સતત રિવિઝન કરીને સફળતા મેળવી છે. પરીક્ષાની તૈયારી સાથે‎ખેતીનું કામ પણ કર્યું‎ મોરબીના ખેવારિયા ગામે રહેતી ભક્તિ ભગવાનજીભાઈ સાધ્રકિયા કહે છે, બીકોમ કર્યા બાદ લોકરક્ષક દળની પરીક્ષા માટે દરરોજ ચાર વાગ્યે ઊઠીને ટિફિન બનાવીને રનીંગ સહિતની આકરી પ્રેક્ટિસ કરી હતી. આ એકેડેમીમાં સ્ટડી અને ફુલ ડે લાઈબ્રેરીનો યુઝ કરતી. તે ખેડૂત પરિવારમાંથી આવતી હોવાથી ખેતીનું કામ પણ જાતે જ કરતા હતા. ખેતીકામની સાથે એલઆરડીની પરીક્ષામાં કઠોર મહેનત કરીને ઉંચા ગુણે પાસ થઈ છું અને હજુ આટલેથી જ ન અટકતા જીપીએસસીમાં બે ટેસ્ટ કરીને હજુ આગળની તૈયારી કરીને કલાસ વન અધિકારી બનવાની તમન્ના છે. પિતાની તબિયત ખરાબ રહેતી‎હોવાથી કામ પણ કરવું પડતું‎ મોરબીની નિશા મુકેશભાઈ સોરીયાએ પોતાની સફળતા વિશે કહ્યું હતું કે, મેં બીકોમ કરીને ગ્રેજ્યુએશન કર્યું છે. એલઆરડીની પરીક્ષા માટે હું દરરોજ સવારમાં ચાર મહિના ગ્રાઉન્ડ પર દોડની પ્રેક્ટિસ કરતી હતી. પહેલાથી મેં લેક્ચર્સ લીધેલા હતા. પાટીદાર એકેડમીમાંથી અને ફુલ ડે લાઇબ્રેરીમાં આઠથી દસ કલાક જેટલું રીડિંગ તેમજ ડેઈલી ટેસ્ટ પ્લસ મોક ટેસ્ટથી ઘણો ફાયદો થયો હતો. જો કે, મારા ઘરની આર્થિક પરિસ્થિતિ બહુ ખરાબ હતી અને મારા પપ્પાની તબિયત પણ ખરાબ રહેતી હોવાથી કામ પણ કરવું પડતું.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 4:26 am

ભાસ્કર બ્રેકિંગ:ડીડીઓને સપ્તાહમાં બે દિવસ ગામમાં ફરવા સરકારનું ફરમાન

રાજ્યમાં 18 હજારથી વધુ ગામ આવેલાં છે. આ ગામોના વહીવટ માટે ગ્રામપંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ત્રીસ્તરીય વ્યવસ્થા છે જેના વહીવટીવડા જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ) હોય છે. ડીડીઓ પંચાયતની જિલ્લા કચેરીએ હોય છે અને બેઠક માટે જિલ્લા કલેક્ટર કચેરીએ કે પછી ગાંધીનગર જતા હોય છે. જવલ્લે જ તાલુકા મથકે જાય છે અને ગામમાં નિયમિત તો જવાનું ઓછું બને છે. વહીવટીવડા ગામમાં જાય નહીં તો યોજનાઓ છેક સુધી પહોંચતી નથી તેમજ અન્ય સમસ્યાઓને લઈને ઘણી ફરિયાદો આવે છે. જેને લઈને આખરે સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે કે, દરેક જિલ્લા વિકાસ અધિકારી હવે સપ્તાહમાં બે વખત પોતાના કાર્યક્ષેત્રના ગામોમાં જશે. સરકારે આપેલા આદેશ મુજબ ડીડીઓ સપ્તાહમાં બે વખત પોતાના કાર્યક્ષેત્રના ગામમાં જશે. અહીં તેઓ સરકારી કચેરીઓ અને સંસ્થાઓ, પંચાયત ઓફિસ, દવાખાના, શાળા અને આંગણવાડી તેમજ જાહેર સ્થળોએ જશે. ગામમાં રોડ રસ્તા અને સ્વચ્છતાની સુવિધાથી માંડી સરકારી યોજનાઓ ખરેખર પહોંચે છે કે નહીં તે જોવાનું રહેશે. ગ્રામજનો સાથે સંવાદ કરી તેમની ફરિયાદ પણ સાંભળવાની રહેશે અને જરૂરી કાર્યવાહી કરવાની રહેશે. એટલું જ નહીં, આ કાર્યવાહીનો એક રિપોર્ટ તૈયાર કરીને વિકાસ કમિશનરને મોકલવાનો રહેશે. આ નિર્ણય શુક્રવારે સાંજે લેવાયો છે એટલે સોમવારથી ડીડીઓએ તેની અમલવારી કરી હવે પોતાનું કેલેન્ડર તૈયાર કરવાનું રહેશે. 1984-85માં અધિકારીઓ મહિને 2 ગામમાં જતા હતા 1984-85ના વર્ષ દરમિયાન એક પરિપત્ર થયો હતો અને તેમાં સનદી અધિકારીઓએ મહિનામાં બે વખત બે ગામમાં રાત્રી રોકાણ કરવું તેનો નિયમ બનાવ્યો હતો. આ દરમિયાન તેઓએ રાત્રી ગ્રામસભા રાખી લોકોને સાંભળવાના અને વિવિધ સરકારી ઈમારતો, કચેરીઓએ પણ જવાનું હોય છે. જો કે સમયાંતરે આ પરિપત્ર ભુલાઇ ગયો હતો જેથી ફરી સરકારે અધિકારીઓને ગામડે જવા નિયમ બનાવવો પડ્યો છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 4:22 am

