પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન:હમનખુડીમાં દરિયાલાલ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
લખપત તાલુકામાં આવેલા હમનખુડીમાં દરિયાલાલ મંદિરનો ત્રણ દિવસ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. જેમાં શોભા યાત્રા તેમજ દાતાઓના સન્માન કરાયા હતા. સંતવાણીમાં કલાકાર સાહિત્યકાર સાંઈરામ દેવ અને નિલેશ ગઢવીએ મોજ કરાવી હતી તેમજ છેલ્લા દિવસે શ્રીફળ હોમ તેમજ નૂતન મંદિરમાં દરિયાલાલ દેવ મંદિરનો મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. આ પ્રંસગે પૂર્વ રાજ્ય મંત્રી વાસણભાઈ આહિર તેમજ સંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સોનલલાલ મહારાજ, આઈ ચંદુમા અંબેધામ ગોધરા, શાંતીદાસજ મહારાજ, દિનેશગીરી બાપુ કોટેશ્વર જાગીર, દિનેશગીરી હમનખુડી મહંત તેમજ મહોત્સવના મુખ્ય યજમાન સ્વં.રમાબેન મુલજી કેશવજી કતીરા પરીવાર તેમજ કમળાબેન જ્યંતીલાલ ચંદે પરીવાર રહ્યા હતા તેમજ સ્વં.પારપ્યા મુલજી ગણાત્રા તેમજ સ્વં.રામજીભાઈ અરજણભાઈ સોમૈયા પરીવાર રહ્યા હતા. જયંતી ચંદે, દિપક રેલોન, પ્રવીણ કેશરીયા, કમલેશ કેશરીયા, રમેશ કમાણી, નવીન રૂપારેલ, વૈભવ કમાણી, હરેશ કેશરીયા, ભરત તન્ના, પ્રકાશ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
કચ્છના છેવાડાના સરહદી મુધાન નજીકના સીમાડામાં વન વિભાગની જમીનમાં ખાનગી કંપની દ્વારા ગેરકાયદે રસ્તાઓ બનાવીને ભારે વાહનોનું પરિવહન કરવામાં આવતું હોવાની રજૂઆત સાથે આ માર્ગ બંધ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. વન વિભાગ સમક્ષ કરવામાં આવેલી રજૂઆત મુજબ લખપત તાલુકાના મુધાન ગામ નજીક ખાનગી કંપની દ્વારા વન વિભાગની જમીનમાંથી ગેરકાયદે રસ્તાઓ બનાવીને મીઠુ તેમજ અન્ય સામગ્રી ભરેલા ભારે વાહનોનું પરિવહન કરવામાં આવે છે. અગાઉ આ કંપની દ્વારા મુધાન પંચાયતની જમીન તેમજ ગૌચર ઉપરાંત ખાનગી જમીનોમાંથી પોતાના વાહનોનું પરિવહન કરવામાં આવતું હતું જે ગ્રામજનો દ્વારા અટકાવવામાં આવ્યા બાદ હવે વન વિભાગની જમીનમાંથી રસ્તા બનાવવામાં આવ્યા હોવાથી વૃક્ષોનું નિકંદન કાઢવાની સાથે વન્ય જીવોને પણ અડચણ ઉભી થઈ રહી છે. જો અનધિકૃત પરિવહન ચાલુ રહેશે તો ગાંધી ચીંધ્યા માર્ગે જવું પડશે તેવી ચીમકી મુધાનના સરપંચ સૂરજસિંહ જાડેજા તેમજ આગેવાનો દ્વારા ઉચ્ચારાઇ હતી. આ અંગે દયાપર વન વિભાગના આરએફઓ પ્રિયંકાંત આસરાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે મુધાન સરપંચની રજૂઆત બાદસ્થળ તપાસ કરતા કંપનીના જવાબદારો દ્વારા અહીંથી વાહનો પસાર કરવા માટે ઉચ્ચકક્ષાએથી મંજૂરી મેળવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે તેમના દ્વારા મંજૂરીના કોઈ પુરાવા રજૂ ન કરવામાં આવતા કાલે આ વિસ્તારમાંથી વાહનો પસાર કરવાની મનાઈ ફરમાવાઇ છે. જો કોઈ મંજૂરી મેળવી હોય તો જરૂરી આધાર પુરાવા સાથે રજૂ કરવા કંપનીને સૂચના આપી છે તેમ તેમણે ઉમેર્યું હતું.
ખેડૂતોની અટકાયત કરાઈ:વાંઢીયામાં કામ બંધ કરાવાતાં વધુ 18 ખેડૂતોની અટકાયત
ભચાઉ તાલુકા વાંઢીયા ગામના ખેતરોમાંથી 765 kv હાઇ વોલ્ટસની અદાણી કંપનીની વીજ લાઈન પસાર થઇ રહી છે જેના પુરા વળતર માટે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. છેલ્લા 24 દિવસથી કિસાનો કામ બંધ કરાવા જાય છે જેને પોલીસ ઉઠાવી જાય છે. છેલ્લા ત્રણ દિવસમાં વધુ 51 ખેડૂતોની અટકાયત કરવા માં આવી હતી. 24 દિવસમાં 727 ધરતીપુત્રોની અટકાયત થઇ છે. ભારતીય કિસાન સંધ ભચાઉ તાલુકા પ્રમુખ દેવજી આહીરે કહ્યું હતું કે, જ્યાં સુધી કંપની ખેડૂતોને પૂરૂં વળતર નહિ આપે ત્યાં સુધી લડાઈ ચાલુ રહેશે. અમે ખેડૂત છીએ, થાકવાના નથી, અમારો હક લઈને રહેશુ. દરમિયાન ગુરુવારે અદાણીના જવાબદાર અધિકારીઓ સાથે કિસાન સંઘની મિટિંગ થવાની હતી પણ ધોરડોમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતા થઇ શકી ન હતી. કંપની સાથે ખેડૂતોની લડાઈ ચાલુ રહેવાની સાથે આંદોલનને 105 દિવસ પુરા થયા હતા.
ગાગોદર કેનાલમાં નબળી કામગીરી:વારંવાર પડતા ગાબડાંથી હેરાનગતિ
રાપર તાલુકાના પલાંસવા નજીક આવેલા અમરાપર ગામ પાસેની ગાગોદર કેનાલમાં વારંવાર પડતા ગાબડાં (ભંગાણ)ને કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ નબળી કામગીરી અંગે પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ વેલજીભાઈ સોલંકીએ આક્રોશ વ્યક્ત કર્યો છે અને રાપરના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાને લેખિતમાં રજૂઆત કરી છે. પૂર્વ પ્રમુખ વેલજીભાઈ સોલંકીએ પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે કેનાલના બાંધકામમાં અત્યંત હલકી ગુણવત્તાનું મટિરિયલ વાપરવામાં આવ્યું છે, જેને તેમણે આક્રોશ સાથે ‘લોટ-પાણી-લાકડા’ જેવું ગણાવ્યું હતું. આ નબળા મટિરિયલને કારણે ગાગોદર કેનાલમાં અવારનવાર ગાબડાં પડવાના બનાવો સામે આવી રહ્યા છે, જેનાથી ખેડૂતોને સિંચાઈના પાણીની સમસ્યા સર્જાય છે. સોલંકીએ વધુમાં ઉમેર્યું હતું કે જ્યારે કેનાલની કામગીરીમાં ખામી અને ગાબડાં અંગે ખેડૂતો દ્વારા કેનાલના એન્જિનિયરોને ફરિયાદ કરવામાં આવે છે, ત્યારે તેઓ ખેડૂતોને સંતોષકારક જવાબ આપવાને બદલે ઉડાઉ જવાબો આપીને વાત ટાળી દે છે. સ્થાનિક ખેડૂતોની માંગ છે કે આ ગંભીર બાબતની તાત્કાલિક તપાસ કરવામાં આવે અને કેનાલના નબળા બાંધકામ માટે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી ખેડૂતોને નિયમિત રીતે પાણી મળી શકે.
કતલખાના ખાતે LCBના દરોડા:અબડાસાના વિંઝાણના રહેણાંક મકાનમાં ચાલતું કતલખાનું ઝડપાયું
અબડાસા તાલુકાના વિંઝાણ ગામના રહેણાંક મકાનમાં ચાલતા કતલખાના પર એલસીબીએ દરોડો પાડી કતલ માટે રાખેલ જીવિત ગાય અને ગૌવંશ સહીત ચાર જીવને બચાવી લીધા છે. આરોપીના મકાનમાં રાખેલ ગૌવંશના માંસ સહીત હથીયારો કબ્જે કરી કોઠારા પોલીસ મથકે જાણવા જોગ દાખલ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ એચ.આર.જેઠીની સુચનાથી ટીમ કોઠારા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી.એ દરમિયાન બાતમી મળી હતી કે,અબડાસા તાલુકાના વિંઝાણ ગામમાં રહેતા અલીઅકબર ઉર્ફે ઇકબાલ જાકબ હિંગોરાએ પોતાના મકાનમાં ગૌ વંશનું માંસ વેચાણ માટે રાખેલું છે.તેમજ મકાનની પાછળ બનાવેલા પતરાના સેડમાં ગાય અને આખલા કતલ કરવા માટે રાખેલા છે. બાતમીના આધારે સ્થાનિકે દરોડો પાડતા આરોપીના મકાનમાં રાખેલ ડીપ ફ્રીઝમાંથી 19 કિલો ગૌ વંશનું માંસ મળી આવ્યું હતું જે વેચાણ માટે રાખેલ હતું.આ ઉપરાંત સ્થળ પરથી કતલ કરવા માટે ઉપયોગમાં લેવાયેલા ૩ કોયતા અને ૩ છરી પણ મળી આવ્યા હતા. પોલીસે આરોપીના મકાનની પાછળ તપાસ કરતા પતરાના સેડમાં કતલ કરવા માટે રાખેલ એક જીવિત ગાય,2 આખલા અને 1 બળદ મળી આવ્યા હતા.જેને કતલ થતા પહેલા બચાવી લઇ પાંજરાપોળ ખાતે મોકલાવી દેવામાં આવ્યા છે.હાલ સમગ્ર મામલે કોઠારા પોલીસ મથકે જાણવા જોગ દાખલ કરી માંસના જથ્થાને એફએસએલ તપાસ માટે મોકલવામાં આવ્યો છે.
ઠગ ઝડપાયો:ફેસબુકમાં સસ્તા સોનાની લાલચ આપી ઠગાઈનો પ્રયાસ કરનાર ઝડપાયો
શહેરના ચીટરો સસ્તા સોનાના નામે લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવી ચૂક્યા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. તેવામાં ફેસબુક પર લોભામણી જાહેરાત કરી ઠગાઈનો પ્રયાસ કરનાર ઈસમ એલસીબીને હાથ લાગ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ, એલસીબીની ટીમ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. એ દરમિયાન બાતમી મળી હતી કે કોડકી રોડ પર બરફના કારખાના સામે એક ઈસમ હાજર છે અને તે હાલે પોતાના મોબાઈલ ફોનમાં સોશિયલ મીડિયામાં ખોટી આઈડી બનાવી બજાર ભાવ કરતા સસ્તામાં સોનુ આપવાની જાહેરાત પોસ્ટ કરી લોકો સાથે ઠગાઈ કરવાની કોશિશમાં છે. બાતમીના આધારે પોલીસે સ્થાનિકે તપાસ કરતા રહીમનનગરનો આરોપી સાહિલ કાસમ ફકીર હાજર મળી આવ્યો હતો. જેની પાસે રહેલા મોબાઇલમાં તપાસ કરતા રાજવર્ધન પટેલ નામની ફેસબુક આઈડી ચાલુ જોવા મળી હતી. જેમાં બજાર ભાવ કરતા ઓછા ભાવે સોનુ આપવાની જાહેરાત કરેલી હતી. પોલીસે આરોપીની પૂછપરછ કરતા પોતે સોશિયલ મીડિયામાં લોભામણી જાહેરાત કરી લોકોને વિશ્વાસમાં લીધા બાદ ઠગાઈ કરી રૂપિયા પડાવતો હોવાની હકીકત જણાવી હતી. એલસીબીએ આરોપીને હસ્તગત કરી એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે.
વિદ્યાર્થીઓ મૂંઝાયા:ડિપ્લોમા એન્જી.ની પરીક્ષામાં એકના બદલે બીજા પ્રશ્ન પૂછાયા !
શહેરમાં આવેલી જીટીયુ હસ્તકની પોલિટેક્નિક કોલેજમાં હાલ પરીક્ષા ચાલી રહી છે.જેમાં ગુરુવારે સેમેસ્ટર 3 ના પ્રથમ પેપરમાં વિદ્યાર્થીઓને એકના બદલે બીજા પ્રશ્ન સાથેનું પેપર અપાયું હતુ. ઇલેક્ટ્રિકલના પેપરમાં મિકેનીકલના પ્રશ્નો આવી જતા પરીક્ષા આપવા બેઠેલા વિદ્યાર્થીઓમાં ઉચાટ ફેલાયો હતો.જોકે મામલો ધ્યાને આવતા કોલેજ દ્વારા તાત્કાલીક વિદ્યાર્થીઓને યોગ્ય પ્રશ્નપત્ર પહોંચતા કરવામાં આવ્યા હતા. આ બાબતે જાણકાર વર્તુળોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, ગુરુવારથી ડિપ્લોમા એન્જીનીયરીંગમાં ત્રીજા સેમેસ્ટરના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ છે જેમાં પ્રથમ દિવસે ઈલેક્ટ્રિકલમાં ડીસી અને ટ્રાન્સફોર્મરનું પેપર હતું જેમાં પ્રથમ પેજ પર વિષયના પ્રશ્નો હતા જોકે પેજ પલટાવતા બીજા અને ત્રીજા પેજ પર મિકેનીકલ વિષયના પ્રશ્નો હતા પેપરના પેજ પર કોડ નંબર પણ અલગ જોવા મળ્યા હતા. જેથી વિદ્યાર્થીઓ મુંઝાયા અને હાજર સ્ટાફનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. જેથી ક્ષતી સુધારી વિદ્યાર્થીઓને વિષય અનુરૂપ પેપર આપવામાં આવ્યું હતું. આ બાબતે કૉલેજના પ્રિન્સિપાલનો સંપર્ક સાધતા તેમણે ઘટના બની હોવાની વાતને સમર્થન આપતા જણાવ્યું કે, પ્રિન્ટિંગ મિસ્ટેક હોવાનું સામે આવ્યું છે અને વિદ્યાર્થીઓને તાત્કાલિક વિષયને અનુરૂપ પ્રશ્નપત્ર આપી દેવાયા હતા.
સિટી એન્કર:કલેક્ટરને ઓપરેશન સિંદૂરમાં સહયોગ બદલ ‘કોમોન્ડેશન ડિસ્ક’ એનાયત
સરહદી મહત્વ ધરાવતા કચ્છ જિલ્લાની મુલાકાત દરમિયાન ઇન્ડિયન એરફોર્સના સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર માર્શલ નગેશ કપૂરે ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે કચ્છના કલેક્ટરને ઓપરેશન સિંદૂર દરમિયાન અસાધારણ સહયોગ અને રાષ્ટ્ર પ્રત્યેની ફરજ નિષ્ઠાને બિરદાવતા સન્માન સાથે ‘સ્પેશિયલ કોમોન્ડેશન ડિસ્ક’ એનાયત કરાઈ હતી. ઓપરેશન સિંદૂર દરમિયાન કચ્છમાં બ્લેકઆઉટ અમલ, લોજિસ્ટિક સપોર્ટ, નાગરિક સુવિધાઓનું સંકલન, ઇમરજન્સી સહાય અને વાયુસેનાને જરૂરી સહયોગ પહોંચાડવામાં કલેક્ટર આનંદ પટેલની આગેવાનીમાં કચ્છ ટીમે ઝડપી અને અસરકારક કામગીરી કરી હતી. આ સંકલન નલિયા અને ભુજ એરફોર્સ સ્ટેશન સાથે કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, ઓપરેશન સિંદૂર દરમિયાન ટીમ કચ્છના યોગદાનને અગાઉ ઇન્ડિયન આર્મી અને બીએસએફ દ્વારા પણ બિરદાવવામાં આવ્યું છે. તેમની મુલાકાત દરમિયાન તેમણે જગુઆર ફાઇટર વિમાનમા ઉડાન ભરી હતી. બાદમાં એરમેન અને અધિકારીઓ સાથે મુલાકાત કરી અને દેશ સામે ઉભા થતા નવા યુગના ખતરાઓ અંગે ચર્ચા કરી હતી. જેમાં સાયબર સુરક્ષા અને તેને લગતી તૈયારીના મહત્વ પર ભાર મૂક્યો હતો સાથે જ તેમણે એરફોર્સ સ્ટેશન પર ચાલી રહેલા તમામ માળખાગત પ્રોજેક્ટ્સની પણ સમીક્ષા કરી હતી. ભુજ સ્ટેશન રણ અને સરહદી વિસ્તારને કારણે રણનીતિક રીતે ખૂબ મહત્વ ધરાવે છે. જેની દૃષ્ટિએ તેમની આ મુલાકાત અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં એર માર્શલ કપૂરે નલિયા એરફોર્સ સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી, જેના ભાગરૂપે તેઓ સરહદી એરસ્ટેશનોની તૈયારીઓનું સમીક્ષા કરી રહ્યા છે. ભાસ્કર ઈનસાઈજગુઆર : ભારતીય વાયુસેનાનું સ્ટ્રાઇક વર્કહોર્સજગુઆર IB જેને શમશેર (ન્યાયની તલવાર) કહે છે તે ભારતીય વાયુસેનામાં ઉપયોગમાં લેવાતું બે-સીટ ટ્રેનર વર્ઝન છે, જે પાઇલટ્સને સ્ટ્રાઈક મિશન, લો-લેવલ ફ્લાઇંગ અને કોમ્બેટ ઓપરેશન્સ માટે તૈયાર કરવા માટે ખાસ બનાવવામાં આવ્યું છે. આ વિમાને ફ્રન્ટ સીટમાં ટ્રેઇની પાઇલટ અને પાછળના કોકપિટમાં ઈન્સ્ટ્રક્ટર સાથે ઉડાન ભરવામાં આવતી હોય છે, જેથી વાસ્તવિક મિશન જેવી પરિસ્થિતિમાં તાલીમ આપી શકાય.ભારત આ વિમાનનો મુખ્ય ઉપયોગ પશ્ચિમ સરહદ (ખાસ કરીને કચ્છ, રાજસ્થાન અને પંજાબ ક્ષેત્ર)માં કરે છે કારણ કે અહીં રણ અને ખુલ્લા ક્ષેત્રીય લડાઈ માટે તે અત્યંત અસરકારક છે. જગુઆરને IAFમાં 1970ના દાયકામાં સામેલ કરાયો હતો. બાદમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા અન્ય લાઇસન્સ-નિર્મિત કરવામાં આવ્યા હતા.IAF જગુઆર હવે જલ્દી નિવૃત્તિ તરફ આગળ વધી રહ્યું છે. IAF તેનો રિપ્લેસમેન્ટ તેજસ એમકે-2, રફાળને એમકા પ્રોજેક્ટથી કરશે.
ભાસ્કર લાઈવ:ઇલેક્ટ્રોનિક ઉપકરણના ગોદામમાં આગ લાગી : બે કલાકે માંડ કાબુમાં આવી
શુક્રવારે સાંજે 7:40 વાગે ભુજના ભાવેશ્વર નગર વિસ્તારમાં આવેલા ઇલેક્ટ્રોનિક ઉપકરણોના ગોદામમાં અચાનક આગ લાગી હતી. નવા ટીવી, ફ્રીજ, એસી સહિતના ઇલેક્ટ્રોનિક ઉપકરણો સળગી ગયા હતા. ભુજ સુધરાઈના અગ્નિશમન દળના ફાયર ફાઈટર સમયસર પહોંચીને આગ ઓલવવાની કોશિશ કરી હતી, પણ તીવ્રતા ખૂબ હોવાથી છેવટે જેસીબી દ્વારા ગોદામના શટર તોડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ ઇલેક્ટ્રોનિક્સ ના આ ગોદામમાં આગ લાગી હતી. જેમાં લાખો રૂપિયાના ઇલેક્ટ્રોનિક ઉપકરણો હતા. બાજુમાં જ અન્ય એક ગોદામ કે જેમાં ગાદલા તથા ફોર્મ સીટથી ભરેલો હતો. તે સદભાગ્યે આગથી બચી ગયો હતો. અંદાજે બે કલાક સુધી સતત પાણીના પ્રેશર દ્વારા આગ પર કાબુ લેવામાં આવ્યો હતો. આસપાસના રહેવાસીઓના ટોળા ઉમટી પડ્યા હતા તો પોલીસે પણ સ્થળ પર વ્યવસ્થા સંભાળી હતી. આસપાસ મકાનો અને એપાર્ટમેન્ટ આવેલા હોવાથી એક તબક્કે ત્યાં રહેતા લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા.
સેમિનાર:એઆઇ CAનો 50% સમય બચાવે, પણ ડેટા હેલુસિનેશન ખતરો
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આગમનને પગલે અન્ય ક્ષેત્રોની જેમ ચાર્ટર્ડ એકાઉન્ટન્સીના ક્ષેત્રે પણ ક્રાંતિકારી ફેરફારો આવી રહ્યાં છે. આ પરિવર્તનોથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ પરિચિત થાય અને એ મુદ્દે ચર્ચા કરી શકે તે માટે બે દિવસીય એઆઇ ઇનોવેશન સમિટ, ગુજરાતનો પ્રારંભ થયો હતો. આ સમિટમાં રિજ્યોનલ કાઉન્સિલ મેમ્બર સીએ વિશાલ દોશીએ જણાવ્યું હતું કે, એઆઇ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સનો 50 ટકા જેટલો સમય બચાવે છે પણ તે કેસ મુજબ જુદો જુદો હોઇ શકે છે. જોકે બીજી તરફ ખોટા કેસ લો (કાયદા)ઓ પણ એઆઇ આપી રહ્યાં છે. એટલે કે ડેટા હેલુસિનેશનલ સૌથી મોટો ખતરો છે. સૌથી વધુ ઉપયોગી બાબત તો એઆઇ ડેટા આપી શકે તેમ છે. એક્સેલ ટૂલ કે પ્રોમ્પ્ટ આપતાં તે શક્ય બને છે. કોમ્પ્લાયન્સમાં એક્યુરસી અને સ્પીડ વધી છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ માટે હવે એવા સોફ્ટવેર ઉપલબ્ધ બન્યાં છે જે નોટિસને ટ્રેક રીને પોર્ટલમાંથી જ ડેટા લઇ લે છે એટલું જ નહીં ડેટા પણ સોફ્ટવેર બનાવી દે છે. પણ ક્લાયન્ટ સર્વિસ કોમ્પ્લાયન્સ ઝડપી અને સારું થઇ રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, એઆઇ માનવી(સીએ)ને રિપ્લેસ કરી શકશે નહીં, કારણ કે એઆઇ દ્વારા પરિણામ મળ્યા બાદ પણ તે સાચું છે કે ખોટું તેની ખરાઇ તો કરવી જ પડે તેમ હોય છે. એઆઇ પરિણામ આપે છે પણ નિર્ણાયક(ફાઇનલ રિઝલ્ટ) પરિણામો નહીં. આ સમિટમાં ગુજરાત ભરના 51 શહેરોમાંથી 800સીએએ હાજરી આપી હતી.. આ ટોપિક્સ પર ચર્ચાઓ 1 ઇન્ટેલિજન્સ ડિસિઝન સિસ્ટમ્સ ફોર સ્ટ્રેટેજિક ફાઇનાન્સ મેનેજમેન્ટ 2 ઇન્ટેલિજન્ટ પ્રોફેશન- નેવિગેટિંગ ધ ફ્યુચર વીથ એઆઇ 3 એઆઇ હલુસિનેશન - વ્હાય એન્ડ હાઉ વિષય 4 સ્માર્ટ પ્રેક્ટિસ ઇન્ટિગ્રેટ એઆઇ સ્કીલ્સ એન્ડ કલાઉડ ઓટોમેશન 5 એઆઇ નેવિગેટિંગ એથિક્સ, બાયસ એન્ડ કોમ્પ્લાયન્સ ઇન ફાઇનાન્સિય પ્રેક્ટિસ. લાઇસન્સ્ડ વર્ઝન વાપરવાનો આગ્રહઆ કોન્ફરન્સમાં સીએને લાઇસન્સ્ડ વર્ઝન વાપરવાનો આગ્રહ કરાયો હતો. આઇસીએઆઇ વડોદરાના ચેરમેન સીએ ધ્રુવિક પરીખે જણાવ્યું કે, કોન્ફરન્સની સાથે એઆઇના ઉપયોગો વિશેની એક હેકાથોનની ગ્રાન્ડ ફિનાલે પણ યોજાઇ રહી છે. આગામી સમયમાં સીએ માટે એઆઇ અનિવાર્ય થવાનું છે. એઆઇના પ્રોમ્પ્ટ કેવી રીતે લખવું તેના વિશે પણ સેશન યોજાયું હતું. સીએ ઇન્ટર્નશિપ કરનારાઓની માંગ વધશેઅત્યારે પણ સીએ ઇન્ટર્નશિપ કરનારાઓની માગમાં વધારો થઇ રહ્યો છે. કારણ કે બિઝનેસ વધી રહ્યો છે, જેમાં સીએની માગ પણ વધી છે.. હવે હજી પણ સીએ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ વધારો થશે. સીએ માટે 3 દિવસનો સર્ટિફિકેટ કોર્સ 32 હજાર સીએએ કર્યો છે તેમ રિજ્યોનલ કાઉન્સિલ મેમ્બર સીએ રિકિન પટેલે જણાવ્યું હતું.
આર્ટ એક્ઝિબિશન:રંગીન દોરાઓના તાના-બાના વડે કાપડ પર પેન્ટિંગ્સને જીવંત કર્યાં
ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટસ ખાતે નસરિન મહંમદી સ્કોલરશિપ અંતર્ગત એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એક્ઝિબિશનમાં પેન્ટિંગ વિભાગના 75 જેટલા વિદ્યાર્થીઓના 500થી વધુ પેન્ટિંગ્સ ડિસ્પ્લેમાં મૂકાયા હતા. જેમાં રંગીન દોરાના તાના-બાના વડે કાપડ પર પેન્ટિંગ્સ અને હોસ્ટેલ જીવનને એક્રેલિક-ચારકોલથી જીવંત કર્યાં હતાં. આ વિશે પેન્ટિંગ વિભાગના આસિ. પ્રોફેસર અરવિંદ સુથારે જણાવ્યું હતું કે, ફાઇન આર્ટસ ફેકલ્ટીના પેન્ટિંગ વિભાગ દ્વારા આ દર વર્ષે સ્કોલરશિપ અંતર્ગત પ્રદર્શન યોજાય છે. જેમાં થર્ડ અને ફોર્થ યર તથા માસ્ટર્સના વિદ્યાર્થીઓ તેમના વર્ષ દરમિયાનના શ્રેષ્ઠ કામોની પ્રસ્તુતિ કરતાં હોય છે. જે માટે તેઓ એક વર્ષથી મહેનત કરતા હોય છે. આ એક્ઝિબિશન નિહાળવા માટે વડોદરાના અગ્રણી કલાકારો ઉપરાંત કલાપ્રેમીઓ હાજર રહ્યાં હતા. એક્ઝિબિશનમાં ચારકોલ, પેન્સિલ, ગ્રેફાઇટ, ઓઇલ ઓન કેન્વાસ, એક્રેલિક ઓન કેન્વાસ, વોટર કલર અને મિક્સ મિડિયાના પેન્ટિંગ્સ મૂકાયા હતા. આ સ્કોલરશિપ અંતર્ગત એવોર્ડ થર્ડ યરના સાંઇ સાત્વિકને, ફોર્થ યર બેચલરના પ્રતીક કુરકુટિયા અને માસ્ટર્સની વિદ્યાર્થિની નંદિની પટેલને એનાયત કરવામાં આવ્યાં હતા.
મ્યુઝીકલ ઈવેન્ટ:સંગીત સંધ્યામાં ગાયન-વાદન અને નૃત્યની ત્રિવેણી
શહેરની યોગ નિકેતન સંસ્થાની દ્વારા યોગનિકેતન સંગીત અકાદમી દ્વારા સુગમ સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંગીત સંધ્યામાં 44 સંગીતકારો-ગાયકોએ ભાગ લીધો હતો. સુગમ સંગીત સંધ્યામાં જેમાં વાંસળી, તબલા અને કી બોર્ડ દ્વારા સંગીત પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાગ બિલાવલ, રાગ કલ્યાણ, રાગ આશ્રય અને વૈભવ સહિતના વિવિધ રાગો અને 60 વર્ષ જૂના 20 બોલિવૂડ ગીતો ગવાયા હતા. આ સંગીત સંધ્યામાં ગાયન-વાદન અને નૃત્યનો ત્રિવેણી સંગમ સર્જાયો હતો. આ સંગીત અકાદમીની 44મી બેચ હતી.
પાઇલટ્સ અને ક્રૂ-મેમ્બર્સની અછતને કારણે દેશની સૌથી મોટી એરલાઇનની કટોકટીનો આજે ચોથો દિવસ છે, ત્યારે ગઈકાલે (5 ડિસેમ્બરે) ઇન્ડિગો એરલાઈન્સના CEO પીટર એલ્બર્સે સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી મુસાફરોની માફી માગતા જણાવ્યું હતું કે, 15 ડિસે. સુધીમાં જેનું બુકિંગ છે તેણે હાલાકી ભોગવવી પડી શકે છે. જોકે, ગઈકાલે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એરપોર્ટ પર 155 ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. ત્યારે આજે પણ ઇન્ડિગોની ફ્લાઈટ્સ કેન્સલ થઈ શકે છે. ઇન્ડિગો ચોર હૈ, ઇન્ડિગો મુર્દાબાદના નારા લાગ્યાઉલ્લેખનીય છે કે, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ એરપોર્ટ પરથી ફ્લાઈટ્ કેન્સલ થતાં પેસેન્જર્સમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને અફરાતફરી મચી ગઈ હતી. તો બીજી તરફ અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગો ચોર હૈ, ઇન્ડિગો મુર્દાબાદના નારા પણ લાગ્યા હતા. એક યુવતીએ જણાવ્યું હતું કે, ઇન્ડિગો ફ્લાઈટમાંથી 'કચરાની જેમ સામાન ફેંકે છે, અંદરની હાલત ખરાબ, વૃદ્ધોને વ્હીલચેર પણ મળતી નથી'. એર ઇન્ડિયાનાં ભાડાંમાં ચાર ગણો વધારો થયોતો બીજી તરફ ઇન્ડિગો ઇમર્જન્સીને કારણે કોઈએ હનિમૂનના પ્લાન પડતા મૂકવા પડ્યા હતા તો કોઈ વર-વધૂ પોતાના જ લગ્નના રિસેપ્શનમાં પહોંચી શક્યાં નહોતા. એક તરફ ઈન્ડિગોની ફ્લાઈટ્સ ધડાધડ રદ થઈ રહી હતી, તેવામાં એર ઇન્ડિયાનાં ભાડાંમાં ચાર ગણો વધારો થયો હતો. આ દરમિયાન મુસાફરોની ટિકિટ કેન્સલની સાથે ઇન્ડિગો એરલાઈન્સે બીજી એક મોટી ભૂલ કરી હતી. જેમાં 4 ડિસેમ્બરની ફ્લાઈટના જેટલા પણ પેસેન્જર હતા તે બધાના લગેજ 5 ડિસેમ્બરે પણ પરત આપવામાં આવ્યા નહોતા. પેસેન્જરનો સામાન પણ પરત કરવામાં આવ્યો નહીં4 ડિસેમ્બરના જેટલા પેસેન્જર છે તેમની ફ્લાઈટ ટેક-ઓફ થઈ ગઈ હતી, પરંતુ તેમનો સામાન અમદાવાદ એરપોર્ટ પર જ હતો. 5 ડિસેમ્બરના પેસેન્જરનો સામાન પણ પરત કરવામાં આવ્યો નહોતો. એક મુસાફરે એવું પણ જણાવ્યું હતું કે, 5 ડિસેમ્બરના પેસેન્જરનો સામાન 4 ડિસેમ્બરની જે ફ્લાઈટ ગોવા ગઈ હતી એમાં જતો રહ્યો હોય એવું લાગી રહ્યું છે. લગેજને લઈને પણ મુસાફરો હોબાળો મચાવ્યો હતો. ફ્લાઈટ કેન્સલ થતાં અમદાવાદથી દિલ્હી વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડશે પશ્ચિમ રેલવે દ્વારા હવે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદથી દિલ્હી વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. સાબરમતીથી દિલ્હી સુધી આ ટ્રેન દોડાવવામાં આવશે. ટ્રેન નં. 09497/09498: સાબરમતીથી દિલ્હી જંક્શન, સુપરફાસ્ટ સ્પેશિયલ (4 ટ્રિપ્સ) રસ્તામાં આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, મારવાડ જંકશન, અજમેર, જયપુર, અલવર, રેવાડી, ગુડગાંવ અને દિલ્હી કેન્ટ ખાતે રોકાશે. ટ્રેનમાં એસી 3-ટાયર કોચ હશે. આ ટ્રેન કુલ 925 કિમીનું અંતર કાપે છે, જેમાં મુસાફરીનો સમય આશરે 4:20 કલાક (સાબરમતી-દિલ્હી) અને 3:20 કલાક (દિલ્હી-સાબરમતી)નો છે. ટ્રેન નંબર 09497 માટે બુકિંગ 6 ડિસેમ્બર 2025થી બધા PRS કાઉન્ટરો અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. દેશભરની 37 ટ્રેનોમાં 116 વધારાના કોચ લગાવાયાભારતીય રેલવેએ દેશભરમાં 37 ટ્રેનોમાં વધારાના કોચ દોડાવવાનો નિર્ણય કર્યો છે. ભારતીય રેલવે દ્વારા મુસાફરોની યાત્રાને સરળ બનાવવા માટે 37 ટ્રેનોમાં 116 વધારાના કોચ તૈનાત કરવામાં આવ્યા છે. જે દેશભરમાં 114થી વધુ ટ્રિપ્સનું સંચાલન કરે છે. ઈન્ડિગોની ફ્લાઇટ રદ થયા પછી મુસાફરોની માગમાં વધારો થવા વચ્ચે આ પગલું લેવામાં આવ્યું છે.
રવિ સોમવારે થશે હેરતઅંગેજ હવાઇ કરતબો:એરોબેટિક શો કરતી દુનિયાની એકમાત્ર ટીમના હેલિકોપ્ટરો સ્વદેશી
ભારતીય વાયુસેનાની હેલિકોપ્ટર ટીમ સારંગ દ્વારા આગામી 7મી ડિસેમ્બર, રવિવાર અને સોમવારે બે દિવસ અંકલેશ્વર એરસ્ટ્રીપ ખાતે હેલિકોપ્ટરથી એરોબેટિક શો યોજાશે. આ ટીમના ટીમ લીડર, સિનિયર ટેક્નિકલ એન્જિનિયર અને કમેન્ટેટરની ટીમ વડોદરાના દરજીપુરા એરફોર્સ સ્ટેશન આવી હતી. તેમણે સારંગ ટીમ વિશે કેટલીક રસપ્રદ વાત કરી હતી. આ ટીમ અંકલેશ્વરમાં 20થી 22 મિનિટમાં ડાયમંડ, વાઇન ગ્લાસ, ઇન્ડિયા સહિતના વિવિધ ફોર્મેશન રજૂ કરશે. દરજીપુરા એરફોર્સ સ્ટેશન ખાતે આ સારંગ ટીમના ટીમ લીડર અભિજિત કુમારે જણાવ્યું હતું કે, સારંગ ટીમ દુનિયાની એક માત્ર ટીમ જે હેલિકોપ્ટરથી હેરતઅંગેજ પ્રદર્શનની પ્રસ્તુતિ કરે છે. યુવાઓ સંરક્ષણ-વાયુસેનામાં જોડાય તે હેતુથી આ પ્રસ્તુતિ કરવામાં આવે છે. આ ફોર્મેશનમાં એક ફોર્મેશન એવું છે કે જેમાં 150 કિમીની ઝડપે આવતાં હેલિકોપ્ટર્સ એકબીજાની સાવ નજીકથી પસાર થતાં હોય છે. અમારી ટીમ શ્રીલંકા, રશિયા, સિંગાપોર, મોરેશિયસ, જર્મની અને ચિલિમાં પણ ડિસપ્લે કરી ચૂકી છે. આ પ્રસંગે તેમની સાથે સિનિયર ટેક્નિકલ એન્જિનિયર પ્રિયાંશુ મુખરજી અને ડિસ્પ્લે ટીમ કમેન્ટ્રી માટે એર સ્ક્વોન્ડ્રન પલ્લવી સાંગવાન પણ જોડાયા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ દિલધડક હેલિકોપ્ટર નિદર્શનમાં સંપૂર્ણ સ્વદેશી હિન્દુસ્તાન એરોનોટિક્સ દ્વારા નિર્મિત ધ્રુવ હેલિકોપ્ટર્સનો ઉપયોગ થાય છે.ટીમ સાંરગ અગાઉ પણ ગુજરાતના ભુજ અને જામનગર સહિતના શહેરોમાં આ એરોબેટિક શો કરી ચૂકી છે તેમ ટીમના સભ્યોએ જણાવ્યું હતું. આ ટીમમાં જોડાવા માટે આકરી કસોટી હોય છેસાંરગ ટીમના ટીમ લીડર અભિજિત કુમારે કહ્યું કે, ટીમ સારંગમાં જોડાવા માટે આકરી કસોટીમાંથી ઉમેદવારોએ પસાર થવાનું હોય છે. કારણ કે આ એક જોખમભર્યું ઉડ્ડયન છે. અમે વોલેન્ટિયર્સ જોડાય તેવું ઇચ્છીએ છીએ. ઉમેદવારમાં ટીમવર્ક અને પ્રોફેશનાલિઝમ તથા તેનો એટિટ્યુડ કેવો છે. તેની ચકાસણી થાય છે. અમે આ ડિસ્પ્લે પહેલા તેની 3 દિવસથી પ્રેક્ટિસ કરી રહ્યાં છીએ. કરતબના નિદર્શન અગાઉ મન ખૂબ જ શાંત રાખવું પડે છે અને ટીમના સભ્યોએ એક બીજા પર અને હેલિકોપ્ટરો પર સંપૂર્ણ ભરોસો રાખવો પડે છે.