અકસ્માત:નંદાણા નજીક ટ્રેક્ટરની ટ્રોલી પલ્ટી ખાઈ જતા પ્રૌઢનું મૃત્યુ

કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામના પ્રૌઢ ટ્રેક્ટરની ટ્રોલીમા બેસી જતા હોય દરમિયાન એક કાર ચાલકે પાછળથી ટ્રોલી સાથે ટક્કર મારતા ટ્રોલી પલ્ટી ખાઇ ગઈ હતી જેમાં તેઓનું ગંભીર ઇજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. આ બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી કાર ચાલક સામે ગુન્હો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. કલ્યાણપુર પંથકના નંદાણા ગામે ખારા વિસ્તારમાં રહેતા શામજીભાઈ હીરાભાઈ નકુમ નામના પ્રૌઢ ટ્રેક્ટરની ટ્રોલી ઉપર બેસી જતા હોય દરમિયાન નજીક આવેલ રોડ પરથી પસાર થતી જી. જે. ૩૭ બી. ૪૪૪૩ નંબરની આઈ ૨૦ કારના ચાલકે ટ્રોલી પાછળ જોરદાર ટક્કર મારતા શામજીભાઈ નકુમ ટ્રોલી પલ્ટી ખાઈ જતા રોડની સાઇડ નીચે પટકાયા હતા આથી તેઓને માથાના અને શરીરના અન્ય ભાગે ગંભીર ઇજાઓ થવાથી મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવને પગલે મૃતકના પરિવારમાં ઘેરો શોક છવાયો છે. આ બનાવ અંગે કારચાલક સામે જયસુખભાઈ અરજણભાઈ સોનગરાએ કલ્યાણપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતા સ્થાનિક પોલીસ અધિકારી સહિતનો સ્ટાફ અકસ્માતના સ્થળપર દોડી ગયો હતો અને કાર ચાલક સામે ગુન્હો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યાં હતા. આ બનાવથી મૃતકના પરિવારમાં શોકનુ મોજુ ફરી વળ્યુ છે. ઉલ્લેખનીય છે કે, દ્વારકા જિલ્લામાં રોજિંદાની જેમ બેફામ દોડતા વાહનોથી જીવલેણ અકસ્માત સર્જાઈ રહયા છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 4:19 am