ધમકી આપી:ગાંજો અહીંયાં જ વેચીશ, પોલીસને ભરણ આપું છું,કહી મહિલાની ધમકી
કારેલીબાગ ઈન્દિરાનગર બ્રિજ પાસે મહિલાએ મહોલ્લાની યુવતીને ધમકી આપી હતી કે, ગાંજો તો અહીં જ વેચીશ, પોલીસને ભરણ આપું છું. તારાથી થાય તે કરી લે. કારેલીબાગ ઈન્દિરાનગર બ્રિજ પાસે રહેતી સામ્યા મોહંમદસોયેબ શેખ ગુરુવારે સવારે 11 વાગે બહેન સાથે ઘરે બેઠી હતી. આ વખતે તેમના મહોલ્લામાં રહેતી ઝરીના ઉસ્માન ધોબી ત્યાં આવીને ખોટા આક્ષેપ કરવા લાગી હતી કે, મારી તથા મારા ભાઈ વિરુદ્ધમાં કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં અરજીઓ કરી છે. જોર-જોરથી અપશબ્દો બોલવા લાગી હતી અને તે જાનથી મારી નાખવાની ધમકી આપતી હતી. કુંભારવાડા પોલીસે ગુનો ઝરીના સામે ગુનો નોંધીને કુંભારવાડા પાલીસે કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસે દસ દિવસ પહેલાં જ રેડ કરી હતી, ઝરીનાના ભાઈ ફતેહ મોહમંદ શેખ, બહેન શેરબાનુને ગાંજા સાથે પકડી પાડ્યા હતા. અડધી રાત્રે લોકો અમારા ઘરે આવી ગાંજો માગે છેઝરીના મારી પુત્રીને ધમકી આપતી હતી કે, ગાંજો તો અહીં જ વેચીશ, તારાથી જે થાય તે કરી લે. પોલીસને ભરણ આપું છું, કોઈ કશું કરી શકશે નહીં. અમારી સુરક્ષાના પ્રશ્નો છે. અમે આ બધાથી ત્રાસી ગયા છે.(મોહંમદ સોયેબ શેખ સાથે થયેલી વાતચીત મુજબ)
ગેંગરેપ કેસનો આરોપી પોલીસના સકંજામાં:વડોદરાના નવલખી ગેંગરેપ કેસનો આરોપી કિશન આણંદમાંથી પકડાયો
વડોદરાના નવલખી મેદાનમાં 2019માં થયેલા ગેંગરેપ કેસમાં સંડોવાયેલા અને આજીવન જેલની સજા ભોગવતો આરોપી બે વર્ષ પહેલાં પેરોલ પર છૂટ્યા બાદ આજદિન સુધી હાજર થયો નહોતો. જેને આણંદ પેરોલ ફર્લો સ્કવોડની ટીમે શુક્રવારે આણંદમાંથી ઝડપી પાડ્યો હતો. આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, તારાપુરના ઈસરવાડા ગામ સ્થિત દશામા મંદિર પાસે કિશન કાળુ માથાસુરીયા વિરુદ્ધ વર્ષ 2019માં સામૂહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. તેણે તેના મિત્રો સાથે મળીને વડોદરાના નવલખી મેદાનમાં સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું. આ બનાવ અંગે રાવપુરા પોલીસે ગુનો નોંધી તમામની ધરપકડ કરી હતી. દરમિયાન, આ કેસમાં કોર્ટે આજીવન જેલની સજા ફટકારી હતી. શખસ સુરતમાં આવેલી લાજપોર જેલમાં હતો. જ્યાંથી ગત 16મી મે, 2023ના રોજ પેરોલ પર છૂટ્યો હતો. પેરોલ પર છૂટીને આજદિન સુધી તે જેલમાં હાજર થયો નહોતો. કોર્ટ દ્વારા વોરંટ જારી કરાયું હતું પરંતુ તે હાજર રહેતો નહોતો. બીજી તરફ સ્થાનિક પોલીસ દ્વારા પણ તેની તપાસ કરાઈ હતી. પરંતુ તે તેના આણંદના તારાપુર સ્થિત ઘરે મળતો નહોતો. આ દરમિયાન આણંદ ખાતેના અમીન ઓટો સ્થિત ત્રણ રસ્તા પર તે હોવાની બાતમી આણંદ પેરોલ ફર્લો સ્કવોડની ટીમને મળતાં જ પોલીસે તેને દબોચી લીધો હતો. આટલા સમય દરમિયાન, શખસ રાજકોટ, પોરબંદર ખાતે ફૂટપાથ પર રહીને મજૂરી કામ કરતો હોવાનું જણાવ્યું હતું.
ભાસ્કર એક્સક્લુસિવ:આર્ટ્સમાંથી નોટિસ બોર્ડ હટ્યાં, પરીક્ષા બેઠક જોવા વિદ્યાર્થીઓના વર્ગે વર્ગે આંટા
એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં છેલ્લા 5 વર્ષથી નોટીસ બોર્ડ હટાવી દેવાતા વિદ્યાર્થીઓ પરેશાન થઇ ગયા છે. નોટીસ બોર્ડ ના હોવાથી પરીક્ષાના રોલ નંબરનું લીસ્ટ જ્યાં જગ્યા હોય ત્યાં લગાવી દેવાય છે. પરીક્ષામાં કયા કલાસમાં વિદ્યાર્થીનો નંબર છે તે શોધવામાં મુશ્કેલી પડી રહી છે. આર્ટ્સ ફેકલ્ટીમાં અત્યારે પરીક્ષાઓ ચાલી રહી છે. ત્યારે વિદ્યાર્થીઓને રોલ નંબર શોધવા માટે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. આર્ટ્સ ફેકલ્ટીમાં ગુંબજના રીનોવેશનની કામગીરી ચાલી રહી છે. ત્યારે છેલ્લા 5 વર્ષથી આર્ટસનું નોટીસ બોર્ડ હટાવી દેવામાં આવ્યું હોવાથી દરેક પરીક્ષામાં વિદ્યાર્થીઓને કયા કલાસમાં તેમના નંબર આવ્યા છે તે શોધવા માટે દોડાદોડ કરવાનો વારો આવે છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે ઘણી વાર આ બેઠક વ્યવસ્થા માટેનું બોર્ડ ગમે તે જગ્યા પર લગાડી દેવાય છે, જેને કારણે તે શોધવા સહિત કલાસરૂમમાં પહોંચવા સુધી ઘણો સમય બગડે છે. ફેકલ્ટીમાં પહેલા એક સેન્ટ્રલ નોટીસ બોર્ડ હતું તેમાં નોટીસ અને બેઠક વ્યવસ્થા લગાડાતી હતી. પરીક્ષા સમયે જયાં જગ્યા મળે ત્યાં બોર્ડ લગાવી દેવામાં આવે છેપરીક્ષા સમયે જગ્યા મળે ત્યાં બોર્ડ લગાવી દેવાય છે. આર્ટ્સના ગુંબજમાં પરીક્ષા હોય છતાં સોશિયોલોજી વિભાગ પાસે ઘણી વાર બોર્ડ લગાડાય છે. ઘણી વાર પ્રેમાનંદ હોલ પાસેથી પ્રવેશવાના ગેટ પર બોર્ડ લગાડાય છે. આર્ટસ ફેકલ્ટીના અંદરના ભાગેથી પ્રવેશવાના રસ્તા પર લગાડવામાં આવે છે. નવા નોટિસ બોર્ડ માટે ઓર્ડર આપી દેવામાં આવ્યો છેવિદ્યાર્થીઓને પરેશાની થઇ રહી હોવાની ફરીયાદ આવી છે. જેથી નવા નોટિસ બોર્ડ માટે ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. તમામ નોટીસ અને બેઠક વ્યવસ્થા નવા નોટીસ બોર્ડ પર એક જ જગ્યાએથી વિદ્યાર્થીઓને મળી રહેશે. > કલ્પના ગવલી, ડીન, આર્ટ્સ ફેકલ્ટી
એમ.એસ.યુનિવર્સિટીમાં સીકયોરીટી સંદતર નિષ્ફળ ગઇ છે. આર્ટસ ફેકલ્ટીની કેન્ટીન નજીક અસમાજીક તત્વોનો જમાવડો થતી હોવાની ફરીયાદ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી છે. આર્ટસ ફેકલ્ટીની કેન્ટીનની બહાર અસમાજીક તત્વો પ્રવેશને બેસી રહેતા હોવાનું બહાર આવ્યું છે. યુનિવર્સિટીના વિદ્યાર્થી નેતા નિખિલ સોલંકી અને આર્ટસ ફેકલ્ટી વિદ્યાર્થી આગેવાન હર્ષ કહાર તથા યસ ગ્રુપ દ્વારા ડીનને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. આર્ટસ ફેકલ્ટીની અંદર બહારના અસામાજિક તત્વો આવીને દૂષણ ફેલાવી રહ્યા છે. જેના કારણે વિદ્યાર્થીઓને ખૂબ મુશ્કેલી ઉભી થઇ રહી છે. વિદ્યાર્થીઓમાં ભયનો મોહાલ છે. જેથી તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે અને આઈ-ડી કાર્ડનું ચેકિંગ કરવામાં આવે તેવી માંગણી વિદ્યાર્થીએ કરી હતી. આર્ટસ ફેકલ્ટીના સત્તાધીશોએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટી સત્તાધીશો પાસે ફેકલ્ટીમાં સીકયોરીટી વ્યવસ્થા વધારવામાં આવે તે માટેની માંગણી કરાઈ છે. સિક્યોરિટી નહિ મળે તો પોલીસની મદદ લેવાશે, પત્ર લખી માગ કરાશેયુનિ. દ્વારા આર્ટસ ફેકલ્ટીમાં સીકયોરીટી મૂકવામાં નહિ આવે તો તેવા કિસ્સામાં પોલીસની મદદ લેવામાં આવશે. સીકયોરીટી જવાનો મૂકવામાં આવતા નથી. ત્યારે આર્ટસ ફેકલ્ટીના સત્તાધીશો દ્વારા સયાજીગંજ પોલીસની મદદ લઇને પોલીસના જવાનો કેન્ટીન સહિતની જગ્યાએ પેટ્રોલિંગ કરે તે માટે પત્ર લખશે. જેનાથી યુનિવર્સિટી બહારથી આવતા અસમાજીક તત્વો પ્રવેશતા અટકાવી શકાય.
સન્માન કરાયું:એસએસજીમાં નિઃસહાય દર્દીઓને કરુણા વોર્ડમાં ભોજન સહિતની સહાય આપતી સંસ્થાનું સન્માન
શહેરના સયાજી હોસ્પિટલ ખાતે કરુણા વોર્ડ સાથે જોડાયેલ વિવિધ સામાજિક સંસ્થાઓના સન્માન માટે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. કરુણા વોર્ડ દ્વારા નિ:સહાય, અજ્ઞાત અને એકલાં દર્દીઓની સતત સેવા અને સંભાળના કાર્યોમાં સહયોગી બની રહેલી આ સંસ્થાઓને હોસ્પિટલ દ્વારા સન્માન કાર્યક્રમ યોજાયો હતો. હોસ્પિટલની ટીમે વોર્ડ સાથે સંકળાયેલી લગભગ સાત જેટલી સંસ્થાઓનો સંપર્ક કરી તેમને ગુલદસ્તો, શાલ અને ધાર્મિક પુસ્તકો આપી સન્માનિત કર્યા હતા આ સંસ્થાઓ દ્વારા આવા દર્દીઓ માટે ખોરાક, કાઉન્સેલિંગ, પુનર્વસન અને આવશ્યક જરુરી સેવાઓ પૂરું પાડવામાં આવી રહી છે. કરુણા વોર્ડના ઈન્ચાર્જ ડો. નિર્મલા શાંતિલાલ ગાલીયલે જણાવ્યું કે,કરુણા વોર્ડની શરૂઆત નિ:સહાય, અજ્ઞાત અને એકલાં દર્દીઓની સેવા માટે કરવામાં આવી છે. કરુણા વોર્ડ વડોદરાની સાયાજી હોસ્પિટલમાં આવેલ એક વિશેષ યુનિટ છે, જ્યાં નિ:સહાય અને અજ્ઞાત દર્દીઓ માટે તબીબી સારવાર, સુરક્ષા અને માનપૂર્વકનું વાતાવરણ સાથે વોર્ડમાં પથારી, તબીબી સ્ટાફ, નર્સિંગ સેવા અને કાઉન્સેલિંગ જેવી સુવિધાઓ રાખવામા આવેલી છે.
ભાયલી સ્થિત આર્ષ વિદ્યા મંદિર સંકુલમાં ઓમકારેશ્વર મહાદેવ મંદિરના ત્રણ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું શુક્રવારે ભવ્ય સમાપન થયું હતું.પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ત્રીજા દિવસના કાર્યક્રમોમાં વિવિધ પરંપરાગત ક્રિયાઓનો સમાવેશ થયો હતો. શાસ્ત્રોક્ત વિધિ મુજબ શિવલિંગની સ્થાપના આકાશ માર્ગે થતી હોય છે એટલે છતની બારીમાંથી ભગવાનને ગર્ભગૃહમાં પીઠ પર સ્થાપિત કરવામાં આવ્યા હતા.ત્યારબાદ દુર્ગા સૂક્તમના મંત્રોચ્ચાર સાથે ભગવાન શિવની પાછળ પાર્વતી માતાની સ્થાપના કરવામાં આવી.પૂજ્ય મોરારી બાપુનું આગમન થયું હતું અને તેમણે પંડિતો સાથે રામ નામનું ઉચ્ચારણ કરીને હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરી હતી. મોરારી બાપુએ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવા બદલ પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે એક ક્રાંતિકારી પગલાને પ્રકાશિત કર્યું કે માતાજી ધ્યાનંદજીએ પૂજામાં ભાગ લીધો હતો. જે એ માન્યતાનું ખંડન કરે છે કે, સામાન્ય રીતે મહિલાઓ હનુમાનજીની મૂર્તિને સ્પર્શતી નથી. મોરારી બાપુએ કહ્યું કે શુદ્ધ હૃદય ધરાવતી કોઈપણ વ્યક્તિ હનુમાનજીની પૂજા કરી શકે છે. તેમણે વડોદરાને સંસ્કારી નગરી ગણાવી અને આ સ્થળને એક સંસ્કારી તીર્થ તરીકે ખુલ્લું મુકાયું છે. તેમણે હનુમાનજીને માત્ર ભારતના જ નહીં, પરંતુ વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે સમગ્ર વિશ્વની સામાજિક, આર્થિક, નાણાકીય અને સ્વાસ્થ્ય સહિતની તમામ સમસ્યાઓના નિરાકરણ માટે પ્રાર્થના કરી. મહામંડલેશ્વર અવધેશાનંદજી પણ આવી ન શક્યાસંત સમાગમ માટે આવનાર મહામંડલેશ્વર અવધેશાનંદજી વડોદરા આવી શક્યા નહોતા. ઇન્ડિગોની ફ્લાઈટો રદ થવાને કારણે સંતો મહંતો પણ ન પહોંચી શકતા સંત સમાગમનો કાર્યક્રમ મોકુફ રખાયો હતો. મંત્રોચ્ચાર સાથે કઈ વિધિ થઈ • પ્રાતઃ કાળમાં પ્રાતઃ સૂક્ત , સ્વસ્તિ સૂક્ત પાઠ અને શાંતિ મંત્ર પાઠ કરવામાં આવ્યા હતા. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ • દેવ પ્રબોધોત્સવ: દેવતાઓને જાગૃત કરવાનો ઉત્સવ. • શિવ પરિવારના દેવતાઓની સ્થાપના. • ધ્વજ પ્રતિષ્ઠા: મંદિરના ધ્વજનું સ્થાપન-પ્રતિષ્ઠા. • અષ્ટબંધ લેપન: મૂર્તિઓને પવિત્ર અષ્ટબંધ લેપ લગાવવો. અગ્નિ યજ્ઞો • તત્વ હોમ: તત્વોને સમર્પિત વિધિ. • કલા વૃદ્ધિ હોમ: દૈવી ઊર્જા વધારવા માટેનો યજ્ઞ. • મહા પૂર્ણાહુતિ: અગ્નિમાં ગ્રાન્ડ અંતિમ અર્પણ. વિગ્રહ સ્થાપના અને પૂજા • પૂજા અને દેવતાઓને ઢાંકેલા આવરણો હટાવ્યા પછી વિવિધ દેવતાઓની સ્થાપના શરૂ થઈ. • શિવલિંગ ઓમકારેશ્વરની સ્થાપના કરાઈ
દુબઇ-સિંગાપુરને ઝાંખા પાડે એવા આઇકોનિક ટાવર્સ. હાઇટેક રોડ નેટવર્ક અને વર્લ્ડક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આ છે દેશનું પહેલું ઓપરેશનલ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી. એક હજાર એકરમાં આકાર લઇ રહેલાં મોદીના આ ડ્રીમ પ્રોજેક્ટમાં 67 ટકા પ્રોજેક્ટ કોમર્શિયલ જ્યારે 6 હજાર રેસિડેન્સિયલ ફ્લેટ હશે. હાલ 500થી વધુ કંપની ઓપરેશનલ છે. જેમાં ગુગલ અને IBM જેવી ટેક, અને બેંક ઓફ અમેરિકા સહિત દેશ વિદેશની ટોપ બેંકિંગ, ફાઈનાન્સ એને ઇન્સ્યોરન્સ કંપનીઓ સામેલ છે. અત્યારે અહીં 10 હજાર પ્રોફેશનલ્સ કામ કરી રહ્યા છે. 2030 સુધીમાં આ આંકડો 80 હજાર સુધી પહોંચવાનો અંદાજ છે. ખાસ વિશેષતા એ કે, અહીં કોઈ બિલ્ડિંગમાં AC લગાવવાની જરૂર નથી. ડિસ્ટ્રિક્ટ કૂલિંગ સિસ્ટમથી આખા ગિફ્ટ સિટીમાં કૂલિંગ સપ્લાય થાય છે. આજે અહીં 30% એનર્જી સોલરથી જનરેટ થઈ રહી છે. ગિફ્ટ સિટીનું હૃદય અને મગજ આ 30% કમાન્ડ એન્ડ કન્ટ્રલો સેન્ટર છે. જેની અંદરની દુનિયા સાવ અલગ છે. અહીંનો નાઇટ વ્યૂ પણ રોમાંચક છે. હાલ અહીં રિવરફ્રન્ટનાં કામનો ધમધમાટ ચાલી રહ્યો છે. ભવિષ્યમાં રિવર ક્રુઝથી અમદાવાદ જવાય તેવી યોજના છે.
SIRની કામગીરી:સયાજીગંજ-અકોટામાં નવા વિસ્તારો અને સ્થળાંતરથી 30 ટકા ફોર્મનું હજુ મેપિંગ નહીં
વડોદરાની 10 વિધાનસભામાં સયાજીગંજ અને અકોટામાં નવા બનેલા વિસ્તારો અને સ્થળાંતરથી 30 ટકા એટલે કે 1.79 લાખ જેટલાં ફોર્મ મેપિંગ વગર છે, જ્યારે 19 ટકા ફોર્મ અનકલેક્ટ છે. જેથી ચૂંટણી પંચ 7 ડિસેમ્બરે વિશેષ કેમ્પ યોજશે. ચૂંટણી પંચે ગણતરી ફોર્મ જમા કરાવવાની સમય મર્યાદામાં 11 ડિસેમ્બર સુધી વધારો કર્યો છે. જે અંતર્ગત ફોર્મ સબમિટ કરાવવા કે મેપિંગ કરવાનાં બાકી મતદારો માટે 7મીએ વડોદરાની તમામ 10 વિધાનસભામાં વિશેષ કેમ્પ યોજાશે. બીએલઓ સવારે 9 કલાકથી બપોરે 1 કલાક સુધી હાજર રહેશે. જેમાં મતદારોને 2002ની યાદીમાં નામ શોધવા, ફોર્મ ભરાવવા, ભરેલાં ફોર્મ સ્વીકારવા તેમજ મેપિંગ વગરના મતદારો દ્વારા સ્વેચ્છાએ જરૂરી દસ્તાવેજો સ્વીકારવા સંબંધિત કામગીરી કરાશે. ચૂંટણી પંચ દ્વારા 7 ડિસેમ્બરે દરેક 10 વિધાનસભામાં વિશેષ કેમ્પનું આયોજન કરાશે ડો.અનિલ ધામેલિયા (કલેક્ટર) સાથે સીધીવાતસયાજીગંજ અને અકોટા વિધાનસભા વિસ્તારમાં ફોર્મનું મેપિંગ કેમ ઓછું થઈ રહ્યું છે?જવાબ : મેપિંગ ઓછું થવાનું મુખ્ય કારણ માઈગ્રેશન અને નવા બનેલા વિસ્તારો છે. લોકો એક સ્થળ છોડી બીજે જતા રહ્યા હોવાના કિસ્સામાં મેપિંગ નથી થઈ રહ્યું. દરેક ફોર્મનું મેપિંગ થાય તેના માટે શું પ્રયાસો થઈ રહ્યા છે?બીએલઓ દ્વારા જે જે સોસાયટીઓમાં ફોર્મ વિતરણ કર્યાં હતાં ત્યાં પાછાં મોકલીને લોકોએ ફોર્મ ભર્યાં હોય તો તેનું મેપિંગ કરાવવા તેમજ ફોર્મ ન લીધાં હોય તો ફરીથી ફોર્મ આપી તેનું મેપિંગ કરાવી રહ્યાં છીએ. હજુ પણ 4 લાખ ફોર્મ પરત નથી આવ્યાં તે અંગે શું કહેશો?જે ફોર્મ અનકલેક્ટેબલ છે તે માટે અમે સ્થાનિક રાજકીય પક્ષની પણ મદદ લઈ રહ્યા છીએ. આ ઉપરાંત બીએલઓ દ્વારા પણ સોસાયટીઓમાં જઈને ફોર્મ કેમ પરત નથી આવી રહ્યાં તે તપાસી રહ્યાં છીએ.
વેધર રિપોર્ટ:વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ-રાજસ્થાનના કોલ્ડવેવથી પારો 14 ડિગ્રી થયો
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી શુક્રવારે ઠંડા પવનો ફૂંકાયા હતા, જેને પગલે શહેરમાં ડિસેમ્બરનું સૌથી ઓછું 14.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે શનિ-રવિવારે પણ ઠંડીની તીવ્રતા જોવા મળશે. 15 દિવસમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વારંવાર આવવાથી શહેરમાં ઠંડીનો પારો 12 ડિગ્રી સુધી પહોંચી શકે છે. શહેરમાં શુક્રવારે મહત્તમ પારો 29.6 ડિગ્રી અને લઘુતમ પારો 14.4 ડિગ્રી નોંધાયો હતો. ભેજનું પ્રમાણ સવારે 82 ટકા અને સાંજે 48 ટકા નોંધાયું હતું. નોર્થ અને નોર્થ-ઈસ્ટની દિશાથી 7 કિમીની ઝડપે પવનો ફૂંકાયા હતા. પહાડી વિસ્તારમાં હિમવર્ષા થતાં ઠંડીનું પ્રમાણ વધ્યું પહાડી વિસ્તારોમાં હિમવર્ષાથી ઠંડા પવનોએ ઠંડી વધારી છે. સાથે રાજસ્થાનમાં કોલ્ડવેવ છે, જેથી રાજસ્થાનથી આવતા પવનોએ પણ પારો ઘટાડ્યો છે. > મુકેશ પાઠક, હવામાન શાસ્ત્રી
ગોરવામાં પરિણીતાને તેના સાસરિયા લગ્ન બાદથી મ્હેણાં મારીને ત્રાસ આપતાં હતાં. તેઓ ઉપવાસ હોવા છતાં પરિણીતાને નોનવેજ ખાવા દબાણ કરતાં હતાં અને મકાન લેવા 5 લાખ લાવવા જણાવતાં હતાં. આ મામલે ગોરવા પોલીસે ગુનો નોંધ્યો હતો. ગોરવામાં રહેતી 27 વર્ષીય પરિણીતાએ પોલીસ ફરિયાદ કરી હતી. જેમાં જણાવ્યું કે, એપ્રિલ-2024માં મારા લગ્ન અમદાવાદના નીતિન સાથે થયા હતા. પતિને નવું મકાન ખરીદવું હતું, જેથી મારા પિતા પાસે 5 લાખ માગ્યા હતા. જોકે પિતા રૂપિયા આપી શક્યા નહોતા. જેથી સાસુ તારા પિતાએ રૂપિયા આપ્યા નહીં, તેવાં મ્હેણાં મારતાં હતાં. સાસુ અવાર-નવાર તારી માતાએ કોઈ કામ શીખવાડ્યું નથી અને માકલી દીધી છે, કહીને ઝઘડો કરતાં હતાં. પતિ પણ માર મારી કહેતા કે, તારા કરતાં તો નોકરી કરતી છોકરી સાથે લગ્ન કરવાના હતા. તહેવારમાં સાસરિયાં જમવાનું લાવે ત્યારે મને જમવા દેતા નહોતાં. જ્યારે મારો ઉપવાસ હોવા છતાં નોનવેજ ખાવા દબાણ કરતા હતા અને ખવડાવતા પણ હતા. તે તહેવારમાં પણ કોઈ રૂપિયા આપતા નહોતા અને કહેતા હતા કે, તારા પિતાને કહે કે રૂપિયા આપે સાથે જ તે ઝઘડો કરતા હતા. ત્યારબાદ હું મારા પિયરમાં લગ્ન પ્રસંગમાં ગઈ હતી. જોકે મને સાસરીમાં પરત લઈ જવા પતિ આવ્યા નહોતા. હું જાતે ગઈ હતી ત્યારે સાસરિયાએ કેમ આવી, કહી ઝઘડો કર્યો અને મને માર માર્યો હતો. જેમાં મને ઈજા થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. આ મામલે ગોરવા પોલીસે અમદાવાદમાં રહેતાં 5 સાસરિયાં સામે ગુનો નોંધ્યો હતો. મારા કામની વાત ‘આ બટકીનું શું કામ છે’ કહી સાસરિયાં મ્હેણાં મારતાં હતાંપરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મામી સાસુ પતિને ચઢામણી કરતાં હતાં કે, આ કેવી વહુ લાવ્યો છે. આના કરતાં નોકરી કરતી છોકરી લવાય, આ બટકીનું શું કામ છે. તેના પિતાના ઘરે મૂકી આવ.
હવાઈ આપદા:ઇન્ડિગોની મુંબઈ-દિલ્હી સહિતની તમામ ફ્લાઇટ રદ 2700 મુસાફરો અટવાયા,રિફંડ લેવા એરપોર્ટ પર ભીડ
ઇન્ડિગો એર લાઇન્સ દ્વારા તમામ ફ્લાઇટ રદ કરાતાં વડોદરા એરપોર્ટ પર આવતી 9 ફ્લાઈટ પણ રદ થઈ હતી. મુંબઈ, દિલ્હી, પૂના, ગોવા, હૈદરાબાદ, બેંગલોરની ફ્લાઇટ રદ થતાં વડોદરા આવનારા અને વડોદરાથી જનારા 2700 મુસાફરો અટવાયા હતા. એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યા મુજબ એર ઇન્ડિયાએ દિલ્હી માટે શુક્ર અને શનિવારે વધુ એક ફ્લાઇટ મૂકી છે. બીજી તરફ 7મી તારીખ સુધી ઇન્ડિગો એર લાઇન્સે વડોદરાની તમામ ફ્લાઈટ રદ કરવાની જાહેરાત કરી હતી. જોકે તે પછી શનિવારથી રાબેતા મુજબ ફ્લાઇટ ઓપરેટ કરવાની જાહેરાત કરી હતી. ઇન્ડિગો ક્રાઈસીસને પગલે શનિવારનું એર ઇન્ડિયાનું વડોદરાથી દિલ્હીનું ભાડું 33 હજાર અને મુંબઈનું ભાડું 27 હજાર સુધી પહોંચ્યું છે. સાથે ટિકિટ બુકિંગ કરનારા એજન્ટોને અન્ય વિકલ્પ માટે સતત ફોનથી ઇન્કવાયરી આવતાં તેઓ કંટાળ્યા હતા. પાર્થ ટ્રાવેલ્સના સંચાલક દ્વારા જણાવ્યા મુજબ 300થી વધુ ફોન એક દિવસમાં આવ્યા હશે. ટ્રેન બુકિંગ પણ ફુલ હોવાથી મુસાફરોને વધુ મુશ્કેલી થઈ રહી છે. ખાસ કરીને દિલ્હીથી આવવામાં સમસ્યા સર્જાઇ રહી છે. એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યા મુજબ અનેક લોકોની વડોદરા એરપોર્ટ ખાતે ટિકિટ બારી પાસે ચકમક ઝરી હતી. વિદેશ જવાનું હોવાથી ટ્રેનની ટિકિટ કરાવી6 તારીખે મુંબઈથી યુએસની ફ્લાઈટ છે. ફ્લાઈટ રદ થતાં ટ્રેનની ટિકિટ બુક કરાવી છે. જોકે સામાન લઈ જવામાં મુશ્કેલી સર્જાશે. વિદેશ જવું અગત્યનું હોવાથી રદ થઈ શકે તેમ નથી, નહીં તો મોટું નુકસાન વેઠવું પડે. > કે.કે. હરિયાણી, મુસાફર ઉત્તર ભારત તરફની ઇન્ડિગોની સીધી કનેક્ટિવિટી વડોદરાના ટુરિઝમને રૂા.5 કરોડથી વધુનું નુકસાનવડોદરાથી હિમાચલ, શિમલા, કાશ્મીર જેવાં ડેસ્ટિનેશન માટે સૌથી વધુ ટુર અને ગ્રૂપ પેકેજ મૂકાઈ રહ્યાં છે. 70% લોકો ઇન્ડિગો દ્વારા મુસાફરી કરે છે. હોટલ બુકિંગનું 100% પેમેન્ટ કર્યું હોય ત્યારે હાલ રિફંડ કે તારીખ બદલવાની મોટી સમસ્યા છે. અંદાજે 5 કરોડના નુકસાનનો અંદાજ છે. નોર્થમાં એક માત્ર ડાયરેક્ટ ઇન્ડિગો ફ્લાઇટ હોય છે, > ભૂમિકા પટેલ, પર્પલ વિંગ ટ્રાવેલ્સ એરપોર્ટ પર કેન્સલેશન અને રિફંડ માટે રાત્રે લોકો ઊમટ્યાએરપોર્ટ પર ઈન્ડિગો એર લાઇન્સની બુકિંગ વિન્ડો પર રાત્રે પણ લોકોની ભારે ભીડ જોવા મળી હતી. ટિકિટ કેન્સલેશન અને રિફંડ માટે લોકો રાત સુધી ધક્કા ખાતા જોવા મળ્યા હતા. 2 કલાકની મુસાફરી 24 કલાકની થઈઅમે પરિવારના 4 જણ ગોવા ગયા હતા. શુક્રવારે ગોવા-વડોદરા ફ્લાઇટ રદ થતાં મુંબઈ થઈને ટ્રેનમાં વડોદરા આવવાના છીએ. બે કલાકની મુસાફરી 24 કલાકની થઈ છે. જોકે પૈસા બચ્યા, પણ સમય વેડફાયો. > આલોક ઠક્કર, મુસાફર
ચૂંટાયેલી પાંખ-વહીવટી તંત્ર વચ્ચેનો ખટરાગ ખૂલતાં વિવાદ થયો છે. ક્લાસ-1 અધિકારીઓની માસ સીએલમાં 300થી વધુ કર્મી જોડાતાં વિવિધ વિભાગના દરવાજા પર તાળાં જોવા મળ્યાં હતાં. વહીવટી તંત્રની આડોડાઈથી અજાણ હોવાનો ડોળ કરતા પદાધિકારીઓની બેઠક બાદ અધિકારીઓને હાજર થવા હુકમ કરાયો હતો. જોકે વહીવટી તંત્ર પર પકડ ગુમાવી ચૂકેલા પદાધિકારીઓની અવગણના કરી એકેય અધિકારી ફરક્યા નહતા. ત્રાહિત વ્યક્તિઓની હેરાનગતિ, ભ્રષ્ટાચારની ફરિયાદો અને ઓડિટ વિભાગ દ્વારા બિલ રોકી રખાય છે તેવા આક્ષેપ કરી ક્લાસ-1 અધિકારીઓએ માસ સીએલ પર ઊતરવા નિર્ણય કર્યો હતો. આશ્ચર્યજનક બાબત એ છે કે, તેમની સાથે ક્લાસ-2 અને 3ના અધિકારી-કર્મીઓ પાલિકામાં આવ્યા ન હતા. આ બાબતથી અજાણ હોવાનો ડોળ કરતાં મેયર પિન્કીબેન સોનીએ નિદ્રામાંથી જાગી સ્થાયી ચેરમેન સહિતના પદાધિકારી સાથે બેઠક યોજી ડે. મ્યુ. કમિશનર ગંગા સિંઘને અધિકારીઓને ફરજ પર હાજર કરવા સૂચના આપી હતી. જોકે એક પણ અધિકારી પહોંચ્યા ન હોવાની માહિતી મળી છે. ભાસ્કર ઇનસાઈડરૂા.62 લાખના બિલમાં કાર્યક્રમ પૂર્વેનાં બિલ, ખુરશી-સોફાની વિગતો રિપીટ થતાં ઓડિટ વિભાગે સ્પષ્ટતા માગી,પીઆરઓ વિભાગે આપીઓડિટ વિભાગે વાય.એમ. હોસ્પિટાલિટીના 62 લાખના બિલના ઓડિટમાં સામે આવેલા 15થી વધુ વાંધાની સ્પષ્ટતા કરવા પીઆરઓ વિભાગને તાકીદ કરી છે. જોકે 15 દિવસ થવા છતાં પીઆરઓ વિભાગે સ્પષ્ટતા કરી નથી. પીઆરઓ વિભાગ સ્પષ્ટતા કરે તો બિલ એકાઉન્ટ વિભાગમાં મોકલી અપાશે. ઓડિટ વિભાગે પીઆરઓ પાસેથી ટેક્સ ઇનવોઇસમાં આઈટમનો જથ્થો દર્શાવવા, ઇવેન્ટ પૂર્વેની તારીખનાં બિલો અંગે સ્પષ્ટતા, આરએન્ડબીના SORની નકલ, ટ્રાવેલ એક્સપેન્સની વિગત, મ્યૂઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ અને બેકલાઇન સેટઅપનો જથ્થો અને ભાવ, ખુરશી-સોફાની વિગતો રિપીટ થતી હોવાથી ખાતરી કરી કપાત કરવા જેવા વાંધા રજૂ કર્યા છે. મિસ્લેનિયસ-કોઓર્ડિનેશન શેનો ખર્ચ છે, તે સ્પષ્ટ કરોઓડિટ વિભાગ વિકાસનાં કામોનાં બિલોની ચકાસણી કરે છે. જેમાં વાય.એમ. હોસ્પિટાલિટી દ્વારા યોજાયેલી ઇવેન્ટનું 62 લાખનું બિલ પીઆરઓ વિભાગમાંથી મોકલાયું હતું. જેમાં ઓડિટ વિભાગે પૂછ્યું છે કે, મિસ્લેનિયસ એન્ડ કોઓર્ડિનેશન શેનો ખર્ચ છે? પાલિકાનાં 70 વર્ષના ઇતિહાસમાં આવો ખર્ચ આવ્યો નથી. પાલિકામાં કાળો દિવસ,ચૂંટાયેલી પાંખ અને વહીવટી તંત્ર મળી ઉકેલ લાવે: યોગેશ પટેલપાલિકામાં પદાધિકારીઓ વચ્ચે ચાલતી જૂથબંધી બાદ ચૂંટાયેલી પાંખ અને વહીવટી તંત્ર વચ્ચે ખટરાગ શરૂ થયો છે. જેને કારણે સત્તાપક્ષ ભાજપની ભારે બદનામી થઈ રહી છે. ભાજપના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે પાલિકાના આજના દિવસને કાળો દિવસ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, ચૂંટાયેલી પાંખ અને વહીવટી તંત્રની ભારે બેદરકારી છે. બંને પક્ષોએ મમત રાખી છે, જેથી આ સ્થિતિ સર્જાઈ છે અને ભવિષ્યમાં પણ આ સ્થિતિનું પુનરાવર્તન થશે. બંને જવાબદારી ચૂક્યા છે, જેને કારણે સુવિધા ન મળતાં લોકો પરેશાન થયા છે. બંને પક્ષે મળી અધિકારીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવું જોઈએ. મ્યુ. કમિશનર મહેશ બાબુ સાથે ફોન પર વાતચીત થઈ છે અને તેઓએ અધિકારીઓ સાથે મિટિંગ કરી સમસ્યાનો ઉકેલ લાવીશું તેવી ખાતરી આપી છે. મ્યુ. કમિશનર 2 મહિનાથી મળતા નથી,12 હજાર કર્મી આંદોલન કરશેપાલિકામાં શુક્રવારે ક્લાસ 1 અધિકારીઓ સાથે કર્મીઓ કામગીરીથી અળગા રહી વિરોધ દર્શાવ્યો હતો. ત્યારે વડોદરા મહાનગર પાલિકા કર્મચારી મહામંડળે પણ માસ સીએલ પર ઊતરવાની ચીમકી ઉચ્ચારી છે. મહામંડળના સભ્યોએ પાલિકામાં પહોંચી રજૂઆત કરી કે, વર્ગ 1 થી વર્ગ 4ના કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિકાલ માટે મ્યુનિસિપલ કમિશનર પાસે બે મહિનાથી સમય માગ્યો છે, પરંતુ તેઓ સાથે મુલાકાત થતી નથી. 15 દિવસમાં મુલાકાત નહીં થાય તો મહામંડળના વર્ગ 1થી વર્ગ 4ના અધિકારી-કર્મચારીઓ મળી 12 હજારનો સ્ટાફ માસ સીએલ પર ઊતરશે.
શું તમારો દીકરો, દીકરી કે પરિવારનું કોઈ સભ્ય અમેરિકામાં રહે છે? જો હા, તો આ સમાચાર તમારા માટે ચેતવણીરૂપ છે... અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત પછી ઘણા ભારતીયોમાં 'ડિપોર્ટેશન' એટલે કે દેશનિકાલ થવાનો ડર પેસી ગયો છે. હવે સાયબર ઠગોએ આ ડરને જ પોતાનું હથિયાર બનાવ્યું છે. અત્યાર સુધી પોલીસ કે CBI બનીને લૂંટતા ઠગો હવે 'ઈન્ડિયન એમ્બેસી'ના અધિકારી બનીને લોકોને શિકાર બનાવી રહ્યા છે. જો તમારા પર આવો કોઈ ફોન આવે તો ગભરાયા વગર શું કરવું જોઈએ? ચાલો ભાસ્કર એક્સપ્લેનરમાં જાણીએ... કેવી રીતે થાય છે ફ્રોડની શરૂઆત? તમારા મોબાઈલ પર એક અજાણ્યો ફોન આવશે. જ્યારે તમે ટ્રુ-કોલર (Truecaller) પર ચેક કરશો તો ત્યાં નામ દેખાશે - 'ઈન્ડિયન એમ્બેસી' (Indian Embassy). સામેવાળી વ્યક્તિ ખૂબ જ પ્રોફેશનલ રીતે વાત કરશે અને તમને કહેશે કે, તમારા બાળકના વિઝા ફોર્મમાં ગંભીર ભૂલ છે અથવા તમારા નામે ગંભીર ગુના નોંધાયેલા છે. તમને ડરાવવા માટે કહેવામાં આવશે કે, જો તમે અત્યારે જ આ મામલો થાળે નહીં પાડો અથવા સેટલમેન્ટ નહીં કરો, તો તમને કે તમારા બાળકને તાત્કાલિક ભારત પાછા મોકલી દેવામાં (Deport) આવશે. 'સ્પૂફિંગ' અને 'ડિજિટલ અરેસ્ટ'નો ખેલ સમજો અહીં સૌથી મોટો સવાલ એ થાય કે ટ્રુ-કોલર પર 'ઈન્ડિયન એમ્બેસી' કેમ બતાવે છે? અધિકારી અને ઠગ વચ્ચેનો ભેદ કેવી રીતે પારખવો? જો તમને આવો કોલ આવે તો ગભરાવાની જરૂર નથી. અસલી ઈન્ડિયન એમ્બેસી અને ફ્રોડ વચ્ચેનો તફાવત આ 3 મુદ્દાઓથી સમજી શકાય છે: આટલું ખાસ યાદ રાખો જો તમને આવો કોઈ શંકાસ્પદ કોલ આવે જેમાં વિઝા રદ કરવાની કે ડિપોર્ટ કરવાની ધમકી આપવામાં આવે, તો નીચે મુજબના પગલાં લો: દિવ્ય ભાસ્કર માટે સમીર પરમારનો રિપોર્ટ. વધુ માહિતી માટે વીડિયો જુઓ
“ભારત ટેક્સી છે એ આપણી ટેક્સી છે, આપણી એપ છે અને આપણી રીતે ચલાવવાની છે” – આ સૂત્ર સાથે વિશ્વનું સૌથી મોટું ડ્રાઇવર-માલિકી નેટવર્ક ‘ભારત ટેક્સી’ હવે રાજકોટમાં પગપેસારો કરી ચૂક્યું છે. દિલ્હી બાદ ગુજરાતમાં પ્રથમ વખત રાજકોટમાં 26 નવેમ્બરે સોફ્ટ લોન્ચ થયું અને પહેલા જ દિવસે 200થી વધુ ડ્રાઇવરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. હાલ અહીં 1000થી વધુ ટુ-વ્હીલર, રિક્ષા અને કાર ડ્રાઇવરો જોડાઈ ચૂક્યા છે, જ્યારે ગુજરાત-દિલ્હી મળીને આખા દેશમાં 51 હજારથી વધુ ડ્રાઇવરો સરકાર માન્ય ભારત ટેક્સીમાં રજિસ્ટર્ડ થયા છે. ડિસેમ્બર અંત સુધીમાં કસ્ટમર એપ લોન્ચ થતાં જ રાજકોટના લોકોને અન્ય ખાનગી કેબ કંપનીઓ કરતા સસ્તી અને કમિશન-ફ્રી રાઇડ સેવા મળવા લાગશે, કારણ કે અહીં ડ્રાઇવર જ માલિક છે.આ સેવામાં જોડાનારા ડ્રાઇવરોને સારથી તરીકે ઓળખવામાં આવશે. 26 નવેમ્બરના રોજ ડ્રાઇવર રજિસ્ટ્રેશન એપ્લિકેશનનું સોફ્ટ લોન્ચિંગ રાજકોટમાં સહકાર ટેક્સીના એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ સંદીપ પટણીએ જણાવ્યું હતું કે, ભારત ટેક્સીની શરૂઆત સૌપ્રથમ દિલ્હીમાં કરાઈ હતી અને ત્યારબાદ ગુજરાતના રાજકોટ શહેરમાં કિસાનપરા ચોક ખાતે 26 નવેમ્બરના રોજ ડ્રાઇવર રજિસ્ટ્રેશન એપ્લિકેશન લોન્ચ કરી હતી. આ લોન્ચિંગ સહકાર ટેક્સીના ઉચ્ચ અધિકારી ગૌતમ ગાંગુલી, એક્ઝિક્યુટિવ સંદીપ પટણી, અને બોર્ડ ઓફ ડિરેક્ટર કિશનભાઈની હાજરીમાં કરવામાં આવ્યું હતું. અમદાવાદ તથા રાજકોટ સહિત રાજ્યભરના ડ્રાઇવરભાઈઓએ આ સમારોહમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. 200-250 ડ્રાઈવર પહેલા જ દિવસે જોડાયાલોન્ચિંગના પહેલા દિવસે જ 200-250 જેટલા ડ્રાઈવરોએ ભારત ટેક્સી માટે રજિસ્ટ્રેશન કરાવ્યુ હતું. અત્યાર સુધીમાં ઓલઓવર ગુજરાતના 1 હજાર કરતાં પણ વધુ ડ્રાઈવરો અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. રજિસ્ટ્રેશન માટે ડ્રાઇવરોએ ફક્ત સબ્સ્ક્રિપ્શન ફી ચૂકવવાની રહેશેભારત ટેક્સીની એક અનોખી વિશેષતા એ છે કે, તેમાં કોઈ કમિશન ચાર્જ નહીં લાગે. ડ્રાઇવરોએ ફક્ત સબ્સ્ક્રિપ્શન ફી ચૂકવવાની રહેશે. જે દૈનિક, સાપ્તાહિક અથવા માસિક હોઈ શકે છે. આ રીતે દરેક ટ્રીપમાંથી થતી સંપૂર્ણ કમાણી સીધી ડ્રાઇવરના ખિસ્સામાં જશે.સરકાર માને છે કે, આનાથી આર્થિક રીતે મજબૂતાઈ મળશે અને લાખો ડ્રાઇવરોનો આત્મવિશ્વાસ વધશે. દેશના 51 હજારથી વધુ ડ્રાઈવરો ભારત ટેક્સીમાં રજિસ્ટર્ડવધુમાં તેઓએ જણાવ્યું હતું કે, અન્ય પ્રાઇવેટ કેબ કંપનીઓ 20થી 25% કમિશન લેતી હોય છે પરંતુ, જે ભારત ટેક્સી આવવાની છે તેમાં કોઈપણ પ્રકારનો અન્ય ચાર્જ લેવામાં નહીં આવે અને સીધો લાભ ડ્રાઇવરોને મળવાનો છે. ગુજરાત અને દિલ્હીમાં અત્યાર સુધીમાં 51 હજારથી પણ વધુ ડ્રાઈવરો રજિસ્ટર્ડ થઈ ચૂક્યા છે. ભારત ટેક્સી માટેની કસ્ટમર એપ ડિસેમ્બરના અંત સુધીમાં આવી જશે અને ત્યારબાદ લોકોને ભારત ટેક્સીની સુવિધા મળતી શરૂ થઈ જશે. ડ્રાઇવર અને પેસેન્જર્સ બંનેને સીધો ફાયદો મળશેઆ ઉપરાંત ટેક્સીના ભાડા બાબતે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, ભારત ટેક્સીમાં થનારો ફાયદો ડ્રાઇવરો અને લોકોને દેખાશે. જેનો ચાર્જ સરકારના ધારા ધોરણ મુજબ રહેશે સરકાર દ્વારા જે ચાર્જ નક્કી કરવામાં આવશે તે મુજબ જ મુસાફરો પાસેથી ચાર્જ વસૂલવામાં આવશે. અંતમાં તેમણે જણાવ્યું હતું કે, ડ્રાઇવરો ભારત ટેક્સીના માલિક રહેશે. આ સહકારી કેબ સેવા હજુ સુધી દેશભરમાં શરુ નથી થઈરાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની મંજુરી બાદ કિશનપરા ચોક ખાતે પરંપરાગત પૂજા સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. સોફ્ટ લોન્ચિંગમાં 200થી વધુ ડ્રાઇવરોની હાજરી નોંધાઈ હતી.ભારત ટેક્સીને વિશ્વના સૌથી મોટા ડ્રાઇવર-માલિકી નેટવર્ક તરીકે ઓળખવામાં આવી રહી છે. દિલ્હી અને ગુજરાતમાં કાર, ઓટો અને બાઇકની ત્રણેય શ્રેણીઓના 51,000થી વધુ ડ્રાઇવરોએ આ પ્લેટફોર્મ પર નોંધણી કરાવી છે. જોકે,આ સહકારી કેબ સેવા હજુ સુધી દેશભરમાં શરૂ કરવામાં આવી નથી. ભારત ટેક્સી પહેલાથી જ વિશ્વના સૌથી મોટા ડ્રાઇવર-માલિકી ગતિશીલતા સમૂહ તરીકે ઉભરી આવી છે.
4530 મેટ્રીક ટન… આ માત્ર આંકડો નથી. અમદાવાદીઓ દરરોજ પોતાના ઘરમાંથી આટલો કચરો ફેંકે છે. સરળ રીતે સમજવા માટે તુલના કરીએ તો ટ્રેનના 100 ડબ્બાનું જેટલું વજન થાય એટલો કચરો અમદાવાદના લોકો રોજ ઠાલવી રહ્યા છે. જેમ કહેવત છે કે ટીપે-ટીપે સરોવર ભરાય તેમ એક-એક ડોલ કચરો થઈને અમદાવાદના પીરાણામાં કચરાનો પહાડ બની ચૂક્યો છે. આ પહાડ અમદાવાદની ઓળખ, લોકોના સ્વાસ્થ્ય અને મનપાના વહીવટ સામે એક સવાલ બનતો જઈ રહ્યો છે. અમદાવાદમાં 2030માં કોમનવેલ્થ ગેમ્સ યોજાવવાનું નક્કી થઈ ગયું છે અને 2036માં ઓલિમ્પિક ગેમ્સ પણ રમાય એવું સરકારનું આયોજન છે. ત્યારે ઓલિમ્પિક પહેલાં જ અમદાવાદ ઝીરો વેસ્ટ સિટી જાહેર થાય અને ઘરમાંથી નીકળતો તમામ કચરો રિસાયકલ થાય એ માટે અમદાવાદની સેપ્ટ યુનિવર્સિટી સહિત દેશની પાંચ મોટી શૈક્ષણિક સંસ્થાઓ ફુલપ્રૂફ પ્લાન બનાવવામાં લાગી છે. આ પ્રોજેક્ટમાં અમદાવાદની CEPT યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ.અનિલ કુમાર રોય અને તેમની ટીમ આગામી 5 વર્ષ માટે કામ કરી રહી છે. છેલ્લા 20 વર્ષથી CEPT યુનિવર્સિટીના પ્લાનિંગ ડિપાર્ટમેન્ટમાં પ્રોફેસર તરીકે કાર્યરત ડો. અનિલ કુમાર રોય સાથે અમે વાતચીત કરી અને આ પ્રોજેક્ટથી અમદાવાદની દશા-દિશા કેટલી બદલાશે, લોકોના જીવનધોરણ પર કેવી અસર થશે એ સમજવાનો પ્રયાસ કર્યો. અમદાવાદની CEPT યુનિવર્સિટીને આ પ્રોજેક્ટ કેવી રીતે મળ્યો એ અંગે પ્રોફેસર ડૉ.અનિલ રોયે દિવ્ય ભાસ્કરને કહ્યું, આ પ્રોજેક્ટ માટે વિકસિત ભારત મિશન અંતર્ગત ભારત સરકારની ઇન્ડિયન કાઉન્સિલ ફોર સોશિયલ સાયન્સ રિસર્ચ એટલે કે ICSSR દ્વારા જાહેરાત બહાર પાડવામાં આવી હતી. CEPT યુનિવર્સિટી, IIT રૂરકી, JNU, IIT તિરુપતિ અને NIT પટના એમ પાંચ સંસ્થાઓએ મળીને દોઢ વર્ષ પહેલાં એક પ્રપોઝલ મૂકી હતી. જેમાં આ પ્રોજેક્ટને 'સર્ક્યુલર ઇકોનોમી ઇન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ઇન ઇન્ડિયન સિટીઝ' નામ આપવામાં આવ્યું. સપ્ટેમ્બર 2024માં આ પ્રોજેક્ટ ફાળવવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ આ પાંચ શહેરોમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનો અભ્યાસ કરવાનો છે, જેમાં કચરો ક્યાંથી આવે છે? તેનું મેનેજમેન્ટ કેવી રીતે થાય છે? અને ઝીરો વેસ્ટ સિટી બનાવવાનો ટાર્ગેટ મેળવવા માટે કેવા પ્રયત્નો થઈ રહ્યા છે? એ જોવાનું છે. અમદાવાદમાં 2036 માં ઓલિમ્પિક યોજાવાની સંભાવના હોવાથી આ પ્રોજેક્ટ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને સ્વચ્છ ભારત મિશનથી આગળ વધવામાં મદદરૂપ થશે. આ પ્રોજેક્ટની લીડ એજન્સી IIT રૂરકી છે, જ્યારે CEPT યુનિવર્સિટી પ્રોજેક્ટ પાર્ટનર તરીકે અમદાવાદના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનો ડ્રાફ્ટ તૈયાર કરીને સર્ક્યુલર ઇકોનોમી હાંસલ કરવા તરફ કામ કરશે. AMC સાથે હાથ મિલાવ્યાપ્રોજેક્ટ મળ્યા પછી નિયમો મુજબ સ્થાનિક કોર્પોરેશન બોડી સાથે મુલાકાત કરવાની હોય છે. તે પ્રમાણે CEPT ટીમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત કરી. તેમને વિશ્વાસમાં લઈને આ પ્રોજેક્ટની શરૂઆત કરી. AMCના અધિકારીઓએ ખાતરી આપી કે જ્યાં પણ જરૂર પડશે ત્યાં તેઓ મદદરૂપ થશે. ત્યારબાદ ટીમે કોર્પોરેશનના કલેક્શન સેન્ટર અને મટિરિયલ રિકવરી સ્ટેશનની મુલાકાત લીધી. ડૉ.અનિલ રોયે કહ્યું, મુલાકાત દરમિયાન AMCના અધિકારીઓ સાથે વિવિધ મુદ્દે ચર્ચા થઈ. હાલની કચરાના નિકાલની વ્યવસ્થા, જેમ કે ક્યાંથી કેટલો કચરો આવે છે, કેટલાનો નિકાલ થાય છે, કેટલો ડમ્પિંગ ગ્રાઉન્ડમાં જાય છે અને કેટલો કલેક્ટ નથી થઈ શકતો વગેરે મુદ્દા અમે સમજ્યા. AMCએ તમામ ડેટા આપવા માટે સહમતી દર્શાવી. મટિરિયલ રિકવરી સ્ટેશનની કામગીરીનું નિરિક્ષણ કર્યું તો જાણવા મળ્યું કે કચરાનું સેગ્રિગેશન અને પ્રોસેસિંગ થાય છે, વધારાનો કચરો ડમ્પિંગ સ્ટેશન પર મોકલવામાં આવે છે અને ઓર્ગેનિક કચરો વેસ્ટ ટુ એનર્જી ફેક્ટરીમાં મોકલવામાં આવે છે. પીરાણાનો પહાડ સૌથી મોટી ચેલેન્જડો. અનિલ રોયના મતે, હાલમાં AMC માટે સૌથી મોટી ચેલેન્જ પીરાણામાં આવેલો કચરાનો પહાડ દૂર કરવાની છે. AMC પણ 2036 ઓલિમ્પિક પહેલાં અમદાવાદને ઝીરો વેસ્ટ સિટી બનાવવા માગે છે, જેના માટે આ પ્રોજેક્ટ ખૂબ મદદરૂપ થશે. 2032 પહેલાં જ પીરાણાના બદલે ખુલ્લું મેદાનCEPT ટીમ ભારતના તેમજ વિશ્વના બેસ્ટ વેસ્ટ મેનેજમેન્ટ મોડલ AMC સમક્ષ રજૂ કરશે. જો આ મોડલનો અમલ કરવામાં આવે તો ડો. અનિલ રોયના અંદાજ મુજબ 2036 પહેલાં જ પીરાણાનો કચરો દૂર થઈને મેદાન બની જશે, જેના સ્થાને નવી સુવિધા ઊભી કરી શકાશે. જે ગતિથી AMC હાલમાં કામ કરી રહ્યું છે તે જોતા 2032 સુધીમાં જ પીરાણામાં ખુલ્લું મેદાન જોવા મળી શકે છે. હાલમાં AMC બાયોમાઈનિંગ દ્વારા કચરાનો ઉપયોગ રોડ-રસ્તા સહિતની વસ્તુઓ બનાવવામાં કરી રહી છે. ભવિષ્યમાં આવી કોઈ મોટી ડમ્પિંગ સાઇટ ન બને તે માટે વર્તમાન પ્રોજેક્ટ ખૂબ ઉપયોગી થશે. ડો. રોયના મતે, જ્યાં સુધી ઝીરો ડમ્પિંગ ગ્રાઉન્ડ નહીં કરી શકીએ, ત્યાં સુધી સર્ક્યુલર ઇકોનોમીનો કોઈ અર્થ રહેશે નહીં. તાજેતરમાં જ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અમદાવાદને સ્વચ્છ શહેરનું બિરુદ મળ્યું છે. જો કે, અમદાવાદમાં દરરોજ લગભગ 4,500 મેટ્રિક ટન કચરો પેદા થાય છે. AMCની એક મોટી સફળતા એ છે કે તે 100% કચરો એકત્ર કરી શકે છે. કચરાના પ્રોસેસિંગ માટે 9 સેન્ટરતેમણે આગળ જણાવ્યું, કચરાને છૂટો પાડવા અને પ્રોસેસિંગ માટે અમદાવાદ શહેરમાં 9 મટિરિયલ રિકવરી ફેસિલિટી સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે. રસોડામાંથી નીકળતો ભીનો કચરો એટલે કે કિચન વેસ્ટ સીધો જ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટમાં લાવવામાં આવે છે. આ કામગીરીમાં જેમાં ખાનગી કંપનીઓ પણ જોડાયેલી છે. આ કંપનીઓ કચરામાંથી કમ્પોસ્ટ બનાવે છે અને પ્લાસ્ટિકમાંથી ઓઇલ પણ બનાવે છે. જો કે ચિંતાની વાત એ છે કે હાલમાં AMC 76% કચરો જ પ્રોસેસિંગ માટે મોકલવામાં આવે છે. ઝીરો વેસ્ટનો ટાર્ગેટ સિદ્ધ કરવા માટે વધુ 2થી 3 MRF સેન્ટરની જરૂર છે. જેથી 100% કચરાનું પ્રોસેસિંગ થઈ શકે. અત્યાર સુધી ઘરેથી કલેક્ટ કરેલો કચરો સીધો પીરાણા ડમ્પિંગ સાઇટ પર જતો હતો. પરંતુ MRF સેન્ટર્સ શરૂ થતાં હવે પદ્ધતિ બદલાઈ છે. કચરો પહેલાં આ સેન્ટર્સ પર પ્રોસેસ માટે જાય છે અને ત્યારબાદ બાકીનો કચરો જ ડમ્પિંગ સાઇટ પર મોકલવામાં આવે છે. આ એક મોટો બદલાવ છે. ડો. અનિલ રોય આનો શ્રેય સ્વચ્છ ભારત મિશનને આપે છે. આ ફેરફારને કારણે રિસાયકલ અને રિ-યુઝનું પ્રમાણ વધ્યું છે, જોકે હજુ આ કામગીરી 76% સુધી જ પહોંચી શકી છે. ઝીરો વેસ્ટ બે મુખ્ય પદ્ધતિઓ દ્વારા સિદ્ધ કરી શકાય છે 3R થી 12R સુધી પહોંચવું: હાલમાં અમદાવાદમાં રિડ્યુસ, રિ-યુઝ, અને રિસાયકલ (3R) પર કામ થઈ રહ્યું છે, પરંતુ આ પ્રક્રિયાને 12R સુધી લઈ જવી જોઈએ. વેસ્ટ ટુ એનર્જી: ભીના કચરાને ડમ્પ સાઇટ પર મોકલવાને બદલે તેના પર પ્રક્રિયા કરીને એનર્જી, કમ્પોસ્ટ બનાવી શકાય છે. પ્લાસ્ટિક જેવી વસ્તુઓમાંથી ઓઇલ પણ બનાવી શકાય છે. ડો. રોયના મતે, જો કચરા અંગે જાગૃતિ લાવવામાં આવે અને સમાજમાં સુધારો કરવામાં આવે, તો ઝીરો વેસ્ટ સુધી સરળતાથી પહોંચી શકાશે. સફળતા મેળવવા વિદેશના મોડલનો અભ્યાસડૉ. અનિલ રોયે કહ્યું, અમારા પ્રોજેક્ટમાં અમે વેસ્ટ મેનેજમેન્ટમાં સફળતા મેળવનાર સ્વીડન, ચાઈના, સેન ફ્રાન્સિસ્કોના મોડલનો પણ અભ્યાસ કર્યો છે. ભારતમાં ઇન્દોર અને પણજી પણ ખૂબ જ સારી રીતે વેસ્ટ મેનેજમેન્ટ કરી રહ્યા છે. પણજી મ્યુનિસિપાલિટીએ દરેક સોસાયટીમાં 16 પ્રકારની બેગ આપી છે. જેથી સોસાયટીમાંથી જ 16 પ્રકારના કચરાનું વર્ગીકરણ થઈ જાય છે. જેનાથી તેમને ઝીરો વેસ્ટ હાંસલ કરવામાં સફળતા મળી છે. જો કે, કચરાને અલગ-અલગ રીતે કલેક્ટ કરવો તે એક મોટી ચેલેન્જ છે. ડૉ. અનિલ રોયે તેમની ટીમની કામગીરીની પદ્ધતિ અંગે કહ્યું, પાંચ વર્ષના આ પ્રોજેક્ટમાં અમારી ટીમ 'ફર્સ્ટ હેન્ડ ઇન્ફોર્મેશન' પર ખૂબ જ બારીકાઈથી કામ કરી રહી છે. આંતરરાષ્ટ્રીય મોડેલોનું ડોક્યુમેન્ટેશન કરી રહ્યા છીએ. આ ઉપરાંત આખા અમદાવાદનો સરવે પણ ચાલે છે. સરવેમાં જાણવા મળ્યું છે કે અમદાવાદનો કચરો દૂર હિમાચલ સુધી પણ જાય છે. હાલમાં ચાલી રહેલા અભ્યાસની વધુ વિગતો આવતા વર્ષ સુધીમાં મળી શકશે, જેના આધારે કયા MRF સેન્ટરની કામગીરી સારી છે અને ક્યાં ઊણપ છે તે જાણી શકાશે. જ્યારે અમદાવાદમાં ઓલિમ્પિક યોજાશે ત્યારે ફ્લોટિંગ પોપ્યુલેશન વધશે. એટલે કે વિશ્વભરના ખેલાડીઓ અને મુલાકાતીઓનો ધસારો થશે. જેના કારણે વેસ્ટ મેનેજમેન્ટનું કામ પણ ઘણું વધશે. જો કે, હાલમાં ઓલિમ્પિકને લઈને વેસ્ટ મેનેજમેન્ટની દિશામાં કોઈ ચોક્કસ વાતચીત થઈ નથી. પરંતુ અત્યારથી જ આ અંગે વિચારણા કરવી જરૂરી છે. ખાસ કરીને હોટેલોમાંથી નીકળતા કચરાનું ત્યાંને ત્યાં જ વર્ગીકરણ થાય તેવા પ્લાનની જરૂર છે. મને લાગે છે કે AMCને પણ આ બાબતની જાણકારી છે અને તે દિશામાં તેઓ ચોક્કસ કંઈક કરશે.
‘પાંચેક વર્ષની નાનકડી દીકરી ફ્લેટ નીચે એકલી ઊભી ઊભી નોકરીએ ગયેલાં મમ્મી-પપ્પાની રાહ જોતી હતી. મમ્મી-પપ્પા આવે એ પહેલાં એક રાક્ષસની નજર એના પર પડી ગઈ. દીકરીને એકલી જોઈ એને તેડી અને ભાગ્યો. દીકરીએ બૂમાબૂમ કરવાનું શરૂ કર્યું, પણ જેવી પહેલી બૂમ પડી ત્યાં રાક્ષસે એના પાવડા જેવડા હાથથી માસૂમ દીકરીનું મો દબાવી દીધું. ઘરથી થોડે દૂર એક ઝાડી-ઝાંખરાવાળા ખાલી પ્લોટમાં લઈ જઈ દીકરીને નીચે ફેંકી, એનું મોઢું દબાવી દીધું. નીચે પડેલી દીકરીના એ માસૂમ ફૂલ જેવા ગાલ પર જોરથી લાફા ઝીંક્યા. હેબતાઈ ગયેલી દીકરી અચાનક ચૂપ થઈ ગઈ, એટલે એના પગ ખેંચી ઝાડીઓમાં અંદર ખેંચી અને દીકરીનાં કપડાં ફાડી…’ આ શબ્દો છે IPS રૂપલ સોલંકીના. અમદાવાદ શહેરના DCP ઝોન-3. મેડમ સરનું ટ્રાન્સફર હજુ થોડા મહિનાઓ પહેલાં જ અમદાવાદમાં DCP તરીકે થયું છે. આ સિરીઝના આગળના એપિસોડમાં વાત કરી એમ ગુજરાત IPS કેડરમાં મહિલાઓ ભલે ઓછી છે, પણ એક એક મહિલા IPS ‘એકે હજારા’ છે. વેલ, ‘ડિસ્કવરી ચેનલ’માં બેર ગ્રિલ્સ જેમ માંડ માંડ જીવ બચાવતો બચાવતો સ્થળો પસાર કરે એમ અમદાવાદની ધોમધખતી બપોરના તડકામાં દિલ્હી દરવાજાથી દરિયાપુર થઈ અમે કાલુપુર રેલવે સ્ટેશનની એક્ઝેક્ટ સામે આવેલી DCP ઓફિસ પહોંચ્યા. ટ્રાફિકને વીંધી મેડમની ઓફિસમાં પહોંચતાં જોયું તો, નક્કી કરેલા ટાઈમ કરતાં અમે ઓલરેડી અડધો કલાક લેટ હતા. અમને એમ કે અંદર જઈ ઠપકો પડશે, પણ મેડમ? ફુલ ઓફ કાઈન્ડનેસ. રોજે અહીં આવવામાં આટલા ટ્રાફિકને સહન કરીને ટેવાઇ ગયેલાં મેડમે હસીને અમારા મોડા પડવા વિશે બોલવાનું ટાળ્યું અને પાણી ઑફર કર્યું. અમે વાતની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરની ખાસ સિરીઝ ‘IPS ડાયરીઝ’ના આજના એપિસોડમાં IPS રૂપલ સોલંકી વાત કરશે એ સમયની…જ્યારે 6 વર્ષની બાળકીને કિડનેપ કરી, બળાત્કાર બાદ આરોપી ‘Mr. ઈન્ડિયા’ થઈ ગયો... બેંકની નોકરીમાં કંટાળ્યાં, અને પોલીસ સર્વિસ જોઇન કરી મૂળ સુરેન્દ્રનગરના ચુડામાં જન્મેલાં રૂપલ સોલંકીનાં મમ્મી-પપ્પા બંને સરકારી બાબુ. પપ્પા SBIમાં અને મમ્મી ટીચર. એજ્યુકેટેડ ફેમિલીમાં જન્મેલાં રૂપલ મે’મ પાંચ ભાઈ-બહેન વચ્ચે ચુડામાં જ મોટાં થયાં અને ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કર્યો. એ પછી સરકારી નોકરીનું જુનૂન ચડતાં અમદાવાદ આવી IBPS (બેંક એક્ઝામ)ની તૈયારી ચાલુ કરી. થોડા સમયમાં તો SBIમાં નોકરી પણ મેળવી લીધી. પરંતુ ત્યાં વર્ષ કામ કરીને કંટાળી ગયેલાં મે’મને પોલીસ ફોર્સમાં જોડાવાનું મન થયું. એમણે GPSCની તૈયારી શરૂ કરી. તેજ મગજ એટલે નોકરીની સાથોસાથ આ અઘરી પરીક્ષાની તૈયારી કરીને પણ બે જ વર્ષમાં એક્ઝામ પાસ કરી લીધી અને 2011માં DySP તરીકે સર્વિસ શરૂ કરી. પાટણમાં બે વર્ષ પ્રોબેશન પિરિયડ પૂરો કરી ACB (એન્ટિ કરપ્શન બ્યૂરો)માં પાંચ વર્ષ સુધી કામ કર્યું અને ત્યાંથી બારડોલી SDPO (સબ ડિવિઝનલ પોલીસ ઑફિસર) તરીકે પોસ્ટ મળી. સફળ પોલીસ કરિયરના કારણે IPS તરીકે પ્રમોશન મળ્યું અને 2022માં સુરત ક્રાઇમ બ્રાન્ચને પહેલાં મહિલા DCP મળ્યાં. પોણા બે વર્ષ બાદ ત્યાંથી ટ્રાન્સફર મળતાં ગાંધીનગર DGPના સ્ટાફ ઓફિસર તરીકે દોઢ વર્ષ કામ કર્યું. એન્ડ ફાઇનલી, ઓગસ્ટ 2025થી અમદાવાદના DCP ઝોન-3 તરીકે ફરજ બજાવી રહ્યાં છે. બાય ધ વે, IPS રૂપલ સોલંકીનાં મમ્મી-પપ્પા પણ સરકારી નોકરીમાં હતાં, ભાઈઓ-બહેનો પણ સરકારી નોકરીમાં છે. રૂપલ મે’મના હસબન્ડ પણ સરકારી નોકરીમાં છે અને સાસુ-સસરા પણ સરકારી નોકરીમાં હતાં! *** રૂપલ મેડમ સર, તમારા કરિયરનો મોસ્ટ ચેલેન્જિંગ અને થ્રિલિંગ કેસ કયો હતો? IPS વિધિ ચૌધરીએ પોતાના વૈવિધ્યપૂર્ણ કરિયરના ફ્લેશબેકમાં જઇને એક કેસની યાદ તાજી કરી... 5 જાન્યુઆરી, 2024સાંજના 5 વાગ્યેલાલગેટ પોલીસ સ્ટેશન, સુરત સુરત અને અમદાવાદના ક્રાઇમની પેટર્ન થોડી અલગ છે. સુરતમાં જે ક્રાઇમ બને છે, એમાં ગુજરાતની સાથે બહારના રાજ્યની ગુનાખોરીની પણ છાંટ હોય છે. બે વર્ષ પહેલાંની વાત છે. થોડા સમયથી સુરત ગુનાખોરીથી મુક્ત હતું. માહોલ શાંત હતો અને બધા સાંજની ચા પી પેન્ડિંગ કેસ પૂરા કરવાનાં કામે લાગેલા હતા. ત્યાં નવાઝ ફત્તા નામનો 23 વર્ષનો જુવાન હાંફળો ફાંફળો થઈ દોડતો દોડતો પોલીસ સ્ટેશનમાં આવ્યો ને ફરિયાદ નોંધાવી કે, કોઈ લૂંટારૂ મારા ₹88 લાખ લૂંટી ગયો. વાત સાંભળી ગુનો થોડો મોટો લગતાં વાત મારા સુધી પહોંચી. મેં નવાઝને બોલાવ્યો ને પૂરી ઘટના સાંભળી, *** ‘મેડમ, હું નવાઝ ફત્તા, ઉનમાં રહું છું. આજે બપોરે બારેક વાગ્યે મારું બર્ગમેન ટુવ્હીલર લઈ મારા સાહેબ મન્સૂરભાઈને મળવા રાંદેર હેરિટેજ ગયો હતો. ત્યાંથી થોડી વારમાં નીકળ્યો, ત્યાં સાહેબના ભાણિયા દાનિશનો મારા પર ફોન આવ્યો કે, હમણાં આંગડિયામાંથી 88,26,700 રૂપિયા આવવાના છે, તો તું લઈ આવજે. નમાઝનો ટાઈમ હતો, એટલે પૈસા આવે ત્યાં સુધી રાહ જોવા કરતાં હું મસ્જિદમાં નમાઝ પઢવા ગયો. ત્યાં મને આંગડિયા પેઢીમાંથી ફોન આવ્યો કે, તમારા પૈસા આવી ગયા છે, લઈ જજો. ‘મારી પીઠમાં બંદૂક ખૂંચાડીને કહે, ચૂપચાપ વરાછા જવા દે’‘પૈસા આવી ગયા હતા, એટલે હું પૈસા લેવા નીકળ્યો. આંગડિયા પેઢીમાંથી પૈસા લીધા અને ₹88 લાખ ભરેલો થેલો મારા બર્ગમેનમાં આગળ મૂક્યો. પણ હજુ સ્કૂટર ચાલુ કરું એ પહેલાં તો પાછળથી 35-40 વર્ષનો લાલ જર્સી પહેરેલો એક માથે ટાલવાળો અજાણ્યો માણસ આવ્યો ને મારી પાછળ બેસી ગયો. હું પાછળ ફરી કંઈક પૂછું એ પહેલાં તો એ એણે ગન કાઢી મારી પાછળ ખૂંચાડી બોલ્યો કે, ચૂપચાપ કશું જ બોલ્યા વિના વરાછા જવા દે. મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો, એટલે મેં ટુ વ્હીલર ભગાવ્યું ને લસકાણા પાસે પહોંચ્યો એટલે એણે ઊભું રહેવા કહ્યું. ઊભા રહેતાં જ એણે મને નીચે ઉતારી દીધો અને કહ્યું કે, સીધો ચાલવા માંડ ને પાછળ ફરીને જોતો નહીં. એની પાસે ગન હતી એટલે વાત માન્યા સિવાય મારી પાસે કોઈ ઉપાય નહોતો. મારી પાસેથી મોબાઈલ, સ્કૂટર અને ₹88 લાખનો થેલો લઈ એ કામરેજ તરફ ભાગી ગયો. હું ડરી ગયો હતો એટલે સીધો જ મારા શેઠ મન્સૂરભાઈ પાસે ગયો ને અમે અહીં ફરિયાદ કરવા આવ્યા છીએ.’ IPS રૂપલ સોલંકીએ વાત આગળ ધપાવી, ‘બપોરે ધોળા દિવસે જો ₹88 લાખની લૂંટ થઈ જાય તો એ ખરેખર બહુ મોટો ગુનો છે. અમારા માટે પણ મુશ્કેલી કહેવાય. મેં અલગ અલગ ટીમ બનાવી તપાસ ઝડપથી ચાલુ કરાવી. બીજી બાજુ ફરિયાદીની પણ બે વાર પૂછપરછ કરી કે, એ ખોટું તો નથી બોલતો ને? કેમ કે, ઘણા કિસ્સાઓમાં પૈસા પોતે રાખી લેવા પણ ખોવાયાનું કહેતા ગુનેગારો પકડાયા છે. પણ નવાઝે જે જે રસ્તાઓ કહ્યા, એ બધા જ રસ્તે CCTV હતા અને અમે CCTV તપસ્યા તો બધે જ એવો માણસ દેખાયો. મતલબ કે લૂંટ થઈ હતી એ તો પાક્કું હતું.’ પરંતુ ધોળા દિવસે આવું બન્યું કેવી રીતે? કોઈએ જોયું પણ નહિ? નવાઝે કોઈને ઈશારો પણ ન કર્યો? 20-25 કિમી સુધી એના પર કોઈનું ધ્યાન પણ ન પડ્યું? નવાઝની વધુ પૂછપરછ કરી તો કહે, ‘એ જે કહેતો હતો એના પરથી હિન્દી અને કાઠિયાવાડી બોલતો હતો.’ સવાલ ફરી એ જ હતો કે, આરોપી નવાઝને કામરેજ ચાર રસ્તા બાજુ જ કેમ લઈ ગયો? લોકેશનથી આટલો દૂર ગયો છે કે મતલબ એ બાજુથી જ એ આવ્યો હોય. કામરેજથી સવારનાં CCTV તપાસવાનાં ચાલુ કર્યાં તો ધ્યાન પડ્યું કે, પાછળ જે વ્યક્તિ બેઠો હતો, એનાં જેવાં જ કપડાંમાં એક વ્યક્તિ આવ્યો હતો. પણ આરોપી જેવો કોઈ રીતે નહોતો લાગતો. કેમ કે સવારે કામરેજથી જે આવ્યો એ એકદમ પાતળો અને માથે ભરચક વાળ અને સાથે એક યુવતી પણ હતી, પણ CCTV ફૂટેજમાં દેખાતો આરોપી તો ઘણો જાડો હતો અને માથે એક પણ વાળ નહોતો. ઘટના સામે હતી, પણ કશું ક્લિયર નહોતું થતું. લાંબા ટાઈમ સુધી બધાએ અલગ અલગ CCTV ચેક કર્યા, પણ કોઈ કડી નહોતી બેસતી. એમાં થોડી વાર પછી મારું ધ્યાન પડ્યું કે, સેમ કપડાંમાં આરોપી યુવતી સાથે જ્યારે ગાર્ડનમાં ઘૂસ્યો ત્યારે યુવતીના હાથમાં બેગ હતી, પણ બહાર આવતી વખતે યુવતી પાસે બેગ નહોતી. બીજી બાજુ, થોડી વાર બાદ આરોપી બહાર નીકળ્યો. મને શંકા ગઈ કે, બની શકે આરોપીએ કદાચ માથું ઢંકાઈ જાય એવું માસ્ક પહેર્યું હોય. આરોપી દર 500 મીટરે રિક્ષા બદલીને આગળ વધી રહ્યો હતો બસ પછી આ થિયરી પર આગળ વધીને અમે રિવર્સ ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું ને એ વ્યક્તિ ક્યાંથી આવ્યો છે એ તપાસ શરૂ કરી. CCTV તપસ્યા તો ધ્યાને આવ્યું કે, આરોપી ગાર્ડનથી કપડાં બદલી લૂંટ કરી એ જગ્યા સુધી પહોંચતી વખતે, દર 500 મીટરે રિક્ષાઓ બદલતો હતો. દર થોડી મિનિટે રિક્ષામાંથી ઊતરે અને નવી રિક્ષા લે. જેથી કોઈ CCTV તપાસે તો એના સુધી પહોંચી ન શકે, પણ અમારા ટેક્નિકલ માણસોએ છેક સુધીનો એનો પીછો કર્યો અને છેલ્લે સુધી પહોંચ્યા. છેલ્લે માહિતી સાચી નીકળી, એ ભાઈ કામરેજથી જ આવ્યો હતો અને એક બસમાંથી ઊતર્યો હતો. પરંતુ એ બસનું નામ-પત્તો કોઈ રીતે મળે નહીં. ગાર્ડનમાં ગયો અને પાંચ મિનિટમાં આખો લુક ચેન્જ કરી નાખ્યો! એ દિવસે અમે થોડા કલાકોમાં જ નહીં નહીં તો પણ લગભગ 200-250 જેટલી બસોની પૂછપરછ કરી. એમ કરતાં કરતાં અમે ચોટીલા સુધી પહોંચ્યા અને ત્યાં એક કેમેરામાં એનું લોકેશન ટ્રેક થયું. ચોટીલાથી સુરત સુધી આવવામાં સીધા બસમાં ચડી ટિકિટ લીધી હતી, પણ ચોટીલાથી તપાસ કરી તો ખબર પડી કે ત્યાં પણ એ આગળ કોઈ બસમાંથી જ આવ્યો હતો. ચોટીલા તેઓ જે બસમાંથી ઊતર્યાં હતાં એની પૂછપરછ કરી તો એમાં ટિકિટ બુક કરેલી હતી. એટલે ફાઇનલી એમનું એડ્રેસ, નંબર બધું જ મળી ગયું. અમારી ટીમ જુનાગઢ મોકલી ને આરોપી સુધી પહોંચી એ બંનેની ધરપકડ કરી. પૈસા પણ ત્યાંથી જ મળ્યા. એના ઘરમાં જ દીવાલમાં મોટું બાકોરું પાડી એમાં પૈસા છુપાવી રાખ્યા હતા. બીજું, જે આરોપીના માથાના વાળ અને શરીરનું રહસ્ય પણ ખૂલ્યું. અમારી ધારણા મુજબ જ, આરોપીએ ગાર્ડનમાં જઈ કપડાંનાં એકથી વધુ લેયર કરી લીધાં હતાં જેથી એ જાડો થઈ જાય અને સાથે ઓનલાઈન પ્લેટફોર્મ પરથી એક ટાઈટ ફેસ માસ્ક મંગાવી લીધું હતું, જેથી ચહેરાનો દેખાવ અને વાળ બદલી જાય. પોલીસની 13 ટીમ, 250 બસ અને 2 હજારથી વધુ CCTV ફૂટેજ આરોપી પકડાયો એની સાથે આખી નવી જ સ્ટોરી ખૂલી. ધોળા દિવસે થયેલી આવડી મોટી લૂંટ ખરેખર લૂંટ હતી જ નહિ. આરોપી પકડાયો એ ફરિયાદી નવાઝનાં માસીનો દીકરો હતો. બંનેએ મળી આખું કાવતરું ઘડ્યું હતું. યોજના મુજબ, નવાઝને ખબર પડી ગઈ હતી કે, એણે 88 લાખ રૂપિયા લેવા માટે જવાનું હતું, એ વાત એણે માસીના છોકરાને કરી. બંનેએ મળી પ્લાન બનાવ્યો અને એની કંપનીના આંગડિયાના પૈસા લૂંટી લીધા. બે દિવસે આ કેસ સોલ્વ થયો, પણ એ બે દિવસમાં અમારી 13 ટીમોએ મળી નહિ નહિ તો પણ બે હજાર જેટલા CCTV ચેક કર્યા. આખા હાઇવે પર કેટલીય ટ્રાવેલ્સ અને ટ્રક ડ્રાઈવરને મળી આરોપીઓ સુધી પહોંચ્યા. આરોપીએ મૂળ તો ક્રેડિટ કાર્ડનું દેવું ભરવા આ આખી લૂંટ કરી હતી. *** IPS મેડમે થોડાં વર્ષો પહેલાંનો બારડોલીનો બીજો એક કિસ્સો ઊખેળ્યો... 