સુવિધા:ટેભડા-ગોદાવરી રોડનું રૂા. 3.25 કરોડના ખર્ચે સપાટી સુધારણાના કામનો પ્રારંભ

જામનગર જિલ્લાના ટેભડા-ગોદાવરી રોડનું રૂ. ૩.૨૫ કરોડના ખર્ચે સપાટી સુધારણા કામ શરૂ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છેકે વરસાદના કારણે આ માર્ગની સપાટી અતિ ખરાબ હાલતમાં હતી, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. માર્ગ અને મકાન વિભાગ દ્વારા જામનગર જિલ્લાના જામનગર તાલુકામાં આવેલા અગત્યના ગ્રામ્ય માર્ગ ટેભડા-ગોદાવરીની સપાટી સુધારણાનું કાર્ય સત્વરે હાથ ધરવામાં આવ્યું છે. ૮ કિમી ની લંબાઈ ધરાવતા આ માર્ગના નવીનીકરણ માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ. 3.25 કરોડનો જોબ નંબર મંજૂર કરવામાં આવ્યો છે.વરસાદના કારણે આ માર્ગની સપાટી અતિ ખરાબ હાલતમાં હતી, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ તકલીફોને ધ્યાનમાં રાખીને, આ રસ્તા પર સપાટી સુધારણા અને નવીનીકરણની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ હતી. આ પ્રોજેક્ટ હેઠળ માર્ગની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો લાવવા માટે માટીકામ, ગુણવત્તાયુક્ત ડામર કામ, સી.ડી. વર્ક્સ હેઠળ કલ્વર્ટ અને ડ્રેનેજ તેમજ રોડ ફર્નિચર અન્વયે સાઈનેજ, માર્ક્સ, વગેરે જેવી કામગીરીઓ કરવામાં આવશે. પંચાયત માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર કે. બી. છૈયા તથા નાયબ કાર્યપાલક ઇજનેર બી.આર. વસરા દ્વારા ઉપરોક્ત રસ્તાની સપાટી સુધારણાની કામગીરીને અગ્રતા આપીને સત્વરે શરૂ કરાવી દેવામાં આવી છે અને આ ઉપરાંત તેને બનતી ત્વરાએ પૂર્ણ કરાવવામાં આવશે. આ માર્ગનું કામ પૂર્ણ થવાથી ટેભડા, ગોદાવરી સહિતના આસપાસના ગામો તરફ જતા હજારો વાહનચાલકો અને સ્થાનિક નાગરિકોને સુરક્ષિત અને ઝડપી મુસાફરીનો લાભ મળશે, જેનાથી સમય અને ઇંધણની બચત થશે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 4:19 am

વિકાસ કામોના ખર્ચને મંજુરી:જામનગરમાં લોકભાગીદારીથી સીસી રોડ સહિતના રૂા. 17.99 કરોડના વિકાસ કામોને બહાલી અપાઈ

જામ્યુકોની સ્થાયી સમિતિની બેઠક યોજાઇ હતી.જેમાં જુદા જુાદ 17.99 કરોડના વિકાસ કામોના ખર્ચને મંજુરી આપવાનો નિર્ણય લેવાયો હતો. સ્થાયી સમિતિની બેઠકમાં વોર્ડ નં. 16માં ખાનગી સોસાયટી, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતો અને રહેણાંક વિસ્તારમાં લોકભાગીદારીથી માણળાકિય સુવિધાઓની વિકાસ યોજના અર્તગત સી.સી. રોડ, સી.સી. બ્લોકના કામ અંગે રૂ. 250 લાખ, વોર્ડ નં. 14 વિકાસ યોજના અતંગર્ત સી.સી. રોડ / સી.સી. બ્લોક (પેવર બ્લોક)ના કામ અંગે રૂ.60 લાખ, વોર્ડ નં. 7 વિસ્તારોમાં પણ લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ / સી.સી. બ્લોક (પેવર બ્લોક)ના કામ અંગે રૂ. 250 લાખ મંજુર કરવાનો નિર્ણય લેવાયો હતો. જયારે વોર્ડ નં. ૯ વિસ્તારમાં સી.સી. રોડ / સી.સી. બ્લોક (પેવર બ્લોક)ના કામ અંગે રૂ. 250 લાખ , વોર્ડ નં. 14 દિ. પ્લોટ શેરી નં. 59-60માં સી.સી. રોડ બનાવવાના કામ માટે રૂ. ૩૬.૮૨ લાખ. વોર્ડ નં.16 મંગલધામ કનૈયા પાર્ક થી મંગલધામ ના છેડા સુધી સી.સી. રોડના કામ માટે રૂ. 14.16 લાખ , વર્ષ 2025-26 ની ગ્રાન્ટ અંતર્ગત વોર્ડ નં. 16 માં આશીર્વાદ દિપ સોસાયટી બ્રિજથી કુબેર પાર્ક-3થી અન્ડર ગ્રાઉન્ડ ડ્રેનેજ એસ.ટી.પી.થી જામનગર રાજકોટ રોડ અને હરીધામ સોસાયટીથી એસ.ટી.પી. સુધી સી.સી. રોડ બનાવવાના કામ અંગે રૂ. 724.70 લાખ સહિતના ખર્ચને બહાલી આપવામાં આવી હતી. જુદી-જુદી શાખાઓમાં ટેકનિકલ અને વહીવટી કામગીરી માટે જુદી જુદી જગ્યાઓ પર ફરજ બજાવતા કોન્ટ્રાકટ બેઈઝ કર્મચારીઓની નવી નિમણૂક અંગેની દરખાસ્ત અન્વયે 6 માસ માટે નવી નિમણુંક આપવાનું મંજુર કરાયું છે. જ્યારે જુદી જુદી જગ્યાઓ ઉપર વધારાની કામગીરી માટે સ્પે. એલાઉન્સની દરખાસ્ત મંજર કરાઇ હતી. ચોકકસ વોર્ડમાં કરોડોના કામો મંજુરજામનગરના ચોકકસ વોર્ડમાં છેલ્લા ચારેક માસથી કરોડોના નવા કામો મંજુર થઇ રહયા છે,તેવો ગણગણાટ કોર્પોરેટરોમાં શરૂ થયો છે.જેમાં એકને ગોળને બીજાને ખોળ જેવી નિતિ અપનાવાતી હોવાનો છુપો આક્રોશ પણ સંબંધિતો વ્યકત કરી રહયા હોવાનુ સામે આવ્યુ છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 4:17 am

ભાસ્કર એક્સક્લુસિવ:નવા 9 કોર્પોરેશનના સર્વગ્રાહી રિપોર્ટમાં મહેસાણા 4થા ક્રમે‎

રાજ્યના શહેરી વિકાસ વિભાગે નવરચિત 9‎મહાનગરપાલિકામાં ચાલી રહેલી કામગીરી અંગે‎ સપ્ટેમ્બર- ઓક્ટોબર મહિનાનો સર્વગ્રાહી રિપોર્ટ ‎જાહેર કર્યો છે. જેમાં વિવિધ 25 પિલ્લરની‎ કામગીરીની સમીક્ષા કરી રેન્કિંગ અપાયું છે. જેમાં‎મહેસાણા મનપા 43.32 ટકા સાથે ચોથા ક્રમે છે.‎ શહેરમાં 30થી વધુ પ્રોજેક્ટો ચાલી રહ્યા છે, પરંતુ કામ‎હજુ પૂરા થયા ન હોય તેમજ લોકોને આ વાસ અને‎આ જીવિકા પૂરી પાડવાના માપદંડમાં 50 ટકાથી પણ‎ઓછી કામગીરી હોઇ તેની સીધી અસર મૂલ્યાંકનમાં‎પડી છે. ઉલ્લેખનિય છે કે, 51.09 ટકા સાથે‎કરમસદ-આણંદ પ્રથમ ક્રમે, 50.85 ટકા સાથે‎નવસારી બીજા ક્રમે તેમજ 47.41 ટકા સાથે નડિયાદ‎મનપા ત્રીજા ક્રમે રહી છે.‎ નવરચિત મહાનગર પાલિકાની કામગીરીનું‎મૂલ્યાંકન કરાય છે. જેમાં સારી સેવા પૂરી પાડવી (25 ‎‎ટકા), વધુ સારી રીતે નાગરિકો સાથે જોડાણ (10‎ટકા), વધુ સારું શાસન (10 ટકા), સ્થાયી આયોજન‎ અને વિકાસ (20 ટકા), એફોર્ડેબલ મકાન અને ‎‎આજીવિકા (20 ટકા) તેમજ સારી કનેક્ટિવિટી (10‎ટકા) મળી કુલ 100 ટકાના આ 6 માપદંડમાં 25 ‎‎પ્રવૃત્તિઅઓને આવરી લેવાય છે. જેમાં મહેસાણા ‎‎મહાનગરપાલિકાનો સારી સેવા પ્રદાનમાં 25માંથી‎માત્ર 8.61 ટકા મળ્યા છે. શહેરી પ્લાનિંગ અને‎વિકાસ કામોમાં 20માંથી 10.05 ટકા મળ્યા છે. જોકે, ‎‎અનેક પ્રોજેક્ટો હાલ પ્રગતિમાં છે, પૂરા થયેલા ન હોઇ ‎‎રેન્કિંગમાં પાછળ રહી ગઇ છે.‎ રેન્કિંગમાં પાછળ કેમ રહી ગયા? : હાલ શહેરમાં 30થી વધુ‎પ્રોજેક્ટો ચાલી રહ્યાં છે, આ કામો પૂરાં થતાં પરિણામ દેખાશે‎ શહેરમાં ધૂળનું પ્રદૂષણ ઓછું કરવા રોડ‎સ્વીપર મશીન શરૂ કર્યા છે. જીઆઇડીસી‎ડ્રેનેજનું પાણી બાયપાસ વરસાદી‎લાઈનમાં ન આવે અને શોષકૂવામાં જાય‎તેનો સંયુક્ત સર્વે જીપીસીબીને સાથે રાખી‎ચાલી રહ્યો છે. શહેરને ડસ્ટ ફ્રી બનાવવા‎માટે વોલ ટુ વોલ રોડ બનાવાઇ રહ્યા છે.‎ યુટીલિટીમાં વરસાદી લાઇન રાધનપુર‎કાશી વિશ્વનાથ મંદિર સાઇડ અને‎વિસનગર લિંક રોડ નંખાઈ, હાલ મોઢેરા‎રોડ ચાલુ છે. આવા પ્રોજેક્ટ પૂર્ણ થવામાં‎છ થી નવ મહિના લાગે. નવા રસ્તામાં‎પાર્કિંગ રહેશે. આઇકોનિક રોડમાં દર 5‎મીટરે વૃક્ષ હશે. દેદિયાસણમાં નવું અર્બન‎કવચ બનશે. નવા ગાર્ડન બની રહ્યા છે,‎ફતેપુરા તળાવ ડેવલપ થઈ રહ્યું છે.‎પાર્કિંગમાં હજુ પૂરતી સેન્સ ન હોઇ ટોઇંગ‎વ્યવસ્થા કરાઇ છે. રાધનપુર રોડ પર‎ટ્રાફિક સિગ્નલ ચેનલાઇઝનું કામ ચાલુ‎હોઈ અઠવાડિયા પછી ચાલુ થઈ જશે.‎મહેસાણા ઉત્તર ગુજરાતનું સેન્ટર છે‎એટલે 5 જગ્યાએ સુવિધાયુક્ત લાઇબ્રેરી‎બનાવાશે. સ્માર્ટ આંગણવાડી અને નવા‎ટોયલેટ બનવાના છે. આ કામો પૂરાં થતાં‎આગામી રિપોર્ટમાં તેના પરિણામ ચોક્કસ‎ દેખાશે.‎