19 માર્ચ 2019સવારના 8 વાગ્યેસ્મીમેર હોસ્પિટલ, સુરત ‘મેડમ, આ જુઓ, મારી દીકરીનું શું હાલત કરી છે?’ એટલું બોલી બેડ પર એડમિટ 5-6 વર્ષની દીકરીના પિતા પોક મૂકી રડવા લાગ્યા. આજુબાજુમાં હાજર બધા જ સંબંધીઓનાં મોઢાં પણ દુ:ખથી ઘેરાયેલાં હતાં. પણ કોઈ કશું બોલવા કરતાં વધારે રડે જ રાખે. દીકરી બીમાર હતી, બેડ પર સૂતી હતી અને પોલીસને ફોન કરી બોલાવ્યા? ઘટના શું બની? સાંત્વના આપી માંડ છાના રાખ્યા ને અને પિતાએ રોષ સાથે આખી વાત કરી. દીકરી સાથે જે થયું હતું, એ સાંભળી મારી પણ આંખો ભીની થઈ ગઈ. ***18 માર્ચ, 2019રાતના 10 વાગ્યા આસપાસહરિપુરા, સુરતછેલ્લાં થોડાં વર્ષોથી સુરતમાં રહેવા આવેલું મૂળ યુપીનું ફેમિલી. સુરતની ભાગદોડમાં એકલા પેટિયું રળવું અઘરું એટલે પતિ-પત્ની બંને નોકરી કરતાં. ઘરે છોકરાં નાનાં એટલે એમની સાચવણી કરવા સંજયભાઇ ફોઈ સાથે રહેતા. એવામાં એક દિવસની વાત. સાંજે થાક્યા પાક્યા ઘરે આવી સંજયભાઇએ જોયું તો ફોઈ એકલાં. એટલે પૂછ્યું કે,‘મા-દીકરી ક્યાં ગયાં?’‘અરે, દીકરી ઘરે નહોતી એટલે વહુ એને શોધવા ગઈ છે.’સંજયભાઇ અંદરના રૂમમાં ગયા તો જોયું કે દીકરી તો ત્યાં જ સંકોચાઈને એક ખૂણામાં બેઠી હતી. ફરી ફોઈને બોલાવ્યાં કે, ‘દીકરી તો અહીં જ બેઠી છે. તમે કહો છો કે, બહાર ગઈ છે!’‘લે, આવી ગઈ? અરે, એ ઘરે નહોતી એટલે જ તો વહુ એને શોધવા બહાર ગઈ, ત્યાં પાછળથી દીકરી આવી ગઈ લાગે છે.’ સંજયભાઇ તો પોતાની ધૂનમાં મસ્ત હતા. એટલે હસતાં હસતાં એમણે દીકરી પાસે જઈ એને તેડી. પણ તેડી ત્યાં તો દીકરીનું શરીર એકદમ ધખધખતું હતું અને કપડાં પણ ફાટેલાં હતાં. સંજયભાઇના મોંમાંથી ચીસ નીકળી ગઈ કે શું થયું? એક બાજુથી ફોઈ દોડતાં દોડતાં આવ્યાં, બીજી બાજુ બહારથી પત્ની પણ આવી ગઈ. દીકરીની હાલત જોઈને માતા-ફોઈના પણ હોંશ ઊડી ગયા અને ત્રણેયની આંખોમાં ચોધાર આંસુ નીકળી પડ્યા. સંજયભાઇ એક જ વાતે રડે રાખે કે, મારી દીકરીને શું થઈ ગયું. માએ દીકરીને પિતા પાસેથી લઈ લીધી ને કહ્યું કે, તમે બહાર જાઓ તો, થોડી વાર અમને વાત કરવા દ્યો. માએ અને ફોઈએ દીકરી સાથે વાત કરી. દીકરી થોડી વાર તો કશું ન બોલી. ખાસ્સી વાર પછી દીકરી કહે, મારે બાથરૂમ જવું છે. મમ્મી બાથરૂમમાં લઈને ગઈ અને ત્યાં જઈને જોયું તો માના હોશ ઊડી ગયા. દીકરીના પ્રાઇવેટ પાર્ટ્સ ઇજાગ્રસ્ત થઇ ગયા હતા અને કપડાં પણ લોહીલુહાણ હતાં. દીકરીએ પછી આખો પિટારો ખોલ્યો. સંજયભાઇએ તાત્કાલિક 108 બોલાવી ને દીકરીને હોસ્પિટલ લઈ ગયા. એમની દીકરીએ જે વાત વર્ણવી એ સાંભળી અમારા પગ નીચેથી પણ જમીન સરકી ગઈ. 18 માર્ચ 2019હરિપુરા, સુરતરાતના 8 વાગ્યા આસપાસ (બે કલાક પહેલાં) નાનકડી માસૂમ દીકરી મમ્મી-પપ્પાના ઘરેથી આવવાની રાહ જોઈ ફ્લેટ નીચે ઊભી હતી, પણ એનાં મમ્મી-પપ્પા આવે એ પહેલાં ત્યાં આવી ગયો એક શૈતાન. દીકરીને ફ્લેટ નીચે એકલી ઊભેલી જોઈ એને ફોસલાવી તેડી અને સાથે લઈ ગયો. ઘરથી દોઢ કિમી દૂર એક ઝાડી-ઝાંખરાવાળા ખાલી પ્લોટમાં લઈ જઈ દીકરીને ઊંચકી નીચે ફેંકી. દીકરીએ ચીસાચીસ ચાલુ કરી, પણ કમનસીબે ત્યાં કોઈ એની ચીસ સાંભળવાવાળું નહોતું. દીકરીએ જેવી બૂમો પાડી એટલે રાક્ષસે એનું મોઢું દબાવી દીધું અને જોરથી એ માસૂમ ફૂલ જેવા ગાલ પર લાફા ઝીંકી દીધા. દીકરી હેબતાઈ ગઈ એટલે બૂમો પાડવાનું બંધ કર્યું. એના પગ ખેંચી ઝાડીઓમાં અંદર ખેંચી ગયો. દીકરીનાં કપડાં ફાડીને… (એ પછી એ માસૂમ દીકરીની સાથે જે થયું એ આગળનું વર્ણન લખી શકાય એવું નથી) આરોપીએ થોડી વારમાં પોતાનાં કપડાં પહેરી નીકળવાની તૈયારી કરી. દીકરીએ કહ્યું કે, મને ઘરે મૂકી જાઓ, તો એ નફ્ફટ કહે, મારે નોકરીએ જવાનું છે, મારે મોડું થાય છે. એમ કહી દીકરીને એ જ હાલતમાં ત્યાં છોડીને ભાગી ગયો. દીકરી રસ્તા પર ગઈ અને ત્યાંથી નીકળતાં કોઈને કહ્યું કે, મને મારા ફ્લેટ સુધી મૂકી જાઓ ને. કોઈ ભલો માણસ દીકરીને ઘરે મૂકી ગયો. *** એક CCTVમાં આરોપી દેખાયો તો ખરો, પણ... ગુનો અત્યંત ગંભીર હતો, ત્યાં હાજર તમામ વ્યક્તિઓનું લોહી ઊકળી ગયું હતું. દીકરીને આરોપી વિશે પૂછપરછ કરી, પણ દીકરી એ આરોપીને ઓળખતી જ નહોતી. પણ હા, એની પાસેથી થોડી માહિતી મળી. આરોપી યંગ હતો, બાઇક પર આવ્યો હતો અને રાત્રે કહ્યું હતું કે, મારે જોબ પર જવું છે. મતલબ કે એ ક્યાંક નાઈટ શિફ્ટમાં નોકરી કરતો હતો અને ક્યાંક નજીકમાં જ નોકરી કરતો હતો. પ્લસ, દીકરીએ આરોપીએ પહેરેલા કાર્ટૂનવાળા બ્લૂ ટી-શર્ટનું પણ વર્ણન કર્યું હતું. અમે અમારા સારા સાયકોલોજિસ્ટને બોલાવી પેરેન્ટ્સની હાજરીમાં દીકરી સાથે પ્રેમથી વાત કરી ને ધીમે ધીમે વિગતો કઢાવીને આરોપીનો સ્કેચ બનાવડાવ્યો. અમે પોલીસની અલગ અલગ ટીમો બનવીને તપાસ ચાલુ કરાવી. સુરતના એ વિસ્તારમાં રસ્તે જ્યાં જ્યાં નજીકમાં CCTV હતા એ દરેક જગ્યાએ આરોપીને શોધવા પ્રયત્નો ચાલુ કર્યા. એક ફૂટેજમાં આરોપી દેખાયો, જેમાં એ દીકરીને લઈને જતો દેખાતો હતો. પણ એ ફૂટેજમાં પાછળનો ભાગ જ દેખાતો હતો અને રિટર્ન ફૂટેજમાં ફક્ત દીકરી એકલી જ આવતી હતી. મતલબ રિટર્નમાં એ સાથે નહોતો. બીજી બાજુ એ જ દિવસે રાત્રે આજુબાજુના વિસ્તારમાં જેટલી પણ ઇન્ડસ્ટ્રીમાં નાઈટ શિફ્ટમાં કામ ચાલુ હોય છે એ દરેક જગ્યાએ પણ તપાસ ચાલુ કરી. કોણ કોણ રાત્રે નોકરી પર આવે છે? એ દિવસે કોણ કોણ આવ્યું હતું? એ દરેકનું નામ, ફોટો બધું જ તપાસવાનું શરૂ કર્યું અને છોકરાના સ્કેચ પરથી ઇન્ડસ્ટ્રી માલિકો અને એ દોઢ કિમીના વિસ્તારમાં પણ પૂછપરછ શરૂ કરી. ‘સાહેબ, આ નખ વાગ્યાનાં નિશાન તો અમે મસ્તી કરતાં હતાં એનાં છે’ એ ફૂટેજ અને સ્કેચ પરથી એક મહિલાએ અમને કહ્યું કે, મેં આને જોયો છે. આ અહીં એક ફ્લેટમાં ભાડે રહે છે, તમે ચેક કરાવો. અમે ચેક કરાવ્યું તો ત્યાં એ છોકરો તો ન મળ્યો પણ ભોગ બનેલી દીકરીએ જે ટીશર્ટનું વર્ણન કર્યું હતું એ ત્યાં મળી ગયું. ત્યાં હાજર છોકરાઓમાં એક છોકરાએ એ સેમ ટીશર્ટ પહેરેલી. ઉપરથી એના ગળા પર નખ વાગેલાનાં નિશાન હતાં. એટલે અમને શક ગયો ને અમે એની ઓળખ કરાવવા લઈ આવ્યા. પણ સ્ટેશને આવી એ છોકરો તો કહે કે, મેં આ ટીશર્ટ બે-ત્રણ દિવસથી પહેર્યું જ નથી, એ તો મારો ભાઈ પહેરી જતો હતો અને આ નિશાન તો અમે રૂમમાં મસ્તી કરતા હતા એનાં છે. એની પાસેથી જ આરોપીની નોકરીની જગ્યા પૂછી અને એ ઇન્ડસ્ટ્રીમાં પહોંચ્યા તો એ ત્યાં જ હતો. ત્યાં ને ત્યાં એની ધરપકડ કરી અને FSL પાસે મેડિકલ રિપોર્ટ કરાવ્યો તો આરોપી એ જ સાબિત થયો અને સામે દીકરીએ પણ સ્વીકાર્યું કે, આ જ મને લઈ ગયો હતો. એકાદ મહિનામાં જ અમે આ કેસની ચાર્જશીટ તૈયાર કરી દીધી અને બધા પુરાવાઓ સાથે સુરતની સેશન્સ કોર્ટમાં રજૂ કર્યું. ફાસ્ટ ટ્રાયલ ચાલી અને સુરત કોર્ટે એને 20 વર્ષની આકરી સજા ફટકારી. આ કેસમાં કોર્ટમાં જુબાની મેં જ આપી હતી, અને જ્યારે હું જુબાની આપતી હતી ત્યારે મારે પણ પાંચ મહિનાની પ્રેગ્નેન્સી હતી. આ કેસમાં સ્ટ્રોંગ ઇન્વેસ્ટિગેશન જ સૌથી મહત્ત્વનું હતું. જો થોડું પણ મોડું થયું હોત તો આરોપી ભાગી શકતો હતો અને સામે એ હતો પણ સાવ અજાણ્યો. ક્યાંય કોઈ પાસે એનું નામ સુદ્ધાં કશું જ નહોતું. છતાં ઝીરોથી શરૂ કરી અમે એ રાક્ષસને પકડ્યો અને દીકરીને ન્યાય અપાવ્યો.
બદલીનો હુકમ:ધરમપુરના 3 અને વલસાડના એક ફોરેસ્ટરની બદલી
ધરમપુર રેંજના વિવિધ રાઉન્ડમાં ફરજ બજાવતા ત્રણ રાઉન્ડ ફોરેસ્ટર અને વલસાડ રેંજનાં એક ફોરેસ્ટરની અન્ય જગ્યાએ બદલી કરવામાં આવી હોવાની માહિતી મળી છે. ત્રણ વર્ષથી ફરજ બજાવતા હોવાના કારણે ચારે રાઉન્ડ ફોરેસ્ટરની બદલી કરાઇ હોવાનું અનુમાન છે. ધરમપુર રેંજનાં માકડબન રાઉન્ડનાં રાઉન્ડ ફોરેસ્ટર વસંત પાડવીની સંજાણ રેંજ કરંજગામ રાઉન્ડ, પાનવા રાઉન્ડનાં રાઉન્ડ ફોરેસ્ટર વિગ્નેશ પટેલની વલસાડ રેંજ વેલવાચ રાઉન્ડ, માલનપાડા ડેપો ફોરેસ્ટર નિકિતાબેન પટેલની બદલી ચીખલી રેંજ ખેરગામ રાઉન્ડ અને વલસાડ રેંજનાં વેલવાચ રાઉન્ડનાં ફોરેસ્ટર કિશોર પટેલની બદલી ચીખલી રેંજમાં કરાઇ હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી છે. ધરમપુરમાં ઘણા સમયથી ફરજ બજાવતા હોવાના કારણે તાલુકા બહાર બદલી કરાઇ હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.
ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો:હોન્ડમાં ટ્રકે પાછળથી ટક્કર મારતા કારમાં સવાર બે લોકોનો આબાદ બચાવ
ચીખલીના હોન્ડ કાવેરી નદીના પુલ પર શુક્રવારની સવારના સમયે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સુરતથી વલસાડ તરફ જઇ રહેલી કાર (નં. જીજે-05-જેઆર-1435) હોન્ડ કાવેરી નદીના પુલ પર આવતા માતેલા સાંઢની જેમ પૂરપાટ ઝડપે આવી રહેલ ટ્રકે કારને પાછળથી ટક્કર મારતા પુલ પર જ કાર ત્રણ વખત ફરી જતા કારમાં મસમોટું નુકસાન થયું હતું. જોકે આ અકસ્માતમાં કારમાં સવાર સુરતના બે લોકોનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક ટ્રક મૂકી સ્થળ ઉપરથી ફરાર થયો હતો. અકસ્માતને પગલે પુલ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ હતી. બનાવ અંગે જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી જઇ ટ્રાફિકને નિયંત્રિત કરીને વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.
અકસ્માત સર્જાયો:વાંસદા-વઘઇ રોડ પર રોંગ સાઇડે આવેલા ટેમ્પોએ બાઇકને અડફેટે લીધી
વાંસદા-વઘઇ રોડ પર વીસગુલિયાબારીથી બાઇક (નં. જીજે-21-એઆર-4443) પર અમિત ઈશ્વરભાઈ ચવધરી, નીતિક્ષાબેન અને રામભાઈ બાબુભાઈ સુળે સાથે નાની વઘઇ કિલાદ ગામે દેવકામ હોવાથી જઇ રહ્યાં હતા. એ દરમિયાન વઘઇ તરફથી છોટા હાથી ટેમ્પો (નં. જીજે-05-બીટી-1519)નો ચાલક રમઝામ સત્તારભાઈ શેખ (રહે.વઘઇ, દરગાહ ફળિયા)એ રોંગ સાઇડમાં ટેમ્પો પૂરઝડપે હંકારી લાવી બાઇકને અડફેટે લીધી હતી. જેને બાઇક પર સવાર ત્રણેય જણાય રોડ પર પટકાયા હતા. અકસ્માતમાં ત્રણેયને ઇજા થતા તમામને 108માં વાંસદા કોટેજ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. રામભાઈ બાબુભાઈ સુલેના માથાના ભાગે ગંભીર ઈજા થતા વધુ સારવાર અર્થે વલસાડ રિફર કરાયા હતા. બનાવની અમિત ઈશ્વરભાઈએ વાંસદા પોલીસ મથકે ફરિયાદ આપી હતી. પોલીસે ફરિયાદને પગલે અકસ્માતનો ગુનો નોંધ્યો હતો.
નવસારી શહેર અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને વિકાસના કામોને વેગ આપવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા એરૂ ચાર રસ્તાથી સિસોદ્રા સુધીના માર્ગને પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે, આ વિકાસના ભોગે પર્યાવરણને મોટું નુકસાન થયું છે, કારણ કે આ પ્રોજેક્ટ માટે અંદાજે 1200 જેટલા વૃક્ષો કાપવામાં આવ્યા છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાંથી તેની પરવાનગી અપાઇ હતી. આ જંગી જથ્થાના લાકડાને સાચવવા માટે દાંતેજ નહેર પાસે ખાસ સ્ટોક યાર્ડ ઊભું કરવામાં આવ્યું છે. હાલમાં કપાયેલા તમામ વૃક્ષોના લાકડા અહીં રાખવામાં આવ્યા છે. સ્ટોક યાર્ડ ખુલ્લી જગ્યામાં અને જાહેર માર્ગ પર હોય તેમાંથી લાકડા ચોરાઇ જવાનો ભય પણ રહેલો છે. આ કપાયેલ વૃક્ષોનું ઓનલાઇન ટેન્ડરીંગ કરી હરાજી કરશે. અગાઉ પણ ભૂજમાં 32 હેકટર જમીનવૃક્ષારોપણ માટે ફાળવાઇ હતીપર્યાવરણના નિયમો મુજબ, જ્યારે કોઈ પ્રોજેક્ટ માટે વૃક્ષો કાપવામાં આવે છે ત્યારે તેના બદલામાં અન્ય જગ્યાએ વૃક્ષારોપણ કરવું ફરજિયાત હોય છે. નવસારીમાં કપાયેલા વૃક્ષોના વળતર રૂપે તંત્રને નવસારીમાં જગ્યા ન મળતા છેક કચ્છના ભુજમાં જમીન ફાળવવામાં આવી છે. ભુજમાં અંદાજે 7 હેક્ટર જમીન સંપાદિત કરવામાં આવી છે. આ જમીનમાં કપાયેલ વૃક્ષોની સામે નિયમ મુજબ નવા વૃક્ષોનું વાવેતર અને ઉછેર કરવામાં આવશે. આ અગાઉ પણ ઇટાળવા-ગણદેવી રોડ પર કપાયેલ વૃક્ષો માટે આશરે 32 હેક્ટર જેટલી જમીન ફાળવવામાં આવી હતી. એરૂ ચાર રસ્તાથી સિસોદ્રા સુધીના આશરે 7 કિમીના માર્ગને પહોળો કરી બન્ને તરફે 9-9 મીટર સુધી લંબાવી 18 મીટરનો ફોરલેન બનાવાશે. આ રોડની વચ્ચે ડિવાઇડર બનાવાશે અને તેમાં પણ અમે વૃક્ષોનું વાવેતર કરીશું.> નિલય નાયક, ડેપ્યુટી ઇજનેર, માર્ગ-મકાન વિભાગ(રાજ્ય) શું ઓક્સિજન મેળવવા આપણે ભૂજ જવાનું ?આ તદ્દન ખોટું છે. તમે અહીં નવસારીમાં વૃક્ષો કાપો છો અને તેની ભરપાઇ કરવા ભુજમાં વૃક્ષોનું વાવેતર કરવું એટલે શું ઓક્સિજન મેળવવા આપણે ભુજ જવાનું ? અહીં જગ્યા શોધે તો કેમ નહીં મળે ? પણ આ બધી બહાનાબાજી છે. જ્યાં નવા વૃક્ષો વાવવામાં આવ્યા તેની પુષ્ટિ કોણ કરવા જશે અને અહીં જે ઓક્સિજન બનતો હતો એ માત્રામાં શું ઘટાડો નહીં થાય ! કેવા વિચિત્ર કારણ છે. ખરેખર તો નવસારીમાં જ વાવેતર થવું જોઈએ. > કનુભાઇ સુખડીયા, એડવોકેટ અને પર્યાવરણવિદ વૃક્ષોનું ટ્રી ટ્રાન્સ લોકેશન કરવાનું હિતાવહઆ વૃક્ષોનું ટ્રી ટ્રાન્સ લોકેશન કરાયું હોત તો કદાચ જૂના વૃક્ષો બચાવીશકાયા હોત. અન્ય દેશોમાં ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણ બચાવાનીઝુંબેશને લઇને હવે વૃક્ષો કાપવાની જગ્યાએ તેને એક જગ્યાએથી મૂળસાથે ખસેડીને અન્ય જગ્યાએ રોપવામાં આવે છે તેવા મશીન આપણેપણ લાવી વર્ષો જુના વૃક્ષોને બચાવવા જોઇએ. જેથી કરીને આવનારીપેઢી સુરક્ષિત રહે. > હર્નિશ નાયક, પર્યાવરણપ્રેમી, નવસારી
સ્વસ્થ ગુજરાત–મેદસ્વિતા મુક્ત અભિયાન હેઠળ આયોજન:વ્યારામાં બે દિવસીય યોગ શિબિર
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ‘સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત વ્યારા ખાતે બે દિવસીય યોગ શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શહેરના સયાજી ગ્રાઉન્ડ ખાતે આ શિબિરનો પ્રારંભ આજે શનિવારે સાંજે 4:15 કલાકે થશે જ્યારે બીજા દિવસે રવિવારે સવારે 6:15 કલાકે યોગ સત્ર યોજાશે. કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના મંત્રી ડૉ. જયરામભાઈ ગામીત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. યોગ શિબિરનું માર્ગદર્શન અને સંચાલન ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલજી દ્વારા કરવામાં આવશે. સાથે સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ જાલમસિંહ વસાવા, સાંસદ પ્રભુભાઈ એન. વસાવા, ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ, મોહનભાઈ ઢોડિયા અને મોહનભાઈ કોંકણી સહિત જિલ્લાના અન્ય પદાધિકારીઓ પણ કાર્યક્રમમાં હાજરી આપશે. કલેક્ટર વિપિન ગર્ગ અને જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગલીયાની ઉપસ્થિતિ પણ રહેશે.યોગ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યારા સહિત આસપાસના વિસ્તારોના નાગરિકો જોડાઈ યોગ શિબિરનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. આયોજકોના જણાવ્યા મુજબ, શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવાનો અને મેદસ્વિતા સામે સામૂહિક અભિયાન ઉભું કરવાનો છે.
કરુણ દુર્ઘટના:દમણમાં બીજા માળેથી પટકાતા પિતાનું મોત, પુત્રીને ગંભીર ઈજા
દમણના દલવાડા ખાતે આવેલ એક બિલ્ડિંગના બાલકનીમાંથી પિતા અને પુત્રી નીચે પટકાયા હતા. જેમાં બંનેને હોસ્પિટલમાં લઇ જતા ફરજ પર હાજર તબીબે પિતાને મૃત જાહેર કર્યો હતો. જ્યારે પુત્રીને માથા અને પગમાં ગંભીર ઇજા થતા સારવાર શરૂ કરાઇ હતી. સંઘપ્રદેશ દમણના દલવાડા મુખ્ય માર્ગ પર આવેલ જગદીશભાઇની બિલ્ડિંગમાં બીજા માળે રહેતા અને પોલીટેક કંપનીમાં નોકરી કરતા 35 વર્ષીય અંશુ પાંડે શુક્રવારે રાત્રે 8.30 કલાકે 7 વર્ષની પુત્રી સીટુ પાંડે સાથે બાલકનીમાં બેસેલા હતા. તે દરમિયાન અચાનક બંને બીજા માળથી નીચે પટકાયા હતા. ઘટનાને જોઇ પત્ની અને અન્ય ફ્લેટધારકો નીચે ભાગ્યા હતા અને બંનેને મોટી દમણની હોસ્પિટલમાં ખસેડતા ફરજ પર હાજર તબીબે પિતા અંશુ પાંડેને માથાના ભાગે ગંભીર ઇજાથી મૃત જાહેર કર્યો હતો. જ્યારે પુત્રીને માથામાં અને પગમાં ફ્રેક્ચર હોવાનું જણાવી સારવાર શરૂ કરાઇ હતી. બનાવની જાણ થતા દમણ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઇ હતી.
તાપી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન કાર્યક્રમ હેઠળ લેપ્રસી કેસ ડિટેક્ટશન કેમ્પેઇન (LCDC) શરૂ કરવામાં આવ્યું છે. આ ઝુંબેશ 08 ડિસેમ્બરથી 14 દિવસ ચાલશે. આશા બહેનો અને ફિલ્ડ વોલન્ટિયર્સ ઘર–ઘર જઈ તપાસ કરી લોકોને રોગ અંગે જાગૃત કરશે. જિલ્લા કક્ષાની મીટિંગમાં Collector Dr. વિપિન ગર્ગે સૂચના આપી હતી કે દરેક ટીમ વધુમાં વધુ લોકોની તપાસ કરે અને રક્તપિતના નવા અથવા વણશોધાયેલા દર્દીઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં મોકલે. વહેલી તકે સારવાર શરૂ થાય તો રોગ સંપૂર્ણ મટી શકે છે. તાપી જિલ્લામાં 800 ટીમો કાર્યરત રાખવામાં આવી છે. બે વર્ષથી વધુ ઉંમરના દરેક વ્યક્તિની ઘરે–ઘરે તપાસ કરવામાં આવશે.તાપી જિલ્લામાં રક્તપિત રોગનો દર દર 10 હજાર દીઠ 1.22 નોંધાયો છે, જ્યારે સમગ્ર ગુજરાતનો દર માત્ર 0.32 છે. રાજ્યના છ હાઈએન્ડેમિક જિલ્લાઓમાં તાપીનો સમાવેશ થાય છે.આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે રક્તપિત સ્પર્શથી ફેલાતો નથી. હાથ મિલાવવાથી, સાથે બેસવાથી કે ભોજન કરવાથી ચેપ લાગતો નથી. રોગ ઉધરસ અને છીંક દ્વારા ફેલાય છે. તે કોઈ પાપ–શાપ કે વારસાગત કારણોથી થતો નથી.છેલ્લાં આઠ વર્ષમાં તાપી જિલ્લામાં 13 રીકન્સ્ટ્રક્ટિવ સર્જરી કરવામાં આવી છે. ઉપરાંત 3858 રક્તપિતગ્રસ્તોને MCR Shoes આપવામાં આવ્યા છે જેથી પગમાં ચાંદા ન પડે અને વિકૃતિ ન વધે. રક્તપિત શું છે?માઈક્રોબેક્ટેરિયમ લેપ્રસીથી થતો ચેપી રોગ. ચામડી અને નર્વસ સિસ્ટમને અસર કરે છે. વહેલી સારવારથી રોગ મટી જાય છે. મુખ્ય લક્ષણો શરીરે આછું–ઝાંખું સંવેદના વગરનું ચાઠુંનર્વ જાડા થવા, દુઃખાવો થવો. સારવાર ક્યાં મળે? સરકારી PHC, CHC, હોસ્પિટલોમાં MDT સારવાર મફતમાં ઉપલબ્ધ છે.
ભૂમિપૂજન કરાયું:અંકલાછના વણઝારવાડી ફળિયામાં ચેકડેમ કમ કોઝવેનું ભૂમિપૂજન
વાંસદા તાલુકાના અંકલાછ ગામના વણઝારવાડી ફળિયામાં ચેકડેમ કમ કોઝવેનું ભૂમિપૂજન કરાતા આ વિસ્તારના લોકોની કાયમી સિંચાઈના પાણીમાં પડતી હાલાકી દૂર થશે. વાંસદા તાલુકાના અંકલાછ ગામમાં વણજારવાડી ફળિયામાં ચેકડેમ, કોઝવેનું ભૂમિપૂજન કરતા નવસારી જિલ્લા ભાજપ સહસંયોજક મોહનભાઈ ચૌધરી, વાંસદા તાલુકા પંચાયત શાસન પક્ષના નેતા બિપીન માહલા, ગામના સરપંચ સંદીપભાઈ ગાવિત, માજી સરપંચ રૂપેશભાઈ ગાવિત, ડે. સરપંચ પકુભાઈએ ઘણા વર્ષોથી અવર-જવર થવા તથા પાણીની સમસ્યા માટે મુશ્કેલી પડતી હતી. એ વાત ધ્યાન પર રાખી બિપીન માહલાએ ચેકડેમ, કોઝવે તથા રિપેરીંગ ચેકડેમોનું ભૂમિપૂજન કર્યું હતું. બિપીન માહલાએ કહ્યું કે હવે આપણે ઘણા બધા ચેકડેમ કોઝવે પાસ થઈ ગયા છે જેને ટૂંક સમયમાં મંજૂરી આવી જશે. કૂવા મોટી પાઇપલાઈનના પણ ટેન્ડરો બહાર પડી ગયા છે એ પણ ટૂંક સમયમાં ચાલુ થઈ જશે અને હજુ આપણે ઘણા બધા કામો કરવાના છે.
ભારત સરકારના જલ શક્તિ મંત્રાલય, નમામી ગંગે, વાઈલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા તથા અન્ય સહભાગી સંસ્થાઓના માર્ગદર્શન હેઠળ ‘રાષ્ટ્રીય જલ ખાતા અભિયાન’ અંતર્ગત સમગ્ર દેશમાં જળ સંરક્ષણ અને જળ સંપત્તિ માટે વિશાળ જન આંદોલનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાનનું મુખ્ય ધ્યેય ‘અમારું પાણી અમારી મૂલ્યવાન સંપત્તિ’ને સાકાર કરતી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા પાણીના સ્ત્રોતોનું સંરક્ષણ, પુનર્જીવન તથા જાગૃતિ ફેલાવવી છે. જેમાં વિવિધ પ્રવૃત્તિઓ શાળાકક્ષાએ પણ યોજવાનું આયોજન કરાયું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત નવસારી જિલ્લાની પીએમશ્રી સિસોદ્રા કન્યાશાળામાં ચિત્ર સ્પર્ધાનુ આયોજન કરાયું હતું. જેમાં પ્રોજેક્ટ સાયન્ટીસ્ટ, નેશનલ મિશન ફોર ગંગા, વાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, દેહરાદુનમાં ફરજ બજાવતા ડો. સોફિલ મલેક ઉપસ્થિત રહ્યાં હતા. જેમાં શાળાની ધોરણ-6થી 8ની 40 વિદ્યાર્થિનીઓએ ચિત્ર અને રંગોળી સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં વિજેતા વિદ્યાર્થીઓને ઈનામ અને પ્રમાણપત્ર અપાયા હતા. બાળકો જળ શક્તિના મહત્વને સમજે જાણે અને જીવનમાં એનો સંચય કરે એ માટે પધારેલ મહેમાનોએ માર્ગદર્શન અને માહિતી આપી હતી. શાળાના આચાર્ય જતીનકુમાર ટંડેલે પણ આ અભિયાન દ્વારા જાગૃતિ લાવવા તેમજ સ્પર્ધા માટે શાળા પસંદગી કરવા બદલ આભાર માન્યો હતો.
વૃદ્ધે જીવન ટૂંકાવ્યું:નવસારીના વૃદ્ધે બિમારીથી કંટાળી ગણદેવીની અંબિકા નદીમાં ઝંપલાવ્યું
નવસારીના ગ્રીડ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતા વૃદ્ધે બિમારીથી કંટાળી ગણદેવીની અંબિકા નદીમાં પડતું મૂક્યું હતું. વૃદ્ધનો મૃતદેહ મળતા પોલીસે ઓળખ કરી હતી. ગણદેવીના પીપલધરા ગામે નદીકાંઠા ફળિયા અંબિકા નદીના કિનારા પાસેના ઊંડા પાણીમાંથી 2 ડિસેમ્બરના રોજ બપોરે 2.30 વાગ્યા પહેલાના સમયગાળામાં નવસારીના ગ્રીડ પર સીતારામ સોસાયટીમાં રહેતા હસમુખભાઈ મોરારભાઈ પટેલ (ઉ.વ.68)નો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકના સંબંધી કૌશિકકુમાર પ્રવિનચંદ્ર પંડ્યાએ નોંધાવેલ વિગત મુજબ હસમુખભાઈ છેલ્લા એક વર્ષથી કેન્સર, સુગર અને પ્રેશરની બિમારીથી પીડાતા હતા અને તેમની દવા ચાલુ હતી. તેઓ બિમારીથી કંટાળી જઈને અંબિકા નદીના પડતુ મુકી આત્મહત્યા કરી હોવાનું અનુમાન છે. આ અંગેની જાણ ગણદેવી પોલીસ સ્ટેશનના એએસઆઇ તરુણભાઇ જોગીભાઇ દ્વારા પરિવારજનોને કરવામાં આવી હતી. આ ઉપરાંત મૃતકના ગુમ થવા અંગેની જાણવા જોગ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.
નવસારી વિભાગનો કોળી સમાજ ગુજરાત રાજ્ય અને અખિલ હિંદ કક્ષાએ ખુબ જ વિકસિત અને સંગઠિત સમાજ છે. આ સમાજ પાસે સારા સંગીતકારો પણ છે. વિવિધ વાંજિત્રોના વાદક અને ગાયકો પ્રથમવાર પારિવારીક ભાવે મળ્યા હતા. જેમાં આ સંગીતકારો હાલ ક્યાં છે અને ક્યાં જવા માગે છે તેની ભાવિ રણનીતિ વિકસાવી જુદા જુદા ક્ષેત્રે આગળ વધેલા યુવા સંગીતકારોએ પોતાની આગવી ઓળખ સાથે કેળવેલ કૌશલ્યતાના પ્રદર્શન કરી ઉપસ્થિત સંગીતપ્રેમી સમૂહને મંત્રમુગ્ધ કર્યા હતા. જેમાં ગૌરવ પટેલે વાયોલીન, પ્રથમ પટેલે બંસીવાદન, ભાર્ગવ પટેલે બેલાબહાર, હર્ષ પટેલે તબલા વાદન, સ્વપ્નીલ પટેલે હાર્મોનિયમ અને તેજસ પટેલે કાર્યક્રમનું સંકલન કરી જીગર પટેલ સાથે તબલા અને હાર્મોનિયમ ઉપર પોતાની કૌશલ્યતાના દર્શન કરાવ્યા હતા. વાડાના ભજનિક પરભુભાઇ વાડાના અધ્યક્ષસ્થાને મળેલા આ પ્રથમ પારીવારિક સ્નેહ સંમેલનમાં કોળી સમાજ સંગીતકાર એસોસિએશનની રચના કરી સમગ્ર સમાજમાં સંગીતમય આધ્યાત્મિક વાતાવરણના નિર્માણ સાથે યુવાવર્ગ શિસ્તમય, વિનમ્ર, પ્રમાણિક અને સંવેદનશીલતાથી પોતાની કારકિર્દીનું નિર્માણ કરવા પ્રયત્નશીલ રહેવા અનુરોધ થયો હતો. આ સ્નેલ સંમેલનમાં સંગીતકારોના મંડળમાં વિનોદ પટેલ પ્રમુખ, તેજસ પટેલ ઉપપ્રમુખ, જીગર પટેલ ઉપપ્રમુખ અને સેક્રેટરી સાથે ભાર્ગવ પટેલ, વિરલ પટેલ, હર્ષ પટેલ, બાલુભાઇ પટેલ અને સ્વપ્નીલ પટેલની કારોબારીની રચના કરવામાં આવી હતી. આ પ્રસંગે ડો. રમણભાઇ પટેલ, અબ્રામાના બળવંતભાઇ પટેલ તથા કોળી સમાજના આગેવાનો હાજર રહ્યાં હતા. અનિલભાઇએ સંગીત કલાના પ્રદર્શનકારોને પ્રોત્સાહિત પુરસ્કાર આપી પુરસ્કૃત કર્યા હતા.