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 4:16 am

કૃષિ:માર્કેટ યાર્ડમાં સૌથી ઓછો ભાવ સુકી ડુંગળીનો 215 બોલાયો હતો

જામનગર માર્કેટ યાર્ડમાં 878 ખેડૂતો આવતા કુલ 26042 આવક જણસ ની આવક થઈ હતી. જેમાં સૌથી ઊંચો ભાવ જીરું 4035નો બોલાયો હતો. સૌથી ઓછો ભાવ સુકી ડુંગળીનો 215 બોલાયો હતો. જ્યારે સૌથી વધુ આવક કપાસની 11 5 65 મણ થઈ હતી જ્યારે સૌથી ઓછી આવક વટાણા અને તુવેરની 3 મણ નોંધાઈ હતી. જામનગર માર્કેટ યાર્ડમાં શુક્રવારે 878 ખેડૂતો આવતા કુલ 10 251 ગુણી જણસની ઠલવાઈ હતી. જેમાં સૌથી વધુ આવક કપાસની 11 5 65 મણ થઈ હતી જ્યારે સૌથી ઓછી આવક વટાણા અને તુવેરની 3 મણ નોંધાઈ હતી. બાજરી 355 થી 400, ઘઉં 470 થી 565, અડદ 900 થી 1250, તુવેર 100 થી 350 વાલ 700થી 995, ચણા 900 થી 1085, ચણા સફેદ 950 થી 1495, મગફળી ઝીણી 1000 થી 1360, મગફળી જાડી 900 થી 1290, મગફળી 66 નંબર 1050, મગફળી 9 નંબર 1100 થી 1450, એરંડા 900 થી 1336, તલી 1000 થી 2370, રાયડો 950 થી 1303, રાય 1000 થી 16 21, લસણ 575 થી 1140, જીરુ 3500 થી 40 35 , અજમાની ભૂસી 50 થી 1860, ધાણા 1350 થી 1845 , મરચા 1000 થી 3740 બંગડી સુકી 40 થી 215, સોયાબીન 700 થી 895, વટાણા 1000 થી 1450 નો બોલાયો હતો.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 4:16 am