SIRની કામગીરી:નવસારી જિલ્લાની 4 વિધાનસભામાં સરની કામગીરી 99 ટકાથી વધુ પૂર્ણ
નવસારી જિલ્લામાં સર ની કામગીરી 99 ટકાથી વધુ થઈ ગઈ છે.જેમાં જલાલપોર વિધાનસભા વિસ્તારની તો 100 ટકા થઈ ગઈ છે. એક મહિનાથી શરૂ થયેલ ખાસ સઘન મતદાર યાદી સુધારણા ઝુંબેશ અંતર્ગત નવસારી જિલ્લાની ચાર વિધાનસભામાં પણ કામગીરી ચાલી રહી છે, જે અંતર્ગત જિલ્લામાં 99 ટકાથી વધુ કામગીરી પૂર્ણ થયાનું જાણવા મળ્યું છે. આંકડાકીય વિગત જોઈએ તો જિલ્લાના કુલ 10.95 લાખ મતદારોમાંથી 9.50 લાખ મતદારોના ફોર્મ આવી ડિજિટલાઈઝ થઈ ગયા છે તો 1.37 લાખ મતદારોના ફોર્મ એક યા બીજા કારણે આવ્યા નથી.આમ 99.25 ટકા કામગીરી પૂરી થઈ છે. વિધાનસભા મુજબ કાર્યવાહી જોઈએ તો સૌથી ઝડપી કાર્યવાહી જલાલપોરમાં 100 ટકા થઈ છે. અન્યમાં નવસારીની 99.26 ટકા, ગણદેવીની 99.58 ટકા અને વાંસદામાં 98.34 ટકા થઈ છે. 67 હજાર સ્થળાંતરિત,43 હજાર મૃત મતદાર સર ની કામગીરી દરમિયાન નવસારી જિલ્લામાં 1.37 લાખ મતદારોના ફોર્મ પરત મળ્યા નથી, જેમાં 67 હજાર કાયમી સ્થળાંતર થયેલ અને 43 હજારથી વધુ મૃત્યુ પામેલ મતદારો છે. આ ઉપરાંત 18800થી વધુનો પત્તો નથી અને 4500 થી વધુ ડુપ્લીકેટ મતદારો હોવાનું બહાર આવ્યું છે.
મનપાની કામગીરી સામે સવાલ ઊભા થયા:નવસારીના દુધિયા તળાવની ફરતે વોકવેની મરામત ક્યારે?
નવસારી શહેરમાં હાલ મહાનગરપાલિકા દ્વારા તળાવોના બ્યુટીફિકેશનની કામગીરી જોરશોરમાં ચાલી રહી છે. ત્યારે શહેરના મુખ્ય અને ઐતિહાસિક એવા દુધિયા તળાવ પ્રત્યે મનપાના ઓરમાયા વર્તનને કારણે શહેરીજનોમાં નારાજગી જોવા મળી રહી છે. નવસારી મનપા દ્વારા હાલમાં જ સરબતિયા તળાવના બ્યુટીફિકેશન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે પરંતુ શહેરની મધ્યમાં આવેલા અને હજારો લોકોની અવરજવર ધરાવતા દુધિયા તળાવમાં વર્ષો પહેલા વોક-વે બનાવ્યા બાદ કોઈ જ પ્રકારની નવી કામગીરી કરવામાં આવી નથી. દુધિયા તળાવ પર મોર્નિંગ અને ઈવનિંગ વોક માટે મોટી સંખ્યામાં લોકો આવે છે. તળાવ કિનારે આવેલા ઘટાદાર વૃક્ષોના મૂળ સમય જતાં મોટા થવાને કારણે વોક-વેના બ્લોક અને પેવર ઘણી જગ્યાએથી ઉપસી આવ્યા છે. તો વૃક્ષની આસપાસ સિમેન્ટથી કોર્ડન કરવામાં આવેલ બ્લોકમાં પણ તિરાડ પડી ગઇ છે. વોક-વેની સુંદરતામાં વધારો કરતી સ્ટ્રીટ લાઇટ પણ ઘણી જગ્યાએ બંધ જોવા મળી રહી છે. વધુમાં વૃક્ષોની આસપાસ નાગરિકો ધાર્મિક વસ્તુઓ અને ફોટા પણ મુકી જાય છે, જેના કારણે પણ લોકોની લાગણી દુભાય છે. તૂટેલા રમતના સાધનો મુકાયામનપાની કામગીરી સામે સૌથી મોટો સવાલ ત્યાં ઉભો થાય છે જ્યાં સિનિયર સિટીઝન માટે અલગ ફાળવેલી જગ્યાની બહાર જ આડેધડ રમત-ગમતના તૂટેલા સાધનો મૂકી દેવામાં આવ્યા છે.
મનપાએ લીધા આકરા પગલાં:નવસારીમાં મહાપાલિકાએ વેરો ન ભરનાર ત્રણ મિલકત સીલ કરી
નવસારીમાં મનપાને વધુ વેરા બાકી હોય તેવી ત્રણ મિલકતો સીલ કરી છે તો અનેકને નોટિસ આપી છે. હાલ સુધીમાં વર્તમાન વર્ષના માંગણાં સામે 48 ટકા વસૂલાત થઈ છે. નાણાંકીય વર્ષ 2025/26 ના 8 મહિના પૂરા થયા અને 4 મહિના બાકી છે ત્યારે મનપાએ કડક વેરા વસૂલાતની હવે શરૂઆત કરી છે. મળતી માહિતી મુજબ પ્રથમ તબક્કે જે મિલકતધારકોની વધુ બાકી છે એવી ત્રણ મિલકતો સીલ કરી છે, જેમાં વિરાવળ વિસ્તારમાં આવેલ રોયલ આર્કેડમાં આવેલ બે તથા ગણદેવી રોડ પરના મોલની એક મિલકતનો સમાવેશ થાય છે. વધુમાં મનપાએ કેટલીક મિલકતોના ધારકોને વધુ બાકી હોય નોટિસ પણ આપી છે અને કડક કાર્યવાહી કરવાની ચીમકી પણ આપી છે. અહીં ઉલ્લેખનીય છે કે નવસારી મહાપાલિકાનું વર્તમાન વર્ષનું માંગણું 24.75 કરોડ રૂપિયાનું છે જેની સામે 12 કરોડની વસૂલાત તિજોરીએ આવી છે. આમ 48 ટકા જેટલી વસૂલાત થઈ છે. જે મિલકતોનું અગાઉના વર્ષોની પણ બાકી છેવટે તેમની સામે મનપા આગામી સમયમાં વધુ કડકાઈ કરી શકે છે.
હુકમને રદ કરતા સમાજ તથા ભક્તોમાં રાહત:ધરમપુરનાં પૌરાણિક મંદિરના જમીન કેસમાં ગણોતનાં હુકમને રદ કરાયો
ધરમપુરના પૌરાણિક શ્રી સતી માતા દેવસ્થાન ટ્રસ્ટની આજુબાજુની જગ્યામાં અગાઉ વર્ષ 71ના થયેલા ગણોત હુકમને પ્રાંત અધિકારી ધરમપુરની કોર્ટમાં અપીલ કેસ ચાલ્યા બાદ રદ કરવાનો હુકમ કરાયો હોવાની માહિતી સી.કે.પી. સમાજ ધરમપુર પ્રમુખે આપી હતી. ધરમપુર સી.કે.પી.સમાજ પ્રમુખ જયેશ ચંદ્રકાન્ત દળવીએ જણાવ્યું હતું કે, સતી માતા સી.કે.પી.સમાજની કુળદેવી છે. નગરમાંથી પસાર થતી સ્વર્ગવાહીનાં કાંઠે શ્રી સતી માતા મંદિર આવેલું છે.આ દેવસ્થાનની આજુબાજુની જમીન ગણોત બાબતનો પ્રશ્ન અમારા ધ્યાને આવતા અમે સી.કે.પી. સમાજ ધરમપુરે આ જમીન મુદ્દે તા.02-09-2024નાં રોજ મામલતદાર ધરમપુરને લેખિત જાણ કરી હતી. જેને લઇ મામલતદારે ચકાસણી કરી તા. 01-10-2024ના રોજ ફરિયાદી બની પ્રાંત અધિકારી ધરમપુરની કચેરીમાં કેસ દાખલ કર્યો હતો. કેસ ચાલ્યા બાદ તા. 29-11- 2025નાં રોજ પ્રાંત અધિકારીએ કરેલા હુકમમાં જેતે વખતનો હુકમ ક્ષતિગ્રસ્ત હોય રદ કરવા હુકમ કર્યો છે. વધુમાં શ્રી સતી માતા મંદિર જગ્યા બાબતનાં પ્રશ્નની સમાજે કરેલી જાણને લઇ કેસનાં અંતે અગાઉના હુકમને રદ કરતા થયેલા હુકમને લઈ સમાજ તથા ભક્તોએ ખુશી સાથે રાહત અનુભવી છે.
હાલાકીનો આવશે અંત:ઉમરગામના કલગામ છાબડીમાં મુખ્ય માર્ગ પર 14.50 લાખના ખર્ચે કોઝવે બનશે
કલગામ સોરઠ વાડ મુખ્ય રસ્તા થી છાબડી ફળિયા થઈ દરિયાને જોડતા માર્ગ પર ચોમાસામાં થતાં ધોવાણથી ગ્રામજનો મુશ્કેલી ભોગવી રહ્યા હોય કાયમી નિરાકરણ માટે રૂ.14.50 લાખના ખર્ચે કોઝવે બનાવવાના કામનું શુક્રવારે ધારાસભ્ય દ્વારા ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. ઉમરગામ તાલુકાના સમુદ્ર કિનારાથી નજીક પ્રખ્યત હનુમાન મંદિરથી જાણીતું કલગામ આવેલું છે.જે ગામથી સોરઠવાડ જતા મુખ્ય રસ્તાથી છાબડી ગામને જોડતો રસ્તો જે સમુદ્રના કિનારાને જોડે છે.આ માર્ગ પર નાખવામાં આવેલા સિમેન્ટના નાળા ચોમાસામાં ધોવાઇ જાય છે અને રસ્તા બિસમાર બનતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડતી હોયછે. દરિયા કિનારે સ્મશાન ભૂમિ પર જવા ડાઘુઓને પણ મુશ્કેલી વેઠવી પડે છે.જેથી ફળિયાના અગ્રણીઓએ માર્ગ પર નાળાનાં સ્થાને કોઝવે બનાવવા ઉમરગામ ધારાસભ્ય રમણ પાટકરને રજૂઆત કરી હતી.જેને ધ્યાનમાં લઇ ધારાસભ્ય પાટકરે અધિકારીઓ સાથે સ્થળ નિરીક્ષણ કરી એસ્ટિમેન્ટ બનાવડાવી 14.50 કરોડની ગ્રાન્ટ નાની સિંચાઈ યોજના માંથી મંજૂર કરાવી હતી. જેનું શુક્રવારે ધારાસભ્ય પાટકરે જાતે જ કલગામનાં સરપંચ,ઉપસરપંચ રસિક પટેલ,પૂર્વ સરપંચ દિનેશ વારલી, બિલિયાનાં સરપંચ ભરત વારલી તથા ગ્રામજનોની હાજરીમાં ખાતમુહૂર્ત કર્યું હતું.વર્ષોની સમસ્યા ઉકેલાવાની આશાથી ફળિયાના લોકોમાં ખુશાલી વ્યાપી છે.
અકસ્માતની ભીતિ:નાનાપોંઢા- ધરમપુર રોડનું કામ અધુરું છોડી દેવાતા ચાલકોમાં રોષ
નાનાપોંઢા ધરમપુર રસ્તાનું કામ અધૂરું છોડી દેવાતા વાહન ચાલકો મા રોષ ફેલાયો છે. નેશનલ હાઈવે નંબર 56 નાનાપોંઢા થી ધરમપુર તરફ જતો રસ્તો પારનદીથી નાની વહીયાળ ફાટક સુધીના રસ્તાનું કામ કોઈ કારણસર અધૂરુ છોડી દેવામાં આવ્યું હોય જેના કારણે રસ્તા પરથી ઉડતી ધૂળની ડમરી તેમજ ખાડાઓને કારણેવાહન ચાલકો ત્રાહિમામ પોકાર ઊઠ્યા છે. થોડા દિવસે પહેલા ધરમપુરથી નાનાપોંઢા રોડનું પેચવર્ક શરૂ કરવામાં આવ્યું હતું . જેમાં કોઇ કારણથી એક તરફનો માર્ગ અધૂરો છોડી દેવાતા વાહન ચાલકો રોંગ સાઈડમાં વાહન ચલાવી રહ્યાં છે જેને લઇ અકસ્માત સર્જાઈ શકે છે. ખરાબ રસ્તાના કારણે આજુબાજુના દુકાન ધારકો પણ ઉડતી ધૂળની રજકણોથી પરેશાન થઈ ગયા છે. ધંધા રોજગાર પર પણ અસર પડી રહી છે. જેથી લોકોની માગ છે કે બાકી રહી ગયેલું રસ્તાનું પેચવર્ક કામ વહેલી તકે પૂરુ કરી ચાલકોને રાહત મળે તે માટે પગલાં લેવામાં આવે.
ભાસ્કર વિશેષ:વાપીમાં કામદારો માટે 500 બેડની ESIC હોસ્પિટલ બનાવવા સાંસદે લોકસભામાં અવાજ ઉઠાવ્યો
ભાસ્કર ન્યૂઝ | વલસાડ સંસદના શિયાળુ સત્ર દરમિયાન વલસાડ-ડાંગ લોકસભા બેઠકના સાંસદ ધવલ પટેલે શૂન્યકાળ દરમિયાન દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારમાં કામ કરતા લાખો શ્રમિકોના સ્વાસ્થ્ય સુવિધાનો મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયા સમક્ષ વાપીમાં 500 બેડની અત્યાધુનિક ESIC હોસ્પિટલ નિર્માણ કરવા માટે જોરદાર રજૂઆત કરી હતી, ઔદ્યોગિક હબમાં આરોગ્ય સુવિધાઓની અછત ગૃહમાં પોતાની વાત રજૂ કરતા સાંસદ ધવલ પટેલે જણાવ્યું હતું કે, વલસાડ જિલ્લો એક આદિવાસી બહુલ વિસ્તાર હોવા છતાં, વલસાડથી લઈને ઉમરગામ સુધીનો પટ્ટો એક મોટું ઔદ્યોગિક હબ (Industrial Park) છે. જેમાં ગુંદલાવ, પારડી, વાપી, સરીગામ અને ઉમરગામ જેવી પ્રમુખ GIDC આવેલી છે. આ ઉદ્યોગો ગુજરાત અને ભારતના વિકાસમાં મહત્વનો ફાળો આપી રહ્યા છે, અહીં સ્થાનિક આદિવાસી કામદારો ઉપરાંત મહારાષ્ટ્ર અને સમગ્ર ભારતભરમાંથી આવેલા શ્રમિકો મોટી સંખ્યામાં રોજગારી મેળવી રહ્યા છે. જોકે, આ વિસ્તારમાં કામદારોની સંખ્યાના પ્રમાણમાં આરોગ્ય સુવિધાઓ અપૂરતી છે. હાલમાં વાપીમાં માત્ર એક જ ESIC હોસ્પિટલ કાર્યરત છે અને બાકીની માત્ર ડિસ્પેન્સરીઓ છે, જે વર્તમાન જરૂરિયાતને પહોંચી વળવા માટે સક્ષમ નથી. સાંસદની મુખ્ય માંગણીઓ500 બેડની હોસ્પિટલ: વાપી ખાતે 500 બેડની ક્ષમતા ધરાવતી સ્ટે ટ ઓફ ધ આર્ટ (અત્યાધુનિક સુવિધાઓ સજ્જ) ESIC હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવે અન્ય વિસ્તારોમાં સુવિધાવાપી ઉપરાંત સરીગામ અને ઉમરગામ જેવા ઔદ્યોગિક વિસ્તારોમાંપણ ESIC હોસ્પિટલો શરૂ કરવામાં આવે તેવી માંગણી તેમણે મૂકીહતી, આ રજૂઆત દ્વારા સાંસદશ્રીએ ઔદ્યોગિક કામદારો અને તેમનાપરિવારોને ઘરઆંગણે જ ઉત્તમ સારવાર મળી રહે તે માટે સરકારનુંધ્યાન દોર્યું હતું
પાપારાઝીઓની એજન્સી જયા બચ્ચન વિરુદ્ધ સિનટ્ટામાં ફરિયાદ નોંધાવશે
મીડિયાકર્મીઓના અપમાનજનક ટીપ્પણી બદલ આચાર સંહિતા સ્થાપિત કરવાના પ્રયાસ મુંબઇ - આ અઠવાડિયાની શરૃઆતમાં મુંબઇમાં આયોજિત એક કાર્યક્રમમાં જયા બચ્ચને પાપારાઝીઓ પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.જયા બચ્ચને તેમને ગંદા પેન્ટ પહેરીને પોતાની સાથે મોબાઇલ લઇને આવનારા લોકો એમ સમજે છ ેકે તેઓ ગમે તે વ્યક્તિની તસવીર લઇ શકે છે. જયા બચ્ચનની આવી ટીપ્પણીથી મીડિયાકર્મીઓ વિચારવિર્મશ કરીને પીઢ અભિનેત્રી વિરુદ્ધ સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિયેશનમાં ફરિયાદ નોંધાવાની તૈયારી કરી રહી છે. પાપારાઝીઓ એજન્સીઓ સાથે મળીને ફરિયાદ નોંધાવશે.
નમસ્તે,ગઈકાલના મોટા સમાચાર ભારત અને રશિયા વચ્ચે 19 મોટા કરારો પર હસ્તાક્ષર હતા. બીજા મોટા સમાચાર એ હતા કે 1,700થી વધુ ઇન્ડિગો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી. મુસાફરોને પરેશાન જોઈને સરકાર બેકફૂટ પર આવી. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં બાબરી મસ્જિદની પ્રતિકૃતિનો શિલાન્યાસ થઈ શકે છે. કાલના મોટા સમાચારો 1. મોદીએ રશિયન સેનામાં ભારતીયોનો મુદ્દો ઉઠાવ્યો: કહ્યું - તેમની સુરક્ષિત વાપસી થવી જોઈએ, મોદી-પુતિન 24 કલાકમાં 4 વાર મળ્યા, તોય ડિફેન્સ ડીલ નહીં પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાત દરમિયાન રશિયન સૈન્યમાં સેવા આપતા ભારતીયોનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે પુતિનને તેમની સલામત વાપસી સુનિશ્ચિત કરવા વિનંતી કરી હતી. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, રશિયન સૈન્યમાં ઓછામાં ઓછા 44 ભારતીયો ફસાયેલા છે. ભારતની મુલાકાતે આવેલા પુતિન અને મોદી લગભગ 24 કલાકમાં 4 વખત મળ્યા હતા. બંને નેતાઓએ સાથે પ્રાઈવેટ ડિનર, દ્વિપક્ષીય બેઠક, સંયુક્ત પત્રકાર પરિષદ અને ભારત-રશિયા વ્યાપાર મંચને સંબોધન કર્યું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 2. 4 દિવસમાં 1700+ ફ્લાઇટ્સ રદ, સરકાર બેકફૂટ પર:વીકલી રેસ્ટ નિયમ તાત્કાલિક પાછો ખેંચાયો; મુસાફરો માટે હેલ્પલાઇન નંબર જાહેર, પરિસ્થિતિ સામાન્ય થવામાં સમય લાગશે દેશની સૌથી મોટી એરલાઇન, ઇન્ડિગો દ્વારા છેલ્લા ચાર દિવસમાં 1,700થી વધુ ફ્લાઇટ્સ રદ કર્યા પછી, શુક્રવારે કેન્દ્ર સરકારે બેકફૂટ પર આવી છે. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ એરલાઇન્સ, ખાસ કરીને ઇન્ડિગોને 10 ફેબ્રુઆરી, 2026 સુધી કામચલાઉ રાહત આપી. વીકલી રેસ્ટ બદલે કોઈ રજા ન આપવાનો નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો. દરમિયાન, અન્ય એરલાઇન્સના ભાડામાં ધરખમ વધારો થયો છે. મુસાફરો વૈકલ્પિક ફ્લાઇટ્સ શોધી રહ્યા છે અને સામાન્ય કિંમત કરતા 10 ગણા ભાવે ટિકિટ ખરીદી રહ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. પાન મસાલા-સિગારેટ પર નવો ટેક્સ લાગશે:નાણામંત્રીએ કહ્યું- તેનો ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષામાં થશે, જેથી કારગિલ જેવી પરિસ્થિતિમાં બજેટ ઓછું ન પડે સિગારેટ-પાન મસાલા જેવા ઉત્પાદનો પર સરકાર હવે વધારાનો ટેક્સ લગાવશે. વધારાના ટેક્સમાંથી આવતા પૈસાનો રાષ્ટ્રીય સુરક્ષા માટે ઉપયોગ કરવામાં આવશે. આ માહિતી શુક્રવારે લોકસભામાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે આપી. શુક્રવારે લોકસભામાં હેલ્થ સિક્યોરિટીથી નેશનલ સિક્યોરિટી સેસ બિલ પસાર થઈ ગયું. આ બિલ પસાર થયા પછી પાન મસાલા જેવી વસ્તુઓ મોંઘી થઈ જશે. બિલ પર ચર્ચા દરમિયાન નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે કારગિલ યુદ્ધ તૈયારીના અભાવને કારણે થયું હતું. આર્મીના જનરલોએ જણાવ્યું હતું કે 1990ના દાયકાની શરૂઆતથી બજેટની અછતને કારણે આર્મી પાસે માત્ર 70-80% અધિકૃત હથિયારો, દારૂગોળો અને સાધનો હતા. અમે નથી ઈચ્છતા કે ભારતમાં તે સ્થિતિ ફરી ક્યારેય પાછી આવે. નાણા મંત્રીએ બિલ રજૂ કરતા કહ્યું કે સેસ કોઈ પણ આવશ્યક વસ્તુ પર નહીં, પરંતુ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતી હાનિકારક વસ્તુઓ પર લગાવવામાં આવશે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. ચાંદી ₹1.79 લાખ કિલોએ ઓલટાઇમ હાઈ:આજે ₹2,400 મોંઘી થઈ; સોનું ₹733 વધીને ₹1.29 લાખ પ્રતિ 10 ગ્રામ થયું આજે એટલે કે 5 ડિસેમ્બરે ચાંદીના ભાવ ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયા છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર 1 કિલો ચાંદીનો ભાવ 2,400 રૂપિયા વધીને 1,79,025 રૂપિયા થયો છે. આ પહેલા ચાંદીની કિંમત 1,76,625 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી. જ્યારે 10 ગ્રામ સોનું 733 રૂપિયા મોંઘું થઈને 1,28,578 રૂપિયા પર પહોંચી ગયું છે. આ પહેલા સોનું 1,27,845 રૂપિયાનું હતું. 17 ઓક્ટોબરે સોનાએ 1,30,874 રૂપિયાનો ઓલ ટાઈમ હાઈ બનાવ્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 5. શ્રીનગર કરતાં રાજસ્થાનનું સીકર ઠંડું, તાપમાન 1:MPના 9 શહેરોમાં પારો 10 થી નીચે; હિમાચલમાં વરસાદ-બરફવર્ષાનું એલર્ટ પહાડી રાજ્યોમાંથી આવતી બર્ફીલી હવાઓએ રાજસ્થાનમાં ઠંડી વધારી દીધી છે. સીકરમાં ગુરુવારે લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી નોંધાયું. જેના કારણે ઝાકળના ટીપાં જામી ગયા. હવામાન વિભાગે શુક્રવારે સીકર, ચુરુ અને ઝુંઝુનૂ જિલ્લાઓમાં કોલ્ડવેવ ચાલવાની આગાહી કરી છે. મધ્યપ્રદેશના 9 શહેરોમાં ગુરુવારે તાપમાન 10 ડિગ્રીથી નીચે રહ્યું. પચમઢીમાં સૌથી ઓછું 6.6 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજ્યના ભોપાલ, ઇન્દોર અને ગ્વાલિયર સહિતના ઘણા શહેરોના આગામી 2 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરાશે:રાજકોટ કોર્ટની મંજૂરી, રાજકુમાર જાટનું મોત ટ્રાવેલ્સની અડફેટે આવવાથી થયું હોવાનો પોલીસે કર્યો હતો ખુલાસો ગત 9 માર્ચે, 2025ના રોજ ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ અને તેમના પુત્ર ગણેશ(માતા ધારાસભ્ય) પર રાજકુમાર જાટ નામના યુવકને માર મારવાનો તેના પિતા રતનલાલ જાટે આક્ષેપો કર્યા હતા. માર માર્યા બાદ રાજકુમાર જાટનો રાજકોટ અમદાવાદ હાઇવે પર તરઘડિયા નજીક ઓવરબ્રિજ પર મૃતદેહ મળી આવ્યો હતો. આ કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. રાજકોટની જ્યુશિયલ મેજિસ્ટ્રેટ ઓફ ધ ફર્સ્ટ ક્લાસ કોર્ટે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી આપી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. જામનગરમાં ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું:કોંગી કાર્યકરે સ્ટેજ નજીક આવી છુટ્ટો ઘા કરતા મામલો બિચક્યો, આપ નેતાઓએ કાર્યકરને લમધારી નાખ્યો જામનગરમાં આજે આમ આદમી પાર્ટીની જન સભામાં કોંગ્રેસના કાર્યકરે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતાનો ઘા કરતા હોબાળો થયો હતો. જે બાદ આદમી પાર્ટીના કાર્યકરોએ કોંગી કાર્યકરને માર મારતા મામલો બિચક્યો હતો. મહત્વનું છે કે, ગોપાલ ઇટાલિયાએ વર્ષ 2017માં તત્કાલીન ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પર જૂતાનો ઘા કર્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : પેસેન્જર્સની સુરક્ષાના ભોગે ઇન્ડિગોને રાહત:સરકારે વીકલી રેસ્ટનો નિયમ પાછો ખેંચ્યો; હવે ફ્લાઇટ ક્રૂને 48 નહીં, પણ 36 કલાક જ આરામ મળશે વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : પુતિનની ભારત મુલાકાત પર વર્લ્ડ મીડિયા:BBCએ કહ્યું- અમેરિકી દબાણ વચ્ચે પુતિન ભારત પહોંચ્યા, યુક્રેનિયન મીડિયાએ લખ્યું- ભારતીય ડિપ્લોમસીની પરીક્ષા વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : DMK સાંસદે હાઇકોર્ટના જજને 'RSS જજ' કહ્યા:સંસદમાં હોબાળો, કિરણ રિજિજૂ બોલ્યા- ન્યાયતંત્રને બદનામ કરવાની તમારી હિંમત કેવી રીતે થઈ વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : હવે H-1B વિઝા સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ પછી જ મળશે:15 ડિસેમ્બરથી નવો નિયમ લાગુ; ભારતીયો પર સૌથી વધુ અસર વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : લોન સસ્તી થશે, RBIએ વ્યાજદર 0.25% ઘટાડ્યો:20 વર્ષમાં 20 લાખની લોન પર લગભગ 74 હજાર રૂપિયાનો ફાયદો; સમજો આખું ગણિત વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : 3 વર્ષના સર્વજ્ઞને ફિડે રેટિંગ:વિશ્વનો સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો; આટલી નાની ઉંમરે આનંદ, કાર્લસન, ગુકેશ પણ રમ્યા નહોતા વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : સોમવારે ગણેશ ચતુર્થી:માગશર વદ ચોથની તિથિએ સાંજે ચંદ્ર દર્શન બાદ ગણેશ પૂજા કરીને વ્રત પૂર્ણ કરો; જાણો ગણપતિપૂજાનાં સરળ સ્ટેપ વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન ખબર હટકે વૃદ્ધોમાં એકલતા દૂર કરી રહી છે AI ઢીંગલીઓ દક્ષિણ કોરિયામાં ઘણા વૃદ્ધ લોકો એકલતાનો સામનો કરે છે, તેથી તેમના માટે AI વાળી રોબોટિક ઢીંગલી બનાવવામાં આવી હતી. તેઓ 7 વર્ષના બાળક જેવા અવાજમાં બોલે છે, સાથી તરીકે કાર્ય કરે છે અને સેન્સરથી તેમની સલામતીનું નિરીક્ષણ કરે છે. હ્યોડોલ કંપની તરફથી 12,000થી વધુ ઢીંગલીઓ વૃદ્ધોને વહેંચવામાં આવી છે. તેઓ ડિપ્રેશન ઘટાડવામાં મદદ કરે છે, જોકે કેટલાક ગોપનીયતા અંગે પ્રશ્નો ઉભા કરી રહ્યા છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ભાસ્કર એક્સપ્લેનર : હજારો ફ્લાઇટ્સ કેમ રદ થઈ રહી છે?:કયા નિયમોના કારણે આ અફરાતફરી મચી? DGCAએ છૂટ કેમ આપી? ઇન્ડિગોને સૌથી વધુ કેવી રીતે અસર થઈ? 2. IPS ડાયરીઝ-5 નિર્ભયાના એક જ મહિનામાં સુરતમાં એવો જ રેપ:IPS વિધિ ચૌધરીએ ત્રણ રાજ્ય ફેંદી 24 કલાકમાં બળાત્કારીને પાંજરામાં પૂર્યો, દ. ગુજરાતની પહેલી ફાંસી 3. એક્સક્લૂસિવ : AC, ફ્રિજ, ખુરસીઓ ઓગળી ગઈ, પ્લાસ્ટિકનો રેલો નીતર્યો:દરવાજા કોલસા થયા, બળેલી ઢીંગલી જોઈને ધ્રાસકો પડે; પહેલીવાર જુઓ પ્લેન ક્રેશ સાઇટની અંદરનાં દૃશ્યો 4. ફિલ્મી ફેમિલી : બોલિવૂડમાં કરિયર ફ્લોપ ગયું તો જ્યૂસની દુકાન ખોલી:ડિનો મોરિયા ને બિપાશા લિવ-ઇનમાં રહેતાં, લારા દત્તા સાથે અફેર હતું, મલાઇકા સાથે કેવા સંબંધો? 5. બંગાળમાં બાબરી વિવાદ: જમીન નહીં, તો મસ્જિદ ક્યાં બનશે?:હુમાયુનો જવાબ- 6 ડિસેમ્બરે બતાવીશ, TMC ધારાસભ્યો બોલ્યા- તે જૂઠો, ભાજપનો એજન્ટ છે 6. આજનું એક્સપ્લેનર:ભારતમાં પુતિનના 27 કલાક; બંધબારણે મિટિંગથી સવા લાખ કરોડની ડીલ સુધી, 8 સવાલમાં સમગ્ર કહાની 7. શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરશો તો વહેલા ઘરડા થાશો:11 પ્રકારનાં નુકસાન તમને ઘેરી વળશે; ડોક્ટર પાસેથી જાણો ઠંડીની ઋતુમાં નાહવાની 9 સ્વસ્થ આદત કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ શનિવારનું રાશિફળ:સિંહ જાતકોને જીવનસાથી સાથે ભાવનાત્મક નિકટતા વધશે; વૃશ્ચિક જાતકોને સંપર્ક સૂત્રોથી ઉત્તમ ફાયદો થશે (સંપૂર્ણ રાશિફળ વાંચો)
વલસાડ જિલ્લાના વાપી અને ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે કુલ 17 હોટલ રેસ્ટોરન્ટોમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે આકસ્મિક તપાસ હાથ ધરી પનીર અને ચીઝના કુલ 17 નમૂના હસ્તગત કર્યા છે.આ નમૂનાઓ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા છે. વલસાડ જિલ્લા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર આશિષ વલવીની સૂચના અને માર્ગદર્શનમાં ફુ઼ડ સેફટી ઓફિસરોની સંયુક્ત ટીમે વલસાડ જિ.ના વાપી શહેર અને ડાંગના સાપૂતારામાં હોટલો તેમજ રેસ્ટોરન્ટોમાં ખાદ્યીચીજોનું ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં વાપી શહેરમાં કોપરલી રોડ પર અમરિશ રેસ્ટોરન્ટ, શાંતિ કોમ્પલેક્શમાં રંગોલી રેસ્ટોરન્ટ, મોરારજી સર્કલ પ્રાઇમ હોટલ, ઝોડિયાકઓફ અરિટી સર્વિસ પ્રા.લિ.કોપરલી રોડ, એલ્વી અગેઇન ઓફ યુનિટી ઓફ અરીટી સર્વિસ,વુડલેન્ડ ઓફ યુનિટી ઓફ અરીટી,દર્શન રેસ્ટોરન્ટ, દમણરોડ, બાપુસ ફાસ્ટ ફુડ, સ્ટેશન રોડ, બાલાજી 99 ઢોસા, ચલા રોડ, ગજાનંદ રેસ્ટોરન્ટ ચલા, ન્યુ વૈભવ રેસ્ટોરન્ટ એન્ડ કેટરર્સ મુકતાનંદ માર્ગ વાપી ખાતે તપાસણી હાથ ધરવામાં આવી હતી. જેઓમાંથી પનીર તથા પનીરની વાનગીઓના કુલ 7 નમૂના તથા 1 ચીઝ એનોલોગ મળી કુલ 8 જેટલા એન્સફોર્સમેન્ટ નમૂના લેવાયા હતા. ઉપરાંત ડાંગના સાપૂતારા ખાતેથી વિવિધ હોટેલ રેસ્ટોરન્ટોમાંથી 6 જેટલા પનીર તથા પનીરની વાનગીઓના એન્સફોર્સમેન્ટના નમૂના લઇ ગુણવત્તાની ચકાસણી કરવા લબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. વિભાગ દ્વારા વલસાડ ડાંગ જિલ્લામાં હોટલો, રેસ્ટોરન્ટો, ખા ણીપીણી દૂકાનો તથા લારીઓની અવારનવાર તપાસ કરવામાં આવે છે. અગાઉ જિલ્લામાં ફુડ કોર્ટના માલિકોને ખાદ્ય ખોરાક બનાવવા વપરાતી વસ્તુઓનું ગ્રાહકોને વંચાય તે રીતના ડિસ્પ્લે બોર્ડ લગાવવા તથા હાઇજેનિક અને સેનેટરી કન્ડિશન જળવાઇ રહે તેની સૂચના આપવામાં આવી છે.
ભાસ્કર વિશેષ:તીઘરામાં તંત્યા મામાં ભીલ ચોકની સ્થાપના
ઇન્ડિયન રોબિનહુડના નામથી જાણીતાં મહાન ક્રાંતિકારી તંત્યા મામાં ભીલના શહીદ દિવસ નિમિત્તે વલસાડ તાલુકાના તીઘરા ગામના પહાડ ફળિયામાં તંત્યા મામાં ભીલ ચોકનું નામકરણ ડો.નિરવ ભુલાભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યું . જેમાં વિવિધ સામાજિક આગેવાનો વિજય કટારકર,મયુર પટેલ,શૈલેષ પટેલ,તિલક પટેલ,અનિલ પટેલ,ધર્મેશ પટેલ,મનીષ ઢોડિયા, હિતુ ઢોડિયા,પથિક,મયુર,હિર ેન વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે ઉપસ્થિત ગ્રામજનોને સંબોધતા ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યુ હતું કે આપણા મહાન ભારત દેશની પવિત્ર ભૂમિ પર અનેક મહાન વીર ક્રાંતિકારી લોકોએ જન્મ લીધો છે અને દેશ માટે મરી ફીટ્યા છે. તેઓની પાસેથી આપણે અચૂક પ્રેરણા લઇ પ્રખર દેશભક્ત અને સમાજસેવક બનવું જોઈએ અને અન્યાય તેમજ ભ્રસ્ટાચાર સામે કોઈપણ જાતનો ડર રાખ્યા વગર અવાજ ઉઠાવવો જોઈએ. કારણકે ઇતિહાસ હંમેશા અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવનારનો જ લખાયો છે બાકી મૃત્યુ તો એવા લોકોના પણ થયા છે જેલોકો મૃત્યુના ડરથી અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવતા ડરતા હતાં. આજે અમને ગર્વ છે કે દારૂના નશામાં ધમકી મળવા છતાં દેશની લોકહૃદયમાંથી ઇતિહાસકારોના ભેદભાવયુક્ત વલણને કારણે ભુલાય ગયેલી મહાન વિભૂતિને દક્ષિણ ગુજરાતમાં માનભેર લઈને આવ્યા છીએ અને એમના મહાન કાર્યોંનો વ્યાપ હજુ વધારે મજબૂતીથી લોકહૃદય સુધી પહોંચાડીશું જેથી તંત્યા મામાં ભીલ કોણ છે એ આ વિભાગના આદિવાસીઓ જાણતા જ નથી જેવું નિમ્ન કક્ષાનું નિવેદન આપી મહાન ક્રાંતિકારીનું અપમાન કરનાર લોકોની આંખો ઉઘડે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તીઘરા ગામના સામાજિક આગેવાન મૂકેશ પટેલ, સવિતાબેન, રજનીશ કાલુ, જનકભાઈ, અશ્વિનભા ઇ, સુરેશભાઈ, રતિલાલ, ઉમેશભાઇ, કેતન, મનીષ તીઘરા વગેરેએ ખુબ મહેનત કરી હતી. કાર્યક્રમના અંતે ઘરમા પતરા નખાવી આપવામાં તાત્કાલિક સહાય આપવા બદલ વડીલ બચુભાઈ અને કેટલાંક કારણોસર નોકરી મેળવવામાં વિઘ્ન બનેલ કારણો દૂર કરી આપી નોકરી પર હાજર થવામાં મદદરૂપ થવા બદલ યુવતીની માતાએ ડો.નિરવ ભુલાભાઇ પટેલને વ્હાલભેર આશિર્વાદ આપી આભાર માન્યો હતો.
9 એપ્રિલ 2025ના રોજ ગાંધીનગર ખાતે સ્વચ્છ ભારત મિશન (અર્બન ડાયરેકટર પદ ઉપર ફરજ બજાવતા ભવ્ય વર્માની રાજ્ય સરકારે વલસાડ કલકેટર પદે નિયુક્તિ કરી હતી. વલસાડમાં નિયુક્ત થયા પછીના માત્ર સાડા છ માસ થયા છે અને ભવ્ય વર્મા જિલ્લાના નાગરિકોની આશા અપેક્ષાઓને ચરિતાર્થ કરવા પ્રયત્નશીલ રહ્યા છે ત્યારે દિવ્ય ભાસ્કરના પ્રતિનિધિએ તેમની પાસેથી જાણ્યું કે, Iજવાબ.S બનવા સુધીની તેમની જીવન યાત્રા, જિલ્લા માટે તેમનું લક્ષ્ય શું છે. સવાલ. જીવનયાત્રા અને કારકિર્દીનો મહત્વનો વળાંક કોને માનો છો ?જવાબ... સૌ પ્રથમ શિક્ષણની વાત કરીએ. મારી માતા પ્રાથમિક શાળાના શિક્ષિકા હોવાના કારણે ગરીબ બાળકોને ભણાવવા તેમના વાલીઓની સમસ્યાઓ, સંઘર્ષની વાતો બચપનમાં જાણવા મળી હતી. શાળામાં ભણતા બાળકો માટે સરકાર શું શું કરે છે,ટેબ્લેટનું વિતરણ, અશક્તતા માટે આર્યનની ઉણપ કેવી રીતે દૂર થાય વિગેરે પ્રશ્નોનું મને ઘરમાંથી નોલેજ મળ્યું હતું.જે બાબત મારી કારકિર્દી માટે મહત્વનો વળાંક હતો. સવાલ.. નેતૃત્વની કાર્યશૈલીને એક વાક્યમાં શું કહેશો ?જવાબ.. સિસ્ટમને અનુરૂપ કાર્યશૈલી, શિક્ષણ,પબ્લિક સેવા,માનવીય મૂલ્યોને કેન્દ્રમાં રાખવું. સવાલ.. આપના ક્ષેત્રેૃની સૌથી મોટી સમસ્યા કે લોકોનું દર્દ શું છે ?જવાબ.. વલસાડ જિલ્લો છેવાડાનો છે.ખાસ કરીને અહિં મોન્સૂનમાંકોઇ મૃત્યુ ન થવું જોઇએ તે ધ્યાને રાખી લોકોને મદદ કરવા સરકારી વિભાગોના અધિકારીઓના સંકલન કાર્ય પધ્ધતિથી કામ કર્યું તેમાં કોઝવે પરથી કોઇ પસાર ન થાય તેની સતત સૂચના જારી કરાઇ હતી. કોઝવે પર પાણી હોય તો પણ લોકો ચાલી જાય છે. પ્રશાસનિક ભુલથી કોઇનું ડેથ નહિ થાય તેમાં સફળ રહ્યા હતા.લોકો સતર્ક રહે તે જરૂરી છે. સવાલ.. શોખ,મિત્ર વિશે કંઇ ?જવાબ.. સરકારી વિભાગના સ્ટાફ, ઓફિસર્સ સાથે સંકલન, બાળપણના મિત્રોને યાદ કરું છું. મિત્રોય યાદ કરતા હોય છે.યુવાઓ હમેશા વાંચન પર ધ્યાન આપે તેવું હું ઇચ્છું છું.સમય મળતા મને વાંચન કરવું ગમે છે. આઇએએસ માટે ટેસ્ટ સીરિઝ મોક,બુક્સ,ઇન્ટરનેટ પરથી બુક્સ મેળવી એનસીઇઆરટીની સ્ટાન્ડર્ડ બુક્સનું વાંચન ખુબ ઉપયોગી થશે. સવાલ.. આ વિસ્તારમાં જનહિત માટેના કોઇ પ્લાન ?જવાબ.. આરોગ્ય ક્ષેત્રે અને શિક્ષણ માટે કામને પ્રાધાન્ય.લોકોની સમસ્યાના નિરાકરણ માટે સરકારી વિભાગો સાથે અધિકારીઓ સાથે પ્રયાસ કરવા , લોકોની સુવિધાઓના કામોને વેગ આપવા ઝડપી પ્રક્રિયા થાય તેવા એપ્રોચથી કામો જલ્દી કરી લોકોની સમસ્યાનું નિરાકણ કરવાને પ્રાથમિકતા.
દુર્ઘટનાની ભીતિ:વલસાડ પાલિકાની ત્રણ નોટિસ છતાં જર્જરિત બિલ્ડિંગ મુદ્દે કાર્યવાહી શૂન્ય
વલસાડ બેચર રોડ પર જર્જરિત જાહેર કરાયેલી લક્ષ્મી ચેમ્બર નામની બિલ્ડિંગના કબજેદારોને નગરપાલિકાએ છેલ્લા 6 માસમાં 3થી વધુ નોટિસો છતાં કબજેધારકો દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. આ બિલ્ડિંગ જોખમી થઇ રહી છે જેથી કોઇ અકસ્માતની ઘટના સર્જાય નહિ તે માટે તાત્કાલિક સીલ કરવા કરી મરામત કરવા અને જોખમી ભાગ દૂર કરવા નગરપાલિકાને એડવોકેટ અરજદાર દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. વલસાડના બેચર રોડ ઉપર કાપડિયા ચાલ વિસ્તારની સોસાયટી નજીક આવેલી લક્ષ્મી ચેમ્બર્સ નામની બિલ્ડિંગ વર્ષોથી બિસમાર બનતાં હાલે જર્જરિત દશામાં છે.તાલુકા સ્વાગત કાર્યક્રમમાં આ મામલો પહોંચતાં પ્રાંત અધિકારી દ્વારા નગરપાલિકાને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના અપાઇ હતી. નગરપાલિકાએ આ બિલ્ડિંગ જર્જરિત હોવાથી છેલ્લા 6 માસમાં 3 નોટિસ બિલ્ડિંગના કબજેદારોને આપી પરંતું રિપેરિંગ કે જર્જિરત ભાગ દૂર કરવામાં આવ્યું નથી.આ મામલે સ્થાનિક અરજદાર એડવોકેટ અકિબ મલેકે ફરિયાદમાં જણાવ્યા મુજબ લક્ષ્મી ચેમ્બર જર્જરિત છે અને બિલ્ડિંગના પાછળના ભાગે 30થી 40 બાળકોના ટ્યુશન ક્લાસ હોવાથી તેમજ લક્ષ્મી ચેમ્બર સ્ટેટ હાઇવેને લાગુ તાત્કાલિક કાર્યવાહી ન હાથ ધરાય તો હોનારતની શક્યતા દર્શાવી છે. તેમણે આક્ષેપો કરતા પાલિકાને રાવ કરી છે કે દિવાળી બાદ રિપેરિંગ કરાશે તેવું કબજેધારકોએ કહ્યું હતું પરંતુ તેમ ન થતાં પાલિકાએ ફરી નોટિસ આપી હતી.3 નોટિસો ઉપરાંત ચોથી પણ નોટિસ આપીને પાલિકાના ઇજનેરો સંતોષ માની બેસી રહ્યા છે.જેના કારણે નક્કર કાર્યવાહી ન કરાતાં રહીશોના બાળકોને તેમજ જર્જરિત માળખાના ભાગોથી દૂર્ઘટના નહિ સર્જાય તે માટે તાત્કાલિક કાર્યવાહી કરવા અરજદારે માગ કરી છે.
આરોપીઓ જેલહવાલે કરાયા:મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલા ત્રણ શખ્સ પાસા હેઠળ જેલહવાલે
મોરબી જિલ્લા પોલીસે પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા ત્રણ શખ્સ વિરુદ્ધ સખ્ત કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ, મોરબી તરફથી પાસા વોરંટ ઈશ્યુ કરવામાં આવતા, એલ.સી.બી. અને હળવદ પોલીસની ટીમોએ ત્રણેયની અટકાયત કરી તેમને અલગ-અલગ જેલ હવાલે કર્યા છે. દારૂના ગુનામાં સંડોવાયેલા આરોપી અલ્પેશભાઈ રમેશભાઈ જીંજરીયા રહે. જૂના ઘુટું રોડ, મોરબીને મધ્યસ્થ જેલ, વડોદરા, બીજા આરોપી રવિભાઈ રમેશભાઈ વિંજવાડીયા રહે. જૂના ઘુંટુરોડ, મોરબીને જિલ્લા જેલ, જૂનાગઢ અને ત્રીજા આરોપી તેજશભાઈ નરશીભાઈ લાંઘણોજા રહે. ખાખરેચી, તા. માળીયા મીંયાણાને જિલ્લા જેલ, ભાવનગર ખાતે મોકલાયો છે. પોલીસે દારૂની બદીને નાબૂદ કરવા નાગરિકોને તેમના રહેણાંક વિસ્તાર, વ્યવસાય સ્થળો, કે પછી અવાવરૂ જગ્યાઓ, ધાર્મિક સ્થળો, શાળાઓ/કોલેજોની આસપાસ અથવા જાહેર સ્થળોએ પ્રોહિબિશનનું વેચાણ, હેરાફેરી, કે દારૂ ગાળવા જેવી પ્રવૃત્તિઓ આચરતા શખ્સોની માહિતી તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા મોરબી જિલ્લા કંટ્રોલ રૂમમાં આપવાની અપીલ કરી છે.
સંકલન બેઠકમાં નિર્ણય:મોરબી મનપામાં નવી ભળેલી પંચાયતોને 15મા નાણાપંચ અંતર્ગત 4.76 કરોડની ગ્રાન્ટ મળશે
મોરબી મ્યુનિ.કમિશ્નર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને તેમજ ધારાસભ્ય દુર્લભજી દેથરીયાની હાજરીમાં ડિસેમ્બરની મનપા વિસ્તારની સંકલન બેઠક મળી હતી. આ બેઠકમાં શહેરના વિવિધ વિસ્તારમાં થનારા વિકાસ કાર્યો, જન ભાગીદારી હેઠળ થનાર વિવિધ કામો અંગે ચર્ચા કરવામાં આવી હતી. સંકલન સમિતિની બેઠકમાં ગ્રામ્ય વિસ્તારમાં ચાલતા સ્વ ભંડોળના કામો,નવી ગ્રામ પંચાયતમાં થનારા નાણાપંચના કામો, જનભાગીદારી યોજના હેઠળ વિવિધ સોસાયટીમાં પાણી અને ડ્રેનેજ કામો સહિતની ચર્ચા કરવામાં આવી હતી તેમજ મહાપાલિકામાં જે ગ્રામ પંચાયતો ભેળવવામાં આવી છે તે નવી ભળેલી ગ્રામ પંચાયતની ૧૫માં નાણાપંચની ગ્રાન્ટ વિકાસ કમિશ્નર દ્વારા જિલ્લા પંચાયત મારફતે આપવામાં આવશે રૂ ૪.૭૬ કરોડ તબક્કાવાર આપવાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું કમિશનરે જણાવ્યું હતું. જયારે ૧૫માં નાણાપંચના ગ્રાન્ટ અંગે ચર્ચા કરવામાં આવી છે તેમજ હાઉસ ટેક્ષ વસુલવામાં આવી રહ્યો છે તેમાં ઘણી મિલકતો બાકી છે , આથી ગ્રામ પંચાયતમાંથી આવેલી મિલકતો પર મહાપાલિકાના નિયમો મુજબ વેરો લેવો કે પછી પંચાયતના નિયમ મુજબ તે સહિતના મુદે ચર્ચા કરવામાં આવી હતી તેમ ધારાસભ્ય દેથરીયાએ જણાવ્યું હતું.
ટ્રાફિકજામ સર્જાયો:મોરબીના નવલખી રોડ પર ટ્રકની પલટી, બીજા 3 ભારે વાહન અટવાતાં ટ્રાફિકજામ
મોરબીનો નવલખી રોડ લાંબા સમયથી એટલી હદે ખરાબ હાલતમાં છે કે આ રોડ અકસ્માતનું એપી સેન્ટર બની ગયો છે. રોજબરોજ અનેક નાના મોટા અકસ્માતોનો આ રોડ સાક્ષી બન્યો છે જેમાં વધુ એક ઘટનાનો ઉમેરો થયો છે. માં નવલખી રોડની બિસ્માર હાલતને કારણે અહીંથી પસાર થતો એક ટ્રક અચાનક પલ્ટી મારી ગયો હતો. ત્યાં પાસે જ આજે બીજું એક ડમ્પર નમી ગયું હતું. આ ઉપરાંત સાઈડમાંથી નીકળવા જતા બે ટ્રક પણ અટવાઇ ગયા હતા. તેથી થોડીવાર માટે ટ્રાફિકજામ પણ થયો હતો.આથી અહીં અકસ્માતની ઘટના અટકવવા રોડનું યોગ્ય રીતે રીપેરીંગ કરવાની વાહન ચાલકોએ માંગ ઉઠાવી છે.
ડિજિટલાઇજેશન ફળ્યું:મોરબીમાં ઓનલાઇન વેરો ભરવાનું વધ્યું , મનપામાં 5492 લોકોએ પ્રોપર્ટી ટેક્સ ભર્યો
મોરબીમાં અત્યાર સુધી અનેક નોટિસ અને મિલકત જપ્તીની કાર્યવાહીની ચેતવણી છતાં કરવેરો ભરવામાં ભારે ઉદાસીન વલણ દાખવતા આસામીઓ હવે ખુદ કરવેરો ભરવા આગળ આવ્યા છે અને ખાસ તો હવે આજના ડિજિટલાજેશનના યુગમાં ઓનલાઈન કરવેરો ભરવા આસામીઓને રસ વધ્યો હોય એમ 5492 લોકોએ ઓનલાઈન પ્રોપર્ટી ટેક્સ ભર્યો છે અને હજુ ઓનલાઈન વેરો ભરવાની પ્રક્રિયા તેજ ગતિએ ચાલુ છે. મનપાના ટેક્સ વિભાગે મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન નામની એપ્લિકેશન ઓનલાઈન વેબસાઈટ જાહેર કરી વેરો ભરવાની લોકોને તાકીદ કરી છે. 11 ક્લસ્ટર ઓફિસે થઇ રહી છે વેરા વસૂલાતમોરબી મહાપાલિકા દ્વારા નાની વાવડી પંચાયત, અમરેલી પંચાયત, મહેન્દ્રનગર પંચાયત, ભડીયાદ પંચાયત, ત્રાજપર પંચાયત, ગ્રીનચોક લાઈબ્રેરી, વિશ્વકર્મા બાલ મંદિર, શનાળા, રવાપર, અને લીલાપર ગ્રામ પંચાયત એમ 11 ક્લસ્ટર ઓફિસ ખાતે પ્રોપર્ટી ટેક્સ અને વ્યવસાય વેરો ભરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. મુખ્ય ઓફિસ રૂમ નં-9 ખાતે સવારે 10:30 થી સાંજે 5 વાગ્યા સુધી POS મશીન દ્વારા કરવેરો ભરે છે.મનપાએ હાલ સમયની માંગ મુજબ ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપ્યું છે. લોકો ઓનલાઈન વેબસાઈટ પ્લે સ્ટોર પરથી મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન લખીને લોગોવાળી એપ્લિકેશન ડાઉનલોડ કરીને વેરો ભરી શકે છે. 50,000થી વધુ વેરો બાકી હોય તેમને નોટિસ આપવાનું શરૂમોરબી મહાનગરપાલિકાનું આગામી નાણાકીય વર્ગ માર્ચમાં પૂરું થવાનું હોય આ માર્ચ એન્ડિંગ પહેલા કરવેરાનો ટાર્ગેટ પૂરો કરવા મનપાના ટેક્સ વિભાગે કરવેરાના આકરાણી શરૂ કરી છે. જેમાં મનપાના ટેક્સ વિભાગે હાલ રૂ. 50,000થી વધુનો વેરો બાકી હોય તેવા મિલકત ધારકોને કરવેરો ભરવા માટે ધડાધડ નોટિસ ઇસ્યુ કરવાની કવાયત હાથ ધરી છે અને ટેક્સ વિભાગે આ નોટિસો ઇસ્યુ કરવાનું શરૂ કરી સમય મર્યાદામાં કરવેરો ન ભરનાર મિલકત ધારકોની મિલકત સીલ કરવાની ચેતવણી આપી છે.
સોનેરી સિદ્ધિ:LRD પાસ કરી મોરબીની 8 યુવતીએ કંડારી કેડી, સફળતા માટે કર્યો સંઘર્ષ
જાણીતી ફિલ્મ દંગલનો યુવતીઓમાં જોમ જુસ્સો વધારતો એક પ્રખ્યાત ડાયલોગ છે કે, હમારી છોરી છોરો સે કમ હૈ કા નો વાસ્તવિક અમલ કરતી પ્રેરણાદાયી બાબત મોરબીમાં સામે આવી છે. જો કે મોરબી ઔદ્યોગિક હબ તરીકે જ જાણીતું હતું. પણ હવે રમત ગમત તેમજ શિક્ષણ અને બાકી રહી ગયું હતું. પોલીસના પ્રથમ ચરણરૂપ એલઆરડી એટલે લોકરક્ષક દળની પરીક્ષામાં મોરબી આગળ વધ્યું છે. તાજેતરમાં પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવાયેલી લોકરક્ષક દળની પરીક્ષાનું પરિણામ જાહેર થતા તેમાં મોરબીના 15 યુવાન સિલેક્ટ થયા છે. તેમાં ગૌરવ લેવા જેવી બાબત એ છે કે, લોકરક્ષક દળની પરીક્ષા આસાન ન હોય છતાં યુવકો કરતા યુવતીઓએ હિંમત, આત્મવિશ્વાસ અને કઠોર મહેનતથી મેદાન મારી પોલીસમાં કેરિયર માત્ર યુવાનો જ નહીં યુવતીઓ પણ બનાવી શકે તે બાબતને ખરા અર્થમાં ચરિતાર્થ કરી બતાવી છે. જેમાં મોરબીના પાટીદાર કરીયર એકેડમીમાંથી વિનામૂલ્યે સઘન તાલીમ લઈને નૈમીષ વસિયાણી, સાહિલ કાસુન્દ્રા, વિશ્વરાજ દેત્રોજા, સાવન મેંદપરા, રાજન લો, હિરેન દાવા, શિવાંગી ભાલોડિયા, ભક્તિ સાધરકીયા, ઋત્વિ વસિયાણી, ભાગ્યશ્રી ડઢાણીયા, સંતોષ આદ્રોજા, નિશા સોરીયા, માનસી સુરાણી, નેન્સી કાસુન્દ્રા, ધ્રુવી દેત્રોજા એલઆરડીમાં પસંદગી પામ્યા છે. પાટીદાર કરીયર એકેડમીના ચેરમેન એ.કે.પટેલે જણાવ્યું હતું કે ત્રણ જેટલી યુવતીની આર્થિક સ્થિતિ સાધારણ હોવા છતાં આ બહાદુર દીકરીઓએ ઘરમાં મદદરૂપ થવાની સાથે કપરો સંઘર્ષ કરીને સફળતા મેળવી એ બાબત સમગ્ર નારી જગત માટે કાબેલીદાદ છે. ટ્યુશન કલાસીસ ચલાવીકઠોર મહેનત કરી મોરબીના ખેડૂત પરિવારની દીકરી માનસી બળવંતભાઈ સુરાણીનો નાનપણથી ભણી ગણીને આગળ વધવાનો ગોલ નક્કી હતો. માતા પિતા ખેતી કામ કરતા હોય એટલે પરિવારની આર્થિક સ્થિતિ સામાન્ય હોવા છતાં અન્ય દીકરીઓની જેમ ક્યારેય પણ ખોટી વસ્તુઓની જીદ કરી નથી અને ઉલ્ટાનું માતા પિતાને મદદરૂપ થવા અને અભ્યાસનો ખર્ચ કાઢવા તે ઘરે ટ્યુશન કલાસીસ ચલાવે છે. તેણે બીએસસી કરેલું છે અને લોકરક્ષક દળની પરીક્ષા માટે દરરોજ સવારે બે કલાક રનિંગની પ્રેક્ટિસ તેમજ બધા સ્ટુડન્ટ સાથે લેક્ચર્સ ટેસ્ટ અને સતત રિવિઝન કરીને સફળતા મેળવી છે. પરીક્ષાની તૈયારી સાથેખેતીનું કામ પણ કર્યું મોરબીના ખેવારિયા ગામે રહેતી ભક્તિ ભગવાનજીભાઈ સાધ્રકિયા કહે છે, બીકોમ કર્યા બાદ લોકરક્ષક દળની પરીક્ષા માટે દરરોજ ચાર વાગ્યે ઊઠીને ટિફિન બનાવીને રનીંગ સહિતની આકરી પ્રેક્ટિસ કરી હતી. આ એકેડેમીમાં સ્ટડી અને ફુલ ડે લાઈબ્રેરીનો યુઝ કરતી. તે ખેડૂત પરિવારમાંથી આવતી હોવાથી ખેતીનું કામ પણ જાતે જ કરતા હતા. ખેતીકામની સાથે એલઆરડીની પરીક્ષામાં કઠોર મહેનત કરીને ઉંચા ગુણે પાસ થઈ છું અને હજુ આટલેથી જ ન અટકતા જીપીએસસીમાં બે ટેસ્ટ કરીને હજુ આગળની તૈયારી કરીને કલાસ વન અધિકારી બનવાની તમન્ના છે. પિતાની તબિયત ખરાબ રહેતીહોવાથી કામ પણ કરવું પડતું મોરબીની નિશા મુકેશભાઈ સોરીયાએ પોતાની સફળતા વિશે કહ્યું હતું કે, મેં બીકોમ કરીને ગ્રેજ્યુએશન કર્યું છે. એલઆરડીની પરીક્ષા માટે હું દરરોજ સવારમાં ચાર મહિના ગ્રાઉન્ડ પર દોડની પ્રેક્ટિસ કરતી હતી. પહેલાથી મેં લેક્ચર્સ લીધેલા હતા. પાટીદાર એકેડમીમાંથી અને ફુલ ડે લાઇબ્રેરીમાં આઠથી દસ કલાક જેટલું રીડિંગ તેમજ ડેઈલી ટેસ્ટ પ્લસ મોક ટેસ્ટથી ઘણો ફાયદો થયો હતો. જો કે, મારા ઘરની આર્થિક પરિસ્થિતિ બહુ ખરાબ હતી અને મારા પપ્પાની તબિયત પણ ખરાબ રહેતી હોવાથી કામ પણ કરવું પડતું.
મોરબી નગરપાલિકામાંથી મહાપાલિકા બન્યા પછી હજુ પણ સિરામિક સિટી મોરબીને અનેક સમસ્યાઓ કનડી રહી છે અને તેમાં ટ્રાફિક અને ગંદકીનો પ્રશ્ન મુખ્ય છે. શહેરની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે રસ્તા તો કોઇ કાળે પહોળા થઇ શકે તેમ નથી, દબાણો વધ્યા છે ત્યારે શહેરની આ સમસ્યાનો ઉકેલ લાવવા મનપાના કમિશનર પાસે ક્યા ક્યા આયોજનો છે, શહેરને વધુ રળિયામણું બનાવવા તેમનું શું વિઝન છે તે સહિતની બાબતો અંગે દિવ્યભાસ્કરે તેમની સાથે વિગતે ચર્ચા કરી મનની વાત જાણી. સવાલ : આપનો પ્રાથમિક પરિચય , આઇએએસ તરીકે આપની સફર,!જવાબ. મારો જન્મ એમપીના ભોપાલમાં થયો હતો, મારા પિતા આઈ એ એસ ઓફિસર હતા. જેથી તેમને નાનપણ સિવિલ ઓફિસર તરીકે જોયા હતા તેમની કામગીરીથી હું પ્રભાવિત હતો અને મે પણ સિવિલ સર્વિસમાં જવાનું નક્કી કર્યું હતું. મારા એક ભાઈ છે જે આઈઆરએસ તરીકે ફરજ બજાવે છે, મારા પત્ની દિલ્હીમાં આઈપીએસ તરીકે ફરજ બજાવે છે. અભ્યાસ આઈ આઈ ટી દિલ્હીમાં અભ્યાસ પૂર્ણ કર્યો ત્યારે મારું લક્ષ્ય પહેલાંથી જ આઈએએસ બનવાનું હતું. પ્રોબેશન ઓફિસર તરીકે સુરેન્દ્રનગર જિલ્લામાં અલગ અલગ વિભાગમાં રહ્યા બાદ પાટણ જિલ્લામાં સબ ડીવીઝન મેજીસ્ટ્રેટ તરીકે પોસ્ટીંગ મળ્યું ત્યાંથી બનાસકાંઠા ડીડીઓ તરીકે પોસ્ટીંગ મળ્યું બાદમાં રાજકોટ ડે મ્યુનિસિપલ કમિશ્નર તરીકે ફરજ બજાવી છે સવાલ : 11 મહિનામાં મોરબીમાં તમે શું અનુભવ કર્યો ?જવાબ. મોરબી મનપાના પ્રથમ કમિશ્નર તરીકે જોઈન કર્યું ત્યારે પ્રથમ દિવસથી શહેરની સૌ પ્રથમ સમસ્યા ટ્રાફિક અને સફાઈનો અભાવ જોવા મળ્યો અને તેના શક્ય તેટલા ઝડપથી અને લાંબા ગાળાના ઉકેલ લાવવા પ્રયત્ન છે. લોકોમાં જાહેર મિલકત અને જગ્યા પર સફાઈ બાબતમાં જાગૃતિનો અભાવ છે. સવાલ : મોરબી શહેરની સૌથી મોટી સમસ્યા કઈ માનો છો?જવાબ. મોરબીમાં હાલ સૌથી મોટી બે સમસ્યા છે એક ટ્રાફિક અને બીજી સ્વચ્છતાનો અભાવ. જો કે આ બન્ને સમસ્યામાં તંત્રની સક્રિયતાની સાથે શહેરીજનોનો સહયોગ જરૂરી છે મહાનગરની ભૌગોલિક સ્થિતિ મુજબ વાહનોની સંખ્યા પ્રમાણ રસ્તા સાંકડા અને આવન જાવન માટે એક બ્રીજ કારણભૂત છે. જો કે મનપા બન્યાની સાથે શહેરમાં બે નવા બ્રીજ જેમાં એક આઇકોનિક બ્રીજ તરીકે બનાવવાનું આયોજન કર્યું છે. નવા રસ્તાઓ બ્રીજ વગેરે કામ થશે પણ આ લાંબા ગાળાનું આયોજન છે. સવાલ : કમિશનર તરીકે કામ કરવામાં સૌથી મોટો પડકાર કોને માનો છો ?જવાબ. પાલિકામાંથી મહાનગર પાલિકા બન્યા બાદ તુરત લોકોને તાત્કાલિક સુવિધા ઉપલબ્ધ ન થાય છતાં અમે પ્રયાસ કરી જ રહ્યા છીએ.લોકો જેમ પોતાના ઘરમાં સફાઈ રાખે છે કે ઘરમાં શિસ્તથી રીતે વર્તે છે તેટલું વર્તન શહેરમા રાખે તો શહેરની ઘણી સમસ્યા પર કાબુ મેળવી શકાય.જે તે સમસ્યા મુદ્દે રસ્તા રોકવા કે બિન જરૂરી ઘર્ષણ કરવું એક પડકાર છે. કેટલીક સમસ્યા એવી છે કે જેનું લાંબા ગાળે પરિણામ મળે, લોકો સંયમ જાળવે તે જરૂરી છે. સવાલ : મોરબીના મુખ્ય રસ્તા પહોળા કરવા આયોજન ખરું?જવાબ. મોરબીના મુખ્ય રોડ પહોળા કરવા જે વન વિક વન રોડ અભિયાન ચલાવી શક્ય તેટલા વિસ્તારમાં દબાણ દુર કરીએ છીએ ટ્રાફિક જામની સમસ્યા ઉકેલવા બે નવા બ્રીજ નિર્માણનું પણ આયોજન છે જેમાંથી એક આઇકોનિક બ્રીજ તરીકે ડેવલપ થશે આ બ્રીજ નિર્માણથી શહેરમાં મયુર બ્રીજ પર ભારણ ઘટશે. નવા ભળેલા ગામના રોડના કબજો ,મેળવી તેના ડેવલપમેન્ટ પ્રકિયા હાથ ધરી છે શહેરના ડીપીઆર માટે પણ સરકારની કંપની જીઆઈપીએલ ને કામગીરી સોપી છે જેનો પ્રાથમિક રીપોર્ટ પણ મળતા કામગીરી ઝડપી થશે. સવાલ : જન્મ મરણના પ્રમાણપત્ર જલદી મળતા નથી ,એ વિશે શું કહેશો?જવાબ. મોરબી મહાનગર પાલિકા દ્વારા જન્મ મરણ પ્રમાણ પત્ર મેળવવા આવતા અરજદારોને મુશ્કેલી ન પડે તે માટે ટોકન વ્યવસ્થા કરી છે. અરજદારોને બેસવાની પાણી સહિતની વ્યવસ્થા છે અમારી ટીમ સક્રિય છે. ઈ ઓળખ સોફ્ટવેર અપડેટ થઇ રહ્યો છે જેના કારણે જે ડેટા ભૂતકાળમાં ક્યારેય ઓનલાઈન ન થયો હોય તે ડેટા મેળવવામાં મુશ્કેલી થાય છે સવાલ : આઈ એ એસ અધિકારી તરીકે યાદગાર ક્ષણ કઈ ?જવાબ. આમ તો મોરબી શહેરમાં આવ્યા બાદથી ઘણા યાદગાર પ્રસંગ ઘણા છે. જો કે તાજેતરમાં બાળકો માટે ધમાલ ગલીનું આયોજન કર્યું તેમાં બાળકોને શેરી રમતો રમતા જોઈ અમને બાળપણ યાદ આવી ગયું. સવાલ : તમે પરિવારથી દૂર છો ત્યારે આવી સ્થિતિમાં તેમનો સહયોગ કેવો?જવાબ. આઈએએસ જેવી જાહેર સેવાની કામગીરી સતત કરવાની રહે છે અને પરિવારથી દુર રહેવું પડે છે આવી સ્થિતિમાં પરિવારનો સહયોગ જરૂરી છે. હાલ ટેકનોલોજીનો યુગ છે જેથી પરિવારથી દુર રહેવા છતાં એક બીજાની કાળજી લઇ શકીએ છીએ. સવાલ : જતા પહેલાં મોરબીમાં તમે કઈ કામગીરી કરવા માગો છો?જવાબ. શહેરના બ્યુટીફીકેશન પર ધ્યાન આપીએ છીએ. શહેરના હયાત ગાર્ડન હતા તેમના રી ડેવલપમેન્ટ કામ ચાલી રહ્યા છે.સરદાર બાગનું કામ પૂર્ણ થયુ છે જયારે સુરજ બાગ કામ ચાલુ છે તો મણી મંદિર સામેના જુના રાણી બાગ જે હાલ નામ શેષ થયો છે તેને ફરીવખત જાગૃત કરવામાં આવનાર છે.
ભાસ્કર બ્રેકિંગ:ડીડીઓને સપ્તાહમાં બે દિવસ ગામમાં ફરવા સરકારનું ફરમાન
રાજ્યમાં 18 હજારથી વધુ ગામ આવેલાં છે. આ ગામોના વહીવટ માટે ગ્રામપંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ત્રીસ્તરીય વ્યવસ્થા છે જેના વહીવટીવડા જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ) હોય છે. ડીડીઓ પંચાયતની જિલ્લા કચેરીએ હોય છે અને બેઠક માટે જિલ્લા કલેક્ટર કચેરીએ કે પછી ગાંધીનગર જતા હોય છે. જવલ્લે જ તાલુકા મથકે જાય છે અને ગામમાં નિયમિત તો જવાનું ઓછું બને છે. વહીવટીવડા ગામમાં જાય નહીં તો યોજનાઓ છેક સુધી પહોંચતી નથી તેમજ અન્ય સમસ્યાઓને લઈને ઘણી ફરિયાદો આવે છે. જેને લઈને આખરે સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે કે, દરેક જિલ્લા વિકાસ અધિકારી હવે સપ્તાહમાં બે વખત પોતાના કાર્યક્ષેત્રના ગામોમાં જશે. સરકારે આપેલા આદેશ મુજબ ડીડીઓ સપ્તાહમાં બે વખત પોતાના કાર્યક્ષેત્રના ગામમાં જશે. અહીં તેઓ સરકારી કચેરીઓ અને સંસ્થાઓ, પંચાયત ઓફિસ, દવાખાના, શાળા અને આંગણવાડી તેમજ જાહેર સ્થળોએ જશે. ગામમાં રોડ રસ્તા અને સ્વચ્છતાની સુવિધાથી માંડી સરકારી યોજનાઓ ખરેખર પહોંચે છે કે નહીં તે જોવાનું રહેશે. ગ્રામજનો સાથે સંવાદ કરી તેમની ફરિયાદ પણ સાંભળવાની રહેશે અને જરૂરી કાર્યવાહી કરવાની રહેશે. એટલું જ નહીં, આ કાર્યવાહીનો એક રિપોર્ટ તૈયાર કરીને વિકાસ કમિશનરને મોકલવાનો રહેશે. આ નિર્ણય શુક્રવારે સાંજે લેવાયો છે એટલે સોમવારથી ડીડીઓએ તેની અમલવારી કરી હવે પોતાનું કેલેન્ડર તૈયાર કરવાનું રહેશે. 1984-85માં અધિકારીઓ મહિને 2 ગામમાં જતા હતા 1984-85ના વર્ષ દરમિયાન એક પરિપત્ર થયો હતો અને તેમાં સનદી અધિકારીઓએ મહિનામાં બે વખત બે ગામમાં રાત્રી રોકાણ કરવું તેનો નિયમ બનાવ્યો હતો. આ દરમિયાન તેઓએ રાત્રી ગ્રામસભા રાખી લોકોને સાંભળવાના અને વિવિધ સરકારી ઈમારતો, કચેરીઓએ પણ જવાનું હોય છે. જો કે સમયાંતરે આ પરિપત્ર ભુલાઇ ગયો હતો જેથી ફરી સરકારે અધિકારીઓને ગામડે જવા નિયમ બનાવવો પડ્યો છે.
અકસ્માત:નંદાણા નજીક ટ્રેક્ટરની ટ્રોલી પલ્ટી ખાઈ જતા પ્રૌઢનું મૃત્યુ
કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામના પ્રૌઢ ટ્રેક્ટરની ટ્રોલીમા બેસી જતા હોય દરમિયાન એક કાર ચાલકે પાછળથી ટ્રોલી સાથે ટક્કર મારતા ટ્રોલી પલ્ટી ખાઇ ગઈ હતી જેમાં તેઓનું ગંભીર ઇજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. આ બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી કાર ચાલક સામે ગુન્હો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. કલ્યાણપુર પંથકના નંદાણા ગામે ખારા વિસ્તારમાં રહેતા શામજીભાઈ હીરાભાઈ નકુમ નામના પ્રૌઢ ટ્રેક્ટરની ટ્રોલી ઉપર બેસી જતા હોય દરમિયાન નજીક આવેલ રોડ પરથી પસાર થતી જી. જે. ૩૭ બી. ૪૪૪૩ નંબરની આઈ ૨૦ કારના ચાલકે ટ્રોલી પાછળ જોરદાર ટક્કર મારતા શામજીભાઈ નકુમ ટ્રોલી પલ્ટી ખાઈ જતા રોડની સાઇડ નીચે પટકાયા હતા આથી તેઓને માથાના અને શરીરના અન્ય ભાગે ગંભીર ઇજાઓ થવાથી મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવને પગલે મૃતકના પરિવારમાં ઘેરો શોક છવાયો છે. આ બનાવ અંગે કારચાલક સામે જયસુખભાઈ અરજણભાઈ સોનગરાએ કલ્યાણપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતા સ્થાનિક પોલીસ અધિકારી સહિતનો સ્ટાફ અકસ્માતના સ્થળપર દોડી ગયો હતો અને કાર ચાલક સામે ગુન્હો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યાં હતા. આ બનાવથી મૃતકના પરિવારમાં શોકનુ મોજુ ફરી વળ્યુ છે. ઉલ્લેખનીય છે કે, દ્વારકા જિલ્લામાં રોજિંદાની જેમ બેફામ દોડતા વાહનોથી જીવલેણ અકસ્માત સર્જાઈ રહયા છે.
જામ્યુકોની સ્થાયી સમિતિની બેઠક યોજાઇ હતી.જેમાં જુદા જુાદ 17.99 કરોડના વિકાસ કામોના ખર્ચને મંજુરી આપવાનો નિર્ણય લેવાયો હતો. સ્થાયી સમિતિની બેઠકમાં વોર્ડ નં. 16માં ખાનગી સોસાયટી, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતો અને રહેણાંક વિસ્તારમાં લોકભાગીદારીથી માણળાકિય સુવિધાઓની વિકાસ યોજના અર્તગત સી.સી. રોડ, સી.સી. બ્લોકના કામ અંગે રૂ. 250 લાખ, વોર્ડ નં. 14 વિકાસ યોજના અતંગર્ત સી.સી. રોડ / સી.સી. બ્લોક (પેવર બ્લોક)ના કામ અંગે રૂ.60 લાખ, વોર્ડ નં. 7 વિસ્તારોમાં પણ લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ / સી.સી. બ્લોક (પેવર બ્લોક)ના કામ અંગે રૂ. 250 લાખ મંજુર કરવાનો નિર્ણય લેવાયો હતો. જયારે વોર્ડ નં. ૯ વિસ્તારમાં સી.સી. રોડ / સી.સી. બ્લોક (પેવર બ્લોક)ના કામ અંગે રૂ. 250 લાખ , વોર્ડ નં. 14 દિ. પ્લોટ શેરી નં. 59-60માં સી.સી. રોડ બનાવવાના કામ માટે રૂ. ૩૬.૮૨ લાખ. વોર્ડ નં.16 મંગલધામ કનૈયા પાર્ક થી મંગલધામ ના છેડા સુધી સી.સી. રોડના કામ માટે રૂ. 14.16 લાખ , વર્ષ 2025-26 ની ગ્રાન્ટ અંતર્ગત વોર્ડ નં. 16 માં આશીર્વાદ દિપ સોસાયટી બ્રિજથી કુબેર પાર્ક-3થી અન્ડર ગ્રાઉન્ડ ડ્રેનેજ એસ.ટી.પી.થી જામનગર રાજકોટ રોડ અને હરીધામ સોસાયટીથી એસ.ટી.પી. સુધી સી.સી. રોડ બનાવવાના કામ અંગે રૂ. 724.70 લાખ સહિતના ખર્ચને બહાલી આપવામાં આવી હતી. જુદી-જુદી શાખાઓમાં ટેકનિકલ અને વહીવટી કામગીરી માટે જુદી જુદી જગ્યાઓ પર ફરજ બજાવતા કોન્ટ્રાકટ બેઈઝ કર્મચારીઓની નવી નિમણૂક અંગેની દરખાસ્ત અન્વયે 6 માસ માટે નવી નિમણુંક આપવાનું મંજુર કરાયું છે. જ્યારે જુદી જુદી જગ્યાઓ ઉપર વધારાની કામગીરી માટે સ્પે. એલાઉન્સની દરખાસ્ત મંજર કરાઇ હતી. ચોકકસ વોર્ડમાં કરોડોના કામો મંજુરજામનગરના ચોકકસ વોર્ડમાં છેલ્લા ચારેક માસથી કરોડોના નવા કામો મંજુર થઇ રહયા છે,તેવો ગણગણાટ કોર્પોરેટરોમાં શરૂ થયો છે.જેમાં એકને ગોળને બીજાને ખોળ જેવી નિતિ અપનાવાતી હોવાનો છુપો આક્રોશ પણ સંબંધિતો વ્યકત કરી રહયા હોવાનુ સામે આવ્યુ છે.