વાતાવરણ:શહેરમાં ઠંડીનું જોર વધ્યું, પારો 16 ડિગ્રી

જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં 1 ડીગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન 16 ડીગ્રી નોંધાયું હતું. પવનની ગતિમાં થયેલા વધારા અને તાપમાનમાં ઘટાડો થતા જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. જમ્મુ-કાશ્મીર, હિમાચલપ્રદેશ તથા ઉત્તરાખંડમાં હિમવર્ષા થતા ત્યાંના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો માઈનસમાં અથવા સિંગલ ડિઝિટમાં ચાલ્યો ગયો છે. ઉત્તર ભારતના હિમ જેવા ઠંડા પવનના પગલે હરિયાણા, પંજાબ, દિલ્હી, રાજસ્થાન સહિતના રાજ્યોમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. ગુજરાતમાં પણ હવે ધીમે ધીમે તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. જામનગરમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન એક ડીગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન 16 ડીગ્રી અને આંશિક ઘટીને મહત્તમ તાપમાન 28.2 ડીગ્રી નોંધાયું હતું. ઉત્તર ભારતમાંથી આવતા ઠંડા પવનના પગલે જામનગર સહિત સમગ્ર હાલર પંથકમાં ઠંડીનો ચમકારો અનુભવાયો છે. સાંજથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી, અને રાતથી વહેલી સવાર સુધી વધારે ઠંડી અનુભવાઈ હતી.જ્યારે મહત્તમ તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાતા શુક્રવારે મહતમ તાપમાન 28.5 ડિગ્રી રહ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 69 ટકા રહ્યુ હતું. વહેલી સવારે પવનનું જોર રહેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. જેના પગલે શહેરના મુખ્ય માર્ગો પર વહેલી સવારે સ્વયંમ સચાર બંધી જોવા મળી હતી.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 4:16 am

પીજીવીસીએલની 41 ટીમો એક્શન મોડમાં:822 જોડાણની ચકાસણી, 103 વીજકનેકશનોમાં‎વીજચોરી ઝડપાઇ, 47.15 લાખનો દંડ ફટકાર્યો‎

સુરેન્દ્રનગર જિલ્લામાં વીજચોરીનું ‎‎દૂષણ દિવસે દિવસે વધી રહ્યુ છે.‎જેના ડામવા માટે તંત્ર દ્વારા ‎‎વીજચેકિંગ સાથે દરોડાઓ‎પાડવામાં આવી રહ્યા છે. તેમ છતા‎જિલ્લામાં રહેણાંક વિસ્તારો‎સહિતના સ્થળોએ લોકો દ્વારા‎વીજચોરી કરવામાં આવી રહી છે.‎ત્યારે રાજકોટના ચીફ ઈજનેર‎એ.એસ.ચૌધરીની સૂચના‎અનુસાર અધિક્ષક ઇજનેર,‎સુરેન્દ્રનગર એન.એન.અમીનની‎માર્ગદર્શન હેઠળ જિલ્લામાં તા.‎5-12-2025ને શુક્રવારે ચેકિંગની‎કાર્યવાહી હાથ ધરી હતી.‎ જેમાં પીજીવીસીએલની 41 વીજ‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎ચેકિંગની ટીમો દ્વારા ધ્રાંગધ્રા,‎દસાડા તમજ પાટડી તાલુકાના‎જુદા જુદા ગામોમાં વીજ ચેકિંગની‎કામગીરી કરવામાં આવી હતી.‎આ માટે 14 એસઆરપીના‎જવાનો તથા 20 પોલીસ સ્ટાફ‎દ્વારા પ્રોટેકશન આપવામાં આવ્યુ‎હતુ. તેમજ 6 વિડીયોગ્રાફર‎મૂકવામાં આવ્યા હતા. આ વીજ‎ચેકિંગની કામગીરી દરમિયાન ઘર‎વપરાશના 816, વાણિજ્યના 6‎એમ કુલ 822 વીજ જોડાણોની‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎ચકાસણી કરવામાં આવી હતી.‎જેમાંથી ઘર વપરાશના 101 તથા‎વાણિજ્યના 2 એમ કુલ 103 વીજ‎જોડાણોમાં વીજ ચોરી પકડવામાં‎આવી હતી. આ પૈકીના વીજ‎જોડાણો વગરના કુલ 61 વીજ‎ચોરીના કેસ પકડવામાં આવ્યા‎હતા. કુલ 103 વીજ જોડાણોમાં‎વીજચોરી ધ્યાને આવતા રૂ. 47.15‎લાખનો દંડ આપવામાં આવતા‎વીજચોરી કરતા તત્વોમાં દોડધામ‎મચી હતી.‎ ભાસ્કર ઈનસાઈડ‎દરોડામાં 61 જેટલા લોકો મીટર‎વગરના અને સીધા લંગરીયા નાંખીને‎વીજચોરી કરતા ઝડપાઇ ગયા હતા.‎ કયા ગામોમાં દરોડા‎ધ્રાંગધ્રા, દસાડા તથા પાટડી‎તાલુકાના ગામડાઓમાં શુક્રવારે‎પીજીવીસીએલ ટીમોએ કામગીરી કરી‎હતી. જેમાં વાવડી, માલવણ,‎બજાણા, ઝેઝરી, ખેરવા, જૈનાબાદ,‎ધ્રાંગધ્રા શહેર, દેવચરાડી, મીઠાઘોડા,‎ચીકાસર, એછવાડા, એરવાડા,‎વણોદ સહિતના ગામોમાં કામગીરી‎કરવામાં આવી હતી.‎