ભાસ્કર એક્સક્લુસિવ:નવા 9 કોર્પોરેશનના સર્વગ્રાહી રિપોર્ટમાં મહેસાણા 4થા ક્રમે
રાજ્યના શહેરી વિકાસ વિભાગે નવરચિત 9મહાનગરપાલિકામાં ચાલી રહેલી કામગીરી અંગે સપ્ટેમ્બર- ઓક્ટોબર મહિનાનો સર્વગ્રાહી રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં વિવિધ 25 પિલ્લરની કામગીરીની સમીક્ષા કરી રેન્કિંગ અપાયું છે. જેમાંમહેસાણા મનપા 43.32 ટકા સાથે ચોથા ક્રમે છે. શહેરમાં 30થી વધુ પ્રોજેક્ટો ચાલી રહ્યા છે, પરંતુ કામહજુ પૂરા થયા ન હોય તેમજ લોકોને આ વાસ અનેઆ જીવિકા પૂરી પાડવાના માપદંડમાં 50 ટકાથી પણઓછી કામગીરી હોઇ તેની સીધી અસર મૂલ્યાંકનમાંપડી છે. ઉલ્લેખનિય છે કે, 51.09 ટકા સાથેકરમસદ-આણંદ પ્રથમ ક્રમે, 50.85 ટકા સાથેનવસારી બીજા ક્રમે તેમજ 47.41 ટકા સાથે નડિયાદમનપા ત્રીજા ક્રમે રહી છે. નવરચિત મહાનગર પાલિકાની કામગીરીનુંમૂલ્યાંકન કરાય છે. જેમાં સારી સેવા પૂરી પાડવી (25 ટકા), વધુ સારી રીતે નાગરિકો સાથે જોડાણ (10ટકા), વધુ સારું શાસન (10 ટકા), સ્થાયી આયોજન અને વિકાસ (20 ટકા), એફોર્ડેબલ મકાન અને આજીવિકા (20 ટકા) તેમજ સારી કનેક્ટિવિટી (10ટકા) મળી કુલ 100 ટકાના આ 6 માપદંડમાં 25 પ્રવૃત્તિઅઓને આવરી લેવાય છે. જેમાં મહેસાણા મહાનગરપાલિકાનો સારી સેવા પ્રદાનમાં 25માંથીમાત્ર 8.61 ટકા મળ્યા છે. શહેરી પ્લાનિંગ અનેવિકાસ કામોમાં 20માંથી 10.05 ટકા મળ્યા છે. જોકે, અનેક પ્રોજેક્ટો હાલ પ્રગતિમાં છે, પૂરા થયેલા ન હોઇ રેન્કિંગમાં પાછળ રહી ગઇ છે. રેન્કિંગમાં પાછળ કેમ રહી ગયા? : હાલ શહેરમાં 30થી વધુપ્રોજેક્ટો ચાલી રહ્યાં છે, આ કામો પૂરાં થતાં પરિણામ દેખાશે શહેરમાં ધૂળનું પ્રદૂષણ ઓછું કરવા રોડસ્વીપર મશીન શરૂ કર્યા છે. જીઆઇડીસીડ્રેનેજનું પાણી બાયપાસ વરસાદીલાઈનમાં ન આવે અને શોષકૂવામાં જાયતેનો સંયુક્ત સર્વે જીપીસીબીને સાથે રાખીચાલી રહ્યો છે. શહેરને ડસ્ટ ફ્રી બનાવવામાટે વોલ ટુ વોલ રોડ બનાવાઇ રહ્યા છે. યુટીલિટીમાં વરસાદી લાઇન રાધનપુરકાશી વિશ્વનાથ મંદિર સાઇડ અનેવિસનગર લિંક રોડ નંખાઈ, હાલ મોઢેરારોડ ચાલુ છે. આવા પ્રોજેક્ટ પૂર્ણ થવામાંછ થી નવ મહિના લાગે. નવા રસ્તામાંપાર્કિંગ રહેશે. આઇકોનિક રોડમાં દર 5મીટરે વૃક્ષ હશે. દેદિયાસણમાં નવું અર્બનકવચ બનશે. નવા ગાર્ડન બની રહ્યા છે,ફતેપુરા તળાવ ડેવલપ થઈ રહ્યું છે.પાર્કિંગમાં હજુ પૂરતી સેન્સ ન હોઇ ટોઇંગવ્યવસ્થા કરાઇ છે. રાધનપુર રોડ પરટ્રાફિક સિગ્નલ ચેનલાઇઝનું કામ ચાલુહોઈ અઠવાડિયા પછી ચાલુ થઈ જશે.મહેસાણા ઉત્તર ગુજરાતનું સેન્ટર છેએટલે 5 જગ્યાએ સુવિધાયુક્ત લાઇબ્રેરીબનાવાશે. સ્માર્ટ આંગણવાડી અને નવાટોયલેટ બનવાના છે. આ કામો પૂરાં થતાંઆગામી રિપોર્ટમાં તેના પરિણામ ચોક્કસ દેખાશે.
કૃષિ:માર્કેટ યાર્ડમાં સૌથી ઓછો ભાવ સુકી ડુંગળીનો 215 બોલાયો હતો
જામનગર માર્કેટ યાર્ડમાં 878 ખેડૂતો આવતા કુલ 26042 આવક જણસ ની આવક થઈ હતી. જેમાં સૌથી ઊંચો ભાવ જીરું 4035નો બોલાયો હતો. સૌથી ઓછો ભાવ સુકી ડુંગળીનો 215 બોલાયો હતો. જ્યારે સૌથી વધુ આવક કપાસની 11 5 65 મણ થઈ હતી જ્યારે સૌથી ઓછી આવક વટાણા અને તુવેરની 3 મણ નોંધાઈ હતી. જામનગર માર્કેટ યાર્ડમાં શુક્રવારે 878 ખેડૂતો આવતા કુલ 10 251 ગુણી જણસની ઠલવાઈ હતી. જેમાં સૌથી વધુ આવક કપાસની 11 5 65 મણ થઈ હતી જ્યારે સૌથી ઓછી આવક વટાણા અને તુવેરની 3 મણ નોંધાઈ હતી. બાજરી 355 થી 400, ઘઉં 470 થી 565, અડદ 900 થી 1250, તુવેર 100 થી 350 વાલ 700થી 995, ચણા 900 થી 1085, ચણા સફેદ 950 થી 1495, મગફળી ઝીણી 1000 થી 1360, મગફળી જાડી 900 થી 1290, મગફળી 66 નંબર 1050, મગફળી 9 નંબર 1100 થી 1450, એરંડા 900 થી 1336, તલી 1000 થી 2370, રાયડો 950 થી 1303, રાય 1000 થી 16 21, લસણ 575 થી 1140, જીરુ 3500 થી 40 35 , અજમાની ભૂસી 50 થી 1860, ધાણા 1350 થી 1845 , મરચા 1000 થી 3740 બંગડી સુકી 40 થી 215, સોયાબીન 700 થી 895, વટાણા 1000 થી 1450 નો બોલાયો હતો.
વાતાવરણ:શહેરમાં ઠંડીનું જોર વધ્યું, પારો 16 ડિગ્રી
જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં 1 ડીગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન 16 ડીગ્રી નોંધાયું હતું. પવનની ગતિમાં થયેલા વધારા અને તાપમાનમાં ઘટાડો થતા જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. જમ્મુ-કાશ્મીર, હિમાચલપ્રદેશ તથા ઉત્તરાખંડમાં હિમવર્ષા થતા ત્યાંના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો માઈનસમાં અથવા સિંગલ ડિઝિટમાં ચાલ્યો ગયો છે. ઉત્તર ભારતના હિમ જેવા ઠંડા પવનના પગલે હરિયાણા, પંજાબ, દિલ્હી, રાજસ્થાન સહિતના રાજ્યોમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. ગુજરાતમાં પણ હવે ધીમે ધીમે તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. જામનગરમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન એક ડીગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન 16 ડીગ્રી અને આંશિક ઘટીને મહત્તમ તાપમાન 28.2 ડીગ્રી નોંધાયું હતું. ઉત્તર ભારતમાંથી આવતા ઠંડા પવનના પગલે જામનગર સહિત સમગ્ર હાલર પંથકમાં ઠંડીનો ચમકારો અનુભવાયો છે. સાંજથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી, અને રાતથી વહેલી સવાર સુધી વધારે ઠંડી અનુભવાઈ હતી.જ્યારે મહત્તમ તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાતા શુક્રવારે મહતમ તાપમાન 28.5 ડિગ્રી રહ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 69 ટકા રહ્યુ હતું. વહેલી સવારે પવનનું જોર રહેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. જેના પગલે શહેરના મુખ્ય માર્ગો પર વહેલી સવારે સ્વયંમ સચાર બંધી જોવા મળી હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાં વીજચોરીનું દૂષણ દિવસે દિવસે વધી રહ્યુ છે.જેના ડામવા માટે તંત્ર દ્વારા વીજચેકિંગ સાથે દરોડાઓપાડવામાં આવી રહ્યા છે. તેમ છતાજિલ્લામાં રહેણાંક વિસ્તારોસહિતના સ્થળોએ લોકો દ્વારાવીજચોરી કરવામાં આવી રહી છે.ત્યારે રાજકોટના ચીફ ઈજનેરએ.એસ.ચૌધરીની સૂચનાઅનુસાર અધિક્ષક ઇજનેર,સુરેન્દ્રનગર એન.એન.અમીનનીમાર્ગદર્શન હેઠળ જિલ્લામાં તા.5-12-2025ને શુક્રવારે ચેકિંગનીકાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પીજીવીસીએલની 41 વીજચેકિંગની ટીમો દ્વારા ધ્રાંગધ્રા,દસાડા તમજ પાટડી તાલુકાનાજુદા જુદા ગામોમાં વીજ ચેકિંગનીકામગીરી કરવામાં આવી હતી.આ માટે 14 એસઆરપીનાજવાનો તથા 20 પોલીસ સ્ટાફદ્વારા પ્રોટેકશન આપવામાં આવ્યુહતુ. તેમજ 6 વિડીયોગ્રાફરમૂકવામાં આવ્યા હતા. આ વીજચેકિંગની કામગીરી દરમિયાન ઘરવપરાશના 816, વાણિજ્યના 6એમ કુલ 822 વીજ જોડાણોનીચકાસણી કરવામાં આવી હતી.જેમાંથી ઘર વપરાશના 101 તથાવાણિજ્યના 2 એમ કુલ 103 વીજજોડાણોમાં વીજ ચોરી પકડવામાંઆવી હતી. આ પૈકીના વીજજોડાણો વગરના કુલ 61 વીજચોરીના કેસ પકડવામાં આવ્યાહતા. કુલ 103 વીજ જોડાણોમાંવીજચોરી ધ્યાને આવતા રૂ. 47.15લાખનો દંડ આપવામાં આવતાવીજચોરી કરતા તત્વોમાં દોડધામમચી હતી. ભાસ્કર ઈનસાઈડદરોડામાં 61 જેટલા લોકો મીટરવગરના અને સીધા લંગરીયા નાંખીનેવીજચોરી કરતા ઝડપાઇ ગયા હતા. કયા ગામોમાં દરોડાધ્રાંગધ્રા, દસાડા તથા પાટડીતાલુકાના ગામડાઓમાં શુક્રવારેપીજીવીસીએલ ટીમોએ કામગીરી કરીહતી. જેમાં વાવડી, માલવણ,બજાણા, ઝેઝરી, ખેરવા, જૈનાબાદ,ધ્રાંગધ્રા શહેર, દેવચરાડી, મીઠાઘોડા,ચીકાસર, એછવાડા, એરવાડા,વણોદ સહિતના ગામોમાં કામગીરીકરવામાં આવી હતી.
લીંબડી કેળવણી મંડળ સંચાલિત કોલેજમાં ઈનોવેશન ક્લબ અંતર્ગત રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ નિમિત્તે માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના ઈ.પ્રિન્સિપાલ પ્રો.કે.એમ.ઠક્કરે છાત્રોને પ્રસંગોચિત ઉદબોધન કરી પ્રોત્સાહિત કર્યા હતા. ધવલભાઈ આદેશરાએ વિદ્યાર્થીઓ અને કોલેજ પરિવારને પ્રદૂષણને અટકાવવા માટેની ઈનોવેટીવ રીતોના વિષય પર અત્યંત માહિતીસભર અને અસરકારક વક્તવ્ય આપ્યુ હતું. જેમાં તેમણે વાયુ, પાણી, જમીન, અવાજ અને ઈ-વેસ્ટ જેવા પ્રદૂષણના પ્રકારોની માનવજીવન ઉપર પડતી અસર વિશે જાણકારી આપી હતી. પ્રદૂષણના કારણે પૃથ્વી પર વસતા જીવના આરોગ્ય અને પ્રભાવ વિશે જણાવી હાલની પરિસ્થિતિમાં વધતા પ્રદૂષણના કારણો, વિદ્યાર્થીઓ નાના- નાના પગલાં ભરીને પ્રદૂષણ નિયંત્રણ કરવામાં ફેરફાર કરી શકે તે માટે પીપીટી પ્રેઝન્ટેશન દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે ઈનોવેટીવ પદ્ધતિઓ જેવી કે ગ્રીન ટેક્નોલોજી, સ્માર્ટ વેસ્ટ મેનેજમેન્ટ, રિન્યૂએબલ એનર્જી કરી પ્રદૂષણ નિયંત્રણ કરી શકાય છે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ઈનોવેશન ક્લબ કો-ઑર્ડીનેટર ડૉ.એલ.કે.રાણા દ્વારા કરાયું હતું. કાર્યક્રમને સફળ બનાવવા કોલેજ પરિવારે જહેમત ઉઠાવી હતી.
એવોર્ડ એનાયત કરાયો:ઘાસપુરના પ્રોફેસરને અતુલ્ય વારસો આઇડેન્ટી એવોર્ડ-2025 એનાયત
ખારાપાટ વિસ્તારના ઘાસપુર ગામના ડૉ. ગિરીશ શાહ કે જેઓ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, પંચમહાલ ખાતે ઈતિહાસ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. તેઓને ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંશોધન કેન્દ્ર, ગાંધીનગર દ્વારા અતુલ્ય વારસો આઇડેન્ટી એવોર્ડ-2025 કે જેમાં ઇતિહાસ અને સંશોધન ક્ષેત્રમાં તેઓની પસંદગી થયેલ છે. ગાંધીનગર ખાતે એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પૂર્વ મુખ્ય સચિવ પી.કે.લહેરી, ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ હર્ષદ પટેલ, ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર જયેન્દ્રસિંહ જાદવ તેમજ સાંઠના મેનેજિંગ ડિરેક્ટર કપિલ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્ય શિક્ષણ વિભાગે તાજેતરમાં બોર્ડની પરીક્ષાની તારીખો નક્કી કરી હતી.ત્યારે પરીક્ષાની તારીખ અને રજાની તારીખ મામલે આચાર્ય ઉચ્ચતર માધ્યમીક માધ્યમીક શૈક્ષિક મહાસંઘે શિક્ષણ મંત્રીને રજૂઆત કરી હતી. જેમાં આ અંગે સુરેન્દ્રનગ આચાર્ય સંઘના ભરતસિંહ ચાવડાએ જણાવ્યુ કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા મુખ્ય પરીક્ષા-2026નું સમયપત્રક પ્રસિદ્ધ કર્યુ હતુ. જેમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાઓની તારીખ 4/3/2026 નક્કી કરી હતી. પરંતુ ગુજરાત સરકારના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા જાહેર કરાયેલ જાહેર રજાઓ - 2026ની યાદી મુજબ તારીખ 4/3/2026 ધુળેટી સાર્વજનિક રજા તરીકે જાહેર કરી છે. આ પરિસ્થિતિમાં ધોરણ 10 અને 12ના હજારો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે પરીક્ષા અને રજાના દિવસે અસમંજસ સર્જાય છે, જે વિદ્યાર્થીઓની સુવિધા, માનસિક દબાણ, પરિવહન વ્યવસ્થા તેમજ પરીક્ષા વ્યવસ્થાપન માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે એમ છે. તથા ગ્રામ્ય વિસ્તારોમાં ધુળેટી ના દિવસે અવર જવર માં ખુબ મોટી તકલીફો ઉપસ્થિત થઈ શકે છે.આથી વિદ્યાર્થીઓના હિતને પ્રાથમિકતા આપીને મુખ્ય પરીક્ષા-2026ના સમયપત્રકમાં જરૂરી ફેરફાર કરવા જણાવ્યુ હતુ. આથી રાજ્ય સરકાર દ્વારા તારીખોમાં ફેરફાર કરાયો છે. આચાર્ય ઉચ્ચતર માધ્યમીક માધ્યમીક શૈક્ષિક મહાસંઘે શિક્ષણ મંત્રીને રજૂઆત કરી હતી સમયમાં કોઇ ફેરફાર નહીં ધો.10ની પરીક્ષા જે4-3-2026ના રોજ સામાજીક વિજ્ઞાન હતુ તે 18-3-2026 તારીખ કરાઇ જ્યારે ધો.12 સામાન્ય પ્રવાહનુ 4-3-2026ના રોજ નામાના મુળ તત્વો, ઇતિહાસ, તારીખ 17-3-2026 કરાઇ છે. જ્યારે સામાન્ય પ્રવાહની 4-3-2026ની જીવવિજ્ઞાન અને કૃષી રસાયણ શાસ્ત્ર, અર્થ શાસ્ત્ર વાણીજ્ય સંચાલન, સમાજ શાસ્ત્ર મનોવિજ્ઞાન અને અર્થશાસ્ત્ર, પદાર્થવિજ્ઞાન અને ગણિતશાસ્ત્ર તારીખ બદલીને 18-3-2026 કરાઇ છે. આ ઉપરાંત ધો.12 સાયન્સની 4-3-2026ની જીવવિજ્ઞાન તારીખ બદલી 16-3-2026 કરાઇ છે.સંસ્કૃત પ્રથમા અને સંસ્કૃત મધ્યમાની તા.4-3-2026 હતીતે હવે 16-3-2026 કરાઇ છે.જ્યારે પરીક્ષાની તારીખ બદલાઇ છે પરંતુ સમય પહેલા હતો તે જ રખાયો છે.
વાહનચાલકોને ભારે મુશ્કેલી:કોબા સર્કલ પાસે મોડી સાંજે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ
ગાંધીનગર-કોબા હાઇવે ઉપર કોબા સર્કલ પાસે સાંજના સમયે ભારે ટ્રાફિક જોવા મળ્યો હતો. લગ્નની સિઝન અને ઓફિસ છુટવાના કારણે રોડ ઉપર વાહનો કતારમાં જોવા મળતા હતા. જેમાં અડધો કલાક સુધી વાહન ચાલકોને લાઇનમાં ઉભા રહેવુ પડ્યુ હતુ. ગાંધીનગર શહેરમાં દાયકા પહેલા ટ્રાફિક શબ્દ સાંભળવા મળતો ન હતો. વાહનોની સંખ્યા બહુ ઓછી હતી. હવે ટ્રાફિક વાહન ચાલકો માટે માથાનો દુ:ખાવો બની ગયો છે. શહેરમાં અમદાવાદ તરફ જતા રસ્તાઓ ઉપર ઓફિસ છેટવાના સમયે ટ્રાફિકની સમસ્યા જોવા મળતી જ હોય છે. પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન કરવામા આવતુ હોવા છતા વાહનોની લાઇનો જોવા મળતી હોય છે. ત્યારે ગાંધીનગર-કોબા હાઇવે ઉપર કોબા સર્કલ પાસે સાંજના આશરે 7 વાગ્યાના અરસામાં વાહનોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી. લગ્નની સિઝન હોવાથી તેની ભારે અસર જોવા મળતી હતી.
તલવાર વડે કરાયો હુમલો:પ્રાંતિજમાં પૈસાની બોલાચાલી દરમિયાન શખ્સને તલવાર વીંજી
પ્રાંતિજની સરકારી વસાહતમાં બુધવારે રાત્રે ઘરમાં પૈસા ક્યાંક મૂકાઈ ગયા હોવાથી શોધખોળ દરમિયાન પત્નીને ઠપકો કરી રહેલ શખ્સને ઘરની સામેની લાઈનમાં રહેતા શખ્સે તુ કેમ બૂમો પાડે છે કહી અપશબ્દો બોલી તેના ઘેર જઈ તલવાર લઈ આવી વીંજવા માંડતા હાથે અને કપાળમાં તલવાર વાગી જતાં પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પ્રાંતિજની સરકારી વસાહતમાં રહેતા તાહીર હુસૈન સલીમમિયા કુરેશી તા.3-12-25ના રોજ ઘરમાં પૈસા ક્યાંક મૂકાઈ ગયેલ હોવાથી અને મળતા ન હોય સાંજે પોણા આઠેક વાગ્યાના સુમારે તેમની પત્નીને ઠપકો કરી રહ્યા હતા. તે દરમિયાન ઘરની સામેની લાઈનમાં રહેતો સલમાન કાલુમિયા શેખ ઘર આગળ આવી બહાર બોલાવી તુ કેમ બૂમો પાડે છે કહી બોલાચાલી કરી અપશબ્દો બોલવા માંડ્યો હતો તેને અપશબ્દો બોલવાની ના પાડતાં ઉશ્કેરાઈ જઈ તેના ઘરમાંથી તલવાર લઈ આવી હવામાં વીંજવાની ચાલુ કરી હતી આ દરમિયાન તાહિર હુસેનના હાથ અને કપાળમાં તલવાર વાગી જતાં ઇજાઓ થઈ હતી. પ્રાંતિજ પોલીસે સલમાન કાલુમિયા શેખ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
આયોજન:રાંધેજાની સ્ટોર્મ વોટર લાઇનને 25 કરોડના ખર્ચે 4 તળાવ સાથે જોડી તેમાં વરસાદી પાણી ભરાશે
ગાંધીનગર શહેરમાં વરસાદી પાણી ભરાઇ ન જાય તે માટે સ્ટોર્મ વોટર લાઇન નાંખવામાં આવેલી છે. આ લાઇન મારફતે વરસાદનું પાણી ડ્રેનેજલાઇનમાં અથવા તો સાબરમતી નદીમાં છોડવામાં આવે છે. પરંતુ હવે આ પાણી વ્યર્થ વહી જવાને બદલે શહેરના તળાવોમાં ઠાલવવાની યોજના મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવી છે. ચોમાસા દરમિયાન સ્ટોર્મ વોટરલાઇન મારફતે વરસાદી પાણીથી તળાવો ભરેલા રાખવામાં આવશે. પ્રથમ તબક્કે મહાનગરપાલિકા દ્વારા રાંધેજા ખાતે સ્ટોર્મ વોટરલાઇન નાંખવાની સાથે તેને ચાર જેટલા તળાવો સાથે જોડવાનું આયોજન કરવામાં આવ્યું છે. 25 કરોડના ખર્ચે આ કામગીરી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવનાર છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા રાંધેજા ટીપ-24માં સ્ટોર્મ વોટર લાઇનની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ કામની સાથે આસપાસના 4 તળાવોને ઉંડા કરીને તેને સ્ટોર્મ વોટરલાઇનની કનેક્ટિવિટીની કામગીરી પણ કરવામાં આવશે. જેથી આ તળાવો ઉંડા થવાની સાથે સ્ટોર્મ વોટર લાઇન મારફતે વરસાદનું પાણી આ ચાર તળાવોમાં ઠાલવવામાં આવશે. તળાવો એ ભૂગર્ભ જળના રીચાર્જનું શ્રેષ્ઠ માધ્યમ છે. શહેરમાં આવેલા કુદરતી તળાવોના ડેવલપમેન્ટ સાથે જમીનમાં પાણીના તળ ઉંચા આવે એ હેતુ પણ ધ્યાનમાં રાખવામાં આવ્યો છે. શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ વોટર લાઇન નાખવામાં આવી છે જેનું પાણી પાઇપલાઇન મારફતે નદીમાં છોડવામાં આવે છે. હજુ નવા અનેક વિસ્તારોમાં સ્ટોર્મ વોટર લાઇન નાંખવાનું આયોજન છે ત્યારે આ લાઇન મારફતે વરસાદનું પાણી આસપાસના તળાવમાં નાંખવાનું આયોજન થઇ રહ્યું છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ગૌરાંગ વ્યાસે કહ્યું કે રાંધેજા ટીપી-24માં 25.02 કરોડના ખર્ચે સ્ટોર્મ વોટરલાઇનનું નેટવર્ક તૈયાર કરવા સાથે આસપાસના વિસ્તારના ચાર તળાવ ઉંડા કરવાની કામગીરીને મંજૂરી આપવામાં આવી છે. આ સ્ટોર્મ વોટર લાઇનને આ તળાવો સાથે જોડવામાં આવશે. જેથી આ તળાવો ભરેલા રહે અને ભૂગર્ભ જળ રીચાર્જ થઇ શકે.મહાનગરપાલિકા દ્વારા રાંધેજા ટીપ-24માં સ્ટોર્મ વોટર લાઇનની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ કામની સાથે આસપાસના 4 તળાવોને ઉંડા કરીને તેને સ્ટોર્મ વોટરલાઇનની કનેક્ટિવિટીની કામગીરી પણ કરવામાં આવશે. જેથી આ તળાવો ઉંડા થવાની સાથે સ્ટોર્મ વોટર લાઇન મારફતે વરસાદનું પાણી આ ચાર તળાવોમાં ઠાલવવામાં આવશે. 28ના આયોજન પૈકી 9 તળાવ ડેવલપ કરી દેવાયાંગાંધીનગર શહેરમાં 84 જેટલા કુદરતી તળાવો આવેલા છે. મહાનગરપાલિકા દ્વારા કુલ 28 તળાવોના ડેવલપમેન્ટ માટેનો ખાસ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારની અમૃત યોજના હેઠળ અત્યારસુધીમાં વિવિધ વિસ્તારમાં 9 તળાવના ડેવલપમેન્ટની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે જ્યારે અન્યની કામગીરી તબક્કાવાર હાથ ધરવામાં આવી રહી છે.
હુમલાની ઘટના:પોશીનાના કોટડા ગઢીમાં જમીન બાબતે મતભેદ રાખી કુહાડી, લાકડીઓથી હુમલો
પોશીનાના કોટડા ગઢી ગામની હુરોત ફળોમાં કુટુંબી ભાઈઓએ ગત સોમવારે અને બુધવારે રાત્રે બે વખત સંયુક્ત ખાતાની જમીન બાબતે અમને પૂછ્યા વગર કેમ વેચી કહી કુહાડી લાકડીઓથી એક યુવક અને યુવતીને ઇજાઓ પહોંચાડ્યા બાદ ખેરોજ પોલીસ સ્ટેશનમાં છ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. કોટડા ગઢીની હુરોત ફળોમાં રહેતા કિરણકુમાર ભોળાભાઈ સોલંકીના કટુંબીઓ રાજુભાઇ ધર્માભાઇ ગમાર, હાફીસભાઇ ધર્માભાઈ ગમાર, રમેશભાઈ ધર્માભાઇ ગમાર, નજીરભાઈ ધર્માભાઇ ગમાર,વિક્રમભાઈ ધર્માભાઇ ગમાર અને પરશુભાઈ ધર્માભાઇ ગમાર લાકડીઓ અને કુહાડીઓ લઇ ઘેર આવ્યા હતા. તા.30-11-25ના રોજ ખેતર વેચ્યાની વાત કરતો હતો તે તમે બધા ભાઈઓએ ગામમાં આવેલ હરણ વાળું ખેતર અમને પૂછ્યા વગર વેચી માર્યું છે. આ ખેતરમાં અમારા પિતાનો પણ હક છે તેમ કહી અપશબ્દો બોલી હાફીસભાઈ ધર્માભાઇ ગમારે લોખંડની ફેટ કપાળમાં મારી દીધી હતી. ત્યારબાદ 3-12-25ના રોજ રાત્રે દસેક વાગ્યાના સુમારે તમામ છ જણા લાકડીઓ કુહાડીઓ લઈને આવી અપશબ્દો બોલી રહ્યા હતા તેથી કિરણકુમારની બહેન કરીનાબેને અપશબ્દો બોલવાની ના પાડતાં રમેશ ધર્માભાઈ ગમારે લાકડીઓ ફટકારી ઈજાઓ પહોંચાડી હતી. બીજી વખત હુમલો કર્યો હતો.
પ્રજાજન પરેશાન:માલપુરના ઓમનગર નજીક ગટરના ગંદા પાણીથી હાલાકી
અરવલ્લી જિલ્લાના માલપુરની ઓમનગર સોસાયટી નજીક પેટ્રોલપંપ પાસેથી પસાર થતાં માર્ગની આ બદતર સ્થિતિ છેલ્લા 6 માસથી છે. સ્થાનિક રહીશ દિનેશભાઈએ જણાવ્યું કે અનેકવાર રજૂઆતો કરી છે પરંતુ કોઈ દરકાર લેતું નથી. વર્તમાન સમયમાં નાની નાની પંચાયતો પણ ગટર લાઈનની સુવિધા અપનાવી ચૂકી છે. પરંતુ અહીં ખુલ્લી નીક બનાવી નિયમિત સફાઈ પણ કરાતી નથી. સ્થાનિકો પ્રતિદિન આ ગંદકીમાંથી પસાર થવા મજબૂર બની રહ્યા છે. ગંદુ પાણી ઉભરાવા સહિત રસ્તાની મરામત કરવા પણ દરકાર લેવાઈ નથી.
SIRની પ્રક્રિયા અંતિમ ચરણમાં:મતદાર યાદીમાં સુધારા, નામ ઉમેરવાના ફોર્મ 16 પછી લેવાશે
કેન્દ્રિય ચૂંટણી પંચની સૂચનાથી ગાંધીનગર જિલ્લામાં ચાલી રહેલી SIRની પ્રક્રિયા અંતિમ ચરણમાં પહોંચી છે. એમ્યુનરેશન ફોર્મ ભરવાની તારીખ લંબાવાતા હવે 11મી સુધી ફોર્મ ભરી બીએલઓ દ્વારા અપલોડ કરવાની પ્રક્રિયા ચાલશે. આ દરમિયાન મતદાર યાદીમાં ફેરફાર અંગેના કોઇપણ દાવા સ્વીકારવામાં આવશે નહીં. 16મીએ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થયા બાદ જ આ માટેના ફોર્મ સ્વીકારવામાં આવશે. 4 નવેમ્બરથી SIRની પ્રક્રિયા શરૂ થઇ તે સાથે જ મતદાર યાદીમાં નામ ઉમેરવા, કમી કરવા, સરનામા ફેરફાર સહિતના તમામ સુધારા વધારાની પ્રક્રિયા પણ બ્લોક કરી દેવામાં આવી હતી. આ માટેના નિયત કરેલા ફોર્મ સ્વીકારવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. SIRની પ્રક્રિયા દરમિયાન અનેક મતદારોના નામ યાદીમાં નહીં હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. નિયમિત મતદાન કરનારા અનેક મતદારોના નામ એકાએક યાદીમાં જોવા મળતા નથી. તેમના એમ્યુનરેશન ફોર્મ પણ જનરેટ થતા નથી. આવા મતદારો હાલ લાચાર સ્થિતિમાં છે. તેઓ ફોર્મ નં. 6 ભરીને નામ દાખલ કરી શકે તેમ નથી. 16મીએ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થયા પછી ચૂંટણી તંત્ર દ્વારા આ માટેની પ્રક્રિયા ખુલ્લી મૂકવામાં આવશે. જોકે, તેમણે પુરાવા પણ આપવા પડશે.
ચૂંટણીનો માહોલ:ગાંધીનગર બાર એસો.માં પ્રમુખ બનવા 5, ડિસ્ટ્રિક બારમાં 4 વકીલોએ ઉમેદવારી કરી
ગાંધીનગર જિલ્લા કોર્ટમાં ચૂંટણીનો માહોલ હવે જામી ગયો છે. ઉમેદવારો દ્વારા અંતિમ દિવસે ઉમેદવારી કરવામાં આવી હતી. જેમાં બાર એસોસિએશનમાં પ્રમુખ બનવા 5, જ્યારે ડીસ્ટ્રીક બારમાં પ્રમુખ બનવા માટે 4 વકીલોએ ઉમેદવારી નોંધાવી છે. બંને એસોસિએશનમાં હોદ્દેદાર બનવા માટે કુલ 65 વકીલોએ ચૂંટણીના જંગમાં ઝંપલાવ્યુ છે. જોકે, હજુ આગામી 9 ડીસેમ્બર ફોર્મ પરત ખેંચવાનો દિવસ હોવાથી ત્યારબાદ ચિત્ર સ્પષ્ટ થશે. રાજ્યની તમામ કોર્ટમાં બાર એસોસિએશનના હોદ્દેદારોની મુદત આગામી 31 ડીસેમ્બરના રોજ પુરી થાય છે. ત્યારે તે પહેલા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. ગાંધીનગર જિલ્લામાં ગાંધીનગર બાર એસોસિએશન અને ડીસ્ટરીક્ટ બાર એસોસિએશન કાર્યરત હોવાથી બંને બારની એક સાથે એક જ સમયે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં આજે 5 ડીસેમ્બરે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો. બંને બારમાં અંતિમ દિવસ સુધી અલગ અલગ હોદ્દા માટે કુલ 65 વકીલોએ ચૂંટણીના મેદાનમાં ઝંપલાવી દીધુ છે. ગાંધીનગર બાર એસોસિએશનમાં પ્રમુખમાં 6 ફોર્મ ભરાયા છે, જેમાં બે વર્તમાન અને પૂર્વ પ્રમુખનો સમાવેશ થાય છે. જ્યારે ઉપપ્રમુખમાં 5, સેક્રેટરીમાં 3, જોઇન્ટ સેક્રેટરીમાં 2, મહિલા પ્રતિનિધિમાં 3, ખજાનચીમાં 2, લાયબ્રેરી સેક્રેટરીમાં 2, જ્યારે કારોબારી સભ્યમાં 16 અને મહિલા કારોબારી સભ્યમાં 4 ફોર્મ સહિત કુલ 43 ફોર્મ ભરાયા છે, તેમ ચૂંટણી કમિશ્નર હસમુખ ચૌધરીએ જણાવ્યુ હતુ. તમામ ઉમેદવારો દ્વારા 9મી પછી પ્રચાર પ્રસાર કરવામાં આવશે. બાર એસોસિએશનની ચૂંટણીમાં જો પ્રમુખ પદના ઉમેદવાર ટસનામસ ના થયા તો ચોક્કસ કાંટે કી ટક્કર જોવા મળશે. જ્યારે ગાંધીનગર ડીસ્ટ્રીક્ટ બાર એસોસિએશનમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર ધવલ મહેતાએ માહિતી આપતા જણાવ્યુ હતુ કે, પ્રમુખ પદ માટે 4, ઉપપ્રમુખમાં 3, સેક્રેટરીમાં 2, જોઇન્ટ સેક્રેટરીમાં 2, ખજાનચીમાં 2, મહિલા પ્રતિનિધિમાં 2, લાઇબ્રેરી સેક્રેટરીમાં 2, કારોબારી સભ્યોમાં 4 અને મહિલા કારોબારી સભ્યમાં 1 ફોર્મ ભરાયુ છે. 11 કારોબારી સભ્યો હોવા જોઇએ, તેમાં મહિલા સાથે 5 ફોર્મ ભરાતા તમામ બિનહરીફ થઇ શકે છે. ડીસ્ટ્રીક્ટ બારમાં કુલ 22 વકીલોએ અલગ અલગ પદ માટે ઉમેદવારી નોંધાવી છે. ફોર્મ પરત ખેંચાવવા એડીચોટીનું જોરબાર એસોસિએશનમાં દિગ્ગજ વકીલોએ ચૂંટણી મેદાનમાં ઝંપલાવતા પ્રમુખ માટે 6 ઉમેદવારે ફાર્મ ભર્યા છે. જ્યારે ડીસ્ટ્રીક બાર એસોસિએશનમાં પ્રમુખ પદ માટે 4 ફોર્મ ભરાયા છે. બંને એસોસિએશનમાં પ્રમુખ બનવા માટે રસાકસી જોવા મળી રહી છે. ત્યારે હવે ફોર્મ પરત ખેંચાવવા માટે એડીચોટીનુ જોર જોવા મળશે. ડીસ્ટ્રીક્ટ કોર્ટમાં ચૂંટણી જાહેર થયા બાદ ભારે ઉત્તેજના જોવા મળી રહી છે ઉમેદવારો દ્વારા ઉમેદવારી કરતા પહેલા અને ફોર્મ ભર્યા પછી મત આપવા માટે રીઝવવાનુ શરૂ કરી દેવાયું છે.
બેદરકારીને કારણે અકસ્માતનો ભય:નવા બનેલા રોડ પર કાંકરી ઉખડી, વાહનો સ્લીપ થવાના કિસ્સા વધ્યા
અડાલજથી ઝુંડાલ સુધીના માર્ગને પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે. કામ દરમિયાન દાખવવામાં આવી રહેલી બેદરકારીને પરિણામે રોડ પર નવીનિકરણ દરમિયાન ઉખડી ગયેલી કાંકરીથી ટુવ્હીલર ચાલકો સ્લીપ થવાના બનાવ બની રહ્યા છે. તંત્ર દ્વારા કામગીરીનું મોનિટરીંગ નહીં થતાં નવા રસ્તા પર પણ આ પ્રકારની સ્થિતિ સર્જાઇ છે. બાલાપીર ચોકડી પાસે ટ્રાફિકની સમસ્યા ઉકેલવા માટે માર્ગ અને મકાન વિભાગે ઓવરબ્રિજ બનાવવાનો નિર્ણય લીધો છે. ઓવરબ્રિજ સહિતના કામ માટે રૂ.112 કરોડનો ખર્ચ થશે. હાલ હાઇવે પહોળો કરવાનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. તેને ઝડપથી પૂર્ણ કરવા સૂચના અપાઈ છે. કામ માટે ધાર્મિક સહિતના સેંકડો દબાણો તોડી પાડવામાં આવ્યા છે. પરંતુ કામગીરી ઘણી ધીમી ચાલી રહી છે. બ્રિજની બન્ને બાજુ સર્વિસ રોડ બનાવવાનું આયોજન થયું છે. દબાણો હટાવ્યા બાદ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે પરંતુ નવા બનેલા રોડ પર કાંકરી મોટા પ્રમાણમાં ઉખડી ગઇ છે. જે હટાવવામાં નહીં આવતાં અકસ્માતના બનાવ બની રહ્યા છે.