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 4:14 am

માર્ગદર્શન શિબિરનું આયોજન કરાયું:લીંબડીમાં ગ્રીન ટેક્નોલોજી, સ્માર્ટ વેસ્ટ મેનેજમેન્ટ, રિન્યૂએબલ એનર્જી કરી પ્રદૂષણ નિયંત્રણ કરાશે

લીંબડી કેળવણી મંડળ સંચાલિત કોલેજમાં ઈનોવેશન ક્લબ અંતર્ગત રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ નિમિત્તે માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના ઈ.પ્રિન્સિપાલ પ્રો.કે.એમ.ઠક્કરે છાત્રોને પ્રસંગોચિત ઉદબોધન કરી પ્રોત્સાહિત કર્યા હતા. ધવલભાઈ આદેશરાએ વિદ્યાર્થીઓ અને કોલેજ પરિવારને પ્રદૂષણને અટકાવવા માટેની ઈનોવેટીવ રીતોના વિષય પર અત્યંત માહિતીસભર અને અસરકારક વક્તવ્ય આપ્યુ હતું. જેમાં તેમણે વાયુ, પાણી, જમીન, અવાજ અને ઈ-વેસ્ટ જેવા પ્રદૂષણના પ્રકારોની માનવજીવન ઉપર પડતી અસર વિશે જાણકારી આપી હતી. પ્રદૂષણના કારણે પૃથ્વી પર વસતા જીવના આરોગ્ય અને પ્રભાવ વિશે જણાવી હાલની પરિસ્થિતિમાં વધતા પ્રદૂષણના કારણો, વિદ્યાર્થીઓ નાના- નાના પગલાં ભરીને પ્રદૂષણ નિયંત્રણ કરવામાં ફેરફાર કરી શકે તે માટે પીપીટી પ્રેઝન્ટેશન દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે ઈનોવેટીવ પદ્ધતિઓ જેવી કે ગ્રીન ટેક્નોલોજી, સ્માર્ટ વેસ્ટ મેનેજમેન્ટ, રિન્યૂએબલ એનર્જી કરી પ્રદૂષણ નિયંત્રણ કરી શકાય છે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ઈનોવેશન ક્લબ કો-ઑર્ડીનેટર ડૉ.એલ.કે.રાણા દ્વારા કરાયું હતું. કાર્યક્રમને સફળ બનાવવા કોલેજ પરિવારે જહેમત ઉઠાવી હતી.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 4:10 am

એવોર્ડ એનાયત કરાયો:ઘાસપુરના પ્રોફેસરને અતુલ્ય વારસો આઇડેન્ટી એવોર્ડ-2025 એનાયત

ખારાપાટ વિસ્તારના ઘાસપુર ગામના ડૉ. ગિરીશ શાહ કે જેઓ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, પંચમહાલ ખાતે ઈતિહાસ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. તેઓને ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંશોધન કેન્દ્ર, ગાંધીનગર દ્વારા અતુલ્ય વારસો આઇડેન્ટી એવોર્ડ-2025 કે જેમાં ઇતિહાસ અને સંશોધન ક્ષેત્રમાં તેઓની પસંદગી થયેલ છે. ગાંધીનગર ખાતે એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પૂર્વ મુખ્ય સચિવ પી.કે.લહેરી, ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ હર્ષદ પટેલ, ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર જયેન્દ્રસિંહ જાદવ તેમજ સાંઠના મેનેજિંગ ડિરેક્ટર કપિલ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 4:10 am

શિક્ષણ મંત્રીને કરેલી રજૂઆત ફળી:ધૂળેટીની જાહેર રજાને લઇ બોર્ડની મુખ્ય પરીક્ષાના સમયપત્રકમાં ફેરફાર કરાયો

રાજ્ય શિક્ષણ વિભાગે તાજેતરમાં બોર્ડની પરીક્ષાની તારીખો નક્કી કરી હતી.ત્યારે પરીક્ષાની તારીખ અને રજાની તારીખ મામલે આચાર્ય ઉચ્ચતર માધ્યમીક માધ્યમીક શૈક્ષિક મહાસંઘે શિક્ષણ મંત્રીને રજૂઆત કરી હતી. જેમાં આ અંગે સુરેન્દ્રનગ આચાર્ય સંઘના ભરતસિંહ ચાવડાએ જણાવ્યુ કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા મુખ્ય પરીક્ષા-2026નું સમયપત્રક પ્રસિદ્ધ કર્યુ હતુ. જેમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાઓની તારીખ 4/3/2026 નક્કી કરી હતી. પરંતુ ગુજરાત સરકારના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા જાહેર કરાયેલ જાહેર રજાઓ - 2026ની યાદી મુજબ તારીખ 4/3/2026 ધુળેટી સાર્વજનિક રજા તરીકે જાહેર કરી છે. આ પરિસ્થિતિમાં ધોરણ 10 અને 12ના હજારો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે પરીક્ષા અને રજાના દિવસે અસમંજસ સર્જાય છે, જે વિદ્યાર્થીઓની સુવિધા, માનસિક દબાણ, પરિવહન વ્યવસ્થા તેમજ પરીક્ષા વ્યવસ્થાપન માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે એમ છે. તથા ગ્રામ્ય વિસ્તારોમાં ધુળેટી ના દિવસે અવર જવર માં ખુબ મોટી તકલીફો ઉપસ્થિત થઈ શકે છે.આથી વિદ્યાર્થીઓના હિતને પ્રાથમિકતા આપીને મુખ્ય પરીક્ષા-2026ના સમયપત્રકમાં જરૂરી ફેરફાર કરવા જણાવ્યુ હતુ. આથી રાજ્ય સરકાર દ્વારા તારીખોમાં ફેરફાર કરાયો છે. આચાર્ય ઉચ્ચતર માધ્યમીક માધ્યમીક શૈક્ષિક મહાસંઘે શિક્ષણ મંત્રીને રજૂઆત કરી હતી સમયમાં કોઇ ફેરફાર નહીં ધો.10ની પરીક્ષા જે4-3-2026ના રોજ સામાજીક વિજ્ઞાન હતુ તે 18-3-2026 તારીખ કરાઇ જ્યારે ધો.12 સામાન્ય પ્રવાહનુ 4-3-2026ના રોજ નામાના મુળ તત્વો, ઇતિહાસ, તારીખ 17-3-2026 કરાઇ છે. જ્યારે સામાન્ય પ્રવાહની 4-3-2026ની જીવવિજ્ઞાન અને કૃષી રસાયણ શાસ્ત્ર, અર્થ શાસ્ત્ર વાણીજ્ય સંચાલન, સમાજ શાસ્ત્ર મનોવિજ્ઞાન અને અર્થશાસ્ત્ર, પદાર્થવિજ્ઞાન અને ગણિતશાસ્ત્ર તારીખ બદલીને 18-3-2026 કરાઇ છે. આ ઉપરાંત ધો.12 સાયન્સની 4-3-2026ની જીવવિજ્ઞાન તારીખ બદલી 16-3-2026 કરાઇ છે.સંસ્કૃત પ્રથમા અને સંસ્કૃત મધ્યમાની તા.4-3-2026 હતીતે હવે 16-3-2026 કરાઇ છે.જ્યારે પરીક્ષાની તારીખ બદલાઇ છે પરંતુ સમય પહેલા હતો તે જ રખાયો છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 4:09 am

યાત્રીઓ આપે ધ્યાન:રેલવે પિટલાઇનને લીધે 7 ટ્રેન રદ, બે શોર્ટ ટર્મીનેટ કરાઇ

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ અંતર્ગત ભાવનગર ટર્મિનસ સ્ટેશન યાર્ડમાં પિટ લાઇન નંબર–2ના મરામત કાર્ય માટે તા. 08 ડિસેમ્બર2025થી 45 દિવસ સુધી બ્લોક લેવામાં આવવાને કારણે કેટલીક ટ્રેનોના સંચાલનમાં તાત્કાલિક ફેરફાર કરાયા છે. આ સમયગાળા દરમિયાન કેટલીક ટ્રેનો રદ, શૉર્ટ ટર્મિનેશન/ઓરિજિનેશન તેમજ રિશેડ્યૂલ કરાઇ છે. ટ્રેન નંબર 59228/59233 ભાવનગર– સુરેન્દ્રનગર– ભાવનગર, 59267/59268 ભાવનગર– પાલીતાણા–ભાવન ગર ,59269/59270 ભાવનગર– પાલીતાણા–ભાવન ગર, 59229/59230 ભાવનગર– બોટાદ–ભાવનગર, 59204/59271 ભાવનગર– બોટાદ– ભાવનગર, 59235/59236 ધોળા– મહુવા– ધોળા, 09529/09530 ધોળા – ભાવનગર– ધોળા TOD સ્પેશિયલ રદ કરાઇ છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 4:07 am