તસ્કરોનો આતંક:ચિલોડા પાસે ચોરીના બાઇક પર આવી 2 ચોર બુલેટ ચોરી ગયા
શહેરમાં વાહન ચોરીના બનાવો વધી રહ્યા છે. વાહન ચોર ચોર ચોરીના વાહન લઇને બીજા વાહન ચોરી કરવા આવી રહ્યા છે. જેથી ચોરને પકડવા મુશ્કેલ બની રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે ચિલોડા પાસે ઘર આગળ પાર્ક કરવામાં આવેલા બુલેટની ચોરી કરી બે ચોર પલાયન થઇ ગયા હતા. બંને ચોર સીસીટીવીમાં કેદ થયા હતા. બુલેટ ચોરી કરવા આવેલા ચોર નરોડાથી બાઇક ચોરી કરી આવ્યા હતા. આ બનાવની ચિલોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ચિલોડા-હિંમતનગર હાઇવે ઉપર આવેલા શિહોલી ગામની સીમમાં રહેતા દેવાંગભાઇ રાધેશ્યામભાઇ શર્મા ગ્રાફિક્સ ડીઝાઇનરનો ધંધો કરે છે. ત્યારે તેમણે ફરિયાદ નોંધાવી હતી કે, તેમના ઉપયોગ માટે એક બુલેટ વસાવ્યુ હતુ. જ્યારે ગત 24 નવેમ્બર દરમિયાન દિવસ દરમિયાન બાઇકનો ઉપયોગ કર્યો હતો અને રાતે ઘર આગળ લાવીને પાર્ક કર્યુ હતુ. જ્યારે બીજા દિવસે બુલેટ લેવા જતા ગાયબ જોવા મળ્યુ હતુ. ઘરના સભ્યો અને આસપાસમાં તપાસ કરતા કોઇ ખબર મળ્યા ન હતા. જેથી ચિલોડા પોલીસ મથકમાં એક લાખની કિંમતના બુલેટની ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ઘરે લગાવેલા સીસીટીવી ચેક કરવામાં આવતા તેમાં બે ચોર બુલેટનુ લોક તોડી લઇ જતા જોવા મળ્યા હતા. આ ચોર ચોરી કરવા જે બાઇક ઉપર આવ્યા હતા, તે બાઇક પણ નરોડાથી ચોરી કરવામાં આવ્યુ હતુ અને બાઇક ચોરી કરી હિંમતનગર તરફ જતા જોવા મળ્યા હતા.
અકસ્માત:માણસા સિવિલમાં તબીબની કારની અડફેટે વૃદ્ધાનું મોત
માણસા સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં મોતિયાના ઓપરેશન માટે આવેલા વૃદ્ધા સિવિલ કેમ્પસમાં બેઠા હતા. તે સમયે તબીબે તેની કાર રીવર્સમાં લેતા વૃદ્ધાને ટક્કર મારી હતી. જેમાં તેમને શરીરે ગંભીર ઇજાઓ થતા સારવાર દરમિયાન મોત થયુ હતુ. જેથી તબીબ સામે માણસા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. સારવાર કરનાર તબીબે અકસ્માત કરી વૃદ્ધાનો ભોગ લીધો છે. બારેજામાં રહેતા વિક્રમભાઈ ગણપતભાઈ ઓડના દાદી દિવુબેન મોતિયાના ઓપરેશન માટે તેમના ફોઈના દીકરાની પત્ની ગંગાબેન સાથે ગત રોજ માણસા સિવિલ હોસ્પિટલમાં ગયા હતા. તે સમયે દિવુબેન હોસ્પિટલના કમ્પાઉન્ડમાં બેઠા હતા, ત્યારે જ એક કારના ચાલકે તેની ગાડી રિવર્સમાં ચલાવી હતી. જેમાં સિવિલ કેમ્પસમાં બેઠેલા દિવુબેનને જોરદાર ટક્કર મારતાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સિવિલ કેમ્પસમાં બનેલા અકસ્માતથી તાત્કાલિક દિવુબેનને માણસા સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં સારવાર આપવામાં આવી હતી, પરંતુ તેમની હાલત ગંભીર જોવા મળતા તેમને વધુ સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. વૃદ્ધા દિવુબેનનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ મામલે માણસા પોલીસે ગુનો દાખલ કરી તપાસ કરતા કાર ચાલક ઓર્થોપેડીક ડો. ધ્રુવ પટેલ હોવાનું સામે આવતા માણસા પોલીસમાં તબીબ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.
ઇન્ડિગો એરલાઇન્સની મોટા ભાગની ફ્લાઇટો રદ રહેવાને કારણે એરપોર્ટ પર 25 હજારથી વધુ પેસેન્જરે આખી રાતથી સવાર સુધી ટર્મિનલમાં રઝળવું પડ્યું હતું. એરલાઇન સ્ટાફ પાસે ફ્લાઇટની કોઈ માહિતી ન હોવાથી પેસેન્જરો રોષે ભરાયા હતા. એરપોર્ટ પર પરિસ્થિતિ બેકાબૂ બનતા ઇન્ડિગોએ શુક્રવારે બપોરે અઢી વાગે તમામ 25 કાઉન્ટર બંધ કરી પેસેન્જરોને ટર્મિનલની બહાર કાઢી મૂક્યા હતા. ડોમેસ્ટિક-ઇન્ટરનેશનલની 170માંથી 28 ફલાઇટ જ ઓપરેટ થઈ હતી અને 142 ફલાઇટો રદ કરાતા પેસેન્જરો ઘરે પરત ફર્યા હતા. કેબમાલિકોએ ડબલ ભાડાં લીધાં, ઘણા લગ્ન ચૂક્યા, ઘણાની ટ્રિપ રદ ફ્લાઇટ રદ થતાં માલદીવનો આખો પ્લાન રદ કરવો પડ્યોઅમેરિકન સિટીઝન છીએ. હાલ અમદાવાદ લગ્નમાં આવ્યા છીએ. આજે માલદીવની સવારે ત્રણ વાગ્યે મુંબઈથી ફલાઇટ હતી. દોઢ લાખનું પેકેજ અને એક લાખની ટિકિટ હતી. હવે હોટેલ સંચાલકો વાઉચર આપવાનું કહે છે, અમારો આખો પ્લાન રદ થઈ ગયો. > સમકિત મહેતા ગોવાની ટ્રિપ જ કેન્સલ કરવી પડી, અઢી લાખનું નુકસાનમારી ગોવાની ફ્લાઇટ હતી. છ કલાક બાદ પણ ફ્લાઇટ વિશે કોઈ અપડેટ ન મળી. સ્ટાફ મદદ કરવા તૈયાર નહોતો. આખરે અમારું 10 લોકોનું ગ્રૂપ ઘરે પરત ફર્યું. તાજમાં બુકિંગના એડવાન્સ પૈસા ચૂકવાઈ ગયા હોવાથી રિફંડ કરતા નથી. અઢી લાખનું નુકસાન થયું. > શાર્વિલ ગજ્જર
કલેક્ટરનો નો-પાર્કિંગનો આદેશ માત્ર કાગળ પર:પાટણ શહેરમાં બસ સ્ટેશન રૂટ પર ખાનગી વાહનો બેફામ પાર્ક
પાટણમાં લાંબા સમય બાદ જૂના બસ સ્ટેશનનું નવીનીકરણ પૂર્ણ થતાં તે ફરી કાર્યરત થવા જઈ રહ્યું છે.જોકે, આ વિસ્તાર હોસ્પિટલો અને મુખ્ય બજાર વચ્ચે આવેલો હોવાથી ટ્રાફિકજામની સમસ્યા ઊભી થઈ છે. આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે જિલ્લા મેજિસ્ટ્રેટ તુષાર ભટ્ટ દ્વારા 24મી નવેમ્બરે શહેરના મુખ્ય માર્ગો (જયવિરનગર, બગવાડા, આનંદ સરોવર સુધી)ને નો-પાર્કિંગ ઝોન અને આદર્શ સ્કૂલ બ્રિજ પાસે વન-વે જાહેર કરતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું. પરંતુ સ્થળ તપાસ કરતાં હકીકત તદ્દન અલગ છે. જાહેરનામાને એક સપ્તાહ વીતી જવા છતાં રેલવે સ્ટેશનથી બગવાડા અને બગવાડાથી આદર્શ સ્કૂલ તરફ જવાના માર્ગો પર ખાનગી વાહનો બેફામ રીતે પાર્ક થયેલા જોવા મળ્યા હતા.વહીવટી તંત્રની ઢીલી નીતિને કારણે કલેક્ટરનું આ મહત્વનું પગલું માત્ર કાગળનો ટુકડો બની રહ્યું હોય તેવું ફલિત થઈ રહ્યું હોવાની સ્થાનિક વેપારીઓ દ્વારા રાવ કરી હતી. અમલીકરણ માટે આયોજન કર્યુ,હવે કામગીરી શરૂ કરાશે શહેર ટ્રાફિક PSI અરવિંદભાઈ ચૌધરી જણાવ્યું હતું કે શહેરમાં જાહેરનામાંની અમલવારી માટે આદર્શ રોડ ઉપર ત્રણ પોલીસ પોઇન્ટ મૂક્યા છે.રેલવે સ્ટેશનથી બગવાડા દરવાજા સુધી ટ્રાફિકની ડ્રાઇવ કરાશે અને જાહેર રોડ ઉપરના ખાનગી વાહનોચાલકો સામે ગુના નોંધવામાં આવશે.બસ સ્ટેશન શરૂ થાય એટલે ટ્રાફિક હટાવાશે.
આજે અને આવતી કાલે ગૂજરાત વિદ્યાપીઠનો સ્નાતક સંઘ શતાબ્દી સમારોહ યોજાઈ રહ્યો છે. શતાબ્દી સમારોહ માટે 10 હજારથી વધુ પૂર્વ વિદ્યાર્થીઓને નિમંત્રણ અપાયું છે પણ એ માટે આટલા બધા પૂર્વ વિદ્યાર્થીઓને શોધ્યા કઈ રીતે એ ઘટના રસપ્રદ છે. કુલપતિ હર્ષદ પટેલ કહે છે, ઉજવણી માટે 7 ફૅકલ્ટીના 18 વિભાગ દ્વારા પૂર્વ વિદ્યાર્થીઓની નામાવલિ બનાવવાનું, અત્યારનાં સરનામાં શોધવાનું કામ શરૂ કરાયું હતું. આ માટે ગાંધીયુગીન પદયાત્રા, પત્રવ્યવહાર, પુસ્તકાલયની સાથેસાથે સાંપ્રત સોશિયલ મીડિયા, વોટ્સઅપ, મિસ્ડ કૉલ થકી પૂર્વ વિદ્યાર્થીઓનાં ઠામ-ઠેકાણાં શોધ્યાં. વિદ્યાપીઠે 11થી 15 નવેમ્બર સુધી આખા રાજ્યમાં સ્વદેશી પદયાત્રા યોજી હતી. એ યાત્રા ફરીને જ્યાં જેટલા પૂર્વ વિદ્યાર્થી મળે એટલાને શોધીને નિમંત્રણ અપાયાં હતાં. જેમનાં સરનામાં હતાં એમની સાથે પત્રાચાર કરીને બોલાવાયા હતા. એટલું જ નહીં, પુસ્તકાલયના રેકોર્ડમાં જે-તે સમયે પુસ્તક અપાયું હોય તેની નોંધમાંથી નામ શોધીને સંપર્ક કરાયો હતો. એ સિવાય સોશિયલ મીડિયામાં સ્નાતક સંઘ શતાબ્દીની પોસ્ટ મૂકીને પૂર્વ વિદ્યાર્થીઓને જાણ કરાઈ હતી. આ રીતે પણ પૂર્વ વિદ્યાર્થીઓ મળ્યાકુલપતિને લગ્નપ્રસંગમાં એક મહિલાનો પરિચય થયો. પોતે વિદ્યાપીઠમાં ભણ્યાં હોવાનું એ મહિલાએ કહ્યું એટલે કુલપતિએ ત્યાં નિમંત્રણ આપ્યું. ગ્રાફિક ડિઝાઇનર યોગેશ પ્રજાપતિ પદયાત્રા કરતાં લુણાવાડાના સેણાદરિયા ગોરાડા ગામે પહોંચ્યા. ત્યાં પ્રભાતફેરી ટાણે વડીલ હીરાભાઈ પટેલ સાથે મુલાકાત થઈ ત્યારે તેમણે પણ વિદ્યાપીઠમાં હિન્દીમાં સ્નાતક થયાનું કહ્યું હતું.
સેમિનાર યોજાયો:જંગરાલ હાઈસ્કૂલમાં આત્મહત્યા નિવારણ વિષયક જાગૃતિ સેમિનાર
સરસ્વતીના જંગરાલ મહારાણા પી. જે. હાઇસ્કૂલ ખાતે મેન્ટલ હેલ્થ અવરનેસ અને આત્મહત્યા નિવારણ વિષયક જાગૃતિ સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી કેતનભાઈ પ્રજાપતિએ વિદ્યાર્થીઓને માનસિક સ્વાસ્થ્યનું મહત્વ, તણાવનું યોગ્ય સંચાલન, ભાવનાત્મક સંતુલન, તેમજ આત્મહત્યા નિવારણ અંગે ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમ દ્વારા અત્યંત અસરકારક અને સરળ ભાષામાં સમજણ સાથે વિદ્યાર્થીઓને મનસ્વસ્થ રહેવા અપનાવી શકાય એવા ઉપાયો તથા મદદ મેળવવા માટે ઉપલબ્ધ સહાય વ્યવસ્થાની સ્પષ્ટ જાણકારી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ભારતીબેન ચૌધરી,નિલેશાબેન ચૌહાણ, સચિનભાઈ ચૌહાણ સહિત શાળાના આચાર્ય અને સ્ટાફ ગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પાટણના અનાવાડા હરિઓમ ગૌશાળામાં ચાલી રહેલી ભાગવત કથામાં કથાકાર રમેશભાઈ ઓઝા કથા રસપાન કરાવતા જણાવ્યું હતું કે ભાગવતના પાંચમા સ્કંધમાં વર્ણન છે 48 પ્રકારના નર્ક હોય છે પ્રારબ્ધ અનુસાર જાતિ આયુષ્ય અને ભોગ નક્કી થાય છે કર્મના પણ પ્રકાર હોય છે ભાથામાં પડેલું અને ધનુષ્ય ઉપર ચડેલું બાણ એટલે સંચિત કર્મ અને પ્રારબ્ધ એટલે છૂટી ગયેલું બાણ. દેવોને પણ દુઃખ પડે છે તો માનવ શું કામ રડે છે ભાગ્યમાં લખેલું સૌને ભોગવવું પડે છે રામ સીતા વનવાસ પામ્યા કૃષ્ણ જેલમાં જન્મ્યા અને તરત જ ભાગવું પડ્યું હતું. ચૂંટણી અંગે તેમણે જણાવ્યું છે કે જેઓ મતદાન નથી કરતા તેમને બગડેલી રાજનીતિની ટીકા કરવાનો અધિકાર નથી. પ્રજા તંત્ર શ્રેષ્ઠ છે. પરંતુ પ્રજા જાગૃત હોવી જોઈએ. પત્રકાર, કથાકાર અને કલાકાર નિષ્ઠાપૂર્વક કાર્ય કરે તો સરકાર પણ બરાબર કામ કરે છે.સવારના પહેલા વિચારને પત્રકાર પ્રભાવિત કરે છે કલાકાર રાત્રે અને કથાકાર વચ્ચેના સમયમાં માર્ગદર્શન કરે છે. ભીડ અને સમાજ વચ્ચે અંતર છે ભીડમાં માથા હોય છે જ્યારે સમજદાર લોકોનો સમૂહ એટલે સમાજ મૌનએ વાણીનો અને સંયમ એ ઇન્દ્રિયોનો દંડ છે ગુનાખોરી અટકાવવી હોય તો નિશાળના દંડ બંધ ન કરવા જોઈએ. ગૃહસ્થો માટે ક્રોધ લોભ કામ જરૂરી છે પણ ધર્મથી તે પરિચિત હોવા જોઈએ છે. મનને શુદ્ધ કરવા માટે વૈદિક કર્મ કરવું જરૂરી છે દંભથી બચવા સદગુરુ અને સંતોના સંગમાં રહેવું જોઈએ જેણે તમને મોટા કર્યા છે એની સામે મોટાઇ ન કરો સદાય નાના બનીને રહો. ભાગવતમાં કહ્યું છે કે સવારે કલાક સત્કર્મ અને સાંજે સત્સંગ કરો. ભાગવત કથા નિત્ય અને રોજ કરવી જોઈએ. સત્સંગમાં જે વિવેક જ્ઞાન પ્રાપ્ત કર્યો હોય તેને આચરણમાં લાવવાનો પ્રયાસ કરવો જોઈએ. આજકાલ ટેરીફની વાતો ચાલે છે એ સત્યાનાશ કરવાનો વિચાર છે પહેલા ઘરના બિયારણથી ખેતી કરવામાં આવતી હતી હવે તે બીજ ઊગી ન શકે તેવી સ્થિતિ ઊભી થઈ છે બિયારણ બહારથી લાવવું જ પડે છે.
વાહનચાલકોના જીવ જોખમમાં:35 પેસેન્જર ભરેલી બસ પર ફરી પથ્થરમારો ડ્રાઈવરની કોણીમાં પથ્થર વાગતાં ઈજા થઈ
શહેરના હુડકો અને આજીડેમ ચોકડી વચ્ચે રાત્રીના રોડ પરથી પસાર થતા વાહનચાલકોના જીવ જોખમમાં હોય પરંતુ પોલીસની લાપરવાહીના કારણે 35 પેસેન્જર સાથે પૂરપાટ જઈ રહેલી ખાનગી બસ પર ફરી પથ્થરમારો થતા કાચ તોડીને પથ્થર ડ્રાઈવરની કોણીમાં લાગ્યો હતો. છેલ્લા છ મહિનામાં આ ચોથો બનાવ છે કે, જેમાં પૂરપાટ ચાલતા વાહનોના કાચ પર એકાએક કોઈ શખ્સ પથ્થરમારો કરી લોકોના જીવને જોખમમાં મુકવાનું કૃત્ય આચરે છે પરંતુ પોલીસ આરોપી સુધી પહોંચી શકી નથી. આ બનાવમાં જૂનાગઢ જિલ્લાના ડુંગરપુર ગામે રહેતા રાહુલભાઈ ભીખાભાઈ ધાધલ(ઉં.વ.23)એ આજીડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે બે વર્ષથી ડ્રાઈવિંગ કામ કરે છે અને સંજયભાઈ જેબલિયાની રામનાથ ટ્રાવેલ્સ નામની લક્ઝરી બસ હંકારે છે. ગત તા.03/12ના રોજ સાંજના સાતેક વાગ્યે પોતે બસ ચલાવીને બિલખાથી સુરત જવાના રૂટ પર 35 જેટલા પેસેન્જરોને બેસાડીને નીકળ્યો હતો. ત્યારે રાત્રીના સાડા અગિયારેક વાગ્યા આસપાસ બસ ગ્રીનલેન્ડ ચોકડી તરફ જવાની સાઈડે આજીડેમ ચોકડીનો પૂલ ચડતા જ અચાનક જ બસના આગળના કાચ પર કોઈ અજાણ્યા શખ્સે પથ્થરનો ઘા ઝીંકાયા હતા. પોલીસ પેટ્રોલિંગ જરૂરી: છ મહિનામાં ચોથો બનાવ, આરોપી હજુયે પોલીસ પકડથી દૂરશહેરના આજીડેમ ચોકડી નજીકના વિસ્તારમાં રાત્રીના વારંવાર ટ્રાવેલ્સ બસના કાચ પર ચાલુ બસે પથ્થર મારી લોકોના જીવ જોખમમાં મુકાય તેવું કૃત્ય કોઈ અજાણ્યા શખ્સ કે સંગઠન દ્વારા આચરવામાં આવે છે. છેલ્લા છ મહિનામાં સમયાંતરે આવી આ ત્રીજી ઘટના પોલીસ ચોપડે નોંધાઈ ચૂકી છે. પરંતુ પોલીસ દ્વારા આ મામલે આંખ-કાન આડા હાથ કરવામાં આવતા હોય એમ તપાસના નામે માત્ર ફરિયાદ લઇ કાગળો કરી ફાઈલ સંકેલી લેવામાં આવે છે. બસના કાચ પર પથ્થરના ઘા ઝીંકનાર શખ્સ સુધી પોલીસ હજુ સુધી પહોંચી શકી નથી. જો,કે સદનસીબે કોઈ પણ વખતે કોઈપણ જાતની જાનહાની થયેલ નથી. પરંતુ લોકોના જીવને જોખમમાં મુકનાર આ શખ્સ સામે પોલીસે કડક કાર્યવાહી કરવી જોઈએ. અવાર-નવાર આ પ્રકારનું કૃત્ય આચરનાર શખ્સને પકડી લઇ તેના વિરુદ્ધ ધોરણસરના પગલાં લેવા જરૂરી છે.
અકસ્માતને નોતરું:તલોદના રણાસણથી શીકા ચોકડી જતાં માર્ગે માટીના ઢગલાથી ચાલકોમાં અકસ્માતનો ભય
તલોદના રણાસણથી શીકા ચોકડી સુધીના માર્ગ ઉપર ગરનાળાના કામમાં માટીના ઢગલાથી અકસ્માતનો ભય વાહનચાલકોને સતાવી રહ્યો છેે. રણાસણ ચોકડી ઉપર નવીન સર્કલ બનતાં કોઈ ડાયવર્ઝન કે રેડિયમ પટ્ટી ન લગાવી શિવપુરા કંપા કિશોરપુરા ચોકડી પર માટીના ઢગલા કરી દેતાં વાહન ચાલકોને હાલાકી થઇ છે. ગત રાત્રે પાલનપુર ધાનેરાથી સાઠંબા લગ્નમાં જઈ રહેલા ભાનુભાઈ ચૌધરીની ગાડી નંબર.UP.16.B D.8167ને શિવપુરા કંપા નજીક માટીના ઢગલા ન દેખાતાં ગાડી 10 ફૂટ ઊંચી કૂદી સાઈડમાં પડી હતી ત્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા થતાં રણાસણ થી 108 મારફતે હિંમતનગર સારવાર અર્થે ખસેડાયો હતો. રાત્રિ દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા રેડિયમ પટ્ટી બેરિકેટ મૂકવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ છે. અકસ્માત થતાં થોડીવાર માટે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. કોન્ટ્રાક્ટરો દ્વારા ગંભીર બેદરકારી દાખવી રોડ ઉપર માટીનો ઢગલો કરી દેતાં રાત્રે વાહન ચાલકોને દેખાતું નથી અને રાત્રે દરમિયાન અકસ્માત સર્જાય છે.
ભાસ્કર બ્રેકિંગ:હવે મેટ્રો પાલડીથી દાણીલીમડા થઈ ગીતામંદિર સુધી દોડશે
કોમનવેલ્થ, ઓલિમ્પિકની તૈયારીના ભાગરૂપે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ ઓથોરિટીએ વધુ 83 કિમીના નવા રૂટની યોજના બનાવી છે. આ નવી યોજના હેઠળ વર્તમાન પાલડી મેટ્રો સ્ટેશનથી દાણીલીમડા થઈને ગીતા મંદિર થઈને કાંકરિયાના રૂટથી એપેરલ પાર્કને જોડતા સાડા નવ કિમીના આ નવા રૂટનો ડીપીઆર તૈયાર થઈ રહ્યો છે. 2,850 કરોડના ખર્ચે નવો રૂટ આવતાં ચાર વર્ષમાં બનાવવાનું આયોજન છે. ઉપરાંત મેટ્રોનો સર્ક્યુલર રૂટ 35.74 કિમી રહેશે, જે 10,675 કરોડના ખર્ચે તૈયાર થશે. આ રૂટ વાસણા એપીએમસી સ્ટેશનથી આગળ વધી પિપળજ, નારોલ, સીટીએમ, બાપુનગર થઇને નરોડા અને ત્યાંથી સિવિલ હોસ્પિટલ, શાહીબાગ થઇને આરટીઓ સર્કલના હાલના સ્ટેશન સાથે જોડાઇ જશે. આ રૂટનો ડીપીઆર સરકારમાં સબમિટ કરી દેવાયો છે. શહેરને ધોલેરા એક્સપ્રેસ વે સાથે જોડતા સનાથલના રૂટ પર ગોધાવી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ થઇને સાણંદને જોડતા નવા મેટ્રો રૂટનું પણ આયોજન થઇ ગયું છે. કેવી રીતે આ પ્રોજેક્ટ આગળ વધશે?જે ડીપીઆર સરકારમાં જમા કરી દેવાયો છે તેના પર ગુજરાત સરકાર પોતાની સ્વીકૃતિ સાથે કેન્દ્રના શહેરી વિકાસ મંત્રાલયને મોકલી આપશે. શહેરી વિકાસ મંત્રાલય આ ડીપીઆરને આધારે પોતાના બજેટની ફાળવણી સાથે મંજૂરી આપે એટલે તરત જ રૂટ પરનું કામ શરૂ થશે. જ્યારે પાલડીથી એસટી સ્ટોપ થઈને એપેરલ પાર્કને જોડતાં રૂટ પરનો ડીપીઆર બે મહિનામાં તૈયાર થઇને ગુજરાત સરકારને મળશે તે પછી ઉપર મુજબની પ્રક્રિયા બાદ આવતાં છ મહિનાની અંદર તેનું કામ પણ શરૂ થઇ જવાની અપેક્ષા છે. મેટ્રોના ટાઇમિંગ અને ફ્રિક્વન્સી વધશેહાલ મેટ્રો સવારે 6.20થી 10 વાગ્યા સુધી દોડે છે. આવતાં વર્ષે રાત્રિના 11 કે 11.30 સુધી મેટ્રો દોડાવાનું આયોજન છે. હાલ મેટ્રો સરેરાશ 7થી 12 મિનિટે મળે છે તેને બદલે 3થી 5 મિનિટની ફ્રિકવન્સી કરવાનું આયોજન છે.
ભાસ્કર એક્સક્લૂસિવ:સોમપુરા સમાજમાં મૂર્તિકળાના માત્ર 40 કલાકાર એટલે યુવાનોને તાલીમ આપશે
મંદિર નિર્માણ અને મૂર્તિસ્થાપત્યમાં નિપુણ એવા સોમપુરા સમાજમાં શહેરમાં અત્યારે માત્ર 40 મૂર્તિકાર છે. આથી સમાજના વધુ ને વધુ યુવાનો શાસ્ત્રોક્ત રીતે શિલ્પકળા શીખે એ માટે સોમપુરા સમાજે ચાણક્યપુરીમાં 6 માસ અગાઉ વિશ્વકર્મા મંદિરનું નિર્માણ કર્યું છે. અહીં સોમપુરા કેળવણી કેન્દ્રનું પણ નિર્માણ કરાયું છે. સમાજના પ્રમુખ અને ટેમ્પલ આર્કિટેક અતુલ સોમપુરાના કહેવા પ્રમાણે આ મંદિર બનાવવાનો હેતુ સમાજના યુવક-યુવતીઓને શિલ્પ શાસ્ત્રની વારસાગત સમજ આપવાનો છે. આ કેન્દ્રમાં સમાજના યુવાનોને શિલ્પકળાની સમજ આપવામાં આવે છે. મંદિરમાં 3 ફૂટની મૂર્તિ તૈયાર કરાઇ છે, હવે સોમપુરા સમાજ ભવનમાં સમાજના યુવાઓ માટે તાલીમની શરૂઆત કરાશે. થોડા માસ અગાઉ સમાજે કરેલા સર્વેમાં જાણવા મળ્યું કે, સોમપુરા સમાજના 50% યુવા હાલ મૂર્તિકામથી દૂર છે. જેથી સોમપુરા ભવનમાં મૂર્તિકામની તાલીમ શરૂ કરાશે. યુવાનોને તાલીમ શા માટે અપાશે?અગ્રણીના કહેવા પ્રમાણે મોટા ભાગના યુવાનો ખાનગી કંપનીમાં તથા વ્યવસાયમાં સંકળાયેલા છે. જૂના મૂર્તિકારોના મતાનુસાર આ પરિસ્થિત રહેશે તો આગામી પેઢીને મૂર્તિકારો એટલે શું એની સમજ જ નહીં રહે. એટલેતાલીમ આપવાનું નક્કી કરાયું છે. 50થી વધુને 5 વર્ષ તાલીમ અપાશેસોમપુરા ભવનમાં આજથી 50થી વધુ યુવાનો માટે નિ:શુલ્ક તાલીમ આપવા સાથે દિવસના 2 કલાક મંદિર તૈયાર કરનારા અગ્રણીઓ પણ તાલીમ આપશે. આ તાલીમ 5 વર્ષ સુધી ચાલુ રખાશે. શહેરમાં માત્ર 10 મૂર્તિકારને મૂર્તિનું મોં તથા આંખ બનાવતાં આવડે છે. એક વ્યક્તિને મોઢું બનાવતાં 3 દિવસનો સમય લાગે છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 2017થી 2020 દરમિયાન ખાણ-ખનિજ ક્ષેત્રના વિકાસ અર્થે રચાયેલા ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન (DMF) ફંડનો ઉપયોગ નિયમોને નેવે મૂકીને કેટલીક ખાનગી કંપનીઓને ફાયદો પહોંચાડવા માટે કરવામાં આવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. ભાસ્કરની આંતરિક તપાસ, સરકારી દસ્તાવેજો, સ્થળ મુલાકાત તથા ઓડિટ રિપોર્ટના અભ્યાસમાં સામે આવ્યું કે, વિભાગે સુનિયોજિત રીતે ટેન્ડર પ્રક્રિયામાંથી છટકવા કામની નાના ભાગોમાં વહેંચણી કરી હતી. ફરીથી આવેલા ઓર્ડરની 50 ટકાની મર્યાદા અનેકગણી ઓળંગી 207 ટકા સુધી વધારી તેમજ કોઇ પ્રતિસ્પર્ધી વિના એક જ કંપનીને વારંવાર કરોડો રૂપિયાના પ્રોજેક્ટ પધરાવી દીધા હતા. સૌથી ચોંકાવનારું તથ્ય એ છે કે, ઇ-ટેન્ડરના નિયમ અંતર્ગત આવતા હોવા છતાં કુલ રૂા.7.98 કરોડનાં 5થી વધુ કામો એક જ કંપની ‘વીર એન્ટરપ્રાઇઝીસ’ને સીધી નિયુક્તિ દ્વારા જ પીરસી દેવાયાં હતાં. 2024ના અંતમાં ગુજરાત સરકારે ડીએમએફ ફંડની ફોરેન્સિક તપાસ માટે ઓડિટર બિજીત મુખર્જીની નિયુક્તિ કરી હતી. સપ્ટેમ્બર-2025માં સરકારને સુપરત કરાયેલા રિપોર્ટમાં પહેલી વખત ખુલાસો થયો કે, ડીએમએફ ફંડ એ ક્ષેત્રો સુધી પહોંચી રહ્યું જ નથી, જેના માટે તેનું ગઠન થયું છે. ચોક્કસ કંપનીઓને ફાયદો કરાવવા માટે જ ટેન્ડરના નિયમોની છટકબારી શોધી લેવાઇ છે. સૂત્રો મુજબ, રિપોર્ટમાં મોકલાવ્યા બાદ મંત્રાલયે સંબંધિત અધિકારીઓ પાસે ખુલાસો માગ્યો, પરંતુ તેમાં મોટાભાગના જવાબ અધૂરા અથવા વિરોધાભાસી મળ્યા હતા. કેટલીયે ફાઇલોમાં ટેન્ડરિંગનો કોઇ રેકોર્ડ ન હતો, ન જેમ પોર્ટલ કે ન એલ-1 સ્ટેટમેન્ટ હતું. 5 મુદ્દામાં સમજીએ કૌભાંડ કેવી રીતે આચરાયું 1. એક જ કંપનીને 5 વખત ઇજારો અપાયોકાયદાની રૂહે ઇ-ટેન્ડર અનિવાર્ય હતું, પરંતુ વિભાગે તે બહાર જ ન પાડ્યું અને 2017-18માં 57 શાળાઓ તથા 55 આંગણવાડીઓમાં ટેરાફિલ ટેન્ક, ઇસીસીઇ કિટ તથા રમત-ગમતનાં સાધનો જેવાં કામ વીર એન્ટરપ્રાઇઝીસને સીધાં જ આપી દેવાયાં હતાં. દરેક કામની કિંમત રૂા.5 લાખથી વધુ હતી. ફાઇલમાં અધિકારીઓએ કંપનીને કામનો સારો અનુભવ હોવાનું દર્શાવ્યું હતું, પરંતુ અનુભવનું મૂલ્યાંકન કે અન્ય સાથે સરખામણી ન દર્શાવી. 2. રિપીટ ઓર્ડર 207%, મર્યાદા 50% વધારી દેવાઇ2018-19માં ઓપન જિમ પ્રોજેક્ટનું પહેલું ટેન્ડર રૂા.75.15 લાખનું હતું. અમુક મહિના પછી નવા ટેન્ડર વિના જ રૂા.155.79 લાખનો નવો ઓર્ડર એ જ કંપનીને આપી દેવાયો. આ 207 ટકાની વૃદ્ધિ કાયદેસરની 50 ટકાની મર્યાદાથી 4 ગણી વધુ છે. ફાઇલમાં માત્ર એક જ લાઇનની નોંધ કરાઇ કે કાર્યની જરૂરિયાત વધુ છે. તેનું કોઇ વાજબીપણું, સાઇટનો અભ્યાસ કે ફંડની મંજૂરીનો રેકોર્ડ ન મળ્યો. 3. 1.06 કરોડના સીસીટીવીના કામ ટુકડામાં વહેંચી ટેન્ડરનો કાંટો કાઢ્યો2019-20માં સ્કૂલોમાં સીસીટીવી લગાવવાનું કામ કુલ 1.06 કરોડનું હતું. નિયમ મુજબ આ માત્ર એક ટેન્ડરનું કામ હતું, પરંતુ વિભાગે પ્રોજેક્ટના 23-24 ભાગ પાડી દીધા. દરેક ભાગની કિંમત રૂા.5 લાખથી ઓછી રાખી, જેથી ઇ-ટેન્ડરનો વારો જ ન આવે. રેકોર્ડની તપાસમાં સામે આવ્યું કે, કેટલીક વખત એક જ દિવસમાં 2 ઓર્ડર આપી દેવાયા હતા. જેના માટે જેમ પોર્ટલનો ઉપયોગ ન કરાયો તથા એલ-1 તુલના ઉપલબ્ધ ન હતી. જ્યારે અધિકારીઓને પૂછવામાંં આવ્યું ત્યારે તેમનો જવાબ હતો કે, ટેન્ડરિંગ થયું હતું. જોકે ફાઇલમાં કોઇ ટેન્ડર મળ્યું નહીં. 4. ECCE કિટ મોંઘી ખરીદી, નર્મદા જિલ્લાની સરખામણીએ રૂા.63 લાખ વધુ ખર્ચ્યાનર્મદા જિલ્લામાં ઇસીસીઇ કિટની કિંમત પ્રતિ સ્કૂલ રૂા.2.60 હતી, પરંતુ દ્વારકામાં એ જ કિટ પ્રતિ સ્કૂલ રૂા.3 લાખમાં ખરીદાઇ. બંને વચ્ચે રૂા.40 હજારનું અંતર મળ્યું. 42 સ્કૂલોમાં આ જ રીતે કુલ રૂા.63 લાખથી વધુ ખર્ચાયા. ઓડિટરના રિપોર્ટ મુજબ રેટ જસ્ટિફિકેશન શીટ સાથે ચેડાં થયાં હોઇ શકે તથા તુલનાત્મક કિંમત જાણીને નથી લેવાઇ. 5. ફીલ્ડ વિઝિટમાં પોલ ખૂલી, ઓપન જિમનાં સાધનો તૂટ્યાં, કટાઇ ગયાંજે ગામોમાં ઓપન જિમમ બનાવાયાં હતાં ત્યાં ભાસ્કરની મુલાકાતમાં જાણવા મળ્યું કે, મહત્તમ સાધનો તોડી નખાયાં હતાં, બોલ્ટ ઊખડી ગયા હતા, કેટલાંક સાધનોને કાટ લાગ્યો હતો તો કેટલાંકનું ઇન્સ્ટોલેશન જ અધૂરું હતું. સ્થાનિકોએ જણાવ્યું કે, માત્ર ફોટો પડાવી જતા રહ્યા. કોઇએ જાળવણી માટે પાછું વળી જોયું નથી. ઇનસાઇડ; 3 વર્ષ સુધી આ રીતે ચાલતો રહ્યો કૌભાંડનો ખેલ સૌથી પહેલાં પસંદગીની કંપની શોધીઃ કૌભાંડીઓએ સૌથી પહેલાં પસંદગીની કંપની શોધી. બાદમાં દરેક નવો પ્રોજેક્ટ તે જ કંપનીને આપવા માંડ્યા. કેટલીકવાર તો પ્રોજેક્ટ શરૂ થાય તે પહેલાં જ કંપનીનું નામ નક્કી કરી લેવાતું હતું. નક્કી કિંમતથી ઓછી કિંમત બતાવાતી હતીઃ કેટલાંક કામોની વાસ્તવિક કિંમત રૂ. 8થી 10 લાખ થતી હતી. જોકે ટેન્ડરિંગથી છટકવા ફાઇલમાં તેને રૂ.4.95થી 4.98 લાખ દર્શાવાતી હતી. કારણ કે, રૂ.5 લાખથી વધુનાં કામમાં ઇ-ટેન્ડરિંગ ફરજિયાત હોય છે. બિલિંગ અને સપ્લાયના નિયમો કાગળ પરઃ કેટલીક સ્કૂલોમાં કિટ અને ટાંકીઓ લાગી નહીં, પરંતુ ચુકવણું પૂરેપૂરું બતાવાયું. સ્થાનિક અધિકારીઓની સહી બાદમાં લેવાઇ હતી. ફરિયાદો દબાવવાનો પ્રયાસઃ 2019માં એક બ્લોક સ્તરના અધિકારીએ સીસીટીવી ટેન્ડરમાં અનિયમિતતાની ફરિયાદ કરી હતી. જેની ફાઇલ પાછળથી ખોવાઇ ગઇ , અધિકારીની બદલી કરી દેવાઇ.

25